પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૪

 

દોહા

વળી શ્રીહરિ કે’ સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર ।

તેમાં બેસારી મૂરતિયો, અતિ સારી સુંદિર ॥૧॥

જે જે દેશે મંદિર કર્યાં, તે તે દેશને આવ્યાં કામ ।

હવે સરવે દેશને અરથે, એક બંધાવીયે સારું ધામ ॥૨॥

દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવાં વળી પાપ ।

એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ॥૩॥

ભાગ્ય જગાડવાં ભાલનાં, ધોલેરે બાંધીએ ધામ ।

તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ॥૪॥

ચોપાઈ

એહ બંદર સુંદર સારું રે, જિયાં આવેછે લોક હજારું રે ।

તિયાં મંદિર કરવું એક રે, સારું સહુથી વળી વિશેક1 રે ॥૫॥

એમ નાથે કરી નિરધાર રે, પૂછ્યું પુંજાભાઈને2 તે વાર રે ।

સુણો પુણ્યવાન પુંજાભાઈ રે, કરિયે મંદિર ધોલેરા માંઈ રે ॥૬॥

વળી સતસંગીને કહે શ્યામ રે, કો’તો ધોલેરે બાંધિયે ધામ રે ।

સહુ બોલો શુદ્ધભાવે કરી રે, એમ હરિજનને કહે હરિ રે ॥૭॥

ત્યારે હરિજને જોડ્યા હાથ રે, ધન્ય ધન્ય કહે સહુ સાથ રે ।

જાગે ભાગ્ય મોટું જો અમારું રે, કરો મંદિર તો બહુ સારું રે ॥૮॥

મંદિરના જોગે મહારાજ રે, રહે સંતનો સહુ સમાજ રે ।

હરતાં ફરતાં દર્શન થાય રે, અતિ મોટો એ લાભ કે’વાય રે ॥૯॥

નથી એથી બીજું કાંઈ સારું રે, એમાં અતિ રૂડું છે અમારું રે ।

એમ બોલ્યા સતસંગી સહુ રે, સુણી નાથ રાજી થયા બહુ રે ॥૧૦॥

પછી આપ્યાં છાતીમાં ચરણ રે, જેહ ચરણ ભવભયહરણ રે ।

કર્યા નિરભય છાપી છાતી રે, કહ્યે વાત એ નથી કે’વાતી રે ॥૧૧॥

કર્યા બ્રહ્મમો’લના નિવાસી રે, રાજી થઈ આપે અવિનાશી રે ।

પછી કહ્યું સહુ બાઈ ભાઈ રે, રે’જો મંદિરની સેવા માંઈ રે ॥૧૨॥

પછી પુંજોભાઈ જે પવિત્ર રે, અતિ ડાહ્યા છે સહુના મિત્ર રે ।

જેને જક્તસુખ લાગ્યું ઝેર રે, પંચ વિષય સાથે રાખ્યું વેર રે ॥૧૩॥

અન્ન ધન ને આયુષ જેહ રે, કર્યું હરિપરાયણ તેહ રે ।

એવા અતિ ઉદાર દંપતિ રે, કરી હરિને અર્પણ સંપતિ રે ॥૧૪॥

ધન્ય ધન્ય ભક્તિ ભાઈયોની રે, તેથી અતિ અધિક બાઈયોની રે ।

એવા જન જોઈ શ્રદ્ધાવાન રે, બહુ રાજી થયા ભગવાન રે ॥૧૫॥

દીઠા હરિજન ઠાઉકા ઠીક રે, એક એક થકી જો અધિક રે ।

પછી બોલ્યા શ્યામ સુખદાઈ રે, કરશું મંદિર જરૂર આંઈ રે ॥૧૬॥

સહુ સેવામાંઈ તમે રે’જો રે, આ તો મોટો પરમાર્થ છે જો રે ।

યાંથી ઉદ્ધરશે લાખું ક્રોડી3 રે, એ તો નથી કમાણી કાંઈ થોડી રે ॥૧૭॥

બીજાં કોટિ કોટિ કરે દાન રે, ના’વે જીવ ઉદ્ધાર્યા સમાન રે ।

જેથી જનમ-મરણ દુઃખ જાય રે, પામે અભયપદ સુખી થાય રે ॥૧૮॥

એ તો પરમારથ મોટો ભારી રે, સહુ જુવો મનમાં વિચારી રે ।

એમ પોતે બોલ્યા પરબ્રહ્મ રે, પૂર્ણકામ જે પુરુષોત્તમ રે ॥૧૯॥

તમે સાંભળો સૌ નર નાર રે, અમે કર્યો છે જે આ વિચાર રે ।

એવું સુણી હરખ્યાં સહુ જન રે, સુખદાયક સ્વામી ધન્ય ધન્ય રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુસ્ત્રિંશઃ પ્રકારઃ ॥૩૪॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬