પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૫

 

દોહા

પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ ।

ઇયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ ॥૧॥

અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપૂર ।

ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરૂર ॥૨॥

જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય ।

જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ॥૩॥

માટે મંદિર આંહિ આરંભો, અતિ ઉરે આણી આનંદ ।

થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ॥૪॥

ચોપાઈ

પછી આદરિયું છે મંદિર રે, અતિ ઉતાવળું તે અચિર રે ।

ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધું રે, પછી મંદિરનું કામ લીધું રે ॥૫॥

થાય અહોનિશ કામ એહ રે, કરે જન કરીને સનેહ રે ।

થયું તૈયાર વાર ન લાગી રે, ત્યાં તો પધાર્યા શ્યામ સુહાગી રે ॥૬॥

જોઈ મંદિર મગન થયા રે, સારું સારું કર્યું કે’ છે રહ્યા રે ।

હવે બેસારિયે જો મૂરતિ રે, રાધાકૃષ્ણની સારી શોભતી રે ॥૭॥

પછી સમે સિંહાસન માથે રે, મદનમોહન પધરાવ્યા હાથે રે ।

કરી પૂજા આરતી ઉતારી રે, થયો જયજય શબ્દ ભારી રે ॥૮॥

મદનમોહનની જે મૂરતિરે, તે તો સુંદર શોભે છે અતિ રે ।

જે જે નીરખે નયણાં ભરી રે, તેનું મન ચિત્ત લિયે હરી રે ॥૯॥

એવી મૂરતિયો છે અતિ સારી રે, પ્રતિપક્ષીને1 પણ લાગે પ્યારી રે ।

મદનનું2 પણ મોહે મન રે, ત્યારે બીજા ન મોહે કેમ જન રે ॥૧૦॥

શોભાસાગર સુખની ખાણી રે, છબી જાતી નથી જો વખાણી રે ।

જોઈ જોઈ જન મન લોભે રે, એવા મદનમોહન શોભે રે ॥૧૧॥

મહા મનોહર જે મૂરતિ રે, તે તો બેસારી કરી હેત અતિ રે ।

કર્યો મોટો ઉત્સવ એહ દન રે, સહુને કરાવ્યાં ભોજન રે ॥૧૨॥

કર્યો સમૈયો બહુ સારો રે, લાગ્યો પ્રેમી જનને પ્યારો રે ।

જમ્યા રમ્યા સંત રૂડી રીતે રે, પરિપૂરણ થયા સહુ પ્રીતે રે ॥૧૩॥

જાણો જમ્યા તે હરિને હાથે રે, સંત સર્વે સતસંગી સાથે રે ।

જે કોઈ ઉત્સવ પર આવિયું રે, તે તો જમ્યા વિના નહિ રહ્યું રે ॥૧૪॥

જમ્યા સહુ ઉત્સવનું અન્ન રે, એવો સમૈયો કર્યો ભગવન રે ।

જે જે જમિયા જન અન્ન એહ રે, થયા મોક્ષભાગી સહુ તેહ રે ॥૧૫॥

વળી કર્યાં જેને દરશન રે, તે તો થયા પરમ પાવન રે ।

એવો કર્યો મોટો ઉપકાર રે, જગ જીવ તારવા આ વાર રે ॥૧૬॥

મૂરતિ બેસારી સારી સુંદર રે, અતિ શોભિત મહા મનોહર રે ।

નિજભક્તની પુરવા આશ રે, મૂર્તિ બેસારી ધોલેરે વાસ રે ॥૧૭॥

કરવા અનેક જીવનું કલ્યાણ રે, આપે ઉઘાડી મોક્ષની ખાણ રે ।

આવે દેશી પરદેશી દર્શને રે, નીરખે હરખી હરખી મને રે ॥૧૮॥

જેણે જેણે જોયા નયણે નાથ રે, વળી પાયે લાગ્યા જોડી હાથ રે ।

તેનાં સરી ગયાં સર્વે કામ રે, વળી પામશે પરમ ધામ રે ॥૧૯॥

એમ ઇચ્છા કરી છે હરિ આપ રે, જીવ તારવા આપ પ્રતાપ રે ।

બહુ જનની કરવી છે સાર રે, એવો કરી આવ્યા છે નિરધાર રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચત્રિંશઃ પ્રકારઃ ॥૩૫॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬