પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫૪

 

દોહા

આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરી છે મહારાજ ।

અઢળ ઢળ્યા અલબેલડો, કર્યાં કઈકનાં કાજ ॥૧॥

દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।

બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઈ પરસન ॥૨॥

પૂરણ બ્રહ્મ પધારીને, ભાંગી છે સર્વેની ભૂખ ।

આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ॥૩॥

ધન્ય ધન્ય પાવન પૃથવી, જે પર વિચર્યા નાથ ।

ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ॥૪॥

રાગ: સામેરી

ધન્ય દેશ સોઈ શે’રને, જીયાં રહ્યા અવિનાશ ।

ધન્ય ધન્ય ગામ નગરને, જીયાં કર્યો વાલે વાસ ॥૫॥

ધન્ય ધન્ય વારિ વહનિ,1 ના’યા તાપ્યા પ્રભુ પંડ ।

ધન્ય ધન્ય શૂન્ય2 સમીરને,3 ભાગ્યશાળી આ બ્રહ્માંડ ॥૬॥

ધન્ય ધન્ય બ્રહ્મા ભવને,4 જેણે જોયા જીવન ।

ધન્ય ધન્ય મઘવા5 મેઘને, ભીંજ્યા ભાળ્યા ભગવન ॥૭॥

ધન્ય ધન્ય શશી સૂરને, ઉડુ6 પામિયા આનંદ ।

દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ॥૮॥

સ્થાવર જંગમ ચરાચર, સહુની લીધી છે સાર ।

સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઉતારિયા ભવપાર ॥૯॥

ભોગી કર્યા બ્રહ્મમો’લના, આપિયું અક્ષરધામ ।

આપ પ્રતાપે ઉદ્ધારિયા, કરિયા પૂરણકામ ॥૧૦॥

વેરો7 ન કર્યો વર્ષતાં, ઘન પેઠ્યે8 ઘનશ્યામ ।

શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઈનામ ॥૧૧॥

કોટ9 ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર ।

ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જે જેકાર ॥૧૨॥

ડંકા દીધા જગે જીતના, શ્યામે સહુને ઉપર ।

પ્રબળ પ્રતાપ જણાવિયો, દેશ ગામ ને ઘરોઘર ॥૧૩॥

બૃહદ રીત આ વિશ્વમાં, વરતાવી છે બહુવિધ ।

ચાલી વાતો ચારે દેશમાં, પ્રભુપણાની પ્રસિદ્ધ ॥૧૪॥

સ્વામિનારાયણ સહુને, નક્કી લેવરાવ્યું નામ ।

ભજન કરાવી આ ભવમાં, આપિયું અક્ષરધામ ॥૧૫॥

સંભળાવ્યું વળી શ્રવણે, સહજાનંદ નામ સોય ।

કે’શે સુણશે એ નામને, તેને દુઃખ કોય નો’ય ॥૧૬॥

એમ અનેક અભય કર્યા, પોતાતણે પરસંગ ।

અખંડ ધામ તેને આપિયું, સહુ કરી શુદ્ધ અંગ ॥૧૭॥

અણતોળ્યાં સુખ આપિયાં, આશ્રિતને આ વાર ।

અનેક પ્રકારે અંતરે, સુખી કર્યા નર નાર ॥૧૮॥

રૂડી મૂડી પામ્યાં રોકડી, નહિ ઊધારાની વાત ।

અમલ10 ભર્યાં સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત ॥૧૯॥

ઓશિયાળું11 શીદ ઓચરે, બોલે મગન થઈને મુખ ।

જન્મ મરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુઃપંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૪॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬