પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૮

 

દોહા

શ્રીહરિ ક’ સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય ।

જેણે કરીને જક્તનું, બંધન તમને થાય ॥૧॥

એવી રીતને રાખશું, જેહ રહ્યા ન રે’શે કોય ।

શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળી નો’ય ॥૨॥

જેમ અલૌકિક અવતાર છે, તેમ કાઢું અલૌકિક રીત ।

સહુ ઉપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત ॥૩॥

તે રીત કહું તે હૃદે ધરી, સહુ રહો થઈ સાવધાન ।

એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન ॥૪॥

ચોપાઈ

રે’જો પંચ વ્રત1 પ્રમાણ રે, ધારી વિચારી સહુ સુજાણ રે ।

પંચ વ્રત છે સહુને પાર2 રે, નથી એથી બીજું કાંય બા’ર રે ॥૫॥

જોશો વિધવિધે જો વિચારી રે, ભર્યા અર્થે છે એ અતિ ભારિ રે ।

તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ રે, ઘણો કહ્યો છે કરી વિભાગ રે ॥૬॥

અષ્ટ પ્રકારે3 તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે ।

કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે, એથી અળગું રે’વું અષ્ટ અંગે રે ॥૭॥

સહુ જાણજો જન એમ પંડ્યે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે ।

એમ નક્કી કરી નિરધાર રે, ફરો પરહિતે પૃથવી મોઝાર રે ॥૮॥

અંગે રાખજો અંબર4 એટલાં રે, શીત ઉષ્ણ ન પીડે તેટલાં રે ।

કંથા કૌપીન ને કટીપટ5 રે, એટલાં તો રાખજો અમટ6 રે ॥૯॥

તે પણ જાચીને7 જીરણ8 લેજો રે, એવી રીત્યે સહુ મુનિ રે’જો રે ।

અન્ન માગીને જમજો મધ્યાહ્ને રે, રસે રહિત સહિત જળ પાને રે ॥૧૦॥

સર્વે મેળવી ભેળું તે કરી રે, જમજો એક વાર ભાવભરી રે ।

એમ રહી સહુ મુનિરાય રે, ફરજો દેશ પરદેશને માંય રે ॥૧૧॥

કરજો પુરુષ આગળે વાત રે, જેમ છે તેમ વળી સાક્ષાત રે ।

જ્યારે નિ’મ ધારે જાણો જન રે, કે’જો કરે પ્રગટ ભજન રે ॥૧૨॥

ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિયે છે ભગવાન રે ।

ધરતાં ધ્યાન થાશે પ્રકાશ રે, તેણે મગન થાશે મને દાસ રે ॥૧૩॥

આપે દેખશે અક્ષરધામ રે, દેખી માનશે પૂરણકામ રે ।

એમ અનંત જીવ આશરી રે, જાશે અખંડ ધામે કામ કરી રે ॥૧૪॥

તેના સંગી બીજા જે જન રે, કરશે ભાવ કરીને ભજન રે ।

તે તો પામશે એ ધામ આપ રે, એવો મોટો છે આજ પ્રતાપ રે ॥૧૫॥

વળી અન્ન જળ તમને જે દેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે ।

જેહ ધામના અમે રે’નાર રે, લઈ જાશું તે ધામ મોઝાર રે ॥૧૬॥

નથી જોવી જીવની કરણી રે, રીત આ વારની દોષ હરણી રે ।

જ્યારે ભરવું હોય મોટું વા’ણ રે, વો’રે9 શાલ10 દાળ્ય લોહ પાષાણ રે ॥૧૭॥

જેવો માલ મળે તેવો વો’રે રે, તોયે ઠાલું છે કહી બકોરે11 રે ।

એવો આજ મોટો છે અવતાર રે, બહુ જીવ કરવા ભવપાર રે ॥૧૮॥

તે તો સર્વે જાણો છો તમે જન રે, સમજી રહો મનમાં મગન રે ।

નિર્ભય નિઃશંક થૈ સહુ રે’જો રે, વાતો પ્રગલ્ભ12 મન કરી કે’જો રે ॥૧૯॥

એમ મુનિને કહ્યું મહારાજે રે, સુખસાગર ગરીબ નિવાજે રે ।

આવ્યા લેર્ય મેર્યમાં આ વાર રે, પરમ સનેહી પ્રાણ આધાર રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટમઃ પ્રકારઃ ॥૮॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬