પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૦

 

દોહા

વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક ।

માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ॥૧॥

ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન ।

માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ॥૨॥

મૂરતિ દ્વારે મનુષ્યનું, થાશે કોટિનું કલ્યાણ ।

એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ॥૩॥

સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન ।

પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન ॥૪॥

ચોપાઈ

કર્યું ખાત મુહૂર્ત હરિ હાથે રે, તિયાં હું1 પણ હતો સંગાથે રે ।

નાખી નાથે પાયો નક્કી કર્યું રે, એમ આપે મંદિર આદર્યું રે ॥૫॥

હાં હાં કરતાં થયું તૈયાર રે, વળી ઘણી લાગી નહિ વાર રે ।

કર્યું મોટું મંદિર બે માળ રે, કરાવિયું હેતે શું દયાળ રે ॥૬॥

થયું મંદિર પૂરું જે વાર રે, માંહિ મૂરતિ પધરાવી તે વાર રે ।

ગુણસાગર જે ગોપીનાથ રે, તે તો પધરાવ્યા પોતાને હાથ રે ॥૭॥

રાધા સહિત શોભે અતિ સારા રે, જે જુવે તેને લાગે પ્યારા રે ।

એ તો વાસુદેવ ભગવાન રે, જે જુવે તે થાય ગુલતાન રે ॥૮॥

એ જે ગોપીનાથની મૂરતિ રે, એ તો સુંદર શોભે છે અતિ રે ।

એવી મૂરતિ એમ પધરાવી રે, સુંદર મંદિર સારું બનાવી રે ॥૯॥

બાંધ્યું ધામ શ્યામે સહુ કાજ રે, મે’ર કરીને પોતે મહારાજ રે ।

કંક2 દેશનું કરવા કલ્યાણ રે, કર્યું કામ એ શ્યામ સુજાણ રે ॥૧૦॥

જે જે જન કરે દરશન રે, મૂરતિ જોઈ થાયે મગન રે ।

કરે દંડવત પરણામ રે, તે તો પો’ત્યા છે પરમ ધામ રે ॥૧૧॥

વળી મન કર્મ ને વચને રે, નિરખ્યા ગોપીનાથ જે જને રે ।

તે તો પામશે અક્ષરધામ રે, થાશે જન તે પૂરણકામ રે ॥૧૨॥

એમ દયા કરીને દયાળે રે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળે રે ।

કોઈ ભાવે અભાવે આજ ભજે રે, આવે હરિ તેડવા તન તજે રે ॥૧૩॥

ભાવે કરી કરે જે ભગતિ રે, તે તો પામે પરમ પ્રાપતિ રે ।

અન્ન ધન વાહન વસને રે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જને રે ॥૧૪॥

ફળ ફૂલ આદિક જેહ રે, હેતે કરી આપે જન તેહ રે ।

કુસુમ હાર તોરા ને ગજરા રે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરા રે ॥૧૫॥

આપી નાથને જોડિયા હાથ રે, તે તો થઈ ચૂક્યા છે સનાથ રે ।

થાય સેવા તે સર્વે જો રીતે રે, કર્યું જન હેતે પોતે પ્રીતે રે ॥૧૬॥

કર્યું કામ એ મોટું મહારાજે રે, સહુ જીવના કલ્યાણ કાજે રે ।

એમ બહુ બહુ કર્યા ઉપાય રે, જીવ લઈ જાવા ધામમાંય રે ॥૧૭॥

તેનો આગ્રહ છે આઠુ જામ રે, નથી પામતા પળ વિશરામ રે ।

જાણે બાંધી ધામ ઘણાં ઘણાં રે, કરું બાર અપાર મોક્ષતણાં રે ॥૧૮॥

ચાર વર્ણ ને આશ્રમ ચાર રે, સહુ પામે ભવજળ પાર રે ।

મારો આવવાનો અર્થ શિયો રે, જ્યારે જીવને સંકટ રિયો રે ॥૧૯॥

ગઢપુર મંદિરથી અપાર રે, કૈક જીવનો કર્યો ઉદ્ધાર રે ।

ખાયે પીયે રહે ખુશી રમે રે, આવે નાથ તેડવા અંત સમે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિંશત્તમઃ પ્રકારઃ ॥૩૦॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬