પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫૧

 

દોહા

અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર ।

અજર1 અમર અવિનાશીને રે, જાઉં વારણે વાર હજાર ॥૧॥

અગોચર2 અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત ।

અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ॥૨॥

પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ ।

પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ॥૩॥

સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ ।

સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ॥૪॥

ચોપાઈ

એવા અનેક નામના નામી રે, વળી અનંત ધામના ધામી રે ।

એવા સ્વામી જે સહજાનંદ રે, જગજીવન જે જગવંદ રે ॥૫॥

તે તો આવ્યા હતા આપે આંહિ રે, અતિ મે’ર આણી મન માંહિ રે ।

આવી કરિયાં અલૌકિક કાજ રે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજ રે ॥૬॥

ધન્ય ધન્ય પરમ કૃપાળુ રે, ધન્ય દીનના બંધુ દયાળુ રે ।

ધન્ય પ્રભુ પતિતપાવન રે, ધન્ય ભવતારણ ભગવન રે ॥૭॥

ધન્ય દાસના દોષ નિવારણ રે, ધન્ય ભૂધર ભવ તારણ રે ।

ધન્ય આશ્રિતના અભય કરતા રે, ધન્ય સર્વેના સંતાપ હરતા રે ॥૮॥

ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશ રે, ધન્ય કર્યા ગુના બકશિશ3 રે ।

ધન્ય નોધારાંના આધાર રે, આવી ઉદ્ધાર્યા જન અપાર રે ॥૯॥

ધન્ય ભક્તવત્સલ ભગવાન રે, આવ્યા હતા દેવા અભય દાન રે ।

ધન્ય દુર્બળના દુઃખહારી રે, ધન્ય સંતતણા સુખકારી રે ॥૧૦॥

શરણાગત જે સર્વે જનના રે, મોટા મે’રવાન4 જો મનનારે ।

સર્વે જીવની લેવા સંભાળ રે, આવ્યા હતા જો આપે દયાળ રે ॥૧૧॥

કરી બહુ જીવનાં જો કાજ રે, પછી પધારિયા મહારાજ રે ।

એવા પૂરણ પરમારથી રે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિ રે ॥૧૨॥

તેનો જેને થયો છે સંબંધ રે, તેના છૂટિયા છે ભવબંધ રે ।

થઈ રહ્યાં તેનાં સર્વે કામ રે, તન છૂટે પામશે પર્મ ધામ રે ॥૧૩॥

એવો મોટો પ્રતાપ પ્રગટાવી રે, ગયા મોક્ષનો માર્ગ ચલાવી રે ।

પૂરણ પ્રગટાવી પ્રતાપ રે, પછી પધારિયા પ્રભુ આપ રે ॥૧૪॥

સહુ જનની કરવા સાર રે, હરિ આવ્યા હતા આણીવાર5 રે ।

પામર પ્રાણી પામ્યા ભવ પાર રે, જન સ્પરશતાં પ્રાણ આધાર રે ॥૧૫॥

ધન્ય ધન્ય પ્રભુ પરતાપ રે, જન મન હરણ સંતાપ રે ।

દેશો દેશ રહ્યો જશ છાઈ રે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઈ રે ॥૧૬॥

ધન્ય ધન્ય ધર્મના બાળ રે, ધન્ય ધન્ય જન પ્રતિપાળ રે ।

ધન્ય ધન્ય ધર્મ ધુરંધર રે, ધન્ય ધર્મવર્મ6 દુઃખહર રે ॥૧૭॥

ધન્ય ધરણી પર ધર્યું તન રે, ધન્ય આપ સંબંધે તાર્યા જન રે ।

ધન્ય ધન્ય ધામના ધામી રે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામી રે ॥૧૮॥

કર્યો પરિપૂરણ પરમાર્થ રે, તેમાં કૈ જીવનો સર્યો અર્થ રે ।

ધન્ય રાખી ગયા રૂડી રીત રે, તેમાં ઉદ્ધાર્યા જીવ અમિત7 રે ॥૧૯॥

ધન્ય ધન્ય સર્વેના ધણી રે, મહિમા મોટપ્ય ન જાય ગણી રે ।

ધન્ય ધન્ય બિરુદને ધારી રે, ગયા અનેક જીવ ઉદ્ધારી રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકપંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૧॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬