પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૭

 

દોહા

એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઊઘાડ્યાં બાર ।

કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ॥૧॥

આપ સંબંધે સંત સંબંધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય ।

સાંખ્યજોગી1 સત્સંગી સંબંધે, શ્રેય પામ્યાં સહુ કોય ॥૨॥

મંદિર મૂર્તિ સંબંધે, કર્યા કલ્યાણના ઊપાય ।

એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ॥૩॥

જેમ અન્નધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ2

એમ સમાજ3 દૈ તારે જીવને, એની સઈ આશ્ચરજ4 ॥૪॥

ચોપાઈ

એમ બહુ બહુ પરકારે રે, વાલે જીવ તાર્યા આ વારે રે ।

બહુ હરિ કરી પરમાર્થ રે, તાર્યા જીવ વાવરી સામર્થ્ય રે ॥૫॥

વળતો વિચાર કર્યો છે વાલે રે, આવું આવું ઘણું કેમ ચાલે રે ।

મોટાં મોટાં કરાવ્યાં મંદિર રે, તેમાં રાખિયા સંત સુધીર રે ॥૬॥

પણ તે તો સંત છે જો ત્યાગી રે, વસી કેમ શકશે વીતરાગી રે ।

મમત વિના મંદિર કેમ રે’શે રે, વાત બંધ એ કેમ બેસશે રે ॥૭॥

જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહસુખથી નિરાશી ઘણા રે ।

તેણે નહિ જળવાય જાગ્ય રે, નથી વાત એ બનવા લાગ્ય રે ॥૮॥

માટે એના કરું એક ધણી રે, તો રાખે ખબર એની ઘણી રે ।

પછી સરવાર દેશથી5 સંબંધી રે, તેને તેડાવી જાયગા દીધી રે ॥૯॥

સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।

તેને આપે કર્યા આચારજ રે, કરવા બહુ જીવનાં કારજ રે ॥૧૦॥

આપ્યાં વેં’ચી મંદિર ને દેશ રે, જેમાં કોઈને ન થાય કલેશ રે ।

સાધુ સત્સંગીના ગુરુ કીધા રે, દેશ ઉત્તર દક્ષિણ વેં’ચી દીધા રે ॥૧૧॥

કહે સહુ સહુને દેશે રે’જો રે, સારો સહુને ઊપદેશ દેજો રે ।

તમને માનશે પૂજશે જેહ રે, મોટા સુખને પામશે તેહ રે ॥૧૨॥

અન્ન ધન આપશે અંબર રે, પશુ વાહન ને વળી ઘર રે ।

ફળ ફૂલ દલ જળ દેશે રે, તે તો અખંડ ધામને લેશે રે ॥૧૩॥

એહ આદિ જે આપશે વસ્ત6 રે, એવા ઘરધારી જે ગૃહસ્થ રે ।

વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પેર રે ॥૧૪॥

વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે ।

એમ આચારજથી કલ્યાણ રે, થાશે સહુ જીવનું સુજાણ રે ॥૧૫॥

માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એહ ઉપરાંત નથી કાંય રે ।

મૂર્તિ આચારજ ધર્મપાળ રે, રે’શે કલ્યાણ તે બહુ કાળ રે ॥૧૬॥

જે જે એને કોઈ આશરશે રે, તે તો જરૂર ભવજળ તરશે રે ।

કરશે દર્શનને ગુણ લેશે રે, વળી પોં’ચ્ય પ્રમાણે કાંઈ દેશે રે ॥૧૭॥

શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે, વળી રાજી થાશે એને જોઈ રે ।

એવા જન જે જે જગમાંય રે, તેની કરવી મારે સહાય રે ॥૧૮॥

મારી ઇચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપતી સહુને દેવી રે ।

માટે મોક્ષનું મોટું દ્વાર રે, અમે ઉઘાડિયું છે આ વાર રે ॥૧૯॥

આચારજથી બહુ ઉદ્ધરશે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે ।

એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયે રે, જન સૌ સત્ય માની લીજિયે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રિંશઃ પ્રકારઃ ॥૩૭॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬