પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૭

 

દોહા

વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય ।

સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય ॥૧॥

અન્ન વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા જાયે નહિ વણ તોય1

શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય ॥૨॥

ઇચ્છે સુખ કોઈ અંતરે, તે સંભારે સુંદર શ્યામ ।

જે સંભારે સુખ ઊપજે, વળી પામિયે પરમ ધામ ॥૩॥

જેમ રવિમંડળે રજની2 નહિ, શશીમંડળે નહીં તલ3 તાપ ।

તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ ॥૪॥

ચોપાઈ

એવી મૂર્તિ અતિ સુખકારી રે, સહુને રાખવી હૃદે સંભારી રે ।

બેઠા દીઠા દીવી અજવાળે રે, હાંડી4 મેતાબ5 રૂડે રૂપાળે રે ॥૫॥

જોયા શશી સૂર્યને તેજે રે, એહ વિના પ્રકાશ બીજે રે ।

જળમળતી6 મૂરતિ જોવી રે, જોઈ ચિત્તમાંહિ પરોવી રે ॥૬॥

વસંત ઋતુએ વસન7 વસંતિરે, પે’ર્યાં હોય અનુપમ અતિ રે ।

રમતાં દીઠા હોય સખા સંગે રે, રંગભીનો ભર્યા અતિ રંગે રે ॥૭॥

નાખે પિચકારી વારિ8 ભરી રે, નિજજન પર હેતે હરિ રે ।

વળી નાખે ગુલાલ લાલ ઘણો રે, સંભારે એ સમો સોયામણો રે ॥૮॥

એહ મૂર્તિ ધારતાં ઉર રે, બ્રહ્મમો’લે જાવાનું જરૂર રે ।

વળી રંગભીનો ભર્યા રંગે રે, જેવા જોયા હતા સખા સંગે રે ॥૯॥

ના’તા નદી નદ ને તળાવે રે, કુંડ કૂવા ને સાગર વાવ્યે રે ।

તે તો થયાં સરવે તીરથ રે, જેમાં ના’યા શ્રીહરિ સમરથ રે ॥૧૦॥

એવી મૂર્તિ મળી છે જેને રે, કાંઈ બીક ન રાખવી તેણે રે ।

કરી લીધું છે સર્વે કામ રે, તન છૂટે જાશે નિજધામ રે ॥૧૧॥

વળી સંભારવા સખા સાથે રે, ચડ્યા ઘણા મૂલા9 ઘોડા માથે રે ।

ધરી ઢાલ અલૌકિક અસિ10 રે, છડી લાકડી ને વળી બંસી રે ॥૧૨॥

ખેલે સાંગ્ય11 કમાન ને તીરે રે, બાંધ્યો કટાર તે મહાવીરે12 રે ।

છતર ચમર અબદાગરિયે રે, એવી મૂર્તિ અંતરમાં ધરિયે રે ॥૧૩॥

બેઠા આંબા આંબલી છાંયડે રે, આસોપાલવ પીંપર વડે રે ।

પીપલ બકોલ ને બોરસડિયે રે, બીજાં બહુ તરુ બોરડિયે રે ॥૧૪॥

જે જે વૃક્ષે બેઠા દીઠા નાથ રે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથ રે ।

એહ સંભારતાં અહોનિશ રે, થાય બ્રહ્મમો’લે પરવેશ રે ॥૧૫॥

એમ અનેક વિધે આ વાર રે, ઊઘાડ્યું છે કલ્યાણનું બાર રે ।

વળી બેઠા હોય જે તે જાગે રે, ફૂલવાડી ઝાડી બહુ બાગે રે ॥૧૬॥

વન ઉપવન એહ આદિ રે, દીઠી મૂર્તિ રૂપાળી રાયજાદી રે ।

વળી રાજા રંકને ભવન રે, શેઠ શાહુકારને સદને રે ॥૧૭॥

જોયા લોક પટેલને ઘેર રે, વળી બ્રહ્મસભામાં13 બહુ વેર રે ।

એમ જ્યાં જ્યાં જોયા જગપતિ રે, મહામનોહર મૂરતિ રે ॥૧૮॥

ત્યાં ત્યાં સંભારતાં ઘનશ્યામ રે, સરે જાણજો સઘળાં કામ રે ।

એમ સોંઘું કર્યું કલ્યાણ રે, સહુ જાણજો જન સુજાણ રે ॥૧૯॥

જે જે આ સમે પામ્યા જનમ રે, નથી કોય કે’વાતું તેને સમ રે ।

જેમ પારસને કોઈ પામે રે, તેનાં સર્વે સંકટ વામે રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તદશઃ પ્રકારઃ ॥૧૭॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬