પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૭

 

દોહા

વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ ।

તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ॥૧॥

સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ ।

તેમ જ રહી ત્રિયા સહુ, પામી છે ધામ જે પર્મ ॥૨॥

જે ધર્મ નો’તા ધરા ઉપરે, નરનારીના નિરધાર ।

તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ॥૩॥

એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઉપકાર ।

જીવ આખા જક્તના જેહ, તેહ કરવા ભવપાર ॥૪॥

ચોપાઈ

અતિ અતિ કર્યા મેં ઉપાય રે, તે તો કે’તાં કે’તાં ન કે’વાય રે ।

જે જે કર્યું અમે આ જગમાં રે, તે તો ચલાવા મોક્ષ મગમાં1 રે ॥૫॥

જે જે અમે કરાવિયા ગ્રંથ રે, નર નારીને તારવાં અર્થ રે ।

વળી પદ છંદ કીરતન રે, અષ્ટક ને સ્તુતિ જે પાવન રે ॥૬॥

તેને શીખે સુણે ભણે ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે ।

કાં જે અંકિત અમારે નામે રે, માટે પોં’ચાડે એ પરમ ધામે રે ॥૭॥

જેમાં સ્વામિનારાયણ નામ રે, એવી કથા સુણે નર વામ રે ।

એવી કીર્તિ સાંભળતાં જન રે, થાય અતિ પરમ પાવન રે ॥૮॥

વળી પદ જે નામે અંકિત રે, તેને ગાયે સુણે કરી પ્રીત રે ।

જેમાં સહજાનંદ સ્વામી નામ રે, આવે જે કાવ્યમાં ઠામો ઠામ રે ॥૯॥

એવી કાવ્ય કે’તાં ને સાંભળતાં રે, વાર ન લાગે મહાસુખ મળતાં રે ।

મહામંત્રરૂપ એહ કા’વે રે, તેને તુલ્ય બીજું કેમ આવે રે ॥૧૦॥

નામ પ્રભુનાં અનંત અપાર રે, સહુ ભાવે ભજે નર નાર રે ।

પણ સ્વામિનારાયણ કે’તાં રે, નથી વાર ભવપાર લેતાં રે ॥૧૧॥

આજ એ નામનો છે અમલ2 રે, તે ન વિસારવું એક પલ રે ।

લેતાં નામ નારાયણ સ્વામી રે, જાણો તે બેઠા ધામને પામી રે ॥૧૨॥

જેહ મુખે એનો ઉચ્ચાર રે, તે તો જાણો પામ્યા ભવપાર રે ।

માટે એ નામની કાવ્ય કા’વે રે, તેને શીખવી સુણવી ભાવે રે ॥૧૩॥

વળી અમારા અંગનું અંબર3 રે, બહુ સ્પરશેલ સારું સુંદર રે ।

એહ પ્રસાદિનું જેહ પટ4 રે, મળે ટળે સર્વે સંકટ રે ॥૧૪॥

એહ વસ્ત્ર અનુપમ અતિ રે, થાય પૂજતાં પરમ પ્રાપતિ રે ।

અતિ માહાત્મ્ય એનું અતુલ્યે5 રે, કહો કયાંથી મળે એહ મુલ્યે રે ॥૧૫॥

જે જે અમારા સંબંધની વસ્ત રે, ન મળે ગોતતાં ઉદે6 ને અસ્ત6 રે ।

જણસ અમ સંબંધીની જે જે રે, છે એ કલ્યાણકારી માની લીજે રે ॥૧૬॥

તે તો રાખી છે અમે અપાર રે, સહુ જન અરથે આ વાર રે ।

નખ શિખા લગી નિરધાર રે, રાખી સ્પરશી વસ્તુ કરી પ્યાર રે ॥૧૭॥

સ્પરશી ચીજ જે બહુ પરકારે રે, અડી હોય જે અંગે અમારે રે ।

તે તો સર્વે છે કલ્યાણકારી રે, માટે રાખી છે અમે વિચારી રે ॥૧૮॥

એમ અનેક પ્રકારે આજ રે, બહુ જીવનાં કરવાં છે કાજ રે ।

આવ્યા છીએ અમે એમ ધારી રે, સર્વે જીવને લેવા ઉદ્ધારી રે ॥૧૯॥

એમ કહ્યું આપે અવિનાશે રે, તે તો સાંભળીયું સહુ દાસે રે ।

સુણી સહુ થયાં પરસન રે, કહે સ્વામી શ્રીજી ધન્ય ધન્ય રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૭॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ પ્રકારઃ ૪૨ ♬ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬