પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૦

 

દોહા

માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।

અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ॥૧॥

એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।

એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુલ ॥૨॥

મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।

એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ॥૩॥

મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।

એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ॥૪॥

ચોપાઈ

માટે સૌ રે’જો એને વચને રે, ત્યાગી ગૃહી સહુ એક મને રે ।

રે’જો ધર્મવંશીને ગમતે રે, વર્તશો મા કોયે મનમતે રે ॥૫॥

એહ કહે તેમ સહુ કરજો રે, પૂછ્યા વિના તો પગ ન ભરજો રે ।

હાથ જોડીને રે’જો હજૂર રે, કરી ડા’પણ પોતાનું દૂર રે ॥૬॥

વિદ્યા ગુણ બુદ્ધિ ને બળે રે, એને દબાવવા નહિ કોઈ પળે રે ।

ત્યાગી રાગી1 ને કવિ કોઈ હોય રે, તોય એને માનજો સહુ કોય રે ॥૭॥

વાદ વિવાદ કરી વદને રે, એશું બોલશો મા કોય દને રે ।

એની વાત ઉપર વાત આણી રે, કે દી વદશો માં મુખે વાણી રે ॥૮॥

એને હોડ્યે2 હઠાવી હરવી રે, પોતાની સરસાઈ3 ન કરવી રે ।

પોતે સમઝી પોતાને પ્રવીણ રે, એને સમઝશો માં ગુણે હીણ રે ॥૯॥

જેમ એ વાળે તેમ વળજો રે, એના કામ કાજમાં ભળજો રે ।

એની માનજો સહુ આગન્યા રે, વર્તશો મા કોયે વચન વિના રે ॥૧૦॥

એને રાજી રાખશો જો તમે રે, તો તમ પર રાજી છીએ અમે રે ।

એને રાજી રાખશે જે જન રે, તેણે અમને કર્યા પરસન રે ॥૧૧॥

કાં જે અમારે ઠેકાણે એ છે રે, તે તો પ્રવીણ હોય તે પ્રીછે4 રે ।

બીજા જન એ મર્મ ન લહે રે, ભોળા મનુષ્યને ભોળાઈ રહે રે ॥૧૨॥

પણ સમઝવી વાત સુધી રે, અતિ મતિ ન રાખવી ઊંધી રે ।

વચન દ્વારે વસ્યા અમે એમાં રે, તમે ફેર જાણશો માં તેમાં રે ॥૧૩॥

અમે એમાં એ છે અમ માંઈ રે, એમ સમજો સહુ બાઈ ભાઈ રે ।

એથી અમે અળગા ન રૈ’યે રે, એમાં રહિને દર્શન દૈયે રે ॥૧૪॥

જે જે જનને થાય સમાસ રે, તે તો અમે કરી રહ્યા વાસ રે ।

શે’ર પાટણે સનમાન જડે રે, તે તો અમારી સામર્થિ વડે રે ॥૧૫॥

દેશ પરદેશે પૂજાયે આપ રે, તે તો જાણો અમારો પ્રતાપ રે ।

જિયાં જાય તિયાં જય જીત રે, તે તો અમે રહ્યા રૂડી રીત રે ॥૧૬॥

એમ સમજો સહુ સુજાણ રે, અમ વિના ન હોય કલ્યાણ રે ।

ધર્મવંશી આચારજ માંય રે, સદા રહ્યો છું મારી ઇચ્છાય રે ॥૧૭॥

અતિ ધર્મવાળા જોઈ જન રે, રે’વા માની ગયું મારું મન રે ।

માટે એને પૂજે હું પૂજાણો રે, તે તો જરૂર જન મન જાણો રે ॥૧૮॥

એનું જેણે કર્યું સનમાન રે, તેણે મારું કર્યું છે નિદાન રે ।

એમ જાણી લેજો સહુ જન રે, એમ બોલિયા શ્રી ભગવન રે ॥૧૯॥

સુણી જન મગન થયા રે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યા5 રે ।

પછી સહુએ આચારજ સેવ્યા રે, તે તો મોટા સુખને લેવા રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૦॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬