પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૧

 

દોહા

ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય ।

જિયાં સંત હરિજન સહુ મળી, વળી નીરખે નાથ સદાય ॥૧॥

સતસંગી બાઈ ભાઈને, થયાં દર્શન ગઢડે ગામ ।

દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરુષ ને વામ ॥૨॥

અઢળક ઢળ્યા મળ્યા જિયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ ।

તે ચરણ ચિત્તે ચિંતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ ॥૩॥

બહુ પેર પરસાદીઓ, વળી ઇયાં મળી છે જરૂર ।

તેનું ઘસાતું બોલવું, એથી બીજો કોણ અસુર ॥૪॥

ચોપાઈ

એ તો ભોગવશે એનું પાપ રે, તેનો આપણે શો સંતાપ રે ।

વળી જે જે કર્યું જગતાત રે, કહું સાંભળજો તેની વાત રે ॥૫॥

સોરઠ દેશવાસી જન કાજે રે, કરાવિયું મંદિર મહારાજે રે ।

જોઈ જીરણગઢ1 માંઈ જાગ્યરે, દીઠી દેવળ કરવા લાગ્ય રે ॥૬॥

જાણ્યું આ જાગ્યે મંદિર થાય રે, તેનો મોટો વધે મહિમાય રે ।

મોટું શેહર તીરથ વળી મોટું રે, જિયાં આવે મનુષ્ય કોટાનકોટું રે ॥૭॥

તેહ સહુને થાય દરશન રે, તેણે કરી તરે બહુ જન રે ।

વળી દેશમાં સારા સતસંગી રે, જેની પ્રીત પ્રભુમાં અભંગી રે ॥૮॥

સ્વામી રામાનંદજીના શિષ્ય રે, હેતે હરિ ભજે છે હમેશ રે ।

સહુ સિદ્ધ સમાધિ સંપન્ન રે, અતિ અનઘ2 જાણો એ જન રે ॥૯॥

વળી આવી અમે એહ દેશ રે, રહી ગયા વરણીને વેષ રે ।

જોઈ પવિત્ર દેશ પાવન રે, ઘણું ઘણું માની ગયું મન રે ॥૧૦॥

પછી લોભી રહ્યા લોજ ગામ રે, કરવા અનેક જીવનાં કામ રે ।

કરતા બહુ બહુ અમે વાત રે, સુણી સહુ થાતા રળિયાત રે ॥૧૧॥

વળી દેખાડતા પરતાપ રે, થાય સમાધિ ટળે સંતાપ રે ।

સમાધિયે સુખી નર નાર રે, ના’વે સમાધિથી કોઈ બા’ર રે ॥૧૨॥

કોઈ સુરપુર અવલોકે રે, કોઈ રહી જાય સત્યલોકે રે ।

દેખે કૈલાશ ને બદ્રીવન રે, કોઈ દેખે છે મુક્ત નિરન્ન રે ॥૧૩॥

દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ રે, એવું દેખાડતા તતકાળ રે ।

કોઈ દેખે છે ગોલોક ધામ રે, જોઈ માને છે પૂરણકામ રે ॥૧૪॥

કોઈ અક્ષરધામ અવલોકે રે, જોઈ મીટ થકી તે ન મુકે રે ।

દેખે પર ને પોતાનું મન રે, દેખે ઘાટ પરસ્પર જન રે ॥૧૫॥

એવો પ્રગટ કર્યો’તો પ્રતાપ રે, સૌ જન કરવા નિષ્પાપ રે ।

રહ્યા એ દેશમાં અમે ઘણું રે, સહુને દર્શન થયું અમ તણું રે ॥૧૬॥

તેહ દેશમાંહી હવે દાસ રે, અમ વિના થયા છે ઉદાસ રે ।

માટે મંદિર થાય એક સારું રે, એમાં બહુ છે ગમતું અમારું રે ॥૧૭॥

માટે જીરણગઢમાં જઈ રે, કરાવું મંદિર સુંદર સઈ રે ।

પછી મંદિર કરવા કાજ રે, મોકલ્યા છે મોટા મુનિરાજ3 રે ॥૧૮॥

કર્યો આદર થાવા દેવળ રે, અતિ સરસ અનુપ અકળ રે ।

થયું થોડાક દિનમાં તૈયાર રે, ત્યાં તો પધાર્યા પ્રાણ આધાર રે ॥૧૯॥

સંતો મૂર્તિયો સારી સારી રે, મારે હાથે હું દિયું બેસારી રે ।

એહ મૂર્તિનો મહિમાય રે, કે’તાં કેડ્યે કેણે ન કે’વાય રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકત્રિંશઃ પ્રકારઃ ॥૩૧॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬