પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫૫

 

દોહા

અમલ ભર્યા સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ ।

દેહ તજાવી દાસને, આપે છે અક્ષરવાસ ॥૧॥

નર નારી નિઃશંક થયાં, ભાંગી બેઠા સહુ ભય ।

શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યા નિરભય ॥૨॥

સહુને ઉપર શ્રીહરિ, શક્કો1 બેસાર્યો સુંદર ।

ભક્તિ કરાવી આ ભવમાં, તાર્યા કંઈક નારી નર ॥૩॥

નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય ।

સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ॥૪॥

રાગ ઘોળ: વધામણાનું

આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ;

    પુરુષોત્તમ પ્રગટી રે. ॥

અમૃતના સિંધુ ઉલટ્યા રે, રંગડાની વાળી છે રેલ... પુરુષોત્તમ. ॥૫॥

નિર્ભયની નોબત્યું વાગિયું રે, મળીયા મોહનરાય... પુરુષોત્તમ. ।

વિધવિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય... પુરુષોત્તમ. ॥૬॥

ખોટ્ય ગઈ છે ખોવાઈને રે, જીત્યનાં જાંગિર2 ઢોલ... પુરુષોત્તમ. ।

દુઃખ ગયું બહુ દનનું રે, આવિયું સુખ અતોલ... પુરુષોત્તમ. ॥૭॥

કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ... પુરુષોત્તમ. ।

ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહી જોડ... પુરુષોત્તમ. ॥૮॥

સહુને પાર સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત... પુરુષોત્તમ. ।

નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત... પુરુષોત્તમ. ॥૯॥

સર્વના સ્વામી જે શ્રીહરિ રે, સર્વના કા’વિયા શ્યામ... પુરુષોત્તમ. ।

સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ... પુરુષોત્તમ. ॥૧૦॥

સ્વામિનારાયણ નામનો રે, શક્કો બેસારિયો આપ... પુરુષોત્તમ. ।

એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ... પુરુષોત્તમ. ॥૧૧॥

ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ... પુરુષોત્તમ. ।

અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવફંદ3... પુરુષોત્તમ. ॥૧૨॥

ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય4... પુરુષોત્તમ. ।

બંધ કીધાં બીજાં બારણાં રે, વે’તી કીધી અક્ષર વાટ્ય... પુરુષોત્તમ. ॥૧૩॥

તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ... પુરુષોત્તમ. ।

અંધારું રહ્યું’તું આવરી રે, તે ગયું થયું સુગમ... પુરુષોત્તમ. ॥૧૪॥

સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત5... પુરુષોત્તમ. ।

પૂર્વની દિશાયે પ્રગટી રે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત... પુરુષોત્તમ. ॥।૧૫॥

અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ... પુરુષોત્તમ. ।

પૂર ચાલ્યાં તે પૃથવિયે રે, ધોયા ધરતીના મળ... પુરુષોત્તમ. ॥૧૬॥

ગાજ વીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય... પુરુષોત્તમ. ।

સહુ જનને સુખ આપિયાં રે, દુઃખી રહ્યું નહિ કોય... પુરુષોત્તમ. ॥૧૭॥

ધર્મનો ઢોલ સુણાવિયો રે, દેવા લાગ્યા પોતે દાત્ય6... પુરુષોત્તમ. ।

દુર્બળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત્ય... પુરુષોત્તમ. ॥૧૮॥

ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉદ્ધારિયા જન... પુરુષોત્તમ. ।

ધન્ય ધન્ય આ અવતારને રે, ભલે મળ્યા ભગવાન... પુરુષોત્તમ. ॥૧૯॥

વારે વારે જાઉં વારણે7 રે, કર્યાં અમારાં કાજ... પુરુષોત્તમ. ।

ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ; પુરુષોત્તમ. ॥૨૦॥

કહિયે મુખથી કેટલું રે, આપિયો છે જે આનંદ... પુરુષોત્તમ. ।

નિષ્કુળાનંદ જાય વારણે રે, સે’જે મળ્યા સહજાનંદ... પુરુષોત્તમ. ॥૨૧॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચપંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૫॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬