પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૨

 

દોહા

મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ ।

અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ॥૧॥

દયાનિધિ દયા કરી, જીવ જક્તના ઉપર જોર ।

તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ॥૨॥

અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ ।

અમિતને1 અભય કરવા, સોંપવા સુખ સમાજ ॥૩॥

પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન ।

જે જન નીરખે નાથને, તે પામે સુખ નિદાન2 ॥૪॥

ચોપાઈ

એહ અર્થે કરે છે ઊપાય રે, નિત્ય નવા નવા મનમાંય રે ।

જાણે સૌ જન દર્શન કરે રે, ભાવે અભાવે નામ ઓચરે રે ॥૫॥

લેતાં સ્વામિનારાયણ નામ રે, થાયે પ્રાણી તે પૂરણકામ રે ।

લેશે નામ નીરખશે નેણે રે, પરમ પ્રાપ્તિ પામશે તેણે રે ॥૬॥

માટે મોટા ઉત્સવ સમૈયા રે, કરું જાયે નહિ કેણે કૈ’યા રે ।

પછી ફૂલદોલ રામનૌમી રે, પ્રબોધની એકાદશી સૌમી3 રે ॥૭॥

તે દિ આવે લાખો લેખે જન રે, કરે મહાપ્રભુનાં દરશન રે ।

જુવે સભા સામું સુખકંદ રે, અમૃતદૃષ્ટિએ આપે આનંદ રે ॥૮॥

સહુ જન તણા તાપ હરે રે, સુખ શાંતિ અંતરમાં કરે રે ।

સહુ સુખિયા થઈ જન મને રે, જાય પોત પોતાને ભુવને રે ॥૯॥

રાત્યદિ સાંભરે સ્વામી સંત રે, તેણે રાજી રહે છે અત્યંત રે ।

કરતાં એ લીલાનું ચિંતવન રે, તેણે પામે પરમ ધામ જન રે ॥૧૦॥

એવા સમૈયા વરસો વરસ રે, કરે એક બીજાથી સરસ રે ।

તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસે રે ॥૧૧॥

નિત્ય નવી કરે નાથ લીળા રે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળા રે ।

સંત બટુ4 સંન્યાસી સમોહ રે, જેને કામ લોભ નહિ મોહ રે ॥૧૨॥

જોઈ એવાને જક્તના જન રે, સહુ કે’ છે કરી ધન્ય ધન્ય રે ।

સંત શ્રીહરિને દરશને રે, પામે મહા મોટો આનંદ મને રે ॥૧૩॥

એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહ રે ।

એવો કર્યો મોટો ઉપકાર રે, બહુ જીવ કરવા ભવપાર રે ॥૧૪॥

બંધ થઈ ગયાં બીજાં બાર રે, પરમ પદ પામ્યાં નરનાર રે ।

જીવ સંયમનીએ5 શીદ જાય રે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંય રે ॥૧૫॥

આજ શક્કો6 સહજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ઘણો રે ।

જ્યારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતે રે ॥૧૬॥

સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળ રે, દીઠા તેને દુઃખિયા દયાળ રે ।

તેને છોડાવ્યા બંધથી છેક રે, ગયા એ પણ ધામે અનેક રે ॥૧૭॥

બેસે રાજા ગાદિ પર કોય રે, છોડે બંધીવાનના બંધ સોય રે ।

તેમ બંધથી છોડાવ્યા બહુ જન રે, પોતે પ્રગટી શ્રીભગવન રે ॥૧૮॥

મહા મોટો પ્રતાપ પ્રગટાવી રે, રીત નૌતમ ન્યારી ચલાવી રે ।

જેને ઊપર નહિ બીજો કોય રે, તે તો જેમ કરે તેમ હોય રે ॥૧૯॥

સૌના નાથ નિયંતા સ્વામી રે, સૌ ધામતણા પણ ધામી રે ।

તે તો અઢળક આજ ઢળિયા રે, થયા સુખી જન જેને મળિયા રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ॥૧૨॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬