પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૯

 

દોહા

પછી મુક્તને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ ।

જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ॥૧॥

પછી મુનિ પરવર્યા,1 જેમ હાલ્યાં હુડિયાં વા’ણ ।

ભારે વા’ણને ભરવા, સહુ સજ્જ થયા છે સુજાણ ॥૨॥

પછી પોતે પ્રભુજીએ, ઉર વિચારિયું એમ ।

બહુ જીવ જેમ ઉદ્ધરે, મારે કરવું તર્ત તેમ ॥૩॥

બંધાવું બહુ પેરે કરી, સુંદર સદાવરત2

જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ॥૪॥

ચોપાઈ

એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્ર રે, જમે જન અન્ન પવિત્ર રે ।

ઝાઝે હેતે જનને જમાડે રે, કરી વાત આનંદ પમાડે રે ॥૫॥

સુણી વાત રળિયાત થાય રે, પછી સમજી રહે સત્સંગ માંય રે ।

એમ સદાવ્રત બાંધ્યાં બહુ રે, તેહ ગામ તણાં નામ કહું રે ॥૬॥

લોઝ માંગરોલ અગત્રાઈ રે, સદાવ્રત માણાવદ્ર માંઈ રે ।

મેઘપુર ધોરાજી સાંકળી રે, અન્ન આપે ભાડેરમાં વળી રે ॥૭॥

જામવાળી ને નવેનગરે3 રે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરે રે ।

ફણેણી ને જાણો જેતપર રે, જમે જન સરધાર સુંદર રે ॥૮॥

કોટડું ગઢડું કારિયાણી રે, જમી બોલે જે જે જન વાણી રે ।

માણેકવાડે ને મેથાણ માંઈ રે, જેતલપુર શ્રીનગર ત્યાંઈ રે ॥૯॥

એહ આદિ ગામે આપે અન્ન રે, જેહ જમે તે થાય પાવન રે ।

તેણે તજે બીજું ભજે શ્યામ રે, તન મૂકે પામે પર્મ ધામ રે ॥૧૦॥

એમ અનેક જીવ ઉદ્ધાર્યા રે, ભય ટાળી ભવજળ તાર્યા રે ।

તોયે ન માન્યું નાથનું મન રે, કર્યા જન તારવા જગન રે ॥૧૧॥

જાણ્યું જગ્નમાં જમશે જે અન્ન રે, જાશે ધામે તે થાશે પાવન રે ।

એમ જગ્ન કર્યા બહુ જાગે રે, જમ્યા દ્વિજ અતિ અનુરાગે રે ॥૧૨॥

ક્ષત્રી વૈશ્ય ને શુદ્ર વળી રે, જમ્યા બહુ જન એ આદિ મળી રે ।

લેખું4 ન થાય લાખ હજારે રે, એમ જમાડ્યા જગ આધારે રે ॥૧૩॥

જે જે જમ્યા એ જગનનું અન્ન રે, પામ્યા પરમ પ્રાપ્તિ પાવન રે ।

એમ વે’તી કીધી છે જો વાટ5 રે, બ્રહ્મમોહોલ માંહી જાવા માટ રે ॥૧૪॥

જે જે જીવ પામિયા સંબંધ રે, તેના છોડાવિયા ભવ બંધ રે ।

આપ પ્રતાપે અક્ષરધામે રે, સહુને પો’ચાડિયા ઘનશ્યામે રે ॥૧૫॥

કેના જોયા નહિ ગુહ્ના વાંક રે, એવો આજ વાળ્યો6 આડો આંક રે ।

આ સમામાં જેનો અવતાર રે, તેના ભાગ્ય તણો નહિ પાર રે ॥૧૬॥

ત્યાગે કરી તપી ખપી જાય રે, તોયે પણ એ ધામે ન જવાય રે ।

સર્વે પાર છે સુખની સીમા રે, જન સે’જે સે’જે જાય તેમાં રે ॥૧૭॥

સે’જે સે’જે આપે છે આનંદ રે, સમરથ સ્વામી સહજાનંદ રે ।

સિંધુ પર્યંત ભૂમિના વાસી રે, સહુ થયા એ ધામના નિવાસી રે ॥૧૮॥

એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ રે, તેણે ઉદ્ધારિયા જન આપ રે ।

એવાં કર્યાં અલૌકિક કાજ રે, તોયે રીઝ્યા નહિ મહારાજ રે ॥૧૯॥

જાણે હજીયે કાંયે ન કીધું રે, મને સેવીને સુખ ન લીધું રે ।

પામે સુખ મારી પૂજા કરી રે, અશન વસન ભૂષણે ભાવ ભરી રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે નવમઃ પ્રકારઃ ॥૯॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬