પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૬

 

દોહા

ચલ ઉત્સવ ચડોતરે, વરતાલે વારમવાર ।

ઠીક પોતે ઠરાવિયા, જગ તારવા જીવ અપાર ॥૧॥

રામનૌમી એકાદશી, પ્રબોધની જે પાવન ।

આવે અગણિત એ સમે, સહુ જન કરે દરશન ॥૨॥

સંત અનંત સૌ મળે, વળી ભેળા હોય ભગવંત ।

તેનાં દરશન કરતાં, પામે પરમ પદ અનંત ॥૩॥

વળી મનોહર મૂર્તિયો, મંદિરમાં સુંદર સાર ।

જે નિરખે નયણાં ભરી, તે પામી જાય ભવપાર ॥૪॥

ચોપાઈ

ધન્ય ધન્ય ધામ વરતાલ રે, સારો આવ્યો છે સર્વે તાલ1 રે ।

જેમ મંદિર સારું સુંદર રે, તેમ મૂર્તિયો મનહર રે ॥૫॥

નીર્ખી જન મગન થાયરે, હર્ખી હર્ખી હરિગુણ ગાય રે ।

જળ અમળ2 નાયે ગોમતી રે, જિયાં નાહ્યા પોતે જગપતિ રે ॥૬॥

કરે ઓટા દેરીનાં દર્શન રે, લિયે છાપ3 તે થાય પાવન રે ।

અતિ અમૂલ્ય આંબલા છાય રે, બેઠા હરિ કરી જ્યાં સભાય રે ॥૭॥

સુંદર સારું શોભે છે તળાવ રે, જિયાં જોયા મનોહર માવ રે ।

તીયાં આંબલી એક રૂપાળી રે, બેઠા સંતપતિ પાટ ઢાળી રે ॥૮॥

આંબા ઉભે4 શોભે છે અતોલે રે, જિયાં હરિ બેઠા હિંડોલે રે ।

પ્રેમે પે’ર્યાંતાં સોનેરી પટ રે, વળી માથે ધર્યો’તો મુગટ રે ॥૯॥

એવી જુવે છે જે સર્વે જાગ્ય રે, તેનાં કહ્યાં ન જાયે ભાગ્ય રે ।

ધન્ય કૂપ અનુપ એ બેહુ રે, નાહ્યા નાથ સાથે સંત સહુ રે ॥૧૦॥

ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે, થઈ હરિચરણે અંકિત5 રે ।

ધન્ય ધન્ય એ શે’રી બજાર રે, જિયાં હરિ ફર્યા બહુવાર રે ॥૧૧॥

ધન્ય ઘર ઓસરી આંગણાં રે, જિયાં પગલાં થયાં પ્રભુ તણાં રે ।

ધન્ય રાણ્ય વાડી ધર્મશાળા રે, જિયાં જમ્યા છે સંત સઘળા રે ॥૧૨॥

(લાડુ જલેબી સુતર ફેણી રે, સેવદલ શીરો ને રોટલી ઝીણીરે ।

દુધપાક ને પુરી કંસાર રે, હરિયે હાથે ફેર્યા વારંવાર રે ॥૧॥

સાટા ઘેબર ને માલપુડા રે, રસ દહીં દૂધ મોતિયા રૂડા રે ।

ફર્યા પંગતમાં પંચ વાર રે, જમ્યા સંત થયો જે જે કાર રે ॥૨॥)

એહ આદિ બીજાં બહુ સ્થાન રે, જિયાં જમ્યા રમ્યા ભગવાન રે ।

જુવે સર્વે સ્થળ એ સંભારી રે, એક એકથી કલ્યાણકારી રે ॥૧૩॥

ભારે ભાગ્ય છે એ ભૂમિતણાં રે, રમ્યા રાજ રાખી નહિ મણા રે ।

જે જે જન જાયગા એ જોશે રે, તે તો અતિ મોટી ખોટ ખોશે રે ॥૧૪॥

લેશે અલભ્ય લાભ અપાર રે, તે તો નિશ્ચે જાણો નિર્ધાર રે ।

બ્રહ્મમો’લ જાવાને નિસરણી રે, એવી ઘનશ્યામે કરી ઘણી રે ॥૧૫॥

બહુ પેરે ઉઘાડ્યાં છે બાર રે, અક્ષરધામે જાવા આ વાર રે ।

બહુ રીત કરી બહુનામી રે, આપ્યાં સુખ રાખી નથી ખામી રે ॥૧૬॥

જે અર્થે અક્ષરથી આવ્યા રે, સંગે મુગત સરવે લાવ્યા રે ।

તતપર છે તેહ કરવા રે, કર્યું એ ધામ બહુ જન તરવા રે ॥૧૭॥

કૈંક કરશે દર્શન આવી રે, કૈંક પૂજશે પૂજા લાવી રે ।

કૈંક જોડશે આવીને હાથ રે, તે તો થઈ ચૂક્યા છે સનાથ રે ॥૧૮॥

બેઠા માથેથી મટાડી બીક રે, ઠરી બેસશે ધામમાં ઠીક રે ।

અવશ્ય કરવાનું હતું તે થયું રે, પામ્યા ધામ કામ સરી ગયું રે ॥૧૯॥

તે તો પુરુષોત્તમ પ્રતાપે રે, બહુ ઉદ્ધારિયા જન આપે રે ।

હરિ ધારે તે શું શું ન થાય રે, તેનું આશ્ચર્ય ન માનો કાંય રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષડ્વિંશઃ પ્રકારઃ ॥૨૬॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬