વચન વિધિ

કડવું – ૪૭

પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી

સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી

મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે1 કોટિ કલેશ ॥

વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ ॥૨॥

જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા ॥

એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા ॥૩॥

પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ ॥

જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ ॥૪॥

હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ ॥

સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ॥૫॥

તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું ॥

જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું ॥૬॥

જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય2 પર નજર છે ॥

પણ કાતે3 કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે? ॥૭॥

તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી ॥

નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી ॥૮॥

કડવું 🏠 home