પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૬

 

દોહા

વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન ।

કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન ॥૧॥

જેહ ઉપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય ।

મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ॥૨॥

લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ ।

કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ॥૩॥

સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ ।

તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ॥૪॥

ચોપાઈ

ત્યાગી ગૃહીને તારવા અર્થ રે, બાંધ્યા ઘણા સુખદાયી ગ્રંથ રે ।

તેમાં બહુ પ્રકારની વાત રે, સૂચવી છે અમે સાક્ષાત રે ॥૫॥

કહ્યા ત્યાગી ગૃહીના વળી ધર્મ રે, સહુને પાળવા સારુ પર્મ1 રે ।

રીત જૂજવી કહી જણાવી રે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવી રે ॥૬॥

સહુ સહુના ધર્મમાં રે’વા રે, અમે ગ્રંથ કર્યા કહું એવા રે ।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર રે, તેને તરવા સંસાર સમુદ્ર રે ॥૭॥

વળી બટુ ગૃહી વાનપ્રસ્થ રે, સંન્યાસી આશ્રમ સુજશ2 રે ।

દ્વિજ વર્ણના ધર્મ વિચારી રે, સર્વે અમે કહ્યા સુખકારી રે ॥૮॥

શમ દમ ક્ષમા ને સંતોષ રે, અધર્મ સર્ગથી રે’વું અદોષ રે ।

એહ આદિ ધર્મ અપાર રે, કહ્યા વાડવના3 નિરધાર રે ॥૯॥

ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવી રે, કહ્યા સર્વે રીતના સૂચવી રે ।

કરવી સહુ જનની રખવાળ રે, અતિ દિલમાં થઈ દયાળ રે ॥૧૦॥

ધારી વિચારી ધરવી ધીર રે, કામ પડે થાવું શૂરવીર રે ।

એહ આદિ જે ક્ષત્રીના ધર્મ રે, રાખે જરૂર રાખવા શ્રમ રે ॥૧૧॥

વૈશ્ય વર્ણના ધર્મ છે જેહ રે, રાખે ગૌધન વે’પાર તેહ રે ।

ખેતી વ્યાજ વોરા4 પણ કરે રે, દગા કપટ પાપ પરહરે રે ॥૧૨॥

એવી રીતે વરતે વૈશ્ય વળી રે, એવી રીત લખી છે સઘળી રે ।

શૂદ્ર સેવા કરે તે સહુની રે, ત્રણ વર્ણ કહ્યા તેહુની રે ॥૧૩॥

એમ ચારે વર્ણની જો રીત રે, અમે લખાવી ગ્રંથ પુનિત5 રે ।

વર્ણિધર્મ6 કહ્યા જે વખાણી રે, તે પણ ગ્રંથમાં છે લિયો જાણી રે ॥૧૪॥

અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગ રે, વિષય સુખ સાથે છે વૈરાગ રે ।

ભારે બ્રહ્મચર્ય વ્રત ધારી રે, રાખે ભાવે કરી બ્રહ્મચારી રે ॥૧૫॥

ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણા રે, તે પણ સર્વ લખ્યા તેહ તણા રે ।

વાનપ્રસ્થના વિવિધ પ્રકારે રે, લખ્યા એહ આશ્રમ અનુસારે રે ॥૧૬॥

એને સરે7 સંન્યાસી આશ્રમ રે, તેના પણ લખાવ્યા છે ધર્મ રે ।

ચારે વર્ણ ને આશ્રમ ચાર રે, તે પણ લખ્યા છે કરી વિચાર રે ॥૧૭॥

સહુનાં કલ્યાણ કરવા સારુ રે, અતિ તાન માનો છે અમારું રે ।

વળી અતિ ત્યાગીના જે ધર્મ રે, તે પણ લખ્યા છે કરી શ્રમ રે ॥૧૮॥

તેહ શાસ્ત્રનાં સાંભળો નામ રે, સહુને સુણતાં છે સુખધામ રે ।

ધર્મામૃત નિષ્કામશુદ્ધિ રે, વળી શિક્ષાપત્રી લખી દીધી રે ॥૧૯॥

એહ વિના બીજા છે જે ગ્રંથ રે, કર્યા અમે કલ્યાણને અર્થ રે ।

એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખે રે, સહુ જનને તારવા સુખે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૬॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬