ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
457 109 1

૧. આત્મા અને સંસારના સ્વરૂપના વિવેકનો વિચાર.

458 110 2

૨. જન્મ-મરણના પ્રવાહરૂપ સંસારનો.

459 110 3

૩. માયા-પ્રકૃતિ જડ તત્ત્વ છે. તેને વચનામૃત ગ. પ્ર. ૧૨માં નિર્વિશેષ કહી છે. તેથી પ્રલયાવસ્થામાં તે સ્ત્રી આકારે હોઈ શકે નહીં. પરંતુ નારીજાતિ વાચક શબ્દથી કહેવાય છે તથા પ્રજાતુલ્ય પ્રધાનપુરુષના કારણરૂપ છે, તેથી તેને સ્ત્રી આકારે કહી છે.

460 111 4

૪. સંધ્યા આરતી કર્યા પછી.

461 111 5

૫. ભાગવત: ૭/૯/૧૫ તથા ૭/૧૦/૭-૮.

462 112 6

૬. આ બ્રહ્માંડમાં જેમ ભગવાન પોતાના અનન્ય ભક્તોને દર્શનાદિ આપીને સુખ આપવા માટે મનુષ્યાકારે પ્રકટ થાય છે, તેમ અનેક બ્રહ્માંડમાં પણ ભગવાન પ્રકટ થાય છે કે નહિ? આટલો પ્રશ્નનો આશય છે. તેનો “અનેક બ્રહ્માંડમાં પોતાના અનન્ય ભક્તોને દર્શનાદિકનું સુખ આપવા માટે કૃપા કરીને સ્વેચ્છાથી આ બ્રહ્માંડની પેઠે જ પ્રકટ થાય છે.” આવા અભિપ્રાયથી ઉત્તર આપે છે.

463 112 7

૭. ભાગવત: ૧/૨/૨; દેવીભાગવત: ૧/૧૯; મહાભારત, શાંતિપર્વ: ૩૨૦/૨૩. પ્રસ્તુત સંદર્ભોમાં શુકદેવજીએ વૃક્ષમાં રહીને ઉત્તર આપ્યો તેને મળતું વર્ણન પ્રાપ્ત થાય છે.

464 112 8

૮. ભાગવત: ૪/૨૦/૩૨, ૪/૭/૪૪, ૯/૨૧/૧૭.

465 112 9

૯. ભાગવત: ૪/૭/૩૦, ૩/૩૧/૩૭, ૬/૧૯/૧૧.

466 113 10

૧૦. દંભ, માન, મદ કે શરમથી.

467 113 11

૧૧. પોતે કપટી હોય પણ ઉપરથી સાધુવેશ ધારીને, પોતે બુદ્ધિમાન છે માટે દંભથી જ ઉપરથી સદાચરણને બતાવતો હોય, તે બુદ્ધિશાળી પુરુષોએ ‘આ કપટી છે’ એમ શી રીતે ઓળખી શકાય? એટલો પૂછવાનો અભિપ્રાય છે.

468 113 12

૧૨. માનભંગ.

469 113 13

૧૩. શોક, ક્રોધ વગેરે દ્વારા.

470 114 14

૧૪. ન બની શકે તેવું કઠણ.

471 114 15

૧૫. આળ-પંપાળ.

472 114 16

૧૬. ભાગવત: ૧/૭/૩૫-૪૦.

473 114 17

૧૭. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થયેલ વૈષ્ણવ કવિ. તેઓ ખેડા જિલ્લાના ખડાલ ગામના હતા. પિતા નરસિંહદાસ અવટંક મહેતા. ખડાલના દરબારથી નારાજ થઈ નજીકના તોરણા ગામમાં વસવાટ કરેલો. તેઓ ડાકોર રણછોડરાયના ભક્ત હતા. તેઓ ૧૦૫ વરસ જીવેલા. આ કવિનાં મોટા ભાગનાં કીર્તનો પ્રેમલક્ષણા ભક્તિનાં છે. ભાગવતના ઘણા પ્રસંગોને તેમણે કાવ્યાત્મક આલેખ્યા છે. (વિશેષ વિગત માટે જુઓ: ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૧, પૃ. ૩૩૬-૩૩૭.)

474 115 18

૧૮. અર્થ: જ્ઞાન વિના મુક્તિ ન થાય. આ શ્રુતિ ‘હિરણ્યકેશીયશાખા’ની છે તેમ ‘સેતુમાલા ટીકા’માં નોંધાયું છે. આ શાખા હાલ ઉપલબ્ધ નથી.

475 115 19

૧૯. અર્થ: પરમાત્માને જાણીને જ સંસારને ઉલ્લંઘન કરે છે, મુક્તિ માટે જ્ઞાન સિવાય બીજો માર્ગ નથી. (શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૮; યજુર્વેદ: ૩૧/૧૮.)

476 115 20

૨૦. સ્વધર્મ, તપ, યોગ વગેરે.

477 115 21

૨૧. અભિપ્રાય એટલો જ છે કે, ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય ત્યારે તો નેત્ર વગેરે ઇન્દ્રિયોના જાણ્યામાં આવે છે, પણ જ્યારે પ્રગટ ન હોય ત્યારે તો યોગીને ધ્યાન અને સમાધિથી કેવળ હૃદયમાં જ દેખાય છે.

478 115 22

૨૨. અર્થ: પૂર્વ શ્લોકમાં કહેલા સ્વભાવથી જીવ-ઈશ્વરોને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષરબ્રહ્મ થકી કહેલ હેતુઓથી અતિશય ઉત્કૃષ્ટ છું. (ગીતા: ૧૫/૧૮).

479 115 23

૨૩. અર્થ: આ જડચિદાત્મક સમગ્ર જગતને મારા એક અંશથી ધારણ કરીને રહ્યો છું. (ગીતા: ૧૦/૪૨).

480 115 24

૨૪. અર્થ: હે અર્જુન! મારા સિવાય કોઈ પણ પર નથી. જેમ દોરામાં મોતીઓ ગૂંથાયેલા છે, તેમ આ જડ-ચેતન સમગ્ર જગત મારે વિષે આશ્રિત છે. (ગીતા: ૭/૭).

481 115 25

૨૫. અર્થ: હે પાર્થ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળાં સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. (ગીતા: ૧૧/૫).

482 115 26

૨૬. કેવળ સાધને કરીને બ્રહ્મસ્વરૂપ થઈ શકાતું નથી, તેવું મ. ૧૪, મ. ૩૦, ૩૧ વગેરે વચનામૃતોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમ છતાં “લોકમાં સાધને કરીને ‘બ્રહ્મસ્વરૂપ’ તરીકે પ્રસિદ્ધિને પામેલ હોય” તેવો અર્થ અહીં લેવો. વચનામૃત ગ. અં. ૩માં અશ્વત્થામાનું દૃષ્ટાંત આવા બ્રહ્મસ્વરૂપ વ્યક્તિ માટે અપાયું છે. અહીં હવે આ પ્રકારના બ્રહ્મસ્વરૂપને પણ ભગવાનના યથાર્થ જ્ઞાન વગર જ્ઞાની ન જ કહેવાય તે અંગે ભાર આપતાં કહે છે.

483 115 27

૨૭. અર્થ: નૈષ્કર્મ્ય જે આત્માના યથાર્થ ઉપાસનારૂપ જ્ઞાન તે યદ્યપિ નિરંજન એટલે રાગ-દ્વેષાદિરૂપ માયાથી રહિત છે, પણ જો ભગવાનની ભક્તિએ રહિત છે તો તે અત્યંત શોભતું નથી. અર્થાત્ ભક્તિયોગ વિનાનો કેવળ જ્ઞાનયોગ શોભતો નથી. (ભાગવત: ૧/૫/૧૨).

484 115 28

૨૮. અર્થ: મુમુક્ષુએ કરવા યોગ્ય કર્મમાં જાણવું રહ્યું છે તથા વિકર્મ જે અનેક પ્રકારનાં વૈદિક કામ્યકર્મ તેમાં પણ જાણવાનું રહ્યું છે તથા અકર્મ જે જ્ઞાન તેમાં પણ જાણવાનું રહ્યું છે. એવી રીતે કર્મની ગતિ ગહન છે એટલે તેનું તત્ત્વ ન જાણી શકાય તેવું છે. (ગીતા: ૪/૧૭).

485 115 29

૨૯. અહીં પ્રત્યક્ષ ભગવાનના બ્રહ્મરૂપ ભક્તોને સ્પષ્ટપણે શ્વેતદ્વીપવાસી વાસુદેવ નારાયણના ભક્તોથી જુદા કહી શ્રીજીમહારાજ તથા વાસુદેવ નારાયણનો ભેદ દર્શાવ્યો છે.

486 115 30

૩૦. અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તિને પામે છે - અર્થાત્ જેને આત્માનો ‘બ્રહ્મરૂપે’ સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે. (ગીતા: ૧૮/૫૪).

487 115 31

૩૧. જેની ભક્તિ કરવાની કહી છે એવા જે પરબ્રહ્મ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તે જ બે પ્રકૃતિના આધાર છે. તે ગીતામાં કહ્યું છે જે -

488 115 32

૩૨. અર્થ: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન આદિ ઇન્દ્રિયો, મહત્તત્ત્વ અને અહંકાર આ આઠ પ્રકારે જગતની પ્રકૃતિ પરિણામ પામી છે તે પ્રકૃતિ મારી છે એમ જાણ, અર્થાત્ હું અચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું. (ગીતા: ૭/૪).

489 115 33

૩૩. અર્થ: આ મારી અપરા (અપ્રધાનભૂતા) પ્રકૃતિ છે. આ અચેતન પ્રકૃતિથી વિલક્ષણ આકારવાળી, પરા (પ્રધાનભૂતા) અને ચેતનરૂપ એવી પ્રકૃતિ છે તે મારી છે એમ જાણ. જે ચેતન પ્રકૃતિએ આ અચેતન સમગ્ર જગત ધારણ કરેલું છે, અર્થાત્ હું ચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું. (ગીતા: ૭/૫). આ પરા પ્રકૃતિ વચનામૃત ગ. મ. ૬૬ના વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના શ્રીજીમહારાજે કરેલા ઉત્તરના સંદર્ભ પ્રમાણે અક્ષરબ્રહ્મ છે.

490 115 34

૩૪. ધારક, વ્યાપકપણે કરીને.

491 115 35

૩૫. ધારક, વ્યાપકપણે કરીને.

492 115 36

૩૬. તેમ છતાં આકાશ પોતાના સામર્થ્યથી નિર્લેપ છે.

493 115 37

૩૭. જો કે આકાશમાં સંકોચ-વિકાસ વસ્તુતાએ નથી છતાં પણ પોતે પૃથિવ્યાદિક ભૂતોમાં વ્યાપીને રહ્યો છે તેથી તે ભૂતોમાં થતા સંકોચ-વિકાસનો પરંપરાએ આકાશમાં ઉપચારમાત્ર થાય છે, તેમ નિર્વિકારી પરમાત્માના સ્વરૂપમાં સાક્ષાત્ સંકોચ-વિકાસ નથી પરંતુ પોતાના શરીરરૂપ જડ અને ચેતન બે પ્રકૃતિમાં અંતર્યામીપણે પોતે વ્યાપીને રહ્યા છે તેથી બે પ્રકૃતિમાં થતા સંકોચ-વિકાસનો શરીરી પરમાત્મામાં પરંપરાએ ઉપચારમાત્ર થાય છે, આવો ભાવાર્થ સમજવો.

494 115 38

૩૮. છતાં પણ ભગવાન નિર્લેપ છે એટલે જડ-ચેતન પ્રકૃતિના દોષોનો તેમને સ્પર્શ નથી.

495 115 39

૩૯. અર્થ: સર્વ જનોના આત્માપણે સર્વમાં અંતઃપ્રવેશ કરીને સર્વને શિક્ષણ કરનારા - નિયમન કરનારા છે. (તૈત્તિરીયારણ્યક: ૩/૧૧ તથા ચિત્યુપનિષદ: ૧૧/૧).

496 115 40

૪૦. અર્થ: જે પરમાત્માનું અક્ષર શરીર છે... આ સર્વ ભૂતોના અંતરાત્મા અપહતપાપ્મા (નિર્દોષ) દિવ્ય દેવ એક નારાયણ છે. (સુબાલોપનિષદ: ૭).

497 115 41

૪૧. અર્થ: જે પરમાત્માનું જીવાત્મા શરીર છે, જે પરમાત્મા જીવાત્મામાં અંતઃપ્રવેશ કરીને નિયમન કરે છે, આ તારા અંતર્યામી અમૃત આત્મા છે અર્થાત્ ઉપાધિ રહિત અમૃતમય પરમાત્મા છે. (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિનપાઠ: ૩/૭/૩૦).

498 115 42

૪૨. “યસ્યાત્મા શરીરમ્” - આ શ્રુતિના જેવો જ આ શ્રુતિનો અર્થ છે. અહીં ફક્ત આત્માને બદલે પૃથ્વી શબ્દ વપરાયો છે એટલો ફેર છે.

499 115 43

૪૩. આ અર્થ તૈત્તિરીયોપનિષદ (ભૃગુવલ્લી: ૨-૬)માં “અન્નં બ્રહ્મેતિ વ્યજાનાત્”, “પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત્”, “માનો બ્રહ્મેતિ વ્યજાનાત્”, “વિજ્ઞાનં બ્રહ્મેતિ વ્યજાનાત્”, “આનન્દો બ્રહ્મેતિ વ્યજાનાત્” ઇત્યાદિથી નિરૂપણ કર્યો છે.

500 115 44

૪૪. તે જ્ઞાન મુક્તિમાં હેતુ છે, બીજાં સાધનો તો મુક્તિના હેતુભૂત જ્ઞાનનાં અંગ છે. તે સાધનો મુક્તિ પ્રત્યે સ્વતંત્રપણે કારણો નથી. જેને એવું જ્ઞાન હોય અને તે પ્રમાણે ભગવાનનો સાક્ષાત્કાર હોય તે ભક્તો પરિપૂર્ણ જ્ઞાની છે; તેમને કાંઈ પણ અપૂર્ણપણું નથી.

501 115 45

૪૫. ભગવાનના સ્વરૂપનું ઉપર કહેલ જ્ઞાન.

502 115 46

૪૬. કેમ કે ક્યારેક સંશય થવાનો સંભવ રહે છે.

503 115 47

૪૭. આ શ્લોકનો અર્થ વચનામૃત ગ. પ્ર. ૫૬ની ટીપણી-૨૧૯માં દર્શાવ્યો છે: [આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ । તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥ અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. (ગીતા: ૭/૧૬-૧૭).]

504 115 48

૪૮. અર્થ: હું બ્રહ્મ છું. (બૃહદારણ્યકોપનિષદ: ૧/૪/૧૦).

505 115 49

૪૯. તરંગ; એટલે મારામાં અને પરમાત્મામાં ભેદ નથી.

506 115 50

૫૦. ભગવાન અને તેમના અવતારને ખંડન કરનારા છે, માટે પરબ્રહ્મ પરમાત્માને જાણે કોદાળાથી ખોદનારા.

507 116 51

૫૧. અભિપ્રાય એટલો છે કે પોતાની અંદર રહેલા પર્વત જેવા મોટા અનેક દોષોને સરસવ જેટલા નાના એક દોષની જેમ નગણ્ય માને છે અને તેથી જ તેને ત્યાગ કરવા માટે ઇચ્છતો નથી. જ્યારે સામે પક્ષે સંતમાં રહેલ અનેક પર્વત તુલ્ય મોટા ગુણોને પણ દેખતો નથી અને તેનામાં એક નાના સરખા દોષને પણ મોટો કરી અવગુણ લે છે, તે તેની મૂર્ખાઈ છે.

508 116 52

૫૨. ‘હું આત્મા છું’ એવી બુદ્ધિથી પોતાને.

509 116 53

૫૩. બ્રહ્મરૂપ.

510 116 54

૫૪. સ્ત્રી, પુરુષ, દેવ, મનુષ્ય વગેરે આકારે રહિત.

511 118 55

૫૫. એવી રીતે બીજી ઇન્દ્રિયોમાં પણ ત્રણ પ્રકારનો વેગ જાણી લેવો.

512 118 56

૫૬. બાળપણ વગેરે અવસ્થાના ભેદે સહિત.

513 118 57

૫૭. નેત્ર દ્વારા સ્ત્રીનું રૂપ, અવસ્થા વગેરેની વિગત બરોબર જણાય છે, માટે તીવ્રવેગ હોય એમ તો જણાય છે; પરંતુ તીવ્રવેગનું કાર્ય જે ક્ષોભ તે થતો નથી. માટે ત્રણ વેગમાંથી ક્યો વેગ હશે? એમ સંશય થવાથી આ પ્રશ્ન પૂછ્યો છે.

514 118 58

૫૮. આ વેગ તીવ્ર છે એમ જાણવું, પણ તે વેગ સદોષ છે, માટે તેના કાર્યરૂપ મનના ક્ષોભમાં તીવ્રતા નથી. વેગમાં જે પ્રકારે દોષનો પ્રવેશ થાય છે તે પ્રકાર એવી રીતે છે -

515 118 59

૫૯. મહાભારત, શાંતિપર્વ: ૨૧૨-૨૧૯.

516 118 60

૬૦. ચિદાકાશસ્વરૂપ અક્ષરબ્રહ્મ.

517 118 61

૬૧. ધામસ્વરૂપ અથવા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ.

518 118 62

૬૨. અર્થ: બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત: ૧૦/૮૭/૪૧).

519 118 63

૬૩. અર્થ: જે ભક્ત લોકમાં શાસ્ત્રની દૃષ્ટિએ અતિશય અજ્ઞાની છે, એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ કેવળ ભગવાન અને તેમના ભક્તના વચનમાં દૃઢ વિશ્વાસથી તેમના કહેવા પ્રમાણે ભગવાનને ભજે છે; અને જે બુદ્ધિથી પર(આત્મા-પરમાત્માના સ્વરૂપ)ને પામ્યો છે, એટલે શ્રુતિ-સ્મૃતિના અર્થને જાણીને સાક્ષાત્ ભગવાનની એકાંતિક ઉપાસનાથી આત્મા-પરમાત્માના યથાર્થ જ્ઞાનને પામ્યો છે; તે બંને પરમ સુખ પામે છે, એટલે ભગવાનની સેવારૂપ મુક્તિને પામે છે. અને જે અંતરિત જન (જ્ઞાની કે વિશ્વાસી નહિ તેવો) છે તે તો ક્લેશને પામે છે, એટલે ભગવાનનું સુખ નહિ પામતાં બીજા લોકમાં દુઃખરૂપ ફળને પામે છે. (ભાગવત: ૩/૭/૧૭).

520 118 64

૬૪. અર્થ: કાન, આંખ વગેરે ઇન્દ્રિયોના આહારરૂપ સાંભળવું, જોવું વગેરે ક્રિયાઓને બંધ કરી દેતાં, શબ્દ-રૂપ વગેરે વિષયો આત્મા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે તે વિષયો પ્રત્યેની આસક્તિ વિષયના દૂર થવાથી ટળી જતી નથી; વિષયો પ્રત્યેની આસક્તિ અથવા સૂક્ષ્મ રાગ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ ટળે છે. (ગીતા: ૨/૫૯).

521 118 65

૬૫. અર્થ: જે સત્ત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે. (ભાગવત: ૧/૨/૨૪).

522 118 66

૬૬. ‘મોક્ષબંધકરી’ આવો ભાગવતમાં પાઠ છે. અર્થ: હે ઉદ્ધવ! વિદ્યા અને અવિદ્યા તે મારા શરીરભૂત છે અને મારી માયા(સંકલ્પ)થી સૌથી પ્રથમ નિર્માણ થઈ છે. તેમાં વિદ્યાશક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યાશક્તિ બંધન કરનારી છે. (ભાગવત: ૧૧/૧૧/૩).

523 119 67

૬૭. રામચરિતમાનસ, બાલકાંડ: ૯૪/૫ (પૃ. ૯૧). પાઠમાં થોડો ફેરફાર છે. ભાવાર્થ: હિમાલયના પુત્રી પાર્વતીજીને શંકર ભગવાન સાથે લગ્ન કરવાં હતાં. તેથી તેમણે પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું, “કરોડ જન્મ ધરવા પડે તો ભલે, પણ લગ્ન તો ભગવાન શંકર સાથે જ કરીશ, નહિતર કુંવારી રહીશ.”

524 120 68

૬૮. અહીં સવિકલ્પ-નિર્વિકલ્પ શબ્દમાં આવતો વિકલ્પ શબ્દ સંશય વગેરે અજ્ઞાનના અર્થમાં વપરાયો નથી, પરંતુ ઉપાસ્ય એવા ભગવાનના સ્વરૂપમાં માયિક દોષે યુક્ત બુદ્ધિવાળાને સવિકલ્પ કહ્યો છે અને માયિક બુદ્ધિની ન્યૂનતા પ્રમાણે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદો જણાવ્યા છે. અને માયિક દોષે રહીતને નિર્વિકલ્પ કહ્યો છે. નિર્વિકલ્પમાં નિશ્ચયની અધિકતા પ્રમાણે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ જણાવ્યા છે. કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળાને નૈમિત્તિક પ્રલયમાં દસ લોક નાશ ન થાય ત્યાં સુધી નિશ્ચય રહે પણ નૈમિત્તિક પ્રલયમાં તેનો નિશ્ચય ડગી જાય. મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો શ્વેતદ્વીપાદિ ધામની સ્થિતિ સુધી અર્થાત્ પ્રાકૃત પ્રલય સુધી નિશ્ચયમાં સ્થિરતા રહે; ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો આત્યંતિક પ્રલયમાં પણ નિર્વિકાર રહે, તેનો નિશ્ચય ક્યારેય ડગે નહીં. આવો ભેદ ‘સેતુમાલા ટીકા’માં દર્શાવ્યો છે.

525 120 69

૬૯. ભાગવત: ૧૦/૩૩/૨૭-૩૦.

526 121 70

૭૦. ભાગવત: ૩/૧૨/૨૮.

527 121 71

૭૧. ભાગવત: ૮/૧૨.

528 121 72

૭૨. અર્થ: બ્રહ્માએ સર્જેલા મરીચ્યાદિક, તેમણે સર્જેલા કશ્યપાદિક, તેમણે સર્જેલા દેવ-મનુષ્યાદિક તે સર્વેમાં એક નારાયણ ઋષિ સિવાય કયો પુરુષ સ્ત્રીરૂપી માયામાં મોહ ન પામે? સૌનું મન આકર્ષણ પામે જ. (ભાગવત: ૩/૩૧/૩૭).

529 121 73

૭૩. અર્થ: જેમ ભગવાનના ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન, ભક્તના દેહમાં રહેલા સતત પરિણામાદિક દોષથી અને જીવમાં રહેલા અવિદ્યાદિ દોષથી લેપાતું નથી, તેમ પરમેશ્વર માયા-પ્રકૃતિ અને જીવવર્ગમાં વ્યાપીને રહ્યા છે, છતાં પણ પ્રકૃતિના સત્ત્વાદિ ગુણથી અને જીવના અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષાદિ દોષથી લેપાતા નથી. આટલું જ પરમેશ્વરનું પરમેશ્વરપણું છે. અર્થાત્ ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન દેહ અને આત્માના દોષથી લેપાતું નથી, તો જડ અને ચેતનમાં અંતર્યામીપણે રહેલા ભગવાન જડ અને ચેતન પ્રકૃતિના દોષથી ન લેપાય તેમાં કહેવું જ શું? (ભાગવત: ૧/૧૧/૩૮).

530 121 74

૭૪. અર્થ: મારી આ ગુણમયી દૈવી માયા દુસ્તર છે, પરંતુ જેઓ મારું જ શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે. (ગીતા: ૭/૧૪).

531 121 75

૭૫. અર્થ: મારા સમાન રૂપ વગેરે ગુણોને પામેલા. (ગીતા: ૧૪/૨).

532 121 76

૭૬. ભાગવત: ૪/૧૭/૨૨-૨૭.

533 121 77

૭૭. અર્થ: “હે નિત્ય પરમાત્મા! આપ અપરિમિત અને સર્વવ્યાપક છો. જો અસંખ્ય જીવો પણ આપની જેમ અપરિમેય અને સર્વવ્યાપક બની જાય તો આપની સમાન થઈ જાય. તો પછી કોણ નિયામક? અને કોણ નિયમ્ય? તે નિયમ તો ત્યારે જ સ્થિર રહે, જ્યારે આપ જ નિયામક હો. નહીં તો શાશ્વત નિયમનો લોપ થઈ જાય.” આમ ભાવાર્થ સમજવો. (ભાગવત: ૧૦/૮૭/૩૦).

534 121 78

૭૮. છાંદોગ્યોપનિષદ: ૬/૨/૧; ત્રિપાદ્‌વિભૂતિ મહાનારાયણોપનિષદ: પૃ. ૩૧૩; પૈંગલોપનિષદ-૧.

535 122 79

૭૯. જીવાત્મા એ જ પરમાત્મા છે એવું જ્ઞાન.

536 122 80

૮૦. રામાનુજાચાર્ય ભગવાનના ધામ તરીકે વૈકુંઠને ગણે છે. તેથી જ તેમણે વૈકુંઠગદ્ય ગ્રંથમાં વૈકુંઠમાં રહેલ ઉપાસ્યસ્વરૂપ પરમાત્મા લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરી છે. આ વચનામૃતમાં શ્રીજીમહારાજ રામાનુજાચાર્યના મતમાં ‘અક્ષરધામ’ શબ્દ વાપરે છે તે સાર્વજનિક (સાધારણ રીતે) પ્રતિપાદ્ય પરમપદના અર્થમાં સમજવું, પરંતુ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના ધામરૂપે સમજવું નહિ.

537 122 81

૮૧. ‘ભક્તિહંસ’ (પૃ. ૧) ગ્રંથમાં ઉપાસનાથી પણ ભક્તિની અધિકતા વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ દર્શાવી છે.

538 122 82

૮૨. અર્થ: મન અતિ ચંચળ હોવાથી તેની સાથે કદી મિત્રતા ન કરવી, ને તેનો વિશ્વાસ પણ ન કરવો કે ‘મન મારે વશ થયું છે.’ જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો છે એવા મહાસમર્થ યોગીઓનાં તપ અને ઐશ્વર્ય નાશ પામ્યાં છે. મન વ્યભિચારિણી સ્ત્રી જેવું છે, વ્યભિચારિણી સ્ત્રી જારપુરુષ દ્વારા પોતાના પતિનું મૃત્યુ કરાવે છે; તેમ મનનો વિશ્વાસ કરનાર યોગીને પોતાનું મન કામ-ક્રોધાદિ શત્રુઓ દ્વારા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. (ભાગવત: ૫/૬/૩-૪).

539 122 83

૮૩. કેમ કે તેમનામાં સત્પુરુષના ક્ષમાદિક ગુણ છે.

540 123 84

૮૪. આ ફકરામાં શ્રીહરિ પ્રથમ જીવનું વ્યાપકપણું નિરૂપે છે. હૃદયપ્રદેશમાં રહેલો, અણુ જેવો સૂક્ષ્મ જીવાત્મા સમગ્ર શરીરમાં જ્ઞાનશક્તિથી ત્રણ પ્રકારે વ્યાપીને રહે છે. અધ્યાત્મ: ઇન્દ્રિયો વગેરે દ્વારા, અધિભૂત: ઇન્દ્રિયોનાં બહાર દેખાતા સ્થૂળ સ્થાનો, અધિદૈવ: ઇન્દ્રિયોના દેવતા સૂર્ય વગેરે દ્વારા. આમ, જીવનું વ્યાપકપણું નિરૂપી, ભોક્તાપણું નિરૂપતાં ઇન્દ્રિયો અને દેવતા દ્વારા જ તે ભોગ ભોગવે છે પણ સ્વતંત્ર નહીં તેમ જણાવે છે. આ અર્થ “આત્મેન્દ્રિયમનોયુક્તં ભોક્તેત્યાહુર્મનીષિણઃ” (કઠોપનિષદ: ૧/૩/૪) આ શ્રુતિમાં વર્ણવ્યો છે.

541 123 85

૮૫. જીવ પોતાની જ્ઞાનશક્તિ વડે ઇન્દ્રિયો વગેરેમાં વ્યાપક છે, પરંતુ અંતઃકરણમાં જેટલો જ્ઞાનશક્તિનો પ્રકાશ છે તેટલો ઇન્દ્રિયોમાં નથી. તેનું કારણ જ્ઞાનશક્તિ જ ઓછાવત્તાપણે વ્યાપે છે તેમ નથી, પરંતુ ઇન્દ્રિયો તથા અંતઃકરણરૂપ પાત્રના સામર્થ્યમાં ઓછાવત્તાપણાને લીધે પ્રકાશરૂપ જ્ઞાનમાં ઓછાવત્તાપણું જણાય છે. તે સમજાવવા માટે સૂર્યનું દૃષ્ટાંત આપે છે.

542 123 86

૮૬. માટે આત્માની જ્ઞાનશક્તિમાં ઓછા-અધિકપણું જાણવું નહીં, કેમ કે જ્ઞાનશક્તિ તો બધે સમાનપણે છે.

543 123 87

૮૭. છાંદોગ્યોપનિષદ: ૧/૭/૫.

544 123 88

૮૮. કરચરણાદિક અવયવરહિત.

545 123 89

૮૯. નિરાકાર.

546 123 90

૯૦. અક્ષરબ્રહ્મમય શરીર.

547 123 91

૯૧. મહાભારત, શાંતિપર્વ: ૨૯૩/૪૨-૪૫.

548 123 92

૯૨. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા - આ છ ગુણો. (મહાભારત, શાંતિપર્વ: ૨૯૦). આ અધ્યાયમાં સાંખ્યમાર્ગમાં પાળવાના નિયમોમાં શમ, દમ, વગેરેનું ક્રમ વગર નિરૂપણ છે. સાધારણ રીતે અહીં દર્શાવેલ ‘ષટ્‌સંપત્તિ’ શબ્દ અદ્વૈત વેદાંતમાં વધારે પ્રસિદ્ધ છે.

549 123 93

૯૩. મહાભારત, શાંતિપર્વ: ૩૧૬/૪૦, ૩૧૮/૪૪.

550 123 94

૯૪. યોગસૂત્ર: ૧/૨૪-૨૭; મહાભારત, શાંતિપર્વ: ૩૦૬/૭૫-૭૭.

551 123 95

૯૫. મહાભારત, શાંતિપર્વ: ૩૦૪/૨૨/૨૫.

552 124 96

૯૬. માટે મૂળમાંથી વાસનાનો ઉચ્છેદ કરવા ઇચ્છતા ભક્તજને સ્વધર્માદિક ચારેય સાધન અતિ દૃઢપણે સાધવાં.

553 124 97

૯૭. અર્થ: મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે. (ભાગવત: ૩/૨૫/૪૨).

554 124 98

૯૮. ભાગવત: ૧૦/૪૭/૬૧.

555 124 99

૯૯. ‘ગોસ્વામી તુલસીદાસજી કી નામનિષ્ઠા’ પૃ. ૨૪૯, ‘ભગવન્નામ મહિમા તથા પ્રાર્થના,’ કલ્યાણ-અંક, વર્ષ: ૩૯, ગીતાપ્રેસ, ગોરખપુર તથા ‘તુલસીદાસ અને કબીરની સાખીઓ,’ પૃ. ૩, મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે બુકસેલર, સને ૧૯૦૯: આ બંને ગ્રંથોમાં આ ભાવની સાખી થોડા શબ્દભેદ સાથે મળે છે.

556 125 100

૧૦૦. ભાગવત: ૧૦/૪૭/૬૧.

557 126 101

૧૦૧. ભાગવત: ૧/૧૫/૩૪-૩૫.

558 126 102

૧૦૨. સ્કન્દપુરાણ, વૈષ્ણવ-ખંડ, બદરિકાશ્રમમાહાત્મ્ય: અધ્યાય-૪/૩૭-૫૨; પારાશર્ય-સંહિતા: ૬/૪૮-૪૯.

559 126 103

૧૦૩. ભાગવત: ૧૦/૩/૯.

560 126 104

૧૦૪. ભાગવત: ૧૦/૩૯/૪૬.

561 126 105

૧૦૫. ભાગવત: ૧૦/૬૦/૨૬.

562 126 106

૧૦૬. અર્થ: હે સહસ્રબાહો! હે વિશ્વમૂર્તે! તેના તે જ ચતુર્ભુજરૂપે તમે થાઓ. (ગીતા: ૧૧/૪૬).

563 126 107

૧૦૭. ભાગવત: ૩/૪/૭.

564 126 108

૧૦૮. અર્થ: પોતે કરેલા પાપકર્મથી મૂઢ એવા પુરુષો મારો પરમભાવ નહિ જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી મનુષ્યરૂપ થયેલ મારી અવજ્ઞા કરે છે એટલે મને પ્રાકૃત મનુષ્ય જેવો માનીને મારો તિરસ્કાર કરે છે. (ગીતા: ૯/૧૧).

565 126 109

૧૦૯. ભાગવત: ૧૦/૨૬/૧૫-૨૫.

566 126 110

૧૧૦. ભાગવત: ૧૦/૨૮/૧૪. અહીં ભાગવતમાં “દર્શયામાસ લોકં સ્વં ગોપાનાં તમસઃ પરમ્” આ પંક્તિ આવે છે. શ્રીજીમહારાજ આનો ભાવાર્થ કરતાં જણાવે છે કે ‘અક્ષરધામ દેખાડ્યું.’ શ્રીકૃષ્ણ ભગવાનનું ધામ વૈકુંઠ અથવા ક્ષીરસાગર છે તેવું ભાગવતના પૂર્વાપરના અનેક સંદર્ભો જોતાં સ્પષ્ટ જણાય છે. (ભાગવત: ૧૦/૧/૧૯, ૧૦/૨/૮, ૧૦/૮૮/૨૫, ૧૦/૮૯/૭ વગેરે). તેથી શ્રીજીમહારાજે ‘અક્ષરધામ’ શબ્દથી વૈકુંઠ અથવા ક્ષીરસાગર જણાવ્યું હોય તેમ યોગ્ય જણાય છે. તેમનો ‘અક્ષરધામ’ શબ્દ વાપરવાનો હેતુ તે દ્વારા પોતાના સ્વરૂપનો મહિમા પરોક્ષપણે કહેવાનો છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ