પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૩

 

દોહા

એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત ।

સુણી મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ॥૧॥

આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ ।

જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ॥૨॥

પ્રાણધારી જે પ્રથવિયે, તે સહુને લેવા સ્વધામ ।

એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ॥૩॥

જોઈ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ ।

જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ॥૪॥

ચોપાઈ

તારે નાથ કહે સુણો સંત રે, આજ તારવા જીવ અનંત રે ।

માટે જેમ જેમ જીવ તરે રે, એમ કરવું છે સહુને સરે રે ॥૫॥

માટે દેશોદેશમાં દેવળે રે, માંડો સારી મૂર્તિયો સઘળે રે ।

એહ મૂર્તિનાં દર્શન કરશે રે, તે તો અપાર પ્રાણી ઉદ્ધરશે રે ॥૬॥

જાણો એહ ઉપાય છે ભારી રે, સહુ જુવો મનમાં વિચારી રે ।

માટે કચ્છમાં મંદિર કરવું રે, થાય પ્રાણીને પાર ઊતરવું રે ॥૭॥

એવું સુણી સંત સજ્જ થઈ રે, કર્યું ભુજમાં મંદિર જઈ રે ।

માંહી બેસાર્યા નરનારાયણ રે, કચ્છ દેશ તારવા કારણ રે ॥૮॥

વળી ધોળકે મંદિર કરાવી રે, તેમાં મૂર્તિ સારી પધરાવી રે ।

એવો કરિયો એહ ઉપાય રે, જેણે કરી જન સુખી થાય રે ॥૯॥

(મોરલીમનોહર હરિકૃષ્ણ રે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્ન રે ।

જીવ અનંત ઉદ્ધારવા કાજ રે, આવ્યા ત્યાં ઘણી વાર લઈ સમાજ રે ॥૧॥)

કરાવિયું એ કાજ સંતરાજે રે, બહુ જીવને તારવા કાજે રે ।

વળી નાથ કે’ કહું છું અમે રે, કરજો થાય તો મંદિર તમે રે ॥૧૦॥

પછી સંત જોઈ જોઈ જાગ્યા રે, દેશોદેશ દેરાં કરવા લાગ્યા રે ।

જે જે દેશમાં દેવળ થયાં રે, તે તે દેશમાં જન જે રહ્યાં રે ॥૧૧॥

તે તો ઉત્સવ સમૈયા માથે રે, આવે સહુ દરશને સાથે રે ।

કરી દર્શન પ્રસન્ન થાય રે, મુખે સ્વામિનારાયણ ગાય રે ॥૧૨॥

લેતાં સ્વામિનારાયણ નામ રે, થાય શુદ્ધ સહુ નર વામ રે ।

સ્વામિનારાયણ નામ જેવું રે, નથી બીજું નામ કોઈ એવું રે ॥૧૩॥

માટે જે જપશે એ નામ રે, તે તો પામશે અક્ષરધામ રે ।

એવો એ નામનો પરતાપ રે, પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે ॥૧૪॥

બહુ પ્રકારે કરવા કલ્યાણ રે, નાથે ધારિયું છે નિરવાણ રે ।

માટે જે જે ક્રિયાઓ કરે છે રે, તેમાં અનંત જીવ તરે છે રે ॥૧૫॥

એમ જીવ જગતના સહુ રે, કર્યા તારવા ઉપાય બહુ રે ।

એહ ઉપાયમાં જે આવી ગયા રે, તે સહુ ભવપાર થયા રે ॥૧૬॥

એહ અર્થે આપે આવિયા રે, કરી બહુ જીવ પર દયા રે ।

આજ જક્તના જીવ છે જેહ રે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહ રે ॥૧૭॥

અતિ સામર્થી વાવરી છે આજ રે, આવી પુરુષોત્તમ મહારાજ રે ।

સહુ પાર સહુને સરે રે, આજ એવી સામર્થી વાવરે રે ॥૧૮॥

જે જે જાણશે તે તે વખાણશે રે, બીજા જન તેહ શું જાણશે રે ।

નથી વાત જેવડી એ વાત રે, એમ જાણે છે સંત સાક્ષાત રે ॥૧૯॥

તે તો કહે છે કર વજાડી રે, ચોખા ચોખી જો વિગતિ પાડી રે ।

તેની પ્રતીતિ ન પડે જેને રે, ના’વે અલૌકિક સુખ તેને રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશઃ પ્રકારઃ ॥૩૩॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬