પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૩૮

 

દોહા

એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ ।

એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ॥૧॥

ધામધણીયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર ।

પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર ॥૨॥

આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ ।

એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ॥૩॥

ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર ।

પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ॥૪॥

ચોપાઈ

આચારજ કર્યા છે જે અમે રે, તેની રીત સુણી લિયો તમે રે ।

નથી અન્ય આચારજ જેવા રે, જાય શ્રદ્ધા કરતા સેવા રે ॥૫॥

લાવો લાવો એમ વળી કરે રે, ધન લેવા ધરણીએ ફરે રે ।

લિયે ધન ને તાકે ત્રિયને1 રે, તે કેમ કરે જીવનાં પ્રિયને રે ॥૬॥

માટે એવા આચારજ આ નહિ રે, એ પણ વાત સમઝવી સહિ રે ।

આ તો ત્રિયા ધનના તાકુ નથી રે, તેની વાત કહિયે છીએ કથી રે ॥૭॥

અમે બાંધી દીધી છે જે રીત રે, તેમાં રે’છે કરી અતિ પ્રીત રે ।

શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવા રે, ધન ધાન્યાદિ આવશે દેવા રે ॥૮॥

તે તો સંતોષ સહિત લેશે રે, પણ કોઈને દુઃખ ન દેશે રે ।

એમ વરતશે એહ આપ રે, પણ નહિ કરે કોઈને સંતાપ રે ॥૯॥

નિજ સંબંધી વિના બાઈયો સંગે રે, કે દી ન બોલે ન અડે અંગે રે ।

કોઈ ઉપર રોષ ન રાખે રે, વળી કોઈને કલંક નહિ નાખે રે ॥૧૦॥

કેની જમાની2 પણ નહિ કરે રે, જૂઠી સાખ્ય3 પણ નહિ ભરે રે ।

પડશે આપત તો માગી ખાશે રે, કરજ કેનું ન કાઢવા જાશે રે ॥૧૧॥

નહિ રાખે કોઈની થાપણ રે, નહિ વેચે ધર્માદાના કણ રે ।

સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યા રે ॥૧૨॥

કળ છળ કપટ દગાઈ રે, તે તો રાખશે નહિ ઉર માંઈ રે ।

ઈરષા અદેખાઈ ને અમર્ષ4 રે, રાખી નહિ ખુવે પોતાનો જશ રે ॥૧૩॥

નહિ રાખે કોઈ પર રોષ રે, એમ વર્તશે સદા અદોષ રે ।

એવા શુભ ગુણ જે અપાર રે, આપ્યો એવાને અમે અધિકાર રે ॥૧૪॥

સહુના ગુરુ કરી સોંપી ગાદી રે, રીત રાખશે એ રાયજાદી5 રે ।

ધર્મવંશી ધર્મ થાપશે રે, સારો ઉપદેશ સૌને આપશે રે ॥૧૫॥

એ તો કર્યું છે કલ્યાણ સારું રે, એમાં બહુ ગમતું છે અમારું રે ।

કાં જે કરવું છે બહુનું કારજ6 રે, નથી રાખવો ફેર એક રજ રે ॥૧૬॥

એહ આચારજથી અપાર રે, બહુ જીવનો થાશે ઉદ્ધાર રે ।

એમાં નહિ પડે કાંઈ ફેર રે, શીદ કે’વરાવો વેરવેર7 રે ॥૧૭॥

એમ જન પર હેત કરી રે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિ રે ।

ગમે ત્યાંથી તારશે પ્રાણી રે, તેની ગતિ લેશે કોણ જાણી રે ॥૧૮॥

ધાર્યું ધર્મસુતે ધામ દેવા રે, સહુ જનને શરણે લેવા રે ।

અતિ અસમર્થ જીવ અંગે રે, પોં’ચી ન શકે સુરપુર લગે રે ॥૧૯॥

તેને તેડી જાવા અક્ષરધામ રે, એવું ધાર્યું છે જો ઘનશ્યામ રે ।

તેહ સારુ આવ્યા છે આપે રે, જીવ તારવા નિજ પ્રતાપે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રિંશઃ પ્રકારઃ ॥૩૮॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬