પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૯

 

દોહા

એહ રીતે અલબેલડે, કર્યાં કંઈ કંઈક કામ ।

આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ॥૧॥

અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય ।

તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાની છપાડી કાંય ॥૨॥

દેશ દેશમાં ડંકો દઈ, વળી બેહદ1 ચલાવી વાત ।

જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત ॥૩॥

અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઈ જન ।

અગમ તે સુગમ કર્યા, પ્રભુ થઈ પોતે પરસન ॥૪॥

ચોપાઈ

આવી કર્યાં અલૌકિક કામ રે, પછી પધારિયા નિજધામ રે ।

કર્યા કારજ આશ્ચર્યકારી રે, જેવા આવ્યા’તા ધામેથી ધારી રે ॥૫॥

એવો માંડયો’તો આવી અખાડો રે, જીવ તારવાને રાત્ય દા’ડો રે ।

બહુ આખેપ2 આગ્રહ કરી રે, ભવે જીવ તાર્યા ભાવ ભરી રે ॥૬॥

કરી ગયા મોટાં મોટાં કાજ રે, આવી આ ફેરે આપે મહારાજ રે ।

ખુબ ખેલી ગયા એક ખ્યાલ રે, જોઈ અનંત જન થયા ન્યા’લ રે ॥૭॥

ખરાખરો મચાવીને ખેલ3 રે, રૂડી રમત્ય રમ્યા અલબેલ રે ।

એવા ખોળે ન મળે ખેલારુ રે, જેને જુવે હજારે હજારું રે ॥૮॥

બીજા બહુ વેષ4 બનાવ્યા રે, તે તો સહુને અર્થ ન આવ્યા રે ।

કોઈ રિજ્યા ને કોઈ ન રિજ્યા રે, એહ વેષે અરથ ન સિજ્યા રે ॥૯॥

આ તો સર્વે વેષના વેશી5 રે, જાણે નરાકૃતિની દેશી6 રે ।

ખોટ્ય ન રાખી ખેલની માંય રે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાય રે ॥૧૦॥

રૂડી રમત્ય રમી રૂપાળી રે, લીધાં જનને નિજધામ વાળી રે ।

એવા રમ્યા ન રમશે કોયે રે, જેહ ખેલને જોઈ જન મોયે રે ॥૧૧॥

એવો અકળ ખેલને ખેલી રે, ગયા સહુને વિલખતાં મેલી રે ।

ઘણું સાંભરે છે સમાસમે રે, તેણે બીજી વાત નવ ગમે રે ॥૧૨॥

જેમ બાજીગરની7 બાજી રે, જોઈ જોઈ જન થાય રાજી રે ।

જાણે આવી ન દીઠી ન સાંભળી રે, તેને કેમ શકે કોયે કળી રે ॥૧૩॥

અતિ અકળ ખેલને ખેલી રે, ગયા સમેટી બાજી સંકેલી રે ।

નટ રીત નાથની ન જાણી રે, જાણ્યું અમટ8 રાખશે દયા આણી રે ॥૧૪॥

ત્યાં તો સંકેલી ગયા સ્વધામ રે, કરી જનનાં જીવિત હરામ રે ।

આંખ્યો થઈ ગઈ અભાગણી રે, ક્યાંથી નીરખે મૂરતિ નાથ તણી રે ॥૧૫॥

મુખ અભાગિયું થયું અતિ રે, કયાંથી પામે પ્રસાદી એ રતિ રે ।

જિહ્વા અભાગણી ને અનાથ રે, ક્યાંથી બોલે હવે હરિ સાથ રે ॥૧૬॥

કાન અભાગિયા લીધા જાણી રે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણી રે ।

હાથ રહ્યા અભાગિયા એવા રે, ક્યાંથી કરે હરિની હવે સેવા રે ॥૧૭॥

દરશ સ્પરશ ને જે પ્રસાદિ રે, કે’વું સુણવું સંબંધ એ આદિ રે ।

થયો સંબંધ પણ રહ્યો અધૂરો રે, તે તો કેમ થાય હવે પૂરો રે ॥૧૮॥

ગઈ હાથથી વાત વેગળી રે, હાર્યા મહાચિંતામણિ મળી રે ।

પારસ પામ્યા’તા પરિશ્રમ પખી9 રે, પણ પૂરી ભાગ્યમાં ન લખી રે ॥૧૯॥

થયા નિરધન ધનને હારી રે, ગયું સુખ રહ્યું દુઃખ ભારી રે ।

એમ થયું સૌ જનને આ વાર રે, પધારતાં10 તે પ્રાણ આધાર રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ॥૪૯॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬