વચન વિધિ

કડવું – ૨૧

ખીજવે હરિને ખાટ્ય1 ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી

જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી

ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ ॥

રાજી કર્યાનું રહ્યું પરું,2 પણ હરિને ન કરાવો રીશ ॥૨॥

હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ ॥

તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ ॥૩॥

મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા3 હોડ4

એવા ભક્ત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ ॥૪॥

ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને ॥

જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને ॥૫॥

હરકોઈ વાતે હટકી,5 ચટકીને6 ચાલી નીસરે ॥

હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ॥૬॥

એવા જાલમ7 જનને, જાળવ્યા જોયે જગદીશને ॥

રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને ॥૭॥

વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ ॥

નિષ્કુળાનંદ એવી ભગતી, ભક્તને ન કરવી ભાઈ ॥૮॥

કડવું 🏠 home