ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
847 224 1

૧. ભાગવત: ૧૦/૨૯-૩૩.

848 224 2

૨. તે હેતના અંગવાળા તો સચ્ચિદાનંદ મુનિ, કૃપાનંદ મુનિ, પૂંજો ભક્ત વગેરે છે.

849 224 3

૩. સૂર્યોદય પછીના સવારના સમયે.

850 225 4

૪. જ્યારે ભગવાનનો નિશ્ચય થાય છે ત્યારે.

851 225 5

૫. તેમાં કોઈકને આત્મનિષ્ઠાનું અંગ બંધાય છે, કોઈકને દાસપણાનું અંગ બંધાય છે, તો કોઈકને પતિવ્રતાનું અંગ બંધાય છે.

852 225 6

૬. મૂળ શ્લોક તથા ક્રમાંક વચનામૃત ગ. મ. ૫૪ની ટીપણી-૧૨૬માં છે: [ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા ॥ વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ । યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્ ॥ આ શ્લોકનો અર્થ છે. (ભાગવત: ૧૧/૧૨/૧-૨).]

853 225 7

૭. “યસ્ય દેવે પરાભક્તિર્યથા દેવે તથા ગુરૌ । તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ ॥” (શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૨૩).

854 226 8

૮. ગઢડાના ખોજા ભક્ત.

855 226 9

૯. ભાગવત: ૫/૮.

856 226 10

૧૦. વચનામૃત પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: શુકદેવજી કહે છે કે, “હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.” (ભાગવત: ૨/૧/૯).]

857 226 11

૧૧. અર્થ: ભગવાનના ગુણોથી જેની બુદ્ધિ આકર્ષિત થઈ છે અને વિષ્ણુજનો જેને પ્રિય છે એવા ભગવાન શુકમુનિ ભાગવતરૂપ જે મોટું આખ્યાન તેને નિરંતર ભણવા હવા. (ભાગવત: ૧/૭/૧૧).

858 226 12

૧૨. આ શ્લોકનો સંપૂર્ણ ભાગ વચનામૃત પં. ૨માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક પાદ-ટીપણી-૧૬માં દર્શાવ્યા છે: [અર્થ: આત્મારામ અને રાગદ્વેષાદિરૂપ ગ્રંથિએ રહિત એવા મુનિઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્યાદિક ગુણો રહ્યા છે. (ભાગવત: ૧/૭/૧૦).]

859 226 13

૧૩. “પ્રાયેણ મુનયો રાજન્ નિવૃત્તા વિધિષેધતઃ । નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરેઃ ॥” અર્થ: હે રાજન્! પ્રાયઃ વિધિ-નિષેધની અટપટી ક્રિયાઓમાંથી નિવૃત્ત થયેલ, નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે. (ભાગવત: ૨/૧/૭).

860 226 14

૧૪. વચનામૃત લો. ૭ની ટીપણી-૩૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તીને પામે છે - અર્થાત્ જેને આત્માનો ‘બ્રહ્મરૂપે’ સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા: ૧૮/૫૪).

861 226 15

૧૫. લોકમાં કથનમાત્ર બ્રહ્મરૂપ, વાસ્તવિકતામાં નહિ.

862 227 16

૧૬. બાધિતાનુવૃત્તિ એટલે અંતરમાંથી નાશ થઈ ગયેલ વાસનાની અનુવૃત્તિ; જેમ વાસણમાંથી સુગંધી અથવા દુર્ગંધી પદાર્થ લઈ લીધા પછી પણ તેની સુગંધ અથવા દુર્ગંધ રહે છે તેમ.

863 228 17

૧૭. જે ભક્તિ માહાત્મ્યજ્ઞાને યુક્ત હોય તે ભક્તિ તો વિઘ્નોથી સર્વપ્રકારે પરાભવ ન પામે અને માહાત્મ્યજ્ઞાને રહિત હોય તે તો વિઘ્નોથી પરાભવ પામે; તે માહાત્મ્ય.

864 228 18

૧૮. અર્થ: હે ભગવાન! કદાચિત્ પણ જે તમારા નામનું શ્રવણ-કીર્તન કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે એટલે પવિત્ર થાય છે, તો તમારાં દર્શનથી પવિત્ર થાય અને કૃતાર્થ થાય તેમાં શું કહેવું? આ એક આશ્ચર્યની વાત છે કે જે શ્વપચના પણ જીભના ટેરવે તમારું નામ છે તે શ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા કર્મકાંડીઓથી શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારું નામ ઉચ્ચારણ કર્યું છે તેમણે જ તપ કર્યું છે, તેમણે જ હોમ કર્યો છે, તેમણે જ તીર્થમાં સ્નાન કર્યું છે, તે જ સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે, એમ જાણવું. (ભાગવત: ૩/૩૩/૬-૭).

865 228 19

૧૯. અર્થ: સમગ્ર જગતને સુખ આપનારો આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇન્દ્ર મારા ભયથી વર્ષે છે, અગ્નિ મારા ભયથી બાળે છે, મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. (ભાગવત: ૩/૨૫/૪૨).

866 231 20

૨૦. આ મુખ્ય સાધન છે.

867 232 21

૨૧. તમો સર્વ ભક્તોએ પોતાની તેવી સ્થિતિ સારી રીતે સિદ્ધ કરવી.

868 232 22

૨૨. એકાંતિક ધર્મપાલનમાં આત્મજાગૃતિ, અંતર્દૃષ્ટિ.

869 233 23

૨૩. ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રવર્તિત સંપ્રદાય; જે માધ્વી સંપ્રદાય, માધ્વગૌડેશ્વર સંપ્રદાય, માધ્વગૌડીય સંપ્રદાય અને ગૌડીય સંપ્રદાય વગેરે નામોથી પણ પ્રસિદ્ધ છે.

870 233 24

૨૪. માધ્વી સંપ્રદાયમાં ભગવાનના ધામ તરીકે વૃંદાવનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેના સંદર્ભો શ્રી ચૈતન્યચરિત્રામૃત આદિલીલા: ૫/૧૭-૧૯, મધ્યલીલા: ૨૦/૪૦૨, અંત્યલીલા: ૧/૬૭ વગેરે છે. પદ્મપુરાણ, પાતાલખંડ: ૬૯/૬૯, ૭૧ તથા ૭૩/૨૬માં વૃંદાવન નિત્ય છે અર્થાત્ પ્રલયકાળમાં તેનો નાશ થતો નથી, તે સંદર્ભ મળે છે.

871 233 25

૨૫. સ્કંદપુરાણ, કાશીખંડ: ૨૨/૮૩-૮૫.

872 233 26

૨૬. ભાગવત: ૧૧/૩/૯-૧૫; ૧૧/૧૪/૨૦-૨૭.

873 233 27

૨૭. ભાગવત: ૧૨/૪.

874 233 28

૨૮. ગીતા: ૯/૭.

875 233 29

૨૯. તમારા પ્રશ્નનો ઉત્તર અને.

876 234 30

૩૦. વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ: ૪૭/૧૧-૧૨.

877 237 31

૩૧. સારાસારનો.

878 237 32

૩૨. માટે માયિક સુખ કોઈને પણ ક્યારેય પણ દુર્લભ નથી. ભગવાન સંબંધી સુખ તો સર્વ સુખથી અતિ દુર્લભ છે. તે સુખ મને પ્રાપ્ત થયું છે. તે સુખનો ત્યાગ કરીને બીજા તુચ્છ વિષયસુખની ઇચ્છા કેમ કરાય? એવી રીતે જેને સારાસારનો વિવેક હોય તેને તો ભગવાનમાં જ અતિ અધિક પ્રીતિ થાય છે અને માયિક પદાર્થમાં ક્યારેય પણ અતિશય પ્રીતિ નથી થતી. આવા વિવેકે રહિત જે છે તે.

879 237 33

૩૩. રામચરિતમાનસ; અરણ્યકાંડ: ૭૨/૪, ભાગ: ૨, પૃ. ૬૪૯.

880 237 34

૩૪. પરમાત્માનો કોઈક એકાંતિક ભક્ત છે તેને.

881 238 35

૩૫. માટે નવ પ્રકારની ભક્તિમાંથી પોતાને અતિ પ્રિય જે કોઈ ભક્તિથી કામ-ક્રોધ વગેરે સ્મૃતિઓનો જ્યારે નાશ થાય ત્યારે ધ્યાન-પૂજાનું સુખ થાય.

882 239 36

૩૬. વાલ્મીકિ રામાયણ; ઉત્તરકાંડ: ૩૯/૧૫-૧૬.

883 240 37

૩૭. ભાગવત: ૫/૮-૯.

884 241 38

૩૮. તે ભક્તની જે જે ક્રિયાઓ હોય તે સર્વે ભગવાનની આજ્ઞાથી જ હોય, માટે તે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ ક્રિયાઓને કરે પણ પોતાની ઇચ્છાથી કોઈ ક્રિયા કરે નહિ.

885 242 39

૩૯. માટે મુમુક્ષુ ત્યાગીએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો.

886 242 40

૪૦. ભાગવત: ૫/૮-૯.

887 243 41

૪૧. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણ જીવોને સુખ-દુઃખની પ્રાપ્તિમાં નિમિત્ત છે; તેમાં.

888 244 42

૪૨. જે ધર્મ છે તે જગતને ધારણ કરનારો છે, માટે તેનું રક્ષણ કરવાથી સર્વ જગતનું રક્ષણ થાય છે.

889 245 43

૪૩. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૭.

890 245 44

૪૪. બંને ભક્તિમાં ક્રિયાભેદ હોવા છતાં પણ પ્રેમમાં ભેદ નથી.

891 245 45

૪૫. ભાગવત: ૩/૧૫-૧૬.

892 251 46

૪૬. મહાભારત, શાંતિપર્વ: ૧૨/૧૯૧/૬.

893 251 47

૪૭. વચનામૃત લો. ૧૦ની ટીપણી-૬૨માં શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત: ૧૦/૮૭/૪૧).]

894 251 48

૪૮. અર્થ: અહો! જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનનો અને આર્યોના ધર્મમાર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હવી અર્થાત્ ભગવાનના ધ્યાનપરાયણ થતી હવી. તે આ ગોપીઓનાં ચરણરજના સ્પર્શવાળી વૃંદાવનમાં રહેલ ગુલ્મ, લતા, ઓષધી વગેરે મધ્યે હું પણ કોઈક થઉં એટલે કોઈક તૃણ કે કીટાદિરૂપે ગોપીઓનાં ચરણરેણુના સ્પર્શને યોગ્ય થઉં આવી ઇચ્છા કરું છુ. (ભાગવત: ૧૦/૪૭/૬૧).

895 251 49

૪૯. અર્થ: પરમાનંદરૂપ, સનાતન, પૂર્ણબ્રહ્મ જેમના મિત્રરૂપે રહ્યું છે, માટે તે નંદગોપ વ્રજવાસીઓનાં અહોભાગ્ય અહોભાગ્ય છે. તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી. (ભાગવત: ૧૦/૧૪/૩૨).

896 252 50

૫૦. જાબાલોપનિષદ: ૪.

897 253 51

૫૧. અહીં દર્શાવેલ ‘તેજના રાશિ’ અર્થાત્ સમૂહને ‘સેતુમાલા ટીકા’માં અક્ષરધામ કહ્યું છે.

898 254 52

૫૨. સૂરદાસ કવિ વિરચિત; જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૯.

899 254 53

૫૩. પ્રેમાનંદ મુનિ વિરચિત; જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૯.

900 254 54

૫૪. અહીં દર્શાવેલ તેજના સમૂહને ‘હરિવાક્યસુધાસિંધુ’માં ભગવાનના ધામરૂપ ‘અક્ષરબ્રહ્મ’ કહ્યું છે.

901 254 55

૫૫. અહીં ‘આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ’ ને બદલે ‘અમારી આ પ્રકટ મૂર્તિ’ તથા ‘શ્રીકૃષ્ણની’ એ શબ્દને બદલે ‘અમારી’ આવા શબ્દો મહારાજ બોલ્યા હતા એવું ગુણાતીત ગુરુપરંપરા દ્વારા જાણવા મળે છે.

961 254 55

૫૫. અહીં ‘આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ’ ને બદલે ‘અમારી આ પ્રકટ મૂર્તિ’ તથા ‘શ્રીકૃષ્ણની’ એ શબ્દને બદલે ‘અમારી’ આવા શબ્દો મહારાજ બોલ્યા હતા એવું ગુણાતીત ગુરુપરંપરા દ્વારા જાણવા મળે છે.

902 255 56

૫૬. સંપૂર્ણ શ્લોક વચનામૃત લો. ૧૦માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૬૪માં દર્શાવ્યા છે: [અર્થ: કાન, આંખ વગેરે ઇન્દ્રિયોના આહારરૂપ સાંભળવું, જોવું વગેરે ક્રિયાઓને બંધ કરી દેતાં, શબ્દ-રૂપ વગેરે વિષયો આત્મા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે તે વિષયો પ્રત્યેની આસક્તિ વિષયના દૂર થવાથી ટળી જતી નથી; વિષયો પ્રત્યેની આસક્તિ અથવા સૂક્ષ્મ રાગ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ ટળે છે. (ગીતા: ૨/૫૯).]

903 256 57

૫૭. સંપૂર્ણ શ્લોક વચનામૃત લો. ૧૩માં તથા તેનો અર્થ અને સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૭૨માં દર્શાવ્યા છે: [અર્થ: બ્રહ્માએ સર્જેલા મરીચ્યાદિક, તેમણે સર્જેલા કશ્યપાદિક, તેમણે સર્જેલા દેવ-મનુષ્યાદિક તે સર્વેમાં એક નારાયણ ઋષિ સિવાય ક્યો પુરુષ સ્ત્રીરૂપી માયામાં મોહ ન પામે? સૌનું મન આકર્ષણ પામે જ. (ભાગવત: ૩/૩૧/૩૭).]

904 256 58

૫૮. અર્થ: તમારા સિવાયના બીજા જીવો છે તે પોતે ત્યાગ કરેલા વિષયની વાસનામાત્રથી પણ ભય પામે છે. (ભાગવત: ૧૧/૬/૧૭).

905 258 59

૫૯. અંબરીષ રાજાનો દ્રોહ કરનાર દુર્વાસાની ભગવાને રક્ષા ન કરી અને ક્ષમા માગવા માટે અંબરીષ પાસે જ જવા જણાવ્યું; ભક્તના દ્રોહમાં ક્ષમા કરવા માટે પોતે અસમર્થ છે તેમ જણાવ્યું. (ભાગવત: ૯/૪/૬૩-૭૧). સનકાદિકનો દ્રોહ કરનાર પોતાના નિકટના દ્વારપાળ જય-વિજયનો પણ પક્ષ ભગવાને રાખ્યો નહીં અને કહ્યું કે, “આવા ભક્તનો દ્રોહ મારો હાથ કરે તો તેનો પણ હું નાશ કરું; આવા પવિત્ર બ્રાહ્મણ (સંત) મારું સ્વરૂપ છે.” (ભાગવત: ૩/૧૬/૬-૧૦). આ પ્રકારના ભાગવતના પ્રસંગોને અહીં શાસ્ત્રવચનથી જાણવા.

906 258 60

૬૦. ભાગવત: ૧૦/૪૪/૩૯.

907 258 61

૬૧. ભાગવત: ૧૦/૭૪/૪૫.

908 258 62

૬૨. ભાગવત: ૧૦/૬/૩૫.

909 259 63

૬૩. અને પરમાત્મા પણ નિત્ય નિર્વિકારી ગુણે યુક્ત છે, તે પરમાત્મામાં અને જીવાત્મામાં વાસ્તવિક ભેદ ક્યારેય પણ નથી.

910 259 64

૬૪. પરમાત્માને.

911 259 65

૬૫. માટે આત્મા-પરમાત્માનાં દર્શન કરવા ઇચ્છતા ભક્તોએ મનુષ્યરૂપે અવતરેલ ભગવાનનું ધ્યાન સર્વપ્રકારે કરવું; આવો અમારો સિદ્ધાંત છે.

912 260 66

૬૬. નિશ્ચયાત્મક.

913 262 67

૬૭. પણ સમજીને જે ભક્ત એવી રીતે કરશે તે જ સુખી થશે, બીજો સુખી થશે નહિ.

914 262 68

૬૮. અહં-મમત્વરૂપ માયાનો ત્યાગ કરીને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરી છે અને.

915 262 69

૬૯. હનુમાનજીએ શ્રીરામચંદ્રજી પાસે પ્રાર્થના દ્વારા માંગેલ વરદાન (વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ: ૩૯/૧૫-૧૬); નારદજીએ નૃસિંહ ભગવાન પાસે કરેલ પ્રાર્થના (ભાગવત: ૫/૧૯/૧૫); પ્રહ્‌લાદજીએ નૃસિંહ ભગવાન પાસે માગેલ વરદાન (ભાગવત: ૭/૧૦/૨-૧૦)નો સારાંશ અહીં શ્રીજીમહારાજ કહે છે.

916 262 70

૭૦. અર્થ: બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે તમારો મહિમા અપાર છે. વધારે તો શું કહિએ! તમે પણ તમારા મહિમાના પારને પામતા નથી. જેના એક એક રોમછિદ્રમાં આઠ આવરણે સહિત અનેક બ્રહ્માંડો ઊડતાં ફરે છે તેવા તમે છો. (ભાગવત: ૧૦/૮૭/૪૧).

917 238 71

૭૧. અંગ્રેજી વચનામૃતની ટીપણીમાં મહારાજના રસોયા હરિભક્તનો ઉલ્લેખ જીવુબા અને લાડુબા તરીકે છે.

955 227 72

૭૨. માંસનું ચક્ર નબળા હૃદયને ગતિશીલ બનાવવા પેસમેકર નામે વીજાણુ યંત્ર શરીરમાં જોડી દેવામાં આવે છે. તેનાથી હૃદયને ઇલેક્ટ્રિકલ સ્પંદનો આપીને હૃદયને ધબકતું રાખવામાં આવે છે.

સ્વસ્થ હૃદયમાં આ ઇલેક્ટ્રિકલ સ્પંદનો ઉત્પન્ન કરવાનું કાર્ય હૃદયનું જ ‘એસ.એ. નોડ’ (SA Node) નામનું એક નાનું અંગ કરે છે. આ ચણાની દાળ જેટલું અંગ એવું છે કે તે ચાલુ રહે તો જ હૃદય ધબકતું રહે. તેની રચના પ્રત્યક્ષ જોઈને જ બોલતા એનેટોમીના નિષ્ણાત ડૉક્ટરની જેમ શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે, “હૃદયને વિષે માંસનું ચક્ર છે, ત્યાં જીવનું પ્રધાનપણું છે.”

962 237 73

૭૩. જેમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા ગુણો અનાદિથી સ્વતઃ સિદ્ધ છે, તે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુના પ્રસંગે તો અસંખ્ય મુમુક્ષુ આશ્રિતોમાં ધર્માદિક ગુણોની દૃઢતા થાય છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૫૪) તેથી તેમનામાં તો આ ગુણોની અતિશય દૃઢતા હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં તેમનામાં ઉપલક દૃષ્ટિએ આ ગુણોમાં જે કાંઈ શિથિલતા જેવું જણાય છે, તેમાં એમનો પોતાના આશ્રિતોના કલ્યાણનો શુભ હેતુ રહેલો છે.

જેમ ભગવાન પોતાના ભક્તોના લાડકોડ અને મનોરથ પૂરા કરવા માટે પૃથ્વી પર પ્રગટ થાય છે (વચનામૃત કારિયાણી ૫), તેમ જેમના દ્વારા ભગવાન અખંડ પ્રગટ રહે છે એવા અક્ષરબ્રહ્મ સત્પુરુષ ગુરુના પ્રગટપણાનો પણ એ જ હેતુ હોય છે. તેથી ભક્તોની સેવા-ભક્તિ અંગીકાર કરીને ભક્તોના મનોરથ પૂરા કરવા માટે વિશેષપણે ઉત્તમ પ્રકારના પદાર્થો કે વિષયો ગ્રહણ કરતા હોય છે. તેથી એમનામાં ધર્મ કે વૈરાગ્યની ઓછપ જણાય. હકીકતમાં તો એમનામાં આ ગુણોની શિથિલતા નથી, પરંતુ પોતાના આશ્રિતોને સેવાનો લાભ આપીને તેમને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવા માટે આ એક પ્રકારની દયા છે. ભક્તોની સેવા-ભક્તિ અંગીકાર કરે તો ભક્તોને સત્પુરુષમાં હેત થાય, એમનામાં વિશ્વાસ આવે અને એમની આજ્ઞા પળાય તો ભક્તોની આધ્યાત્મિક પ્રગતિ થાય.

એવી જ રીતે એમનામાં જ્ઞાન-ભક્તિ જેવા ગુણોનું પણ ઉપલક દૃષ્ટિએ ન્યૂનપણું જણાય એ પણ પોતાના આશ્રિતો પ્રત્યેની દયા છે એમ સમજવું.

વળી, અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુની દૃષ્ટિ અને વૃત્તિ પણ સહજપણે ભગવાનમાં જ હોય છે. તેઓ તો ક્ષણમાત્ર પણ ભગવાનને ભૂલતા નથી અને અખંડ અંતર્દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે, એમ છતાં ભક્તોના કલ્યાણ અર્થે વિવિધ પ્રકારની સામાજિક અને ભક્તિમય પ્રવૃત્તિમાં રસ લઈને એમાં જોડતા હોય છે. આ પ્રકારની વિવિધ સામાજિક અને ભક્તિમય પ્રવૃત્તિને લીધે હજારો મુમુક્ષુઓ સત્સંગમાં જોડાય અને ધીરે ધીરે ભગવાન અને સત્પુરુષની નિષ્ઠા થવાથી તેમની આધ્યાત્મિક પ્રગતિ થાય. આવી અનેકવિધ પ્રવૃત્તિમાં સત્પુરુષ બાહ્યદૃષ્ટિ કે વ્યાવહારિક દૃષ્ટિથી વર્તતા હોય તેવું જણાય, પરંતુ તે પણ અસંખ્ય જીવોના કલ્યાણ માટે છે.

963 224 74

૭૪. એક વખત શ્રીજીમહારાજ જેની ડગલી ફાટી ગઈ હોય તેવા સૌ સંતોને નવી ડગલી આપતા હતા. નારાયણદાસ પાસે ડગલી હતી પણ નવી લેવા માટે તેણે જૂની ડગલી ઉકરડામાં સંતાડી દીધી અને મહારાજ પાસે નવી ડગલી માંગી. મહારાજે તેને નવી ડગલી આપી, પરંતુ એક વખત ઉકરડો ઉથામતાં તેમાંથી ડગલી નીકળી. તેના પર નામ નારાયણદાસનું હતું, તેથી મહારાજે તેમને બોલાવીને ઠપકો આપ્યો. આમ સમાધિનિષ્ઠ હોય તોપણ નવા વસ્ત્ર માટે ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો.

964 245 75

૭૫. શ્રીજીમહારાજના મતે ભગવાનનો ભક્ત અક્ષરધામમાં જાય છે, ત્યાં બધા જ મુક્તોને અક્ષરબ્રહ્મ તત્ત્વનો પુરુષાકારે બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય છે. અક્ષરધામમાં સર્વે અક્ષરમુક્તોનો આકાર એકસરખો હોય છે. ભગવાનના અનવધિકાતિશય સુખમાં ગરકાવ એવા કોઈ પણ મુક્તને જુદા જુદા આકારનો દેહ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી જ નથી. વળી, ત્યાં ભગવાન માટેની જુદા જુદા પ્રકારની કોઈ સેવાની જરૂર પણ નથી. ત્યાં તો ભગવાનના અખંડ દર્શનરૂપ સેવામાં જ તમામ મુક્તો પૂર્ણકામ છે, પરંતુ અક્ષરધામ સિવાયનાં અન્ય ત્રિગુણમય ધામોમાં (ગોલોક-વૈકુંઠમાં) વિવિધ પ્રકારની સેવા વગેરે વ્યવસ્થા હોય છે તેથી શ્રીજીમહારાજનું આ કથન અન્ય ધામો માટે અથવા તો અન્ય સંપ્રદાયની લોકપ્રસિદ્ધ માન્યતાને લીધે છે એમ સમજવું.

ગુરુપરંપરાનાં વચનો. આ વિષે પ્રમુખસ્વામી મહારાજ કહે છે: “મુક્તને તો દર્શન એ જ સેવા. તે સિવાય કોઈ ઇચ્છા નથી...” [પત્ર - તા. ૧૦/૨/૧૯૮૫]

965 245 76

૭૬. શ્રીજીમહારાજના સિદ્ધાંત અનુસાર જીવ સ્વરૂપતઃ આસુરી ન હોવાથી કોઈ જીવ હંમેશાં આસુરી રહેતો નથી. તેથી અહીં કથનનું તાત્પર્ય એવું સમજવું જોઈએ કે આસુરીભાવ ટાળવો અશક્ય નથી, પરંતુ અત્યંત કઠિન છે.

સમજૂતી: ભગવાન અને ભગવાનના ભક્તનો અતિશય દ્રોહ કરવાથી જીવની બુદ્ધિ અને વૃત્તિ આસુરી થઈ જાય છે, અર્થાત્ જીવમાં આસુરી ભાવ વળગે છે. આ આસુરી ભાવ સાધનદશામાં હોય એટલે કે અતિ દૃઢ ન થયો હોય તો તે પોતાના પુરુષાર્થ અને ભગવાનની કૃપાથી ટળી જાય છે. પરંતુ જો આસુરી ભાવ અતિ દૃઢ થયો હોય તો ભગવાનની કૃપા વગર ફક્ત પોતાના કોઈ પુરુષાર્થથી ટળી શકતો નથી. તેમ છતાં જીવ સ્વરૂપતઃ આસુરી ન હોવાથી તે કાયમ અસુર રહેતો નથી. તે જીવ આસુરી ભાવ સાથે અનંત વાર માયામાં લીન થાય અને માયામાંથી બહાર નીકળે છે ત્યારે આસુરી ભાવ નાશ પામે છે. (વચનામૃત વરતાલ ૭) આ રીતે વારંવાર જન્મ-મરણના ભવચક્રમાં ભગવાન અને સંતનો જાણે અજાણે યોગ થતાં શુભ સંસ્કારો સંચિત થાય છે અને તેને લીધે કોઈક વખત ભગવાનનો ભક્ત બને છે અને એમની કૃપાથી આસુરી ભાવ નાશ પામે છે.

છતાં આસુરી કર્મથી મુમુક્ષુને દૂર રાખવા માટે આવા પ્રકારે રેચક વચનો ઉચ્ચારીને ભયસ્થાન સમજાવે છે.

966 246 77

૭૭. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય એ ચાર પ્રકારના ખોરાક છે. ભક્ષ્ય: દાંતનો ઉપયોગ કરીને ખાઈ શકાય એવું. જેમ કે લાડુ, સફરજન, રોટલા-રોટલી. ભોજ્ય: દાંતના ઉપયોગ વિના જીભથી ખાઈ શકાય તેવું. જેમ કે દાળ, સૂપ, દૂધ, છાશ. લેહ્ય: ચાટી શકાય એવું. જેમ કે મધ. ચોષ્ય: ચૂસી શકાય એવું. જેમ કે શેરડી, સંતરાં, મોસંબી.

967 246 78

૭૮. શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે દરરોજ ભગવાનની માનસી કરવી જોઈએ. સામાન્ય રીતે નીચે પ્રમાણે પાંચ વખત માનસી કરવાની હોય છે.

(૧) પ્રાતઃ માનસી: સવારે પૂજા વખતે આ વચનામૃતમાં જણાવ્યા પ્રમાણે માનસી કરવી.

(૨) રાજભોગ માનસી: બપોરે ભગવાનને વિવિધ પ્રકારનાં ભોજન જમાડીને શયન ખંડમાં પોઢાડવા.

(૩) ઉત્થાન માનસી: સાંજે ૩:૦૦ થી ૪:૦૦ દરમ્યાન ભગવાનને જગાડીને વિવિધ પ્રકારના ફળ, સૂકોમેવો અને ઠંડાં શરબત ધરાવવાં.

(૪) સંધ્યા માનસી: ભગવાનને રાત્રિ ભોજન કરાવવું.

(૫) શયન માનસી: ભગવાનને પોઢાડવા.

આ પ્રકારે પ્રત્યક્ષ ભગવાન કે તેઓ જેમના દ્વારા સમ્યક્‌પણે પ્રગટ છે એવા અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્પુરુષની માનસી કરવી.

968 255 79

૭૯. ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે એટલે ઉપવાસના પારણા કરે ત્યારે બે ગણું ખાય.

969 260 80

૮૦. અહીં શ્રીજીમહારાજ કહે છે કે કાષ્ઠ અને પાષાણમાં (પથ્થરમાં) અગ્નિ રહેલો હોય છે. આ આશ્ચર્યકારી છે, કારણ કે સામાન્યપણે આપણા માટે અગ્નિની કલ્પના જુદી હોય છે. જ્યારે કોઈ વસ્તુ બળે અને ભડકો દેખાય એને આપણે અગ્નિ કહીએ છીએ. શ્રીજીમહારાજ અહીં જે અવ્યક્ત પ્રકારના અગ્નિની વાત કરે છે તેવી વાત વિજ્ઞાનમાં પણ મળતી આવે છે. વિજ્ઞાન એવું કહે છે કે દરેક પદાર્થમાં એક પ્રકારનો અગ્નિ રહેલો છે, જેને ‘લેટંટ એનર્જી’ (latent energy) અથવા ‘ધ હીટ ઓફ કમ્બશન’ (the heat of combustion) કહેવામાં આવે છે.

The Heat of Combustion: The heat of combustion (ΔHCo) is the energy released as heat when a compound undergoes complete combustion with oxygen under standard conditions. For example, the heat of combustion of wood is 24.2 MJ/kg.

970 253 81

૮૧. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સમજાવે છે કે, “ઉપરની ત્રણ વાત આપણી ને પછીની બે વાત ભગવાનની. બીજાના અવગુણ જોવા તે આપણું કામ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૦]

અર્થાત્ (૧) સર્વેનું મૃત્યુ નિશ્ચિત છે, (૨) આટલું [મોક્ષનું] કામ બાકી છે, અને (૩) પંચવિષયની વાસના ટળી છે કે નહીં, આ ત્રણ વાતનું અનુસંધાન ભક્તોના અર્થે છે.

(૧) પોતાના સંતો-ભક્તોની વાસના ટળી છે કે નહીં અને (૨) ઉદાસી પામીને સત્સંગનો ત્યાગ ન કરવો કારણ કે શ્રીજીમહારાજના સાંનિધ્યને લીધે ભક્તો ભક્તિમાં પ્રવૃત્ત છે. આ બે વાત મહારાજને લાગું પડે છે.

971 262 82

૮૨. પ્રકાશના મૂળ સ્રોતમાંથી વહી આવતાં કિરણો સજીવ હોવાં જોઈએ કે નહીં? નહીં તો તેની સ્વતંત્ર ગતિ હોય જ કેવી રીતે? આવો પ્રશ્ન મોટા ભાગે તો સામાન્ય માણસોને ઊઠે પણ નહીં, પણ વિજ્ઞાનીઓ એની પાછળ મંડી પડ્યા હતા. આખરે ૧૯૧૯માં આઇન્સ્ટાઇનના સિદ્ધાંતોમાં સાબિત થયું કે પ્રકાશનાં કિરણો જડ છે. આ સંશોધનનો સાર શ્રીહરિ બરાબર તેના ૯૦ વર્ષ પહેલાં કહી બતાવે છે: “અને અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે, કેમ કે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં ને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે.” સૂર્યના પ્રકાશ આગળ હાથ રાખીને લઈ લઈએ, તો તે તેની દિશા નથી બદલી દેતો પણ કીડીને અડીએ તો તે તેની દિશા બદલી નાખે છે.

972 262 83

૮૩. અહીં યોનિ એટલે દેવ, ભૂત, મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરે ચોરાસી લાખ યોનિ, જે આ પ્રમાણે છે:

  • ૨૧ લાખ જરાયુજ - ગર્ભમાંથી જન્મેલું

  • ૨૧ લાખ અંડજ - ઈંડામાંથી જન્મેલું

  • ૨૧ લાખ સ્વેદજ - પરસેવામાંથી જન્મેલું

  • ૨૧ લાખ ઉદ્ભિજ્જ - જમીન કે બીજમાંથી જન્મેલું

[ગરુડપુરાણ: ૨/૧૨/૨, ૩]

973 262 84

૮૪. રાવણ સામે યુદ્ધ વખતે રાવણપુત્ર ઇન્દ્રજિતના બ્રહ્માસ્ત્રના પ્રયોગથી શ્રીરામ, લક્ષ્મણ સહિત અનેક વાનર યોદ્ધાઓ મૂર્છિત થયા ત્યારે જામ્બવાનના આદેશથી હનુમાનજી હિમાલયમાં આવેલા પર્વત પરથી ઔષધિ લેવા ગયા. પર્વત પર પહોંચ્યા ત્યારે ઔષધિઓ અદૃશ્ય થઈ ગઈ. આથી હનુમાનજી આખો પર્વત જ લઈ આવ્યા. તેમાં ચાર મુખ્ય ઔષધિ હતી. (૧) મૃતસંજીવની (૨) વિશલ્યકરણી (૩) સુવર્ણકરણી (૪) સંધાની. તેની સુગંધ દ્વારા શ્રીરામ, લક્ષ્મણ સહિત તમામ વાનર યોદ્ધાઓ સ્વસ્થ થઈ ગયા.

[વાલ્મીકિ રામાયણ, યુદ્ધકાંડ: ૭૨-૭૪]

974 262 85

૮૫. અહીં “ભગવાનના સાધર્મ્યપણાને પામવું એટલે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવું એવું તાત્પર્ય સમજવું.

સમજૂતી: શ્રીજીમહારાજના સિદ્ધાંત અનુસાર કોઈ પણ ભક્ત ભગવાન થઈ શકતો નથી. (કારિયાણી ૮, કારિયાણી ૧૦, લોયા ૪, લોયા ૧૩; ગઢડા મધ્ય ૬૭) કારણ કે ભગવાન એક જ છે અને એક જ રહે છે. (લોયા ૪, ૧૩; અંત્ય ૩૦, ૩૯) તેથી “ભગવાનના સાધર્મ્યપણાને પામવું” એટલે ભગવાનના કેટલાક ગુણ-સામર્થ્યને પામવું. જેમકે ભગવાન જેમ દિવ્ય છે, માયિક ભાવોથી લેવાતા નથી, તેમને શુભ-અશુભ કર્મોનું બંધન થતું નથી; તેમ તે ભક્ત પણ દિવ્ય થઈ જાય છે, એટલે એમને પણ માયિક ભાવ કે શુભ-અશુભ કર્મોનું બંધન નથી. ભક્ત પણ કાળ, કર્મ અને માયાથી રહિત થાય છે. (ગઢડા પ્રથમ ૬૨; સારંગપુર ૧૧; ગઢડા મધ્ય ૬૬)

તદ્ઉપરાંત ભક્ત ભગવાનના સત્યશૌચાદિક કલ્યાણકારી ગુણો પ્રાપ્ત કરે છે. (ગઢડા પ્રથમ ૭૭; ગઢડા મધ્ય ૬૭) તેમ છતાં ભક્ત ક્યારેય પણ ભગવાનનું સંપૂર્ણ સાધર્મ્ય અર્થાત્ બધા જ ગુણ-ઐશ્વર્ય પામી શકતો નથી. કારણ કે ભગવાનનું કર્તુમ્-અકર્તુમ્-અન્યથાકર્તુમ્ સામર્થ્ય, જગતનું સર્વકર્તાહર્તાપણું અને નિયંતાપણું વગેરે ગુણો ભક્તમાં આવતા નથી. તેથી જ તો ભગવાન અને ભક્ત વચ્ચે સ્વામી-સેવકપણું હંમેશાં રહે જ છે. (સારંગપુર ૧૦; કારિયાણી ૧૦; લોયા ૧૩; ગઢડા મધ્ય ૬૦; ગઢડા અંત્ય ૩૦)

જો ભક્ત “ભગવાનના સાધર્મ્યપણાને પામે” એનો અર્થ એવો કરીએ કે ભક્ત ભગવાન જેવો જ થાય છે, તો પછી એ ભક્ત સેવા-ભક્તિ-ઉપાસના કોની કરે? તેથી અહીં ભગવાનનું સાધર્મ્ય એટલે અક્ષરબ્રહ્મનું સાધર્મ્ય સમજવું જોઈએ, કારણ કે શ્રીજીમહારાજ કહે છે કે પરબ્રહ્મની સ્વામી-સેવકપણે ભક્તિ-ઉપાસના કરવા માટે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવું અનિવાર્ય છે. (લોયા ૭, ૧૨; ગઢડા મધ્ય ૩) જ્યારે તે ભક્ત અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામે છે (અર્થાત્ બ્રહ્મરૂપ થાય છે) ત્યારે જ તેનામાં ઉપરોક્ત વર્ણવેલા પરબ્રહ્મના ગુણો આવે છે. માટે અહીં અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવાનું તાત્પર્ય છે.

વળી, “ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે” એના તાત્પર્યાર્થમાં જ અર્થાત્ એના પર્યાય તરીકે વચનામૃત ગઢડા પ્રથમ ૬૪માં “બ્રહ્મભાવને પામે છે” એમ કહ્યું છે અને વચનામૃત ગઢડા મધ્ય ૬૭માં “બ્રહ્મરૂપ થાય છે” એમ કહ્યું છે. તેથી નિશ્ચિત થાય છે કે “ભગવાનના સાધર્મ્યપણાને પામવું” એટલે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવું.

શાસ્ત્રીજી મહારાજ આ વિષે સમજાવતાં કહે છે: “સત્પુરુષના પ્રસંગથી, અક્ષરનું સાધર્મ્યપણું પમાય છે અને ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણના ભાવ ટળી જાય છે અને પુરુષોત્તમનો નિશ્ચય થાય છે, પરંતુ પુરુષોત્તમનું સાધર્મ્યપણું તો પમાતું જ નથી. અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત અક્ષરધામને વિષે પુરુષોત્તમના દાસભાવે વર્તે છે. તેમનાં ઇન્દ્રિયો, અંતઃકરણ ભગવાનને આકારે થાય છે, એટલે ભગવાનના ભાવને પામે છે, દિવ્ય થાય છે. એ ભાવ કારિયાણીના પહેલા વચનામૃતમાં છે, પણ ભગવાનરૂપ થતા નથી. ભગવાનને જેવા જાણે તેવો પોતે થાય છે અને છતાં ભગવાન તો અપાર ને અપાર જ રહે છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૦૨]

આ રીતે “ભગવાનના સાધર્મ્યપણાને પામવું” એટલે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવું એવું તાત્પર્ય અહીં સમજવું.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ