પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૬

 

દોહા

વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર ।

અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ અનામ1 અચિર2 ॥૧॥

સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર ।

પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગે છે સુંદર ॥૨॥

નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ ।

તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ॥૩॥

માટે મારે એ મંદિર પર, ઘણું ઘણું રહે છે હેત ।

ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત ॥૪॥

ચોપાઈ

મારે વચને જે ઇયાં રહે છે રે, સુખ દુઃખ શરીરે સહે છે રે ।

એક મને કરવાને રાજી રે, નથી રાખી શરીર શું સાજી3 રે ॥૫॥

એહ સંત બીજા સંત જેહ રે, બરોબર માનું કેમ તેહ રે ।

હોય બરોબર બેહુ જ્યારે રે, ત્યારે તમ ઘણું ઘેર મારે રે ॥૬॥

પણ એમ જાણશો મા કોય રે, જેહ ત્યાગ વા’લો મને નોય રે ।

માટે સે’જે સે’જે તપ થાય રે, એવું છે જો એ મંદિર માંય રે ॥૭॥

એહ સંતને જમાડશે જેહ રે, મોટા સુખને પામશે તેહ રે ।

બીજા જક્તના જમાડે ક્રોડ્ય રે, તોયે આવે નહિ એની જોડ્ય રે ॥૮॥

એને પૂજી ઓઢાડે અંબર રે, વળી પાયે લાગે જોડી કર રે ।

તે તો જન જાયે બ્રહ્મમો’લ રે, સત્ય માનજો છે મારો કોલ રે ॥૯॥

જેહ જન મારા રાજીપામાં રે, રહે હાથ જોડી ઊભા સામા રે ।

એથી સંત બીજા કોણ સારા રે, એવા સંત લાગે મને પ્યારા રે ॥૧૦॥

દેહાભિમાની તો દીઠા ન ગમે રે, જે કોઈ ભક્તિથી ભાગતા ભમે રે ।

એમ શ્રીમુખે કહે વળી વળી રે, સત્ય લખ્યું જાણજો સાંભળી રે ॥૧૧॥

જેવો સંતનો કર્યો સતકાર રે, તેવો મૂરતિમાં છે ચમત્કાર રે ।

જેહ દિનથી બેઠી એ મૂરતિ રે, તેહ દિનથી થયું સુખ અતિ રે ॥૧૨॥

શે’રમાં પણ થયો સમાસ રે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસ રે ।

જિયાં હતાં વાંસડાનાં ઘર રે, તિયાં થઈ હવેલિયો સુંદર રે ॥૧૩॥

તે તો મદનમોહન પ્રતાપ રે, સહુ સુખિયાં થયાં છે આપ રે ।

તે તો જાણે છે પોતાના જન રે, બીજાને તો મનાયે નહિ મન રે ॥૧૪॥

પણ જાણે અજાણે જે જન રે, કરશે મદનમોહનનાં દર્શન રે ।

તે તો આ લોક પરલોક માંઈ રે, મોટા સુખને પામે સદાઈ રે ॥૧૫॥

જાણે અજાણે લેશે જે નામ રે, તે તો જન છે પૂરણકામ રે ।

ભાવ સહિત કરશે ભજન રે, તેનું બ્રહ્મમો’લે છે સદન રે ॥૧૬॥

તેહ સારુ છે ધોલેરે ધામ રે, બહુ જીવનું કરવા કામ રે ।

દેશી પ્રદેશી આવી ત્યાં બહુ રે, કરે હરિનાં દર્શન સહુ રે ॥૧૭॥

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ રે, આવે ત્યાંથી તણાઈ તતક્ષણ રે ।

સો સો જોજનથી4 આવે જન રે, કરે મદનમોહનનાં દર્શન રે ॥૧૮॥

તે તો અવિચળ ધામમાં આપે રે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપે રે ।

તેમાં સંશય કરશો માં કોય રે, હરિ ધારે તે શું ન હોય રે ॥૧૯॥

માટે એ મૂરતિ દ્વારે કરી રે, જાશે બહુ જીવ ભવ તરી રે ।

તેહ સારુ કર્યું છે મહારાજે રે, અમૃતપદ પમાડવા કાજે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ત્રિંશઃ પ્રકારઃ ॥૩૬॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬