પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૯

 

દોહા

દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત ।

સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત1 ॥૧॥

સ્પર્શ પુરુષોત્તમનો, કહો જીવને થાશે કેમ ।

એ વાત નથી વાત સરખી, સહુ ઉર વિચારજો એમ ॥૨॥

અમાયિક માયિકનો, જાણો મોંઘો થાવો મેળાપ ।

ભાનુ2 રજની3 ભેળાં મળે, એવો કર્યો નથી કેણે થાપ ॥૩॥

તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરુષોત્તમ ।

ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ ॥૪॥

ચોપાઈ

પુરુષોત્તમ જે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કે’ નિગમ રે ।

અતિ દુર્લભ દર્શન જેનાં રે, ભવ બ્રહ્માને ન થાય તેનાં રે ॥૫॥

જ્યારે અજ4 ઈશને5 અગમ રે, તારે મનુષ્યને ક્યાંથી સુગમ રે ।

જેનાં દરશન પણ ન થાય રે, ત્યારે તેને કેમ સ્પર્શાય રે ॥૬॥

અતિ દરશ સ્પરશ જેનાં દૂર રે, તે તો કર્યાં હરિયે હજૂર6 રે ।

માટે જે પ્રાણી પામિયા સ્પર્શ રે, તે તો થયા સહુથી સરસ રે ॥૭॥

જેને મળિયા હૈયામાં ઘાલી રે, તેને બેઠા છે અક્ષર આલી રે ।

જેની છાપી છે ચરણે છાતી રે, તેની પ્રાપતિ નથી કે’વાતી રે ॥૮॥

જેને માથે હાથ મુક્યો નાથે રે, તે તો મળી બેઠા મુક્ત સાથે રે ।

જેને ચાંપવા આપ્યા છે ચરણ રે, તેને રહ્યું નહિ જન્મ મરણ રે ॥૯॥

જેણે અત્તર ચોળ્યાં છે અંગે રે, થયો સ્પર્શ એહ પ્રસંગે રે ।

જેણે ચોળ્યું છે તેલ ફુલેલ રે, અતિ સારી સુગંધી ભરેલ રે ॥૧૦॥

અંગે ચોળ્યું તેલ મીણતણું રે, એમ સ્પર્શાણું અંગ આપણું રે ।

એહ સ્પર્શનું ફળ જે પામે રે, જાયે તે જન અક્ષર ધામે રે ॥૧૧॥

વળી નવરાવતાં નાથને રે, થયો સ્પર્શ તેનો હાથને રે ।

અંગ ચોળી નવરાવ્યા નીરે રે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરે રે ॥૧૨॥

વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શ રે, તે આપનાર સુખનો સરસ રે ।

ચરચ્યાં ચંદન મળિયાગર7 રે, સારી સુખડ્ય કાજુ કેસર રે ॥૧૩॥

કર્યો કુંકુમનો ચાંદલો રે, ભાવે કરી હરિભક્તે ભલો રે ।

માળા પે’રાવતાં સ્પર્શ થયો રે, કુંડળ ધરતાં કર અડી ગયો રે ॥૧૪॥

બાજુ બેરખા બાંધતાં બાંયે8 રે, પૂજા કરીને લાગતાં પાયે રે ।

પૂજા કરતાં સ્પર્શાણું પંડ રે, તે તો પામશે ધામ અખંડ રે ॥૧૫॥

લેતાં હાથોહાથ વળી તાળી રે, સ્પર્શી સુંદર મૂર્તિ રૂપાળી રે ।

નખશિખા સ્પર્શતાં નાથ રે, ગયા સ્વધામે થઈ સનાથ રે ॥૧૬॥

એવો સ્પર્શ પુરુષોત્તમ તણો રે, નથી કે’વાતો છે અતિ ઘણો રે ।

સ્પર્શ્યાં ચરણારવિંદ પાવન રે, સહુ જતને પૂજે છે જન રે ॥૧૭॥

સ્પર્શ્યાં વસ્ત્ર છે પૂજવા જેવાં રે, પૂજ્યાં ચંદન અંગ ધારી લેવાં રે ।

પૂજ્યા હાર તે પે’રવા હૈયે રે, જેથી અક્ષરધામમાં જૈયે રે ॥૧૮॥

જે જે વસ્તુ સ્પર્શી હરિ અંગ રે, તે તો કલ્યાણકારી જેમ ગંગ રે ।

સ્થાવર જંગમ જળ સ્થળ જેહ રે, થયાં હરિ સંબંધે શુદ્ધ તેહ રે ॥૧૯॥

સ્પર્શી વસ્તુ એ મંગળકારી રે, ત્યારે પુરુષોત્તમની રીત્ય ન્યારી રે ।

માટે જેને સ્પર્શ્યા પરબ્રહ્મ રે, તેને પરમ ધામ છે સુગમ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનવિંશઃ પ્રકારઃ ॥૧૯॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬