પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૦

 

દોહા

પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હોંશ ।

સેવી ન શક્યા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ॥૧॥

મત્સ્યાદિક મોર્યે ધર્યા, અસંખ્યાત અવતાર ।

કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ॥૨॥

જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક ।

સર્વે જીવને સુખ આપવા, હોયે ન હોયે એ એક ॥૩॥

સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પૂરણકામ ।

એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ॥૪॥

ચોપાઈ

મહા મોટા મત્સ્ય અવતાર રે, પણ રહ્યા જળ મોઝાર રે ।

માનવીએ તેને ન મળાય રે, વણ મળે અજ્ઞાન ન જાય રે ॥૫॥

અન્ન જળ અંબર આભૂષણ રે, તેલ ફુલેલ સુગંધી પણ રે ।

અત્તર ચંદન પુષ્પની માળા રે, તેણે પૂજી શું થયા સુખાળા રે ॥૬॥

કર્યાં કાંયેક જીવનાં કાજ રે, પછી પધાર્યા ધામ મહારાજ રે ।

કચ્છ પ્રભુ પણ કૃપા કરી રે, આવ્યા જન અર્થે તન ધરી રે ॥૭॥

જે અર્થે આવ્યા અવિનાશ રે, કર્યો તે તને તેવો સમાસ રે ।

બહુ જીવને અર્થ ન આવ્યા રે, આવી દેવ દાનવ સમજાવ્યા રે ॥૮॥

વપુ વારાહ વાલમ લીધું રે, પૃથ્વીનું તે કાર્ય કીધું રે ।

તેને પણ બીજાં બહુ મળી રે, સુખ ન લીધું સેવીને વળી રે ॥૯॥

નૃસિંહ રૂપ ન ઉત્તમ તન રે, ધારી ઉદ્ધારિયા નિજજન રે ।

પણ ક્રોધે ભર્યા ભયંકાર રે, કેમ સેવી શકે નરનાર રે ॥૧૦॥

વામનજીએ વપુને ધારી રે, લીધી પૃથવી પિંડ વધારી રે ।

બલિ બોલે બાંધ્યો બહુ પેર રે, પછી વર દઈ વસિયા ઘેર રે ॥૧૧॥

પરશુરામ રૂપે પ્રગટ થઈ રે, કરી નક્ષત્રી પૃથવી લઈ રે ।

તેમાં સહુનો ન થયો સમાસ રે, સેવી સુખ ન પામિયા દાસ રે ॥૧૨॥

રામરૂપ ધરી થયા રાજ રે, કર્યાં મોટાં મોટાં બહુ કાજ રે ।

તે તો લખાણાં લાખો ઠેકાણે રે, દેવ દાનવ માનવ જાણે રે ॥૧૩॥

પણ દીન દાસ રહી પાસ રે, પૂજી પૂરી કરી નહિ આશ રે ।

શું આપીને ઓશિંગલ1 થાય રે, રાંકે રાજાને કેમ પૂજાય રે ॥૧૪॥

કૃષ્ણાવતારમાં ક્રીડા કરી રે, બહુ તાર્યા એ અવતાર ધરી રે ।

તે છે વાત પુરાણે પ્રસિદ્ધ રે, લખી વ્યાસજીએ બહુ વિધ રે ॥૧૫॥

દિધા સેવકને સુખ ભારી રે, સેવી સુખ પામ્યાં નર નારી રે ।

પણ એમના એમ ન રહ્યા રે, પછી રાજાઅધિરાજ થયા રે ॥૧૬॥

ત્યારે સહુને મળ્યાનું સુખ રે, ન રહ્યું થયું દાસને દુઃખ રે ।

બુદ્ધ કલકી બે અવતાર રે, પ્રયોજને પૃથવી મોઝાર રે ॥૧૭॥

તે તો કરી લિયે જ્યારે કામ રે, પાછા પધારે પોતાને ધામ રે ।

એહ આદિ બહુ અવતાર રે, તે તો અવતારીના નિરધાર રે ॥૧૮॥

પણ સર્વે રીતે સુખકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે ।

તેહ પોતે પધાર્યા છે આજ રે, અક્ષરધામના ધામી મહારાજ રે ॥૧૯॥

માટે સર્વે રીતે સેવ્યા જેવા રે, આજ અલબેલો થયા છે એવા રે ।

સહુ જનની પૂરવા હામ રે, આવ્યા આપે કહું ઘનશ્યામ રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દશમઃ પ્રકારઃ ॥૧૦॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬