વચન વિધિ

કડવું – ૩૫

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’ આજ્ઞામાં અનુરાગોજી

તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી

લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે ॥

ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ॥૨॥

પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા1 કેરડો2

જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો ॥૩॥

એવો ઓશિયાળો3 મેત4 મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે ॥

દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે ॥૪॥

સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ ॥

થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ॥૫॥

સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી ॥

કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી ॥૬॥

બા’રે બણી ઠણી5 બેસિયે, સાધુ સુંદર સારા સરખા ॥

અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા6 ॥૭॥

એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ ॥

નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી ॥૮॥

કડવું 🏠 home