પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૪

 

દોહા

એમ અનેક ઉત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ ।

આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ ॥૧॥

દેશ પ્રદેશે પધારિયા, જન હેતે જીવન પ્રાણ ।

પરમારથ અર્થે કરી, પ્રગટ્યા શ્યામ સુજાણ ॥૨॥

દયાળે દયા કરી, ધરી મૂરતિ મંગળરૂપ ।

જે જે પ્રસંગ જન પામિયા, તે થયા શુદ્ધ સ્વરૂપ ॥૩॥

નખશિખ રૂપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ ।

જેણે નીરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઈ ખોટ ॥૪॥

ચોપાઈ

જેણે જોયાં ચરણ રૂપાળાં રે, સોળે ચિહ્ન સહિત શોભાળાં રે ।

પગ જમણા અંગોઠામાં રેખ રે, જોઈ મીટે તે મેષોનમેષ1 રે ॥૫॥

જેણે પગ આંગળી વળી પેખી રે, પામ્યા ધામ ધન્ય કમાઈ લેખી રે ।

નખ જોયા છે જેણે નિહાળી રે, જોઈ ફણાની2 શોભા રૂપાળી રે ॥૬॥

ઘૂંટી પેની પીંડી પેખી હામે3 રે, તે તો પો’તા4 છે અક્ષર ધામે રે ।

જાનુ ઉરુ જોયા જેણે ઝાંખી રે, દૂંદ5 ફાંદ જોઈ રુદે રાખી રે ॥૭॥

કટિ જોઈ મોહ્યું મન જેનું રે, થયું અક્ષરમાં ઘર તેનું રે ।

જોઈ નાભિને નયણાં ભરી રે, વળી પેટ જોયું પ્રેમે કરી રે ॥૮॥

નલ સ્તન નીરખિયા જેણે રે, કર્યો વાસ અક્ષરમાં તેણે રે ।

છાતી હૈયું જોયું જેણે હેરી6 રે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરી રે ॥૯॥

કુખ પડખાં બે જે બગલું રે, તે જોઈ કરી લીધું છે ભલું રે ।

ખભા ભુજા જોઈ જેણે દ્રગે રે, તેહ પામ્યા ધામ ઉછરંગે રે ॥૧૦॥

બેઊ ડેડરિયો7 બહુ રૂપાળી રે, કોણી કળાઈ8 જેણે નિહાળી રે ।

કાંડાં કરભ જોઈ મન મોહ્યું રે, હાથ હથેળિયે ચિત્ત પ્રોયું રે ॥૧૧॥

જોઈ જે જને રેખા રૂપાળી રે, પામ્યા બ્રહ્મમો’લ ભાગ્યશાળી રે ।

પોંચે પાંચ આંગળી પ્રવર9 રે, નીરખી તસુ10 ટેરવાં11 સુંદર રે ॥૧૨॥

નખ નીરખી હરખશે ઉર રે, જાશે બ્રહ્મમો’લે જરૂર રે ।

કર સુંદર જોશે બે સાર રે, નીરખે પરમ સુખ દેનાર રે ॥૧૩॥

કંઠ ખાડા વચ્ચે એક તિલ રે, દાઢી હોઠ દાંત જે અવલ12 રે ।

જિહ્‌વા નાસિકા કપોળ13 સાર રે, જોયે પરમ સુખ દેનાર રે ॥૧૪॥

ડાબા કાનમાં બિંદુ જે શ્યામ રે, જે જુવે તે પામે સુખધામ રે ।

વાંસે તિલ મોટો જોયો જેણે રે, ખરું કર્યું ધામે જાવા તેણે રે ॥૧૫॥

આંખો પાંપણો ભ્રકુટિ ભાળી રે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળી રે ।

નલવટ14 તાળુ15 છે રૂપાળું રે, જેણે જોયું મુખ મરમાળું રે ॥૧૬॥

વળી કેશ જોયા શ્વેત શ્યામ રે, તે સહુ પામિયા પરમ ધામ રે ।

જેણે નખશિખ નીરખ્યા નાથ રે, તે તો સહુ જન થયા સનાથ રે ॥૧૭॥

એવા સર્વે અંગે સુખકારી રે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારી રે ।

એવી મૂરતિ મંગળરૂપ રે, નખશિખા લગી સુખ સ્વરૂપ રે ॥૧૮॥

નથી એમાં અમંગળ અણું રે, શું હું કહી દેખાડું ઘણું ઘણું રે ।

મૂર્તિ મનોહર છે મરમાળી રે, બ્રહ્મમો’લ જવાય એને ભાળી રે ॥૧૯॥

અતિ અનુપમ છે જો અકળ રે, બહુ સહુથી છે જો સબળ રે ।

એ તો સર્વના કારણ આવ્યા રે, જે કોઈ સ્વામી સહજાનંદ કા’વ્યા રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્દશઃ પ્રકારઃ ॥૧૪॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬