પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૮

 

દોહા

ગણિયે વળી ગઢપુરથી, જીવ ઉદ્ધારિયા અપાર ।

તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર ॥૧॥

નિત્ય પ્રત્યે નવા નવા, ઉત્સવ થાયે અહોનિશ ।

જોઈ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ ॥૨॥

અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ ।

પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ ॥૩॥

સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નીરખે જન ।

તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન ॥૪॥

ચોપાઈ

એમ અનેક રીત્યે મહારાજ રે, કર્યાં બહુ બહુ જીવનાં કાજ રે ।

વળી કરવા બહુનાં કલ્યાણ રે, શું શું કરિયું શ્યામ સુજાણ રે ॥૫॥

કર્યો હુતાશનીનો સમૈયો રે, તે તો કોઈથી ન જાય કૈ’યો રે ।

મળ્યા સંત હરિભક્ત સહુ રે, આવ્યા બીજા પણ જન બહુ રે ॥૬॥

પોતે પે’રી અંબર અમૂલ રે, શોભે પાઘના પેચમાં ફૂલ રે ।

હૈયે હાર અપાર ગુલાબી રે, શોભે અતિ સુંદર અજાબી રે ॥૭॥

એવી મૂરતિ મન ભાવન રે, રમે જનને સાથે જીવન રે ।

હાથે લઈ પોતે પિચકારી રે, નાખે રંગ સોરંગનાં વારિ રે ॥૮॥

વળી ઉપર નાખે ગુલાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે ।

નાખે સખા તે રંગ સોરંગ રે, તેણે રંગાય વાલાનું અંગ રે ॥૯॥

લાલ ગુલાલની ભરી ઝોળી રે, નાખે જન પર રમે હોળી રે ।

એવા દીઠા જેણે દ્રગ ભરી રે, તે તો ગયા ભવજળ તરી રે ॥૧૦॥

એવી લીલા કરે છે મહારાજ રે, તે તો સહુ જનનાં સુખ કાજ રે ।

કે’શે સુણશે જે સંભારશે રે, તેણે સંસાર સિંધુ તરશે રે ॥૧૧॥

એમ સહુ જનને સુખ થાવા રે, ચાલ્યા રંગે રમી નાથ નાવા રે ।

નાહ્યા નાથ સાથે સખા સહુ રે, એહ સમાની શી વાત કહું રે ॥૧૨॥

શોભે સખા મધ્યે ઘનશ્યામ રે, જોયા જેણે તેણે કર્યું કામ રે ।

શોભા બહુ પ્રકારની બની રે, એવી રીતે રમ્યા હુતાશની રે ॥૧૩॥

પછી આવી રામનૌમી રૂડી રે, સંભારતાં સહુને સુખમૂડી રે ।

મળ્યા જન હજારો હજાર રે, સતસંગી કુસંગી અપાર રે ॥૧૪॥

તે તો સહુને દરશન થયાં રે, દર્શન વિના તો કોય ન રહ્યાં રે ।

જોયા જેણે જેણે નયણે નાથ રે, તે તો સર્વે થયા છે સનાથ રે ॥૧૫॥

તે તો ભવમાંહી નહિ ભમે રે, એમ શ્યામે ધાર્યું છે આ સમે રે ।

જન જક્તના તારવા કાજ રે, એવું પણ1 લીધું છે મહારાજ રે ॥૧૬॥

માટે દરશ સ્પરશ દઈને રે, બ્રહ્મમો’લે જાવા છે લઈને રે ।

વળી એકાદશી કપિલા છઠે રે, દીધાં દર્શન પોતે રૂડી પેઠે રે ॥૧૭॥

લાખો લેખે લોકે લીધો લા’વ રે, નીર્ખી નયણે મનોહર માવ રે ।

એહ દર્શનને પરતાપે રે, જાય અક્ષરધામમાં આપે રે ॥૧૮॥

એમ સોંઘું કીધું છે સહુને રે, આજ તારવા જન બહુને રે ।

નથી જોતા નરસા ને સારા રે, અક્ષરમાં જાય છે એક ધારા રે ॥૧૯॥

કર્યો ચાલતો મોક્ષ મારગ રે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગ રે ।

આવે અંતકાળે નાથ આપે રે, તેડી જાય છે નિજ પ્રતાપે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાવિંશઃ પ્રકારઃ ॥૨૮॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬