પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪પ

 

દોહા

વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત ।

જીવ જગતના ઉપરે, આજ અમે છીએ રળીઆત ॥૧॥

જાણિયે આખી જક્તને, લઈ જાયે અમારે ધામ ।

કેડે ન રાખિયે કોઈને, એમ હૈયે છે ઘણી હામ ॥૨॥

તે સારુ ભૂમિ ઉપરે, કંઈ રાખ્યા સુખના સમાજ ।

અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવનાં કલ્યાણ કાજ ॥૩॥

ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર ।

સહુ જીવનો સામટો, આજ કરવો છે ઉદ્ધાર ॥૪॥

ચોપાઈ

તેહ સારુ છાપી દીધાં ચરણ રે, જે છે મોટા સુખનાં કરણ રે ।

ચરણ ચિંતવે ચિહ્ને સહિત રે, વળી પૂજે કોઈ કરી પ્રીત રે ॥૫॥

પાન ફૂલે પૂજશે જે જનરે, એકાગ્ર રાખી શુદ્ધ મન રે ।

તેને અંતરે થાશે પ્રકાશ રે, લેશે સુખ અલૌકિક દાસ રે ॥૬॥

તેણે માનશે પૂરણકામ રે, વળી પામશે અખંડ ધામ રે ।

એવો ચરણ તણો છે પ્રતાપ રે, શ્રીમુખે કહે શ્રીહરિ આપ રે ॥૭॥

સત્ય માનજો સહુ તમે જન રે, આ છે અતિ હિતનાં વચન રે ।

આથી આપશું સુખ અંતર રે, રાખો ભારે ભરુંસો ભીતર રે ॥૮॥

વળી પૂજવા પટ1 મૂરતિ રે, આપી સહુને કરી હેતે અતિ રે ।

પ્રેમે પૂજશે પ્રેમ વધારી રે, પૂજા વિધિ સુંદર લઈ સારી રે ॥૯॥

કરી પૂજા ઉતારશે આરતી રે, કરશે ધૂન્ય ને વળી વિનંતી રે ।

તેહ મૂરતિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનશું સહી રે ॥૧૦॥

લેશું પૂજા એની કરી પ્રીત રે, પછી દેશું સુખ રૂડી રીત રે ।

નિર્મળ અંતરવાળા જે જન રે, તેની પૂજા લેતાં હું પ્રસન્ન રે ॥૧૧॥

એમ પ્રગટ પટ મૂરતિમાં રે, પૂજી પામશે સુખની સીમા રે ।

બીજી મૂરતિયો બહુ જગે રે, મર2 સેવે પૂજે સરા3 લગે રે ॥૧૨॥

તોય એવો પરિચય4 ન પામે રે, જેથી સરવે સંકટ વામે રે ।

બીજી મૂરતિ ને આ જે મૂરતિ રે, તેમાં ફેર જાણજો છે અતિ રે ॥૧૩॥

કાં જે આ મૂરતિને સ્પરશ રે, થયો અમારો માટે સરસ રે ।

જાણો આ મૂરતિને સેવતાં રે, દુષ્ટ શમી જાશે દુઃખ દેતાં રે ॥૧૪॥

કામ ક્રોધ લોભ ને જે મોહ રે, એવો અધર્મ સર્ગનો સમોહ રે ।

એહ અંતરે રહ્યો છે છાઈ રે, તેણે ભીતર રહ્યું છે ભરાઈ રે ॥૧૫॥

તે તો પટ મૂરતિ પૂજવે રે, પાપ નાસે કે’ નૈ રૈ’યે5 હવે રે ।

એવો પટ મૂરતિ પ્રતાપ રે, જાણો સહુ હરણ સંતાપ રે ॥૧૬॥

એ પણ માનો મોક્ષની નિસરણી રે, કરી છે જો ધામ જાવા તણી રે ।

એહ વિના અનેક જે ઉપાય રે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંય રે ॥૧૭॥

સર્વે ઉપાય થયા છે સારા રે, નથી એ વિના બીજા કરનારા રે ।

એ તો કર્યા છે અમે વિચારી રે, સહુ કરવા અક્ષર અધિકારી રે ॥૧૮॥

એમ જાણો જન નિરધાર રે, આજ તરે છે જીવ અપાર રે ।

જે જે અમે કર્યા છે ઉપાય રે, નથી એકે તે અર્થ વિનાય રે ॥૧૯॥

સર્વે સમજી વિચારી કર્યા છે રે, એને આશરી કંઈક તર્યા છે રે ।

તે તો સહુ જાણે છે સાક્ષાત રે, નથી મુખના કહ્યાની વાત રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૫॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬