પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૩

 

દોહા

પુરુષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ ।

સર્વે સામર્થી સહિત પોતે, આજ આવિયા મહારાજ ॥૧॥

અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ1

આ સમે જેનો જન્મ છે, તેને આવી ગયું ઘણું ઠેપ2 ॥૨॥

દાસના દરશ સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ ।

ત્રિલોકના જીવ તારવા, વડું3 મંડાણું છે વહાણ ॥૩॥

પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામરૂપી એ નાવ ।

જે જને જપ્યા જીભથી, તે તરી ગયા ભવ દરિયાવ ॥૪॥

ચોપાઈ

એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપ રે ।

પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, તેણે ધર્યું સહજાનંદ નામ રે ॥૫॥

સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે ।

સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે ॥૬॥

જેહ મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવપાર રે ।

સહજાનંદ નામ સમરતાં રે, નથી પરિશ્રમ પાર ઊતરતાં રે ॥૭॥

સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોંત્યા બ્રહ્મસદને રે ।

સહજાનંદ સહજાનંદ ગાતાં રે, નથી કઠણ એને ધામ જાતાં રે ॥૮॥

સહજાનંદ સહજાનંદ કહિયે રે, જાણે એથી પરમ પદ લહિયે રે ।

જેને અખંડ એ છે રટન રે, તેને ન રહે ભવ અટન4 રે ॥૯॥

સ્વામિનારાયણ શબદે રે, પ્રાણી વાસ કરે છે બેહદે5 રે ।

સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને6 રે ॥૧૦॥

સહજાનંદ એ નામ સાંભળી રે, જાયે પાપ પૂરવનાં બળી રે ।

સુણી સ્વામિનારાયણ નામ રે, સર્યાં કંઈક જીવનાં કામ રે ॥૧૧॥

કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષરપોળ ઊઘડી રે ।

સ્વામિનારાયણની કીરતિ રે, સુણી રહે નહિ પાપ રતી રે ॥૧૨॥

સ્વામિનારાયણની જે કથા રે, સુણે જાયે નહિ જન્મ વૃથા રે ।

સ્વામિનારાયણ નામ પદ રે, સાંભળતાં આવે સુખ સદ7 રે ॥૧૩॥

છંદ અષ્ટક ને વળી શ્લોક રે, સુણે ભણે પોં’ચે બ્રહ્મલોક રે ।

સાખી શબ્દ સ્વામી નામે જેહ રે, સર્વે કલ્યાણકારી છે તેહ રે ॥૧૪॥

શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામી રે, તેની વ્યાધિ જાયે સર્વે વામી રે ।

રહે રસનાએ રવ8 એનો રે, ધારા અખંડ ઉચ્ચાર તેનો રે ॥૧૫॥

તે તો પામે છે પરમ પ્રાપતિ રે, નથી ફેર તેમાં એક રતિ રે ।

એવો નામ તણો પરતાપ રે, કહ્યો સહુથી અધિક અમાપ રે ॥૧૬॥

જાણે અજાણે જપશે જેહ રે, પરમ ધામને પામશે તેહ રે ।

એવું આજ ઉઘાડ્યું છે બાર રે, કરવા બહુ જીવને ભવપાર રે ॥૧૭॥

સકાર કે’તાં સર્વે દુઃખ વામે રે, હકાર કે’તાં હરિધામ પામે રે ।

જકાર કે’તાં જય જય જાણો રે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણો રે ॥૧૮॥

દકાર કે’તાં દદામા9 દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે ।

સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે ॥૧૯॥

કલિજુગમાં કર્યું છે વાણ10 રે, રે’વું નારાયણ પરાયણ રે ।

નથી એથી વાત કાંય મોટી રે, મર કરે ઉપાય કોઇ કોટિ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ॥૨૩॥

 

 

નિરૂપણ

બ્રહ્માંડને ધામમાં લઈ જવાનું બળ

પોષ સુદ પૂનમને સવારે મગળ પ્રવચનમાં ‘પુરુષોત્તમ પ્રકાશ’, ૨૩મો પ્રકાર નિરૂપતાં કહે:

“જૂનાગઢમાં આ પ્રકરણ સ્વામી મોઢે કરાવતા. સ્વામિનારાયણના નામનો મહિમા આમાં છે. મહારાજે જીવોને મફત નાવમાં બેસાડી દીધા. ને કહ્યું, ‘જાવ, સામે કિનારે પહોંચી જાવ.’

“ભગતજી મહારાજને કંઠમાં લવલવ રટણ મહારાજનું થાતું. જેના કાનમાં સ્વામિનારાયણના નામની ભણક પડી, તેની અક્ષરપોળ ઊઘડી ગઈ. તે ધામમાં જ જાય. જીવના એકવીસ હજાર શ્વાસ ઊપડે છે. તેમાં શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ ભજન કરવું. અજાણે નામ લેતો હોય તો તે પણ ધામમાં જાય.

કાર કે’તાં સર્વે દુઃખ વામે રે, કાર કે’તાં હરિ ધામ પામે રે,

કાર કે’તાં જય જય જાણો રે...

કાર કે’તાં નિર્ભય પ્રમાણો રે, કાર કે’તાં દદામા દઈને રે,

પામે ધામ સહજાનંદ કહીને રે...

“‘મૂળ અજ્ઞાન કે નાશકે વાસ્તે, જીવકો આત્યંતિક કલ્યાણ દેને કે વાસ્તે પુરુષોત્તમ નારાયણ ઐસા મૈ મનુષ્ય જૈસા બન્યા હું.’

“‘અહોહો! આ તો અવતારી! રામ-કૃષ્ણ જેવા મહારાજને ન કહેવાય!’ – આમ, આનંદમાં આવી જઈને સ્વામીએ ‘પુરુષોત્તમ પ્રકાશ’ ગ્રંથ કર્યો. આમાં કોઈની મહોબત ન રાખી. મહારાજનો અપાર મહિમા આમાં ગાયો છે. ‘સહજાનંદ’ આ પાંચ અક્ષરનો કેવો મહિમા કહ્યો! એક એક અક્ષરમાં આટલું પુણ્ય, તો તેનું નામ લ્યો તો કેટલું પુણ્ય થાય?! આખા બ્રહ્માંડને ધામમાં લઈ જાય એવું આ શબ્દમાં બળ છે. આ મોટી પ્રાપ્તિ થઈ છે. મોટો જોગ મળ્યો છે. આમાં આળસ રાખીએ તો અધૂરું રહે. બેસી રહીએ, સૂઈ રહીએ, તો લાભ જતો રહે. પૈસાનો મહિમા સમજાણો છે તો કોઈ તે મેળવવા આળસ કરતા નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

 

“ભગવાન ને સંતનો મહિમા સમજવો.

‘સંત કૃપાએ સુખ ઊપજે, સંત કૃપાએ સરે કામ;

સંત કૃપાએ પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ.’ તેમજ

કાર કે’તાં સર્વે દુઃખ વામે રે, કાર કે’તાં હરિધામ પામે રે,

કાર કે’તાં જય જય જાણો રે, કાર કે’તા નિર્ભય પ્રમાણો રે,

કાર કે’તાં દદામા દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે.’

“સહજાનંદ નામનો ઘણો મહિમા છે. એક એક અક્ષરનો મહિમા છે. આવા ભગવાનનાં લીલાચરિત્રો ગાવાં અને સાંભળવાં. શ્રીજીમહારાજની વાણીથી કોઈ શાસ્ત્ર પર નથી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૬૫૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬