પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૬

 

દોહા

જનમી જનક1 જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દન ।

રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભક્તિ ધર્મને ભવન ॥૧॥

ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ ।

પિતા થકી તે પામિયા, ઉપવીત અતિ નિષ્પાપ ॥૨॥

ત્રણ વર્ષ તપાસીને રહ્યા, તાત ભવન શ્રી અવિનાશ ।

પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહી વાસ ॥૩॥

સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર ।

જે અર્થે આ અવતાર છે, તે કરું હવે નિરધાર ॥૪॥

ચોપાઈ

પછી જોગી ગોપાળને મળી રે, કરી એની ઇચ્છા પૂરી વળી રે ।

મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ॥૫॥

પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ2 વધાર્યા રે ।

જોગી નવ લાખ જોઈ જીવન રે, થયા નાથ નીરખીને મગન રે ॥૬॥

તે પણ તન તજી નિરધાર રે, અવધે3 ગયા અક્ષર મોઝાર રે ।

એમ જીવ ઉદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્ય4 મહારાજ રે ॥૭॥

જે જે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે ।

દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ॥૮॥

નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે ।

એમ જીવ જક્તના જેહ રે, પામે અક્ષરધામને તેહ રે ॥૯॥

તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જે જે ધરણી પર ધામ રે ।

ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામ રે, તે તે પામિયા અક્ષરધામ રે ॥૧૦॥

ગિરિ ગુફામાં જે ગેબ5 હતા રે, કંઈ સમુદ્ર તટ સેવતા રે ।

તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે ॥૧૧॥

નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજ રે ।

એમ ઉદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે ॥૧૨॥

સોરઠ દેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે ।

તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવ પર દયા રે ॥૧૩॥

એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુક્ત સાથ રે ।

કરી સૂરત્ય6 ને જોયા સંભાળી રે, મુનિ મુક્તની મંડળી રૂપાળી રે ॥૧૪॥

જ્યારે નાથે કર્યું ચિંતવન રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે ।

આવી મળ્યા મહારાજ સંગ રે, મુક્તમંડળ અતિ ઉછરંગ રે ॥૧૫॥

લાવ્યા પાયે જોડી જુગ પાણ7 રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે ।

આવ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઈ બોલિયા શ્યામ સુધીર રે ॥૧૬॥

મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે ।

પછી મરીચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે ॥૧૭॥

પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે ।

ત્યારે નાથ કે’ તારવા જંત8 રે, દેશોદેશ ફરો બુદ્ધિવંત રે ॥૧૮॥

અહિંસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો9 રે ।

વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે ॥૧૯॥

દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે ।

તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ10 રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષષ્ઠઃ પ્રકારઃ ॥૬॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬