ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
567 128 1

૧. શુકાનંદમુનિ પાસે.

568 128 2

૨. મહાભારત, શાંતિપર્વ, મોક્ષધર્મના અધ્યાયોમાં સાંખ્ય તથા યોગનું નિરૂપણ ખાસ કરીને ૨૮૯ અધ્યાયથી આરંભી ૩૦૬મા અધ્યાય સુધીમાં પ્રાપ્ત થાય છે. અહીં શ્રીજીમહારાજ સાંખ્ય-યોગના નિરૂપણમાં પ્રથમ ૩૦૬/૭૫-૭૭ શ્લોકોના સંદર્ભો ટાંકે છે અને પછી ૨૮૯/૩-૮ના સંદર્ભોનું નિરૂપણ કરે છે. આ વચનામૃતમાં લગભગ મોક્ષધર્મના આ અધ્યાયોમાંથી જ શબ્દશઃ અથવા ભાવાર્થ પ્રમાણેના સંદર્ભો ઉલ્લેખ્યા છે. વળી, તેમાં શ્રીજીમહારાજે પોતાના સિદ્ધાંતને ઉમેર્યો છે.

569 128 3

૩. કાળથી વિકાર પામનાર અથવા નાશ પામનાર ધામો; જેનું નિરૂપણ વચનામૃત ગ. મ. ૨૪માં સાંખ્યનિષ્ઠા તથા યોગનિષ્ઠાના સંદર્ભમાં શ્રીજીમહારાજે કર્યું છે.

570 128 4

૪. પૂર્વાપરનાં વાક્યો સાથે સમન્વય કરતાં અહીં ‘વિષમપણું’ આ પ્રકારનો શબ્દ હોવો જોઈએ. જો કે સંવત ૧૮૮૮, ૧૮૯૦ની હસ્તપ્રતથી આરંભી વર્તમાન સમય સુધીની કોઈ પણ પ્રતમાં આ પ્રકારે શબ્દ નથી.

571 128 5

૫. લોઢાના ગોળામાં અગ્નિ વ્યાપે છે તેમ તત્ત્વ સાથે એકરૂપપણાને.

572 128 6

૬. તત્ત્વોના પ્રકાશકપણે કરીને.

573 128 7

૭. વચનામૃત કા. ૧ની ટીપણી-૧૪માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: મને સહિત વાણી જે પરમાત્માને નહિ પામીને પાછી વળે છે અર્થાત્ પરમાત્મા મન-વાણીને અગોચર છે. (તૈત્તિરીયોપનિષદ, આનંદવલ્લી: ૪)]

574 128 8

૮. મહાભારત, શાંતિપર્વ: ૨૮૯/૬-૮.

575 128 9

૯. વ્યાસાદિક મુનિઓએ.

576 128 10

૧૦. તાત્ત્વિક રીતે અક્ષરબ્રહ્મ તત્ત્વની નીચેની કક્ષાએ, જીવદશાની અપેક્ષાએ નજીક જણાતા.

577 128 11

૧૧. કેમ કે તેમાં ભગવાન પુરુષોત્તમ રહ્યા છે.

578 128 12

૧૨. અર્થ: આ સર્વ જગત બ્રહ્માત્મક છે. (છાંદોગ્યોપનિષદ: ૩/૧૪/૧).

579 128 13

૧૩. અર્થ: જગતમાં જે કાંઈ દેખાય છે તેમાં ભગવાનનો વાસ છે. તે વગર વિવિધ પદાર્થનું જાણે અસ્તિત્વ જ નથી. (બૃહદારણ્યકોપનિષદ: ૪/૪/૧૯).

580 128 14

૧૪. અર્થ: આ સમગ્ર વિશ્વ ભગવાનરૂપ છે, જો કે ભગવાન સ્વરૂપ-સ્વભાવે વિશ્વથી વિલક્ષણ છે, છતાં પણ ભગવાન થકી જગતની ઉત્પત્તિ (સ્થિતિ), પ્રલય થાય છે, માટે જગત ભગવાનરૂપ છે એમ કહેવાય છે. વસ્તુતાએ ભગવાન વિશ્વથી વિલક્ષણ છે. (ભાગવત: ૧/૫/૨૦).

581 128 15

૧૫. વચનામૃત લો. ૭ની ટીપણી-૩૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તીને પામે છે - અર્થાત્ જેને આત્માનો ‘બ્રહ્મરૂપે’ સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા: ૧૮/૫૪).]

582 128 16

૧૬. અર્થ: આત્મારામ અને રાગદ્વેષાદિરૂપ ગ્રંથિએ રહિત એવા મુનિઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્યાદિક ગુણો રહ્યા છે. (ભાગવત: ૧/૭/૧૦).

583 128 17

૧૭. અર્થ: શુકદેવજી કહે છે કે, “હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં, હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.” (ભાગવત: ૨/૧/૯).

584 128 18

૧૮. અહીં આધુનિક યોગવાળા અર્થાત્ જે પદાર્થમાત્રને ધ્યાનનો વિષય સમજે છે તેની વાત જણાવે છે, તેઓના મતે મનને વશ કરવા માટે “યથાભિમતધ્યાનાદ્વા” (યોગસૂત્ર: ૧/૩૯) પ્રમાણે તમામ આકારોમાંથી ઇચ્છા પ્રમાણેના આકારનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ થાય છે. આમ કરવા જતાં ભગવાનના આકાર અને અન્ય આકારો પણ સમાન થઈ જાય છે, એટલો આશય છે.

585 128 19

૧૯. આધુનિક સાંખ્ય દાર્શનિકો અર્થાત્ ઈશ્વરકૃષ્ણ, વિજ્ઞાનભિક્ષુ વગેરેને અનુસરનારાના મતે નિત્ય ઈશ્વર જ સ્વીકારાયેલ ન હોવાથી તમામ દેવતાઓનું ખંડન આવી જાય તે સ્વાભાવિક છે. તે સિવાય તીર્થ, વ્રત, યમ-નિયમ, બ્રહ્મચર્યાદિકનું ખંડન શાસ્ત્રોમાં તો નથી જ, પરંતુ શ્રીજીમહારાજના સમયમાં શાસ્ત્રના મિષે ખંડન કરનારા આ પ્રકારના દાર્શનિકો હશે તેનો અહીં કરેલ વર્ણન પરથી ખ્યાલ આવે છે.

586 129 20

૨૦. માન-ઈર્ષ્યાવાળો.

587 129 21

૨૧. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૫.

588 129 22

૨૨. ભગવાન સિવાય બીજામાં થતું સાંસારિક, ભૌતિક હેત.

589 129 23

૨૩. મહાભારત, હરિવંશ: ૬૪/૩૨-૩; વરાહપુરાણ: ૧૭૫; દેવીભાગવત: ૪/૧૭/૧૫-૧૬; સ્કંદપુરાણ, કાશીખંડ, પૂર્વાર્ધ-૪૮ તથા સ્કંદપુરાણ, નાગરખંડ-૨૧૩; હરિવંશ: ૯૨/૩૨-૩૩માં અહીં દર્શાવેલ આખ્યાનને મળતી કથા પ્રાપ્ત થાય છે.

590 129 24

૨૪. અર્થ: નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે. (ભાગવત: ૨/૧/૭).

591 129 25

૨૫. વચનામૃત પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: શુકદેવજી કહે છે કે, “હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.” (ભાગવત: ૨/૧/૯).]

592 129 26

૨૬. અર્થ: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે; કેમ કે તે દૃઢપણે મારામાં જ જોડાયેલો છે અને એક મારે વિષે જ ભક્તિવાળો છે, બીજા ત્રણ તેવા નથી. વળી, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. અન્ય ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (મોટા) છે. જ્ઞાની તો મારો આત્મા જ છે એટલે મારા આત્માની જેમ તે મને પ્રિય છે એમ હું માનું છું. (ગીતા: ૭/૧૭-૧૮).

593 130 27

૨૭. જે નિશ્ચયમાં સંશય થાય છે, તે નિશ્ચય પાકો નથી એમ જાણવું. ભગવાનનાં દિવ્ય અને મનુષ્ય એવાં બે રૂપ છે, તે બંનેનું યથાર્થ જ્ઞાન થાય તો પછી ક્યારેય મનુષ્યભાવ ન આવે અને સંશયો નિવૃત્ત થાય છે.

594 130 28

૨૮. અને તેમનું ધામ.

595 130 29

૨૯. પાંડવો વનમાં હતા ત્યારે વિદ્યાપ્રાપ્તિ માટે અર્જૂને તપ કરીને શંકર ભગવાનને વશ કર્યા. તેમની પાસેથી વિદ્યાઓ શીખીને શિવની આજ્ઞાથી સ્વર્ગમાં ગયા. ત્યાં ઇન્દ્રે અર્જુનનું સ્વાગત કર્યું અને પોતાના ઇન્દારાસન પર બેસાડ્યા. સ્વર્ગમાં અર્જુને ઘણાં બધાં અસ્ત્રો-શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ પાછા પૃથ્વી પર આવવા માંગતા હતા, છતાં ઇન્દ્રની આજ્ઞાથી ૫ વર્ષ સુધી સ્વર્ગમાં જ રહ્યા. [મહાભારત, આરણ્યક પર્વ, ઇન્દ્રલોકાભિગમન પર્વ: ૪૯]

596 130 30

૩૦. મહાભારત, ઉદ્યોગપર્વ: ૧૧.

597 130 31

૩૧. શ્રીમત્ શંકરદિગ્વિજય, સર્ગ: ૯-૧૦.

598 130 32

૩૨. અર્થ: હું વૈશ્વાનર (જઠરાગ્નિ) રૂપે થઈને સર્વ પ્રાણીઓના દેહમાં પ્રવેશ કરીને પ્રાણીઓએ જમેલા ચાર પ્રકારના (ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય) અન્નને પ્રાણાપાનવૃત્તિના ભેદરૂપે થઈને પચાવું છું. (ગીતા: ૧૫/૧૪).

599 130 33

૩૩. મહાભારત, વનપર્વ: ૨૯૦-૨૯૧.

600 130 34

૩૪. ભાગવત: ૧૦/૫૬/૩.

601 130 35

૩૫. ભાગવત: ૧/૯/૩૭.

602 130 36

૩૬. વિશ્વરૂપ.

603 130 37

૩૭. અર્થ: હે જનાર્દન! અતિ સૌમ્ય આ તમારા મનુષ્યરૂપનાં દર્શન કરીને હમણાં જ હું પ્રસન્નતા અને સ્વસ્થતાને પામ્યો છું. (ગીતા: ૧૧/૫૧).

604 132 38

૩૮. ભાગવત: ૧૦/૩/૯.

605 132 39

૩૯. ભાગવત: ૧૦/૮/૩૮-૪૨.

606 132 40

૪૦. ભાગવત: ૧૦/૩૯/૪૬.

607 132 41

૪૧. અર્થ: હે પાર્થ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળાં સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (ગીતા: ૧૧/૫).

608 132 42

૪૨. અર્થ: પૂર્વ શ્લોકમાં કહેલા સ્વભાવથી જીવ-ઈશ્વરોને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષરબ્રહ્મ થકી કહેલ હેતુઓથી અતિશય ઉત્કૃષ્ટ છું. (ગીતા: ૧૫/૧૮).

609 132 43

૪૩. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, અધ્યાય: ૧-૪; ગર્ગસંહિતા: ૨-૩.

610 132 44

૪૪. ભાગવત: ૧૦/૮૯/૫૯.

611 132 45

૪૫. મહાભારત, વનપર્વ: ૧૩/૩૯-૪૦.

612 132 46

૪૬. ભાગવત: ૪/૧/૫૯; ૧૦/૮૯/૬૦.

613 132 47

૪૭. અહીં આવતો ‘પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ’ શબ્દ તે શ્રીજીમહારાજનો વાચક છે. શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણના દૃષ્ટાંતે પોતાનું સર્વાવતારિપણું અહીં નિરૂપ્યું છે તેમ પરંપરાથી સદ્‌ગુરુ સંતોના મુખેથી સાંભળીએ છીએ. આ વચનામૃતની ‘સેતુમાલા ટીકા’માં પણ કહે છે: “સામ્પ્રતં સાધુપ્રમુખસ્વભક્તાન્ સ્મારયન્ ઉક્તવિધોઽક્ષરધામાધિપતિઃ સકલૈશ્વર્યાદિનિધિઃ શ્રીકૃષ્ણશબ્દોક્તઃ પુરુષોત્તમોઽહમસ્મીતિ તાન્ બોધયન્ સ્વસ્યૈવ ભક્તિમુપાદિદેશ ।” અર્થ: વર્તમાનકાળે સંતો-હરિભક્તોને શ્રીજીમહારાજ એ સ્મરણ કરાવે છે કે ઉપર કહ્યા મુજબ અક્ષરધામના અધિપતિ સકળ ઐશ્વર્યના ભંડાર અહીં શ્રીકૃષ્ણ શબ્દથી કહેલ પુરુષોત્તમ હું જ છું, તેમ જણાવીને પોતાની ભક્તિ ઉપદેશે છે.

614 133 48

૪૮. અર્થ: આ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય જે પરબ્રહ્મ પરમાત્માથી થાય છે. (ભાગવત: ૧/૧/૧).

જન્માદ્યસ્ય યતોઽન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ્

તેને બ્રહ્મ હૃદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ ।

તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોઽમૃષા

ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ ॥

615 133 49

૪૯. ભાગવત: ૧/૧/૧. અહીં ‘ધામ’ શબ્દ ભગવાનના માહાત્મ્યજ્ઞાનપરક છે. માયાનો અંધકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ટળે છે તેવો ભાવાર્થ શ્રીજીમહારાજ ઉપદેશે છે. ‘ધામ’ શબ્દથી સાધારણપણે અક્ષરધામ લેવાય છે. માયાના અજ્ઞાનને ટાળવાનું સામર્થ્ય તેમાં પણ છે. તેથી ‘ધામ’ શબ્દથી અક્ષરબ્રહ્મ પણ લઈ શકાય.

616 133 50

૫૦. ભાગવત: ૧/૩/૩૮. અર્થ: જે ભક્ત નિષ્કપટપણે, અંતરાયરહિત, અનુવૃત્તિથી ભગવાનને ભજે છે તે ભક્ત સર્વના આધાર, અપાર ઐશ્વર્યવાળા, પરમાત્માના પદ(ધામ)ને પામે છે.

617 133 51

૫૧. ભાગવત: ૧૧/૩૧/૨૦.

618 133 52

૫૨. અર્થ: પોતે કરેલા પાપકર્મથી મૂઢ એવા પુરુષો મારો પરમભાવ નહિ જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી મનુષ્યરૂપ થયેલ મારી અવજ્ઞા કરે છે એટલે મને પ્રાકૃત મનુષ્ય જેવો માનીને મારો તિરસ્કાર કરે છે. (ગીતા: ૯/૧૧).

619 133 53

૫૩. આ શ્રુતિનો અર્થ ફેરફાર તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૪૫ની ટીપણી-૧૯૬માં છે.

620 133 54

૫૪. ભાગવત: ૩/૫/૨૬. પરમાત્માએ પુરુષરૂપે કરીને માયામાં વીર્ય ધારણ કર્યું. અહીં સ્ત્રી-પુરુષના મૈથુનીભાવનું રૂપક છે. વાસ્તવિકતામાં મહાઉત્પત્તિ સમયે સ્ત્રી-પુરુષના આકારો જ પ્રગટ થયા ન હોવાથી સંકલ્પરૂપ વીર્ય સમજવું.

945 130 55

૫૫. બ્રહ્માજીએ સ્વાયંભુવ મનુને પૃથ્વીનું પાલન કરવાની આજ્ઞા કરી. સ્વાયંભુવ મનુએ જણાવ્યું કે પૃથ્વી તો રસાતલમાં છે. ત્યારે બ્રહ્માજી તેને બહાર લાવવાનો વિચાર કરતા હતા. તે વખતે અચાનક તેમના નસકોરામાંથી અંગૂઠા જેવડું વરાહશિશુ નીકળ્યું. નીકળવાની સાથે જ પર્વતાકાર જેવડું મોટું થઈ ગયું. બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને ત્યારબાદ વરાહ ભગવાને પૃથ્વીની ભાળ સૂંઘીને મેળવી. અને જળમાં પ્રવેશ કરીને રસાતળમાં રહેલી પૃથ્વીને પોતાના બે દાંત ઉપર લઈ બહાર આવ્યા. વચ્ચે હિરણ્યાક્ષ રોકવા માટે આવ્યો તો તેનો પણ વધ કર્યો. પગની ખરીઓથી જળને થંભાવી તેના પર પૃથ્વીનું સ્થાપન કર્યું અને ત્યારબાદ અંતર્ધાન થઈ ગયા. [ભાગવત: ૩/૧૩/૨૮]

946 130 56

૫૬. શૃંગારરસ એટલે નવ રસ (શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્‌ભુત અને શાંત) માંહેલો એક રસ; જે રસ દ્વારા સ્ત્રી-પુરુષનો પ્રેમ વ્યક્ત થાય છે અને જેનાથી કામ ઉદય થાય છે તેને શૃંગાર રસ કહેવામાં આવે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ