પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૪

 

દોહા

વળી શ્રીહરિ હેતે કરી, મોટી કહી માહાત્મ્યની વાત ।

પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ॥૧॥

જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ ।

તે જરૂર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ॥૨॥

તિયાં પ્રાણી કોઈ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય ।

કહ્યાં ન જાય વળી કોઈથી, એવાં ઉઘડિયાં એનાં ભાગ્ય ॥૩॥

ચરણે અંકિત1 જે અવનિ, વળી પદની સ્પર્શેલ રજ ।

તે જોતાં ન જડે જાણજો, જેને ઇચ્છે છે ઈશ્વર અજ2 ॥૪॥

ચોપાઈ

પદરજના સ્પર્શ પ્રતાપે રે, જન અભય થાય છે આપે રે ।

ભવભય હરણી એ રજ રે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજ રે ॥૫॥

જન ભુવનમાં3 જ્યાં જ્યાં ગયા રે, તિયાં દિનરજની4 જે રહ્યા રે ।

એહ ભૂમિકાનાં ભાગ્ય ભારી રે, થઈ ધામરૂપ સુખકારી રે ॥૬॥

એહ પૃથ્વી પર તજે પ્રાણ રે, તે તો પામે પદ નિરવાણ રે ।

વળી નદી નદ ને તલાવ રે, સિંધુ કુંડ કૂવા વળી વાવ રે ॥૭॥

તિયાં જિયાં જિયાં અમે ના’યા રે, સ્પરશ્યું પાણી જે અમારી કાયા રે ।

તેહ સ્પર્શનું જેહ પાણી રે, જન ઉદ્ધારણ લિયો જાણી રે ॥૮॥

તેહ તટે તજે કોઈ તન રે, પામે અમૃત ધામે સદન5 રે ।

એમ કલ્યાણના જે ઉપાય રે, બહુ કર્યા છે આ જગમાંય રે ॥૯॥

બાગ બગીચા ને ફૂલવાડી રે, વૃક્ષ વેલી વન વળી ઝાડી રે ।

એહ આદિ જાયગા અપાર રે, જિયાં રહ્યા અમે કરી પ્યાર રે ॥૧૦॥

એ તો સ્થાનક છે તીર્થરૂપ રે, અતિ પવિત્ર જાણો અનુપ રે ।

એહ સ્થાને મૂકે કોઈ દેહ રે, પામે અક્ષરધામને તેહ રે ॥૧૧॥

એમ અનેક પ્રકારે આજ રે, કર્યા ઉપાય કલ્યાણ કાજ રે ।

સર્વે તીર્થનાં તીર્થ કહીએ રે, જિયાં સંત અમે ના’યા છીએ રે ॥૧૨॥

તિયાં જન કોઈ જઈ ના’શે રે, થઈ પાવન ધામમાં જાશે રે ।

એહ જળમાં જંતુ જે રે’ છે રે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’ છે રે ॥૧૩॥

એહ પર અંડજ6 ઊડી જાશે રે, તેહ પરમ પાવન થાશે રે ।

અવધિ આવ્યા સમે તન ત્યાગી રે, જાશે સ્વધામમાંઈ સુભાગી રે ॥૧૪॥

સર્વે ધામના ધામ એ થિયાં રે, રહ્યા સંત સહિત અમે જિયાં રે ।

બીજાં તીર્થ ધામ બહુ કા’વે રે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવે રે ॥૧૫॥

કાં જે પામ્યા અમારો પ્રસંગ રે, તેને તુલ્ય આવે કેમ ગંગ રે ।

એને સ્પર્શ્યા’તા વામન પાવે7 રે, તે તો હરિ અવતાર કા’વે રે ॥૧૬॥

પણ અવતારના જે અવતારી8 રે, વાત તેની તો જાણજો ન્યારી રે ।

જાણો પુરુષોત્તમનો સ્પરશ રે, તે તો સહુ થકી જો સરસ રે ॥૧૭॥

સર્વે ધામના જે કોઈ ધામી રે, તે તો અમે નારાયણ સ્વામી રે ।

વાત આજની છે અતિ મોટી રે, જેથી જીવ તર્યા કોટિ કોટિ રે ॥૧૮॥

ચરાચર સ્થાવર ને જંગમ રે, તે સહુને થયું છે સુગમ રે ।

સહુ ચાલ્યા જાય છે સ્વધામ રે, નથી પડતું કોઈનું કામ રે ॥૧૯॥

એમ વે’તી કરી છે અમે વાટ રે, બ્રહ્મમો’લમાં જાવાને માટ રે ।

શ્રીમુખે કહે એમ શ્રીહરિ રે, સહુ વાત માનજો એ ખરી રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુશ્ચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૪॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬