પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૦

 

દોહા

અશન વસન ભૂષન, વાહન વાસન જેહ ।

પુરુષોત્તમને સ્પર્શતાં, થયાં શુદ્ધ સહુ એ તેહ ॥૧॥

માયિક તે અમાયિક થયાં, થયાં ગુણમય ગુણાતીત ।

સ્પર્શતાં પરબ્રહ્મને, સહુ થયાં પરમ પુનીત1 ॥૨॥

એવી રીત્યે અવિનાશીયે, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।

પરમ ધામે પોં’ચાડિયા, અલબેલે આ વાર ॥૩॥

દરશ સ્પર્શ દયાળ દઈ, કર્યું કોટિ કોટિનું કલ્યાણ ।

તેમ પરમ પરસાદી થકી, પમાડ્યા પદ નિર્વાણ2 ॥૪॥

ચોપાઈ

દીધા પરસાદીના બહુ થાળ રે, દયા કરીને દીનદયાળ રે ।

ભોજન બહુ ભાત્ય ભાત્યનાં રે, આપ્યાં જેને જૂજવી જાત્યનાં રે ॥૫॥

મૂકી માથે નાથ હાથ દિયે રે, જન મગન મન કરી લિયે રે ।

વળી આપે મુખમાંહી પાક રે, સુંદર ભોજન ને વળી શાક રે ॥૬॥

જે જે જન પ્રસાદી એ પામ્યા રે, તે તો સર્વે સંતાપને વામ્યા3 રે ।

થયા નિર્ભય ભય બેઠા ટાળી રે, પામ્યા બ્રહ્મમોહોલ ભાગ્યશાળી રે ॥૭॥

વળી પય4 પાણી પીધેલ રે, તેહ જે જનને દીધેલ રે ।

તેહ જન જાશે બ્રહ્મમો’લ રે, તિયાં પામશે સુખ અતોલ રે ॥૮॥

દહીં મહી દૂધ ને જે ઘૃત5 રે, આપ્યાં પોતાનાં જમેલ તર્ત રે ।

જે જે જમેલ પ્રસાદી આલી રે, લાગી જમતાં પોતાને જે વા’લી રે ॥૯॥

તે પ્રસાદીને પરતાપે રે, જાશે અક્ષરે જમતલ6 આપે રે ।

વળી ફળ મૂળ દળ7 દીધાં રે, જે જે જને હાથોહાથ લીધાં રે ॥૧૦॥

ગોળ ખાંડ સાકર શેલડી રે, જમેલ નાથની જેહને જડી રે ।

ચણેચી ને વળી ચોળાફળી રે, મેથી મૂળા ને મોગરી વળી રે ॥૧૧॥

જે જે વસ્તુ પોતાની જમેલ રે, અર્ધી જમીને અરધી આપેલ રે ।

એવી પોતાની છે પરસાદી રે, અનેક રીતની જે એહ આદિ રે ॥૧૨॥

જે જે પામિયા છે એહ જન રે, તે તો પો’ત્યા છે બ્રહ્મસદન રે ।

ચણા ચણોલી મગ પરદેશી રે, રૂડાં શિંગોડાં જમ્યા જ્યાં બેસી રે ॥૧૩॥

પાક ઘઉં ચણા બાજરીનો રે, ગળી ગુંદલી વળી મકાઈનો રે ।

પોતે જમી આપી જે જીવને રે, તેહ લીધી હેતે કરી જને રે ॥૧૪॥

તેનાં ભાગ્ય નથી કે’વાં લાગ્ય રે, થઈ બ્રહ્મમો’લમાંઈ જાગ્ય રે ।

વળી હરિ જમેલ મુખવાસ રે, આપ્યો નાથે જાણી નિજદાસ રે ॥૧૫॥

તે મુખવાસની વાત શી કહું રે, જે પામી સુખ પામિયા સહુ રે ।

એમ બહુ રીતના મુખવાસ રે, પામી પામિયા બ્રહ્મમો’લે વાસ રે ॥૧૬॥

પ્રીતે પોતાની પ્રસાદી દઈ રે, જગે જીવ ઉદ્ધરિયા કંઈ રે ।

દરશ સ્પરશ ને પ્રસાદી રે, જે જે જન પામ્યા રાયજાદી રે ॥૧૭॥

તે તો થયા અક્ષરના વાસી રે, એમ ઉદ્ધાર્યા આવી અવિનાશી રે ।

વે’તી કીધી છે અક્ષરવાટ રે, જાવા જીવ સહુને એ માટ રે ॥૧૮॥

એમ અનેકને જો ઉદ્ધાર્યા રે, આપ પ્રતાપે પાર ઉતાર્યા રે ।

છોટા મોટાને થઈ છે છૂટી રે, સૌને મળે છે પ્રાપતિ મોટી રે ॥૧૯॥

એમાં કૃપાનું કામ ન રહ્યું રે, સૌને એ ધામ સુગમ થયું રે ।

મેલ્યા મોક્ષના છોડી વાવટા8 રે, તાર્યા જગના જીવ સામટા રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે વિંશતિતમઃ પ્રકારઃ ॥૨૦॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬