પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૧

 

દોહા

એહ રીતે અગણિતને, તાર્યા પોતાને પ્રસંગ ।

તે પોં’ચાડ્યા પરમ ધામમાં, સહુને કરી શુદ્ધ અંગ ॥૧॥

જે જે જનને જાણજો, થયો શ્રીહરિનો સંબંધ ।

તરત તેહ પ્રાણી તણા, છૂટી ગયા ભવબંધ ॥૨॥

અતિશે સામર્થી આ સમે, વાવરતાં ન કર્યો વિચાર ।

ઉદાર મને આવિયા, જન તારવા જગ આધાર ॥૩॥

સુખનિધિ સહજાનંદજી, કીધી ઇચ્છા આણી ઉમંગ ।

અનંત જીવ ઉદ્ધારિયા, એમ પોતાને પ્રસંગ ॥૪॥

ચોપાઈ

મોટો પરતાપ મૂર્તિ તણો રે, કહ્યો થોડો ને રહી ગયો ઘણો રે ।

હવે પોતાને સંગાથે સંત રે, આવ્યા છે જે મુક્ત અનંત રે ॥૫॥

તેહ દ્વારે ઉદ્ધાર્યા જે જન રે, તે પણ થયા પરમ પાવન રે ।

જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી રે, કરી વાત જે જને સાંભળી રે ॥૬॥

સુણી વાત લાગી અતિ સારી રે, તે તો હેતે લીધી હૈયે ધારી રે ।

પછી નિ’મ ધારી નકી મને રે, રહ્યા જે જે જન વચને રે ॥૭॥

તે તો તન તજે જેહ વારે રે, આવે નાથ તેડવાને ત્યારે રે ।

તેડી જાયે તે પોતાને ધામ રે, થાય તે જન પૂરણકામ રે ॥૮॥

વળી જેણે આપ્યું અન્ન જળ રે, કંદ મૂળ પાન ફૂલ ફળ રે ।

એહ આપનાર જેહ જન રે, જાય ધામમાં થાય પાવન રે ॥૯॥

વળી હાથ જોડી પાયે લાગે રે, શીશ નમાવીને બેસે આગે રે ।

સુણે શ્રદ્ધાયે વાત સંતની રે, બહુ પેરે સુબુદ્ધિવંતની રે ॥૧૦॥

સુણી વાત લિયે ગુણ હૈયે રે, તેપણ ધામના નિવાસી કહિયે રે ।

વળી સંતને કોઈ સંતાપે રે, નિરમાની જાણી દુઃખ આપે રે ॥૧૧॥

તેની ભીડ્યમાંહિ પોતે ભળી રે, કરે સંત તણી સા’ય વળી રે ।

એવી રક્ષાના કરનાર રે, એવા જન ઉદ્ધાર્યા અપાર રે ॥૧૨॥

વળી સંત જાણી શીલવંત રે, નાખે માથે આળ1 અત્યંત રે ।

ખોટાં કલંક ધરે સંત શિર રે, પાપી આળ ચડાવી અચિર2 રે ॥૧૩॥

તેનો પક્ષ લઈ પોતા માથે રે, કરે લડાઈ લબાડ3 સાથે રે ।

એહ પક્ષના જે લેનાર રે, જાય તે જન ધામ મોઝાર રે ॥૧૪॥

વળી ખાતાં પીતાં સંત જોઈ રે, લીધો ગુણ કે આવા ન કોઈ રે ।

જોઈ વર્તવું ને વળી વેશ રે, સુણી સારો લાગ્યો ઉપદેશ રે ॥૧૫॥

જેને વા’લી લાગી સંત વાત રે, રાખ્યાં નિ’મ થઈ રળીયાત રે ।

તેને તન છૂટે તતકાળ રે, આવે તેડવા દીનદયાળ રે ॥૧૬॥

તેને આપે અક્ષરમાં વાસ રે, મહાસુખ પામે છે તે દાસ રે ।

કર્યો સંતનો દરશ સ્પરશ રે, ગાયા જિહ્વાએ સંતના જશ રે ॥૧૭॥

તે પણ ધામના છે અધિકારી રે, ખરી વાત લખી છે વિચારી રે ।

વાત શ્રીમુખથી સાંભળેલ રે, નથી બીજે તે ક્યાંયે લખેલ રે ॥૧૮॥

કહ્યું શ્રીમુખે શ્રીભગવાને રે, તે મેં સાંભળ્યું છે મારે કાને રે ।

આજ જીવ અનેક પરકારે રે, લઈ જાવા છે જો ધામ મારે રે ॥૧૯॥

એમ મને કહ્યું’તું મહારાજે રે, રાજી થઈને રાજ અધિરાજે રે ।

તે પ્રમાણે લખ્યું છે લઈ રે, નથી મારા હૈયાની મેં કઈ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકવિંશતિતમઃ પ્રકારઃ ॥૨૧॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬