પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪

 

દોહા

ચક્ર સુદરશન આદિ જે, આયુધ મૂર્તિમાન ।

દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન ॥૧॥

નંદ સુનંદ શ્રીદામવર, શક્રભાનુ શશીભાન ।

એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન ॥૨॥

સેવત પ્રભુપદ પ્રીત કરી, પાર્ષદ પરમ પ્રવિર1

રાજત સદા સમીપમાં, મહા સુભટ2 રણધીર ॥૩॥

કોટિ ચંદ્ર રવિ સમ દ્યુતિ,3 નવ નીરદ તનમાંય ।

નીરખી નાથ શોભાનિધિ, આનંદ ઉર ન સમાય ॥૪॥

ચોપાઈ

અનંતકોટિ કલ્યાણકારી ગુણ રે, તેણે જુક્ત છે મૂરતિ તરુણ રે ।

ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે ॥૫॥

એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે ।

મૂર્તિમાન વેદ ચ્યારે ગાય રે, હરિનાં ચરિત્ર કીર્તિ મહિમાય રે ॥૬॥

વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે ।

વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે ॥૭॥

એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપાનિધાન રે ।

આ જે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે જુક્ત થકા હરિરાય રે ॥૮॥

ભૂવિ પર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે ।

બદરિકાશ્રમને માંઈ રે, થયો શાપ અતિ દુઃખદાઈ રે ॥૯॥

ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભૂવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે ।

નિજ એકાંતિક ભક્ત જાણી રે, ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે ॥૧૦॥

વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે ।

અસુરગુરુ નૃપ થકી ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે ॥૧૧॥

ભક્તિ ધર્માદિકને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે ।

નિજ પ્રબળ પ્રતાપે કરિ રે, અસુર ગુરુ નૃપનો મદ હરી રે ॥૧૨॥

એમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યાં વિના મહારાજ રે ।

કરવા નાશ તે સર્વ ઊપાય રે, નિજબુદ્ધિ બળે મુક્તરાય રે ॥૧૩॥

ગ્રહી કળિબળને વારંવાર રે, પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે ।

તેનો કરવા અતિશે નાશ રે, કરવા સુખિયા સર્વે નિજદાસ રે ॥૧૪॥

નિજ દર્શ સ્પર્શાદિકે કરી રે, વળી રચી વચનરૂપ પતરી4 રે ।

કરવા અનેક જીવનો ઉદ્ધાર રે, ઇચ્છા કરી ધરવા અવતાર રે ॥૧૫॥

નિજધામ પમાડવા સારુ રે, દેવા અખંડ સુખ ઉદારું રે ।

ઉર ધારી અચળ એવી ટેક રે, એવા પરમ દયાળ છે એક રે ॥૧૬॥

કરવા કરુણા કળિ મધ્યે ભારી રે, દીનબંધુ દયા દિલ ધારી રે ।

મોટો અર્થ વિચાર્યો છે એહ રે, કરવા અભય નારી નર તેહ રે ॥૧૭॥

એમ પૂર્ણ પુરુષોત્તમરાય રે, દિધો કોલ વૃંદાવનમાંય રે ।

ભક્તિ ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગજીવન રે ॥૧૮॥

કોશલ દેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત5 રે ।

ધર્યો નર વિગ્રહ સ્વછંદ6 રે, પરમ પાવન પરમાનંદ રે ॥૧૯॥

શ્રીનારાયણ ઋષિરૂપ રે, થયા પ્રગટ તે પરમ અનુપ રે ।

થયા ભક્તિ ધર્મના બાળ રે, શ્રીકૃષ્ણ ભક્તપ્રતિપાળ રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્થઃ પ્રકારઃ ॥૪॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬