પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૩

 

દોહા

વળતું વાલમે વિચારિયું, થઈ રહ્યું સર્વે કામ ।

કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારું કહે ઘનશ્યામ ॥૧॥

જે અરથે અહિ આવિયા, તે સરિયો સરવે અર્થ ।

અગણિત જીવ ઉદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ॥૨॥

કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઉપાય ।

કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય ॥૩॥

જણ જણ પ્રત્યે જૂજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ ।

પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ॥૪॥

ચોપાઈ

કર્યા કોટિ કોટિ ઉપાય રે, અમે આવી અવનિ માંય રે ।

અમારી મૂરતિને પ્રસંગે રે, કર્યું કલ્યાણ જીવનું જગે રે ॥૫॥

સંત સંબંધે કલ્યાણ કીધું રે, તેને પણ અખંડ ધામ દીધું રે ।

વળી બાંધ્યાં સદાવ્રત ઘણાં રે, તે પણ બારણાં કલ્યાણ તણાં રે ॥૬॥

વળી ધ્યાન ધારણા સમાધિ રે, કરાવી વીસરાવી ઉપાધિ1 રે ।

વળી પ્રગટ કરી પંચ વ્રત રે, આપ્યું પળાવી પદ અમૃત રે ॥૭॥

બહુ દેશ તીર્થ ગામ શે’ર રે, તાર્યા ફરી હરિ કરી મે’ર રે ।

કરી ઉત્સવ બહુ સમૈયા રે, તાર્યા જીવ જાયે નહિ કહ્યા રે ॥૮॥

કર્યા જગન ને બહુ જાગ2 રે, તે પણ જીવ ઉદ્ધારવા કાજ રે ।

વરષોવરષ કર્યા વળી મેળા3 રે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળા રે ॥૯॥

બાંધ્યાં કલ્યાણ સારું બહુ ધામ રે, શ્રીઠાકોરજીના ઠામોઠામ રે ।

તેમાં બેસારી સારી મૂરતિ રે, તે પણ જીવના કલ્યાણ વતી રે ॥૧૦॥

કર્યા આચારજ મહારાજે રે, તે પણ જીવને તારવા કાજે રે ।

બહુ બાંધી કલ્યાણની સડક રે, જાય ધામે જીવ થૈ નિધડક રે ॥૧૧॥

થઈ વાત સરવે એ મોટી રે, તરશે જીવ કોટાન જો કોટી રે ।

એ તો બહુ કહ્યું થયું સારું રે, હવે માનિયું મન અમારું રે ॥૧૨॥

સારા સરા કર્યા છે સમાજ4 રે, કેડ્યે કલ્યાણ કરવા કાજ રે ।

કર્યાં બંધ અમંગળ બાર રે, આવી ભૂમિએ અમે આ વાર રે ॥૧૩॥

કેને લેવા ન આવે કૃતાંત5 રે, એમ જાણજો આજ વૃતાંત રે ।

તરણિ6 ઊગે રહિ જાય તમ રે, ત્યારે માર્તંડનું7 શું મા’તમ રે ॥૧૪॥

તેમ અમે આવ્યે અઘ રહે રે, ત્યારે પતિતપાવન કોણ કહે રે ।

દીનબંધુ કહે છે દયાળ રે, તે તો કૂડું8 ન પડે કોઈ કાળ રે ॥૧૫॥

માટે સર્વે એ નામ સત્ય કીધાં રે, જન અપાર ઉદ્ધારી લીધાં રે ।

સારો ફેરો ફાવ્યો છે આ વાર રે, બહુ જીવ કર્યા ભવપાર રે ॥૧૬॥

વળી કલ્યાણકારી જે વસ્ત રે, તે પણ પૃથ્વી પર છે સમસ્ત રે ।

બહુ તે વડે થાશે કલ્યાણ રે, સ્પર્શી પામશે પદ નિર્વાણ રે ॥૧૭॥

અમે હૈયે ન હૈયે જો આંઈ રે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઈ રે ।

સર્વે કરીને લીધું છે કાજ રે, એમ કહે છે શ્રીમહારાજ રે ॥૧૮॥

જે જે કર્યા છે અમે ઉપાય રે, જે કોઈ આવી જાશે એ માંય રે ।

તેને અંતકાળે અમે આવી રે, તેડી જાવું છે તન તજાવી રે ॥૧૯॥

અશ્વ રથ વિમાન વે’લ સારી રે, લૈ જાવા સુખપાલે બેસારી રે ।

એ તો અવશ્ય બિરુદ છે અમારું રે, ધાર્યું છે સહુ જીવને સારું રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૩॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬