પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૩

 

દોહા

દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર ।

આવિને નીરખે નાથને, તેણે લિયે સુખ અપાર ॥૧॥

સમૈયે સમૈયે સુખ દેવા, ઉત્સવ કર્યા અનેક ।

દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ॥૨॥

તેહ જ અર્થે તાન છે, જીવ મોકલવા નિજધામ ।

આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ॥૩॥

એટલા માટે અનેક રીતે, કરે ઉપાય આઠું જામ1

જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા, કહું તે તે ગામનાં નામ ॥૪॥

ચોપાઈ

સહુથી મોર્યે ઉત્સવ માંગરોલ રે, થયા જન ત્યાં ભેળા અતોલ રે ।

પછી લોજે કરી બહુ લીલા રે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળા રે ॥૫॥

અગત્રાયે આઠમ ઉત્સવ રે, કરી તાર્યા જીવ કૈ ભવ રે ।

ભલી ભાડેરે આઠમ ભજાવી રે, કરી લીલા માણાવદ્ર આવી રે ॥૬॥

મેઘપુરના ઉત્સવ માંઈ રે, દ્વિજ જમાડી કરી ભલાઈ રે ।

પંચાળાનો સમૈયો પ્રસિદ્ધ રે, આપ્યાં સુખ સહુને બહુવિધ રે ॥૭॥

જૂનેગઢ જઈ મહારાજ રે, કરી ઉત્સવ કર્યાં બહુ કાજ રે ।

ધોરાજીની લીલા ધન્ય ધન્ય રે, જોઈ જન થયા છે મગન રે ॥૮॥

કરિયાણામાં ઉત્સવ કીધો રે, બહુ જનને આનંદ દીધો રે ।

ગઢડાની તો નહિ આવે ગણતી રે, યાં તો ઉત્સવ કર્યા છે અતિ રે ॥૯॥

કારિયાણીના કેટલાક કહું રે, યાં તો લીલા કરી બહુ બહુ રે ।

સારંગપુર છે સારું ગામ રે, કરી ઉત્સવ સાર્યું સૌનું કામ રે ॥૧૦॥

બોટાદમાં લીલા બહુ બની રે, ભલી ભજાવી છે હુતાશની રે ।

લોયે લીધો સહુ જને લાવ રે, પુરા કર્યા છે ભક્તના ભાવ રે ॥૧૧॥

નાગડકાની લીલા જન જાણે રે, સારો સમૈયો સુંદરિયાણે રે ।

કરમડની વાત શું કહું રે, નાથ નીરખી સુખી થયા સહુ રે ॥૧૨॥

કાળુતળાલ માંડવી તેરા રે, કર્યા ભુજે ઉત્સવ કઈ વેરા રે ।

મછિયાવ્યમાં મહારાજ આવી રે, ભલી હુતાશની ત્યાં ભજાવી રે ॥૧૩॥

જેતલપુરમાં જગન કીધા રે, કંઈ જનને શરણે લીધા રે ।

અમદાવાદની ચોરાશી કીધી રે, કર્યું ખોખરે કામ પરસિધિ રે ॥૧૪॥

આદરોજનો અન્નકૂટ કીધો રે, કર્જીસણે જને લાવો લીધો રે ।

સિદ્ધપુરનો સમૈયો સુંદર રે, કર્યો અલબેલે આનંદભર રે ॥૧૫॥

વડથલ પીપળી તવરા કાવ્યા રે, થયા સમૈયા પોતે ન આવ્યા રે ।

ડભાણની લીલા કહી દાખું રે, જિયાં જન મળ્યા હતા લાખું રે ॥૧૬॥

વડતાલની લીલા વખાણી રે, લખે લખતાં મ ન લખાણી રે ।

વડોદરામાં વાલ્યમ જઈ રે, તાર્યા જન દરશન દઈ રે ॥૧૭॥

સુરત પધારિ શ્યામ સુંદર રે, તાર્યાં દરશને કઈ નારી નર રે ।

ધર્મપુરમાં ધરિયો મુગટ રે, કર્યો વાંસદે ઉત્સવ અમટ2 રે ॥૧૮॥

એહ રીત્યે બીજે ઘણે ગામ રે, સંગે સંત લઈ ફર્યા શ્યામ રે ।

એમ પવિત્ર કરી પૃથવી રે, તાર્યા જીવ કાઢિ રીત નવી રે ॥૧૯॥

અતિ આનંદ જનને પમાડ્યું રે, બ્રહ્મમો’લનું બાર ઊઘાડ્યું રે ।

સહુ જાઓ ધામમાં આ સમે રે, સ્વામી સહજાનંદને હુકમે રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોદશઃ પ્રકારઃ ॥૧૩॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬