વચન વિધિ

કડવું – ૫૦

વિમુખ તે મરી થાશે વૈતાળજી,1 ક્ષુધા પિપાસા વધશે વિશાળજી

જળાશયે2 જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી

તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને ॥

તે વિના જળ નહિ મળે, જ્યારે હરિ લેશે હિશાબને ॥૨॥

ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી ॥

એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી ॥૩॥

વ્યોમ વસુંધરા3 વચ્ચમાં, વસવા છે વાયુ ભૂતને ॥

ઘાટ4 વાટ5 ઊજડ અગારે,6 કહ્યું રે’વાનું કપૂતને ॥૪॥

ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં ॥

અશુદ્ધ જળ ઉતાર7 અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં ॥૫॥

એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો ॥

ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો ॥૬॥

હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા ॥

પણ ખાધી મોટી ખોટ્યને, જ્યારે પ્રજળશે8 પાપની પળા9 ॥૭॥

આજ તો થયું છે અટપટું,10 વર્તતાં વા’લાના વચનમાં ॥

નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં ॥૮॥

કડવું 🏠 home