પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૨

 

દોહા

શ્રીમુખથી સુણી સામ્રથી, નથી કે’વાતી તે કોએ રીત ।

કહિયે હૈયે સમાય નહિ, છે એવી આજની અગણિત ॥૧॥

એક સૂર પ્રકાશે સહુને, એક શશી કરે શીતળ ।

એક મેઘ પલાળે પૃથવી, વરસાવી સુંદર જળ ॥૨॥

એહ એક પણ કરે એટલું, સહુને સરખો સમાસ ।

આ તો અનેક રીતશું, આવ્યા ઉદ્ધારવા અવિનાશ ॥૩॥

જેમ જ્વાળા બાળે શુદ્ધાશુદ્ધને1, શુદ્ધાશુદ્ધ પલાળે મેઘ ।

શુદ્ધાશુદ્ધ સમઝે નહિ, જ્યારે વાયુ વાય કરી વેગ ॥૪॥

ચોપાઈ

એમ આજ તાર્યા છે અપાર રે, ગુણાગુણ2 ન જોયા લગાર રે ।

જેમ મોટો સદાવ્રતી હોય રે, તે તો ભૂખ્યાનું મુખ ન જોય રે ॥૫॥

તેમ આજ સદાવ્રત મોટું રે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યું રે ।

પશુ પંખી પન્નગ3 નરનારી રે, લીધાં આપ સામર્થિયે તારી રે ॥૬॥

દેવ દાનવ ભૂત ભૈરવ રે, એહ આદિ ઉદ્ધારિયા સરવ રે ।

કીટ પતંગ પરજંત પ્રાણી રે, તાર્યા અગણિત લિયો જાણી રે ॥૭॥

જે જે આ સમે જગમાંયે જીવ રે, થયા સત્સંગ સંબંધે શિવ રે ।

જેમ એક હોય ચિંતામણિ રે, ટાળે પીડા તે ત્રિલોક તણી રે ॥૮॥

તેમ બહુ ચિંતામણિ હોય રે, ત્યારે દુઃખી રહે નહિ કોય રે ।

સંત સંન્યાસી સત્સંગી બટુ રે, એને સંબંધે પામે છે સુખ મોટું રે ॥૯॥

ચિંતામણિ ઘણી ઘણી હરિ રે, તેની વાત જાતી નથી કરી રે ।

માટે હરિ હરિના જે દાસ રે, તેથી પામ્યાં કૈ બ્રહ્મમો’લે વાસ રે ॥૧૦॥

એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થથી શું શું ન હોય રે ।

સમર્થ સરવ પરકારે રે, કરે તે તે જે જે મન ધારે રે ॥૧૧॥

તેની કોણ આડી કરનાર રે, ના હોય ધણીનો ધણી નિરધાર રે ।

માટે સહુ માની લેજો સઈ રે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઈ રે ॥૧૨॥

જેમ દરશ સ્પરશ પરસાદી રે, આપી તાર્યા નર નારી આદિ રે ।

તેમ હરિજન ત્યાગી ગૃહી રે, તેથી પણ ઉદ્ધારિયા કહી રે ॥૧૩॥

વળી આ સમે ધરિયું જે નામ રે, તેને જપતાં જાયે અક્ષરધામ રે ।

નીલકંઠ નામ ઘનશ્યામ રે, સદા સર્વ સુખનું ધામ રે ॥૧૪॥

જેહ નામે પામે સુખ સહુ રે, એવું નામ અનુપમ કહું રે ।

સહજાનંદ આનંદ સુખકારી રે, એહ નામ જપે છે નર નારી રે ॥૧૫॥

સ્વામિનારાયણ નારાયણ રે, ભજી કૈ થયા ધામ પરાયણ રે ।

લેતાં નારાયણ મુનિ નામ રે, પામ્યા કંઈ સુખ વિશ્રામ રે ॥૧૬॥

હરિ હરિકૃષ્ણ કૃષ્ણ કે’તાં રે, તર્યા અપાર એ નામ લેતાં રે ।

એવાં નામનાં નામી જે સ્વામી રે, તે છે અક્ષરધામના ધામી રે ॥૧૭॥

સહુના નિયંતા સહુના નાથ રે, સહુના સ્વામી સુખની મીરાંથ4 રે ।

એવું નામ જપે જન જેહ રે, પામે પૂરણ સુખને તેહ રે ॥૧૮॥

હાલે હૂકમ એ નામ તણો રે, આજ અમલ5 એહનો ઘણો રે ।

શક્કો6 સર્વે પ્રકારે છે એનો રે, નથી અમલ આજ બીજા કેનો રે ॥૧૯॥

કોઈ મા લિયો બીજાની ઓટ7 રે, જેમાં જાયે જાણો જન ખોટ રે ।

ખરાખરી એ વાત ખોટી નથી રે, વારેવારે શું કહિયે જો કથી રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાવિંશઃ પ્રકારઃ ॥૨૨॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬