ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
621 134 1

૧. અને પોતાના અનુભવ પ્રમાણથી જ નિશ્ચિત પણ કર્યું છે.

622 134 2

૨. યોગનિદ્રા.

623 134 3

૩. નક્ષત્રોના આધારરૂપ શિશુમાર ચક્ર જોયું પછી.

624 134 4

૪. સૂર્યસિદ્ધાંત: ૧૨/૪૩,૭૪ અને સિદ્ધાંતશિરોમણિ, મધ્યમાધિકાર, કાલમાનાધ્યાય: ૧૩/૧૪.

625 134 5

૫. સમાધિમાં પ્રાપ્ત થતા ભગવાનના સુખનો ત્યાગ કરીને.

626 134 6

૬. અર્થ‌: વિષયોનું ધ્યાન કરનારા પુરુષને વિષયમાં આસક્તિ વધે છે. તે આસક્તિમાંથી તે વિષય પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છારૂપ કામ ઉત્પન્ન થાય છે. આ પ્રબળ ઇચ્છા પૂર્ણ કરવાના પ્રયત્નમાં અવરોધ કરનાર વ્યક્તિ પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે, અર્થાત્ કામ ક્રોધરૂપે પરિણમે છે. ક્રોધ વધતાં, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો વિવેક નાશ થાય છે, અર્થાત્ મોહ ઉત્પન્ન થાય છે. તેથી ન કરવાનાં પાપકર્મ કરે છે. મોહ વધતાં ઇન્દ્રિયોના વિજય માટેની સાવધાનતા નાશ પામે છે, અર્થાત્ સ્મૃતિભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશ થવાથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું તમામ જ્ઞાન નાશ પામે છે અને જ્ઞાનરહિત અજ્ઞાની જીવાત્મા વારંવાર જન્મમરણરૂપ સંસારમાં પડે છે. મતલબ કે આત્માનો જ નાશ થાય છે. (ગીતા: ૨/૬૨-૬૩).

627 134 7

૭. ગીતા: ૧૪/૨૪. અર્થ: જેને ધૂળનું ઢેફું, પથ્થર અને સુવર્ણ સમાન છે.

સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।

તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥

628 134 8

૮. અર્થ: આર્ત, જિજ્ઞસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે; કેમ કે તે દૃઢપણે મારામાં જ જોડાયેલો છે અને એક મારે વિષે જ ભક્તિવાળો છે, બીજા ત્રણ તેવા નથી. વળી, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. અન્ય ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (મોટા) છે. જ્ઞાની તો મારો આત્મા જ છે એટલે મારા આત્માની જેમ તે મને પ્રિય છે એમ હું માનું છું. (ગીતા: ૭/૧૭-૧૮).

629 134 9

૯. ભાવાર્થ: અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા: ૬/૪૫)

630 136 10

૧૦. સ્કંદપુરાણ ૨/૫/૧૭; વરાહપુરાણ ૧૬૩/૪૯, ૧૭૪/૫૨માં પણ થોડા પાઠ-ભેદથી આ શ્લોક છે.

631 137 11

૧૧. બેને મધ્યે કેનો ત્યાગ કરવો અને કેને રાખવું.

632 137 12

૧૨. તેમાં ધર્માદિક ચાર હેતુઓ છે, તેમાં ધર્મ મુખ્ય છે. તે ધર્મ ભગવાનને અતિ પ્રિય છે, કેમ કે ભગવાન ધર્મરક્ષણ માટે જ યુગયુગમાં પ્રકટ થાય છે અને ધર્મ-દ્રોહીઓનો નાશ કરે છે. ભગવાનને ધર્મ પ્રિય છે માટે મારે ધર્મમાં જ રહેવું.

633 137 13

૧૩. સદાય અતિ શુદ્ધ છે, સ્વતંત્ર છે તથા નિર્વિકાર છે અને.

634 137 14

૧૪. ભાગવત: ૩/૪/૩૧.

635 139 15

૧૫. સ્મૃતિઓ, ગૃહ્યસૂત્રો તથા અન્ય સદાચારપરક ગ્રંથો.

636 141 16

૧૬. પદ્મપુરાણ, ઉત્તરખંડ: ૩૯/૬૭-૧૦૫.

637 141 17

૧૭. જેમ પશુને આખો દિવસ ભૂખ્યું બાંધી રાખ્યું હોય તો તેને પરાધીનપણે અને અભાનપણે ઉપવાસ થઈ જાય છે, તેમ બીજા નિયમોને પાળ્યા વગર કેવળ ઉપવાસ કરવો તે પશુના ઉપવાસ જેવો ઢોરલાંઘણ કહેવાય, તે તાત્પર્ય છે.

638 141 18

૧૮. પદ્મપુરાણ, ઉત્તરખંડ: ૩૮.

639 141 19

૧૯. ગીતા: ૩/૧૦: सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः । अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥ ३-१०॥

640 141 20

૨૦. આનો સંદર્ભ આ પ્રમાણે મળે છે:

દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે।
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ॥

[ગીતા: ૪/૨૮]

અર્થ: અન્ય કેટલાક માણસો દ્રવ્યસંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા

કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે.

અફલાકાઙક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ॥
અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્॥
વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્।
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે॥

[ગીતા: ૧૭/૧૧-૧૩]

અર્થ: જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ, “કરવો એ જ કર્તવ્ય છે” એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઇચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે, એ સાત્ત્વિક છે.

પણ હે ભરતશ્રેષ્ઠ! કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે, એ યજ્ઞને તું રાજસ જાણ.

શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે.

641 141 21

૨૧. અહીં દર્શાવેલ યોગયજ્ઞથી સાધારણ રીતે યોગસાધન અથવા વ્રત-ઉપવાસ વગેરેને ટીકાકારોએ નિરૂપ્યાં છે. શ્રીજીમહારાજ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મને દેખવારૂપ વિશિષ્ટ અર્થ જણાવે છે, જે અન્ય યજ્ઞોથી ઘણો વિશિષ્ટ તથા ઉત્તમ છે.

642 141 22

૨૨. ભાવાર્થ: અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા: ૬/૪૫)

643 141 23

૨૩. ગીતા: ૧૫/૭. અંશ એટલે ભગવાનનો ભક્ત, બીજા આચાર્યોએ કરેલા આ શ્લોકના નિરૂપણથી અહીં શ્રીજીમહારાજે કરેલું નિરૂપણ વધારે શુદ્ધ, તર્કયુક્ત તથા નૂતન છે.

644 141 24

૨૪. આ પૂર્વે જ્ઞાનયજ્ઞ અર્થાત્ અંતર્દૃષ્ટિ, યોગયજ્ઞ અર્થાત્ પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણને બ્રહ્માગ્નિમાં હોમવાં - આ રીતે બંને યજ્ઞોના અર્થો જુદા જુદા કર્યા છે. અહીં બંનેને એક જ જણાવે છે. વસ્તુતઃ યોગયજ્ઞરૂપ ઇન્દ્રિયો, અંતઃકરણનો બ્રહ્માગ્નિમાં હોમ પણ અંતર્દૃષ્ટિ જ છે અને અંતર્દૃષ્ટિરૂપ જ્ઞાનયજ્ઞ પણ ઇન્દ્રિયો, અંતઃકરણને બ્રહ્માગ્નિરૂપ સત્પુરુષમાં જોડવારૂપ યોગયજ્ઞ જ છે. બંને એક જ હોવાથી ફળદર્શનમાં અહીં જ્ઞાનયજ્ઞ જ જણાવે છે.

645 141 25

૨૫. અહીં “નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છાં રાખવી” એટલે કે “અક્ષરરૂપ થવાની ઇચ્છા રાખવી.”

સમજૂતી: નિરન્નમુક્ત જેવા થવાની ઇચ્છા સવિકલ્પ સમાધિરૂપ છે એવું વચનામૃત ગઢડા પ્રથમ ૪૦માં કહ્યું છે. સવિલ્પ સમાધિ કરતાં નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ ઊંચી છે. નિર્વિકલ્પ સ્થિતિમાં અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામવાનું છે. અર્થાત્ બ્રહ્મરૂપ થવાનું છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૪૦; લોયા ૧૨) વળી, મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ ૨૧માં કહે છે, “આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજર રહેવું છે.’”

તદઉપરાંત મહારાજ અહીં આ વચનામૃતમાં પણ કહે છે કે: “બ્રહ્મરૂપ એવા પોતાના આત્મામાં પરબ્રહ્મ સાક્ષાત્કાર દેખાય ત્યારે જ્ઞાનયજ્ઞનો અવધિ આવ્યો કહેવાય.”

પરંતુ શાસ્ત્રમાં નિરન્નમુક્તને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કહ્યા છે. [વાસુદેવા માહાત્મ્ય: ૨૫/૪૧] તેથી શ્રીજીમહારાજ અહીં શ્વેતદ્વીપના નિરન્નમુક્તનો ઉલ્લેખ કરે છે.

ઉપરોક્ત સંદર્ભોનો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે: “નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી” એટલે કે “અક્ષરરૂપ થવાની ઇચ્છા રાખવી” એવું આ કથનનું તાત્પર્ય છે.

646 142 26

૨૬. આ વચનો દ્વારા શ્રીજીમહારાજનું સર્વોપરીપણું અર્થાત્ શ્રીજીમહારાજ બીજા અવતારોથી જુદા અને શ્રેષ્ઠ છે તે ખૂબ જ સ્પષ્ટ સમજાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃત વંચાવી ઘણી વાર સર્વોપરીપણું સમજાવતા હતા. (જુઓ સ્વામીની વાતો: ૩/૧૨). આવા વચનામૃતોનું રહસ્ય છતું કરતાં સર્વોપરીપણાની સ્પષ્ટતા કરતાં વળી તેઓ જણાવે છે કે, “અક્ષરાદિક સર્વ થકી પર અને અદ્વૈતમૂર્તિ (અનન્યમૂર્તિ) એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિષે ને બીજા વિભૂતિ-અવતારને વિષે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાંખનારો તથા ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યમંડળમાં ભેદ છે, ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ આ પ્રગટ પુરુષોત્તમમાં અને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા.” (સ્વામીની વાતો: ૭/૧૫). આવું જ નિરૂપણ નિત્યાનંદ સ્વામી (વાત: ૧૪), વિધાત્રાનંદ સ્વામી (વાત: ૧૪) વગેરે સમકાલીન સંતોએ પણ કર્યું છે.

647 142 27

૨૭. ગીતા: ૧૮/૬૬.

648 142 28

૨૮. ભાગવત: ૧/૮-૯; મહાભારત, શાંતિપર્વ: ૧/૧૩-૧૭, ૩૮/૬-૭.

649 142 29

૨૯. ગીતા: ૨/૪૦.

650 142 30

૩૦. ભાગવતમાં નિરૂપેલા પ્રહ્‌લાદ, અંબરીષ, ધ્રુવ, અજામિલ વગેરેનાં આખ્યાનોમાં ભગવાનના આશ્રયના બળની જ વાત નોંધાઈ છે. પરીક્ષિત રાજાએ ભગવાનના ચરિત્રમાં શંકા કરી ત્યારે પણ, ધર્મથી અધિકપણે ભગવત્સ્વરૂપનો જ મહિમા જણાવ્યો છે.

651 143 31

૩૧. માણકી.

652 143 32

૩૨. ભાગવત: ૨/૯/૩૨-૩૫. આ ચાર શ્લોકમાંથી ભગવાનનું નિરાકારપણું ભક્તિહીનને જણાવાની શક્યતા છે. આ જ દ્વિતીય સ્કંધના ૧૦મા અધ્યાયમાં ૧-૨ શ્લોકમાં આશ્રયનું નિરૂપણ કરેલ છે.

653 143 33

૩૩. પોતાની પ્રવૃત્તિ કરવામાં સમર્થ થયા. (ભાગવત: ૩/૬/૯-૧૦).

654 143 34

૩૪. ભાગવત: ૩/૨૬/૭૦-૭૧.

655 143 35

૩૫. તેના અંતર્યામીપણે.

656 143 36

૩૬. દિવ્યમૂર્તિથી તો.

657 143 37

૩૭. મહાભારત, આદિપર્વ: ૨૧૫-૨૧૬.

658 143 38

૩૮. અહીં ‘બ્રહ્મ’ શબ્દ વચનામૃત ગ. પ્ર. ૪૫ની જેમ ભગવાનની અંતર્યામી શક્તિરૂપ તેજનો વાચક છે, પણ અક્ષરધામ વાચક નથી.

659 143 39

૩૯. મહાભારત, મોક્ષધર્મના અધ્યાયોમાં સાંખ્યશાસ્ત્રનાં નિરૂપણમાં ૩૦૩/૧૩-૧૭ તથા ૨૯૪/૩૮-૪૦માં પરમાત્માનું નિર્ગુણ, નિર્વિકારીપણે વર્ણન છે, જે આ સ્થળે કરેલા વર્ણનની સમાન છે.

660 143 40

૪૦. ગોપીઓનો આ પ્રસંગ ગોપાલોત્તરતાપિની ઉપનિષદ: ૧માં પ્રાપ્ત થાય છે.

661 143 41

૪૧. મહાભારત: ૨૮૯/૩૯-૪૧; યોગસૂત્ર: ૧/૧ તથા ૧/૨૩.

662 143 42

૪૨. ભાગવત: ૮/૮/૨૩-૨૪.

663 143 43

૪૩. ગીતા: ૪/૯.

664 143 44

૪૪. ભાગવત: ૧૦/૩૦-૩૩.

665 144 45

૪૫. ભાવાર્થ‌: જે ઘી ખાવાથી રોગ થાય છે, તે જ ઘી આયુર્વેદનાં ઓષધો સાથે, વૈદ્યના માર્ગદર્શન અનુસાર અનુપાનરૂપે લેવામાં આવે, તો તે ઘી રોગનો નાશ કરે છે. તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોનું અધઃપતન કરનાર છે, પરંતુ તે જ ક્રિયાઓ પરમાત્માની સેવામાં આવી જાય તો મોક્ષ આપનાર બને છે. (ભાગવત: ૧/૫/૩૩-૩૪)

666 144 46

૪૬. બંધન નહીં કરનારું.

667 144 47

૪૭. ગીતા: ૪/૧૮.

668 146 48

૪૮. અહીં દર્શાવેલ હૃદયાકાશમાં દેખાતું તેજ ભગવાનની મૂર્તિના તેજથી ભીન્ન અક્ષરબ્રહ્મરૂપ છે, ‘હરિવાક્યસુધાસિંધુ’ તથા ‘સેતુમાલા ટીકા’ એ બંને તેજને ખૂબ સ્પષ્ટપણે ભિન્ન દર્શાવ્યાં છે. વળી, આ સંદર્ભનાં વાક્યોને સૂક્ષ્મતાથી જોતાં પણ આ ભાવ સ્પષ્ટપણે નજરે પડે છે. અહીં શ્રીજીમહારાજ હૃદયાકાશને વિષે તેજનું નિરૂપણ કરી તે તેજને મધ્યે ‘અતિ પ્રકાશમય’ મૂર્તિ જણાવે છે. એમ બે તેજ સ્પષ્ટપણે ભિન્ન નિરૂપ્યાં છે. અને આગળ તે તેજ માટે કહે છે કે, “એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ.” આવી રીતે અક્ષરબ્રહ્મવાચક તેજ શબ્દ દર્શાવ્યો છે.

669 146 49

૪૯. સમજૂતી માટે જુઓ: આગળની ટીપણી-૪૮.

670 146 50

૫૦. અર્થ‌: જે ધામને પામીને ફરી જન્મ-મરણને પામતા નથી, જે ધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, તે મારું પરમ ધામ છે. (ગીતા: ૧૫/૬).

671 146 51

૫૧. ‘સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે’ આ સંદર્ભને સ્પષ્ટ સમજાવતાં ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમનિરૂપણ(૧/૧૭૨)માં જણાવે છે કે, “ધર્મદેવ ને ભક્તિમાતા થકી છે જન્મ જેમનો, એવા શ્રીસ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ છે. તેમાંથી સર્વ અવતાર પ્રગટ થાય છે ને પાછા તેમને વિષે લીન થાય છે. તે જેમ તારા ચંદ્રમાને વિષે લીન થાય છે ને જેમ ચંદ્રમા સૂર્યને વિષે લીન થાય છે, તેમ લીનતા છે; પણ જેમ જળમાં જળ મળે છે ને અગ્નિમાં અગ્નિ મળે છે, તેમ લીનતા નથી. ને અવતાર ને અવતારીમાં તો ઘણો ભેદ છે એમ જાણવું.”

672 146 52

૫૨. ભાગવત: ૧૧/૩૧/૨૦.

673 146 53

૫૩. ભાગવત: ૫/૬/૮.

674 146 54

૫૪. અહીં ‘ભગવાનનું સ્વરૂપ’ તથા ‘ભગવાનના સ્વરૂપની’ આ બે શબ્દોને બદલે શ્રીજીમહારાજ ‘અમારું સ્વરૂપ’ તથા ‘અમારા સ્વરૂપની’ એમ બોલ્યા હતા, એવું ગુરુપરંપરા દ્વારા આપણને જાણવા મળે છે.

958 146 54

૫૪. અહીં ‘ભગવાનનું સ્વરૂપ’ તથા ‘ભગવાનના સ્વરૂપની’ આ બે શબ્દોને બદલે શ્રીજીમહારાજ ‘અમારું સ્વરૂપ’ તથા ‘અમારા સ્વરૂપની’ એમ બોલ્યા હતા, એવું ગુરુપરંપરા દ્વારા આપણને જાણવા મળે છે.

675 146 55

૫૫. ભાગવત: ૬/૧૧.

676 146 56

૫૬. ભાગવત: ૫/૧૨/૧૪-૧૫.

677 146 57

૫૭. અહીં ‘તેજ’ શબ્દથી ‘સેતુમાલા ટીકા’માં આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે અક્ષરબ્રહ્મ જણાવ્યું છે.

678 149 58

૫૮. સ્વરૂપનિષ્ઠા દૃઢ રાખવાથી ધર્મનિષ્ઠા દૃઢ થાય છે, કેમ કે.

679 149 59

૫૯. ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.

680 149 60

૬૦. ભાગવત: ૧/૧/૨૩.

681 149 61

૬૧. ગ. પ્ર. ૧૫ની ટીપણી-૭૦માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [ભાવાર્થ: અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા: ૬/૪૫)]

682 149 62

૬૨. ગીતા: ૪/૩૯.

683 150 63

૬૩. સાંખ્યશાસ્ત્રના આ સિદ્ધાંતના સંદર્ભો વચ. લો. ૧૫ તથા પં. ૨માં આપ્યા છે.

684 150 64

૬૪. શ્લોકનો અર્થ વચ. ગ. મ. ૯માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૨૭માં દર્શાવ્યા છે: [ગીતા: ૧૮/૬૬. અર્થ: હે અર્જુન! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ મા.]

685 150 65

૬૫. ભાગવત: ૧૦/૩૩.

686 150 66

૬૬. ભાગવત: ૧૦/૪૮.

687 150 67

૬૭. ભાગવત: ૧૦/૪૭/૫૮-૬૩.

688 150 68

૬૮. અહીં દર્શાવેલ સ્થિતપ્રજ્ઞતા ગીતામાં કહેલ સ્થિતપ્રજ્ઞતાથી વિશિષ્ટ છે. અહીં શ્રીજીમહારાજ, ભગવાનનાં ચરિત્રોમાં મનની નિશ્ચલતાને સ્થિતપ્રજ્ઞતા જણાવે છે.

689 151 69

૬૯. ભગવાનની ભક્તિએ રહિત, માટે શુષ્ક.

690 151 70

૭૦. ત્રિષષ્ટિશલાકાપુરુષ: ૮, ૧૧.

691 151 71

૭૧. તત્ત્વાર્થસૂત્ર: ૧૦/૧-૩.

કેવળ જ્ઞાન એટલે જેના મતે રાગ-દ્વેષ રહિત એવા અર્હતને (જીવન્મુક્તને) પ્રાપ્ત થતું સર્વજ્ઞપણું. જ્ઞાનના પ્રતિબંધક અને અંતરાયરૂપ સર્વે કર્મોનો નાશ થવાથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે.

કેવળ જ્ઞાન પ્રગટે અને કર્મમાત્રનો નાશ થાય ત્યારે પરમેશ્વર થવાય છે. માટે “અનાદિ પરમેશ્વર કોઈ નથી” એટલે કે “પહેલેથી જ કોઈ એક પરમેશ્વર છે” એ સિદ્ધાંતનો સ્વીકાર નથી. તેથી જ કોઈ એક પરમેશ્વરનું ભજન કરવાની માન્યતા પણ નથી - કારણ કે સર્વે કર્મ ખપાવતાં ખપાવતાં જ પરમેશ્વર થયા છે, પણ પરમેશ્વરની કૃપાથી કલ્યાણ થાય છે તેવી માન્યતા જ નથી. તેથી આ મત વેદથી વિરુદ્ધ છે.

692 151 72

૭૨. સિદ્ધાન્તલેશસંગ્રહ, પ્રકરણ-૧, જીવેશ્વરસ્વરૂપવિચાર, પૃ. ૭૯-૧૨૧.

693 152 73

૭૩. માટે શુષ્કજ્ઞાનીનાં વચન ન સાંભળવાં.

694 152 74

૭૪. અને શુષ્ક વેદાંતી તથા તેમના ગ્રંથોનો પ્રસંગ સર્વ પ્રકારે ન કરવો.

695 153 75

૭૫. ત્રણે દેહરૂપ.

696 153 76

૭૬. ઇન્દ્રિયોની શક્તિ(આ દેહથી જ અન્ય લોકમાં ગમન, દૂરશ્રવણ, દૂરદર્શન વગેરે)નું અધિકપણું તે સમાધિનું ફળ માન્યું નથી.

697 153 77

૭૭. આ શ્લોકનો અર્થ વચ. ગ. પ્ર. ૫૦માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટપણી-૨૦૯માં છે.

698 154 78

૭૮. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૭.

699 154 79

૭૯. ભાગવત: ૩/૧૨/૨૮.

700 154 80

૮૦. ભાગવત: ૮/૧૨.

701 154 81

૮૧. ભાગવત: ૯/૨૦/૩૬.

702 154 82

૮૨. મહાભારત, આદિપર્વ: ૫૭/૫૬-૬૭.

703 154 83

૮૩. બૃહદારણ્યકોપનિષદ(૪/૩/૧૦)માં કહ્યું છે કે “ન તત્ર રથા ન રથયોગા ન પન્થાનો ભવન્ત્યથ રથાન્ રથયોગાન્ પથઃ સૃજતે!” અર્થાત્ સ્વપ્નમાં રથો નથી, રથમાં જોડવાના અશ્વો નથી, જવાના માર્ગો નથી, પરંતુ સર્વશક્તિ પરમાત્મા રથ, રથના અશ્વ અને માર્ગને સૃજે છે, ઇત્યાદિ.

704 154 84

૮૪. દેશના પ્રસંગથી બીજાઓનું તે તે ક્રિયામાં પ્રધાનપણું કહે છે.

705 154 85

૮૫. ભાગવત: ૫/૨૩.

706 155 86

૮૬. ઉદાહરણ માટે.

707 155 87

૮૭. વાસુદેવમાહાત્મ્ય: ૨૦-૨૬.

708 155 88

૮૮. અહીં રાણીના દૃષ્ટાંત વડે ‘સાધુ’ પદથી અક્ષરબ્રહ્મ સમજવા, પણ મુક્તો નહીં. અક્ષરધામના મુક્તોને વચ. લો. ૧૩માં રાજાના ચાકરની ઉપમા આપી છે.

709 156 89

૮૯. મન-અંતઃકરણ જડ હોવા છતાં ચૈતન્ય જીવાત્માના અતિ સામીપ્યને લીધે પ્રકાશિત થતું હોઈ ‘કિરણ’ શબ્દથી કહ્યું છે. જીવની ઇચ્છા વિરુદ્ધ મન સ્વતંત્રપણે કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થવા અસમર્થ છે, એટલે તેને ‘જીવ થકી જુદું નથી’ એમ કહ્યું. વસ્તુતઃ જીવ અને મન તત્ત્વે કરીને જુદા છે.

710 157 90

૯૦. મહાભારત, શાંતિપર્વ: ૨૮૯/૩૦-૩૨.

711 157 91

૯૧. મહાભારત, શાંતિપર્વ: ૨૯૦/૨-૧૨.

712 159 92

૯૨. કૈકેયી; વાલ્મીકિ રામાયણ, અયોધ્યાકાંડ: ૬૮-૭૩.

713 159 93

૯૩. બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૯૭-૧૧૩.

714 160 94

૯૪. ભાગવત: ૧/૧૯/૨૫-૨૮.

715 160 95

૯૫. ભાગવત: ૫/૯-૧૦.

716 160 96

૯૬. ભાગવત: ૭/૫, ૮.

717 160 97

૯૭. ભાગવત: ૩/૧૫.

718 161 98

૯૮. વાલ્મીકિ રામાયણમાં દશરથનું મૃગયા માટે ગમન (અયોધ્યાકાંડ-૫૭); અશ્વમેધ યજ્ઞ (બાલકાંડ-૧૩); રામચંદ્રજીનો યજ્ઞ (અરણ્યકાંડ-૮/૯). આ વિષયોમાં હિંસાત્મક યજ્ઞનું પ્રતિપાદન છે.

719 161 99

૯૯. ભગવાન શ્રીરામે રાવણનો નાશ કરી લંકા પર વિજય મેળવી પુષ્પક વિમાનમાં અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં ભરતજીએ ભગવાન શ્રીરામનો ગાદી પર અભિષેક કર્યો. થોડા સમય પછી શ્રીરામે પોતાના મિત્ર ભદ્રને નગરમાં શી ચર્ચાઓ ચાલે છે તે પૂછ્યું. ત્યારે ભદ્ર હાથ જોડીને કહ્યું, “સીતાને રાવણ ઉઠાવી ગયો અને ઘણા સમય એની સાથે રહ્યો છતાં રામ એમની ઘૃણા કેમ કરતા નથી? હવે અમારે પણ પત્નીઓની આવી વાતો સાંભળવી પડશે કેમ કે રાજા જેવું આચરણ કરે છે, પ્રજા પણ એવું જ અનુકરણ કરે છે. આવું લોકો બોલે છે.” તે સાંભળ્યા બાદ શ્રીરામે પોતાના ભાઈઓની સમક્ષ સીતા વિષયક લોકાપવાદની ચર્ચા કરી અને સીતાને વનમાં છોડી દેવા લક્ષમણને આજ્ઞા કરી. [વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ: ૪૪-૪૫.]

720 163 100

૧૦૦. ભાગવત: ૧/૧૭/૩૯.

721 164 101

૧૦૧. અક્ષરબ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો.

722 164 102

૧૦૨. અક્ષરબ્રહ્મ. અહીં પાંચ ભેદમાં ‘પુરુષ’ શબ્દથી ચોથો ભેદ દર્શાવ્યો છે તેને અક્ષરબ્રહ્મ જાણવા, કારણ કે વચ. ગ. પ્ર. ૭માં તથા ‘સત્સંગિજીવન’ વગેરે ગ્રંથોમાં આ ચોથો ભેદ બ્રહ્મ જ કહ્યો છે. અહીં દર્શાવેલ પુરુષ અક્ષરબ્રહ્માત્મક મુક્ત હોવાથી અને પુરુષનો સવિશેષ વિચાર-વિમર્શ ચાલતો હોવાથી ‘પુરુષ’ નામ લખ્યું છે, વસ્તુતઃ પુરુષનો ચૈતન્ય તો જીવો અથવા ઈશ્વરકોટિમાંથી આવેલ મુક્ત છે, તેથી પુરુષનો કોઈ સ્વતંત્ર ભેદ શ્રીહરિના મતે નથી.

723 167 103

૧૦૩. કાર્યરૂપ જડ તત્ત્વોના અભિમાની જે દેવતાઓ તે કારણરૂપ તત્ત્વ કહેવાય છે.

724 167 104

૧૦૪. એક જ પૃથ્વી ચામડી, માંસ વગેરે ભિન્ન ભિન્ન રૂપે તથા કારીગરની સૂઝ પ્રમાણે કાચના વિવિધ આકારો તેમજ હીરા, મોતી વગેરે મોંઘા પદાર્થરૂપે પણ થઈ છે. તેવી જ રીતે એક જ માયા શરીરરૂપે તથા ઇન્દ્રિયો વગેરે રૂપે ભિન્ન ભિન્ન થઈ છે.

725 168 105

૧૦૫. યોગનિદ્રા.

726 170 106

૧૦૬. “સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥”
આ ગીતા (૩/૩૩)નો અર્થ છે.

727 172 107

૧૦૭. શુષ્ક અદ્વૈત વેદાંતના.

728 172 108

૧૦૮. ભાગવત: ૫/૧૭/૨૦.

729 172 109

૧૦૯. ભાગવત: ૧૦/૩૯.

730 172 110

૧૧૦. વચ. પં. ૨ની ટીપણી-૧૭માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યો છે: અર્થ: શુકદેવજી કહે છે કે, “હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.” (ભાગવત: ૨/૧/૯).

731 175 111

૧૧૧. પુરુષોત્તમનું નિર્ગુણપણું તથા સગુણપણું છે પરંતુ અલૌકિક ઐશ્વર્યરૂપ છે; જેનું નિરૂપણ વચ. કા. ૮માં છે. અહીં પ્રશ્ન પૂછનારના આશય પ્રમાણેનું સગુણ-નિર્ગુણપણું અક્ષરબ્રહ્મનું છે પણ પુરુષોત્તમનું નથી, તેમ તાત્પર્ય સમજવું.

વિશેષ સમજૂતી: પુરુષોત્તમ નારાયણનું નિર્ગુણપણું અને સગુણપણું છે ખરું, પરંતુ તેનું વર્ણન શબ્દ દ્વારા યથાર્થ થઈ શકતું નથી.

પુરુષોત્તમ નારાયણનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ હોવા છતાં શ્રીજીમહારાજ અહીં કહે છે, “પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ના કહેવાય.” શ્રીજીમહારાજના આ વચનને નીચે પ્રમાણે સમજી શકાય.

પુરુષોત્તમ નારાયણનું સગુણસ્વરૂપ અને નિર્ગુણસ્વરૂપ છે જ. શ્રીજીમહારાજે પણ વચનામૃત કારિયાણી ૮માં પુરુષોત્તમ નારાયણના નિર્ગુણસ્વરૂપ અને સગુણસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મના પણ આત્મા હોવાથી તેઓ અન્વયસ્વરૂપે અક્ષરબ્રહ્મના નિર્ગુણ સ્વરૂપમાં પણ વ્યાપીને રહ્યા છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૪) એટલે અક્ષરબ્રહ્મના નિર્ગુણ સ્વરૂપ કરતાં પરબ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે.

વળી, અક્ષરબ્રહ્મના સગુણ સ્વરૂપને અર્થાત્ અક્ષરધામને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા વિરાજમાન રહે છે અને અનંત કોટિ મુક્તને ધારવા સમર્થ છે. (વચનામૃત લોયા ૧૩) એટલે અક્ષરબ્રહ્મના સગુણસ્વરૂપ કરતાં પણ પરબ્રહ્મનું સગુણસ્વરૂપ અત્યંત મોટું છે.

આ રીતે પરબ્રહ્મનું નિર્ગુણપણું અને સગુણપણું છે ખરું, પરંતુ તેનું યથાર્થ નિરૂપણ કરી શકાતું નથી. કારણ કે વર્ણન કરવા માટે જે જે શબ્દોનો પ્રયોગ કરીએ, તે તો અક્ષરબ્રહ્મના સગુણ-નિર્ગુણ સ્વરૂપ સુધી જ પહોંચે છે અને પરબ્રહ્મ તો અપારના અપાર રહે છે.

ગુરુપરંપરાનાં વચનો: યોગીજી મહારાજ આ વિષે સમજાવતાં કહે છે, “પુરુષોત્તમ નારાયણના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી, એટલે કહેવાતું નથી. છતાં અક્ષરના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું નિરૂપણ કરવાથી પુરુષોત્તમના સ્વરૂપનો મહિમા સમજાય છે. કેમ જે, ‘જ્યારે આવા મોટા અક્ષર, તો તેના પતિ પુરુષોત્તમ તો કેવા હશે?’ આ મુદ્દો છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૯]

732 175 112

૧૧૨. ભાગવત: ૧૦/૩૩/૨૦.

733 176 113

૧૧૩. પ્રીતિ એટલે રાગ. તે રજોગુણનું કાર્ય હોવાથી ગુણાતીત ભક્તમાં તે સંભવે નહિ, એમ જાણીને આ સંશય કર્યો છે.

734 176 114

૧૧૪. પણ આ નિર્ગુણ ભક્તની જે પ્રીતિ તે ભગવાનના માહાત્મ્યજ્ઞાનમૂલક છે; માટે નિર્ગુણ છે.

735 176 115

૧૧૫. આત્માની સાથે એકીભૂત; એટલે પૃથક્ નહિ રહેનારી.

736 176 116

૧૧૬. આત્માથી પૃથક્‌પણે રહેનારી.

737 176 117

૧૧૭. નિર્ગુણ ભક્તની પ્રીતિ ભગવાનના મહિમામૂલક છે. જે મહિમા છે તેનો આધાર આત્મા છે, માટે તે પ્રીતિ આત્માની સાથે એકીભૂત છે, પૃથક્ નથી.

738 176 118

૧૧૮. બ્રહ્મરૂપ થયેલ પોતાના આત્માથી અપૃથક્‌સિદ્ધ છે, માટે બ્રહ્મસ્વરૂપ કહી છે. જો કે ‘બ્રહ્મસ્વરૂપ પ્રીતિ’ શબ્દ શ્રીજીમહારાજે પોતાની આગવી શૈલીમાં અહીં નિરૂપ્યો છે. તેમણે જણાવેલ આચાર્યોએ માયાના ગુણો ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી અથવા માયાથી પર થયેલા મુક્તો પણ ભક્તિ કરે છે તેવા આશયના સંદર્ભો પોતાના ગ્રંથોમાં કહ્યા છે, જે આ મુજબ છે:- મધ્વાચાર્ય: ભાગવતતાત્પર્યનિર્ણય: ૨/૧/૭-૯: નિંબાર્કાચાર્ય પરંપરાના આચાર્યશ્રી પુરુષોત્તમાચાર્ય: વેદાન્તરત્નમંજૂષા: ૩, પૃ ૧૫૬; તથા શુકદેવકૃત ભાગવત પરની સિદ્ધાન્તપ્રદીપ ટીકા: ૧૧/૧૮/૪૬, ૧૧/૨૫/૩૫; વલ્લભાચાર્ય, ગીતા, તત્ત્વદીપિકા ટીકા: ૧૮/૫૪.

739 178 119

૧૧૯. તે કેમ નથી?

740 178 120

૧૨૦. માટે સુખ-દુઃખમાં ભેદ છે. આ દેહથી ભોગવાતું કર્મ છે તે પ્રારબ્ધ કહ્યું છે; જે બીજા જન્મમાં ભોગવવા યોગ્ય અને આ જન્મમાં થતું કર્મ છે તે ક્રિયમાણ કહ્યું છે, તે ક્રિયમાણ કર્મમાં જે વિશેષ છે તેને કહે છે.

741 180 121

૧૨૧. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૮.

742 181 122

૧૨૨. સાધનાની દૃષ્ટિએ અહીં ભગવાનનું નિરંતર સ્મરણ કરનારને નિરન્નમુક્તની ઉપમા આપી છે. પરંતુ સાધ્ય-ઉપાસ્ય સર્વાવતારી શ્રીજીમહારાજ હોય તો તે સર્વથી પર અક્ષરધામને જ પામે છે પરંતુ શ્વેતદ્વીપને નહીં.

743 183 123

૧૨૩. શ્રીજીમહારાજે અક્ષરબ્રહ્મ સાથે આ પ્રકારે પોતાના આત્માને લીન કરી દીધો છે, તે અન્ય જીવો, ઈશ્વરો તથા મુક્તોથી અક્ષરબ્રહ્મ પર અધિક પ્રેમ અને એકતાનું સૂચક છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ઘણા જીવન પ્રસંગોમાં તેમની સાથેની આ પ્રકારની એકતા શ્રીજીમહારાજે દાખવી છે.

744 184 124

૧૨૪. શિવ, બ્રહ્માનાં આખ્યાનોના સંદર્ભ ક્રમાંકો વચ. ગ. પ્ર. ૨૩ની ટીપણીઓમાં અનુક્રમે ૧૦૫ અને ૧૦૬માં છે.

745 186 125

૧૨૫. બૃહદારણ્યકોપનિષદ: ૨/૩/૬.

746 187 126

૧૨૬. ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા ॥ વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ । યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્ ॥ આ શ્લોકનો અર્થ છે. (ભાગવત: ૧૧/૧૨/૧-૨).

747 187 127

૧૨૭. અર્થ: જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વબુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો ગધેડો જાણવો. (ભાગવત: ૧૦/૮૪/૧૩).

748 189 128

૧૨૮. ‘ભગવાનમાં જ સર્વથી અધિક પ્રીતિ સર્વ પ્રકારે કરવી,’ કેમ જે.

749 190 129

૧૨૯. ભાગવત: ૬/૧૬/૧૫.

750 190 130

૧૩૦. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૫-૬૮૬.

751 191 131

૧૩૧. મુક્તાનંદ સ્વામીએ દર્શાવેલાં સાધનો અમુક કક્ષાના આશ્રિતોને જ પોષણ આપી શકે પરંતુ તમામ પ્રકારના આશ્રિતોને પ્રગટ ભગવાનનાં ચરિત્રોથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ તમામ સદ્‌ગુણોનું પોષણ મળે તેવો આશય શ્રીહરિનો છે.

752 192 132

૧૩૨. ૧. ઋગ્વેદ: ઐતરેયોપનિષદ: ૩/૪. ૨. સામવેદ: છાંદોગ્યોપનિષદ: ૪/૯/૩; ૬/૧૪/૨. ૩. કૃષ્ણયજુર્વેદ: કઠોપનિષદ: ૧/૨/૮-૯. ૪. અથર્વવેદ: પ્રશ્નોપનિષદ: ૬/૮.

753 192 133

૧૩૩. ભાગવત: ૫/૫/૨.

754 192 134

૧૩૪. મહાભારત: આરણ્યક પર્વ: ૨૮૧/૨૯,૪૭; અનુશાસન પર્વ: ૬૯/૩૨.

755 192 135

૧૩૫. કણભા ગામના પાટીદાર ભક્ત.

756 192 136

૧૩૬. ડભાણના પાટીદાર ભક્ત.

757 192 137

૧૩૭. સુંદરિયાણાના વણિક ભક્ત.

758 192 138

૧૩૮. બોચાસણના પાટીદાર ભક્ત.

759 192 139

૧૩૯. સુરતના વણિક ભક્ત.

760 192 140

૧૪૦. અમદાવાદના પાટીદાર ભક્ત.

761 194 141

૧૪૧. ભાગવત: ૧/૧૮; ૧૨/૬/૧૧-૧૩.

762 194 142

૧૪૨. ભાગવત: ૪/૩-૭.

763 195 143

૧૪૩. ભાગવત: ૧૦/૨૯/૩૬.

764 197 144

૧૪૪. શ્રીકૃષ્ણ મિષે તમામ અવતારો સમાન ન સમજવા તેવો અહીં આશય છે. વચ. લો. ૧૪માં પણ અવતારોની સામર્થીમાં તારતમ્ય અંગેનાં વચનો પ્રાપ્ત થાય છે.

765 197 145

૧૪૫. પુરુષોત્તમ ભટ્ટને ઉદ્દેશીને અહીં જે શ્રીકૃષ્ણ તથા અક્ષરધામ વગેરેનું વર્ણન કરાયું છે તે અવતારી પુરુષોત્તમ નારાયણનો પોતાનો જ મહિમા છે અને પોતાના ધામનું જ વર્ણન છે, પરંતુ પ્રશ્ન પૂછનારને સમાસ થાય તે હેતુથી શ્રીજીમહારાજ અહીં બંને સ્વરૂપો - ગોલોકવાસી શ્રીકૃષ્ણ ભગવાન અને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના અવતાર-અવતારી ભેદને દર્શાવ્યા વગર નિરૂપણ કરે છે. ભાગવત, બ્રહ્મવૈવર્તપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશ વગેરેમાં ગોલોકવાસી શ્રીકૃષ્ણનાં સામર્થ્યનું તથા તેમના ધામનું વર્ણન અહીં જણાવ્યા પ્રમાણે પૂર્ણપણે નથી. અહીં અવતારી તરીકે વર્ણવાયેલો આ મહિમા કેવળ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો જ છે.

766 197 146

૧૪૬. ભાગવત: ૧૦/૩૩/૨૦.

767 197 147

૧૪૭. પ્રાકૃત પ્રલયમાં જે બ્રહ્માંડની સો વરસની આવરદા પૂરી થઈ હોય તેનો જ નાશ થાય છે, અન્ય સર્વે બ્રહ્માંડોનું આયુષ્ય બાકી હોય તો તેનો નાશ ન થતો હોવાથી, “સર્વે બ્રહ્માંડ વસે જ છે તો,” તેમ શ્રીજીમહારાજ જણાવે છે, પરંતુ આત્યંતિક પ્રલયના સંદર્ભમાં જણાવતા નથી. વચ. ગ. પ્ર. ૧૨, વચ. કા. ૭ તથા ભૂગોળ-ખગોળના વચનામૃતોના આધારે સર્વે બ્રહ્માંડોના નાશરૂપ આત્યંતિક પ્રલય પણ વાસ્તવિક રીતે થાય જ છે.

768 198 148

૧૪૮. ભાગવત: ૧/૭/૧૦-૧૧.

769 199 149

૧૪૯. તથા કરચરણાદિક અવયવ રહિત નિરવયવ છે તથા અણુ જેવો સૂક્ષ્મ છે તે તાત્પર્ય પણ સમજવું.

770 199 150

૧૫૦. આ લોકમાં ઘણા પુરુષો ભગવાનને ભજે છે; તેમાં કેટલાક ભક્તોને.

771 199 151

૧૫૧. માટે તે ભક્તોને ભગવાન અને તેમના સંતોને વિષે જ સર્વદા લગની થવી જોઈએ, છતાં પણ કોઈક ભક્તને.

772 199 152

૧૫૨. દેહાભિમાનીઓમાં જ માનદોષનો સંભવ છે.

773 199 153

૧૫૩. તેવા ભક્તે યોગસિદ્ધિવાળા અને આત્મદર્શનવાળાઓને વર્તવાની રીત જાણી નથી. શુકદેવ વગેરે યોગીઓ બ્રહ્મરૂપ થઈને પણ તે સ્થિતિને પૂર્ણ ન માનતાં ભગવાનની ભક્તિને જ કરતા હતા. આ બાબતોને નહિ જાણવાથી ભગવાન અને તેમના સંતોને વિષે વૃત્તિ ગૌણ થાય છે અને આત્મદર્શનમાં વધુ લગની થાય છે. માટે પ્રથમ પૂર્વના યોગીઓની વર્તવાની રીત અવશ્ય જાણવી જોઈએ. અને આ જે પોતાની ખોટ્ય તે ટાળવી અને.

774 199 154

૧૫૪. ભાગવત: ૧/૭/૧૧.

775 199 155

૧૫૫. ભાગવત: ૨/૯/૩૧.

941 195 156

૧૫૬. આ વચનામૃત મુક્તાનંદ સ્વામી માટે અણસમજણ ટાળનારું બની રહેલું. તેથી જ આ ઉપદેશ બાદ મુક્તાનંદ સ્વામીએ એક કીર્તન લખ્યું, જેનો ઉલ્લેખ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કરતાં કહે છે:

“મહારાજ સાથે મુક્તાનંદ સ્વામીને દસ વર્ષ સુધી જ્ઞાનનો ભેદ રહ્યો હતો. પછી મધ્યનું બાસઠમું, ત્રણ અંગનું વચનામૃત સમજાવ્યું ત્યારે ‘મારો મત કહું તે સાંભળો...’ એ કીર્તન કર્યું...”

[સ્વામીની વાતો: ૧૪/૧૯૯]

આ કીર્તન નીચે પ્રમાણે છે:

  મારો મત કહું તે સાંભળો રે વ્રજ વાસીજી,

  તજો સાધનનો ઉર આમળો ꠶ટેક

  ગુરુ સંત તે હરિનું ભજન કરે,

  જે પ્રગટ રૂપ હરિ વિચરે ꠶વ્રજ ૧

  ચૈતન્ય સમરસમાં ભેદ ઘણા,

  પરમેશ્વર ઈશ્વર જીવતણા ꠶વ્રજ ૨

  અન્ય જીવ ને સંતમાં ભેદ ઘણો,

  જેમ ગંગોદક મદિરાતણો ꠶વ્રજ ૩

  મેં લીલા સુંદર પ્રગટ કરી,

  તેને ગાવી અતિ આનંદભરી ꠶વ્રજ ૪

  અંતકાળે આવું દાસ કને,

  રથ, અશ્વ, વિમાન, વા સંતતને ꠶વ્રજ ૫

  તે લીલા પૂરણ પ્રીતશું,

  કે’વી સાંભળી રસ રીતશું ꠶વ્રજ ૬

  જો રહેશો દાસના દાસ થઈ,

  સુખ માનીશ ભક્તિ કરીશ સઈ ꠶વ્રજ ૭

  મારા લોક ને મૂર્તિ માહેરી,

  છે પરમ સત્ય ગુણ બાહેરી ꠶વ્રજ ૮

  એને અસત્ય કહી જે જાને છે,

  તેને જમ ઊંધે શિરે તાણે છે ꠶વ્રજ ૯

  મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે,

  સમર્થ કરી ગુણડા ગવાય છે ꠶વ્રજ ૧૦

  હું સદા રહું સત્સંગમાં,

  હું રાચું તેહના રંગમાં ꠶વ્રજ ૧૧

  સત્સંગ તજી જે જાય છે,

  તે જમના કિંકર થાય છે ꠶વ્રજ ૧૨

  મારી દૃષ્ટિએ જગત ઉપજે શમે,

  થઈ રૂપ અનેક માયા રમે ꠶વ્રજ ૧૩

  હું રહું બ્રહ્માંડમાં રૂપ ધરી,

  નૃપ, જોગી, વિપ્રને અનુસરી ꠶વ્રજ ૧૪

  એવો મારો મત જે જાણશે,

  મુક્તાનંદ મહાસુખ માણશે ꠶વ્રજ ૧૫

939 175 156

૧૫૬. આ વચનામૃતના મથાળામાં ‘કૂંચી’ તે અક્ષરબ્રહ્મ સમજવું, કારણ કે અક્ષરબ્રહ્મ દ્વારા પુરુષોત્તમનો મહિમા ઉઘડે છે, અર્થાત્ સમજાય છે. - અંગ્રેજી વચનામૃતની ટીપણી.

940 157 157

૧૫૭. ચોકો-પાટલો એટલે ભોજન કર્યા પછી રસોડામાં વારી અને પોતું કરવું. આ દૃષ્ટાંતનું સિદ્ધાંત - ધામ (અક્ષરબ્રહ્મ), ધામી (પરબ્રહ્મ) અને મુક્તો સિવાય બધું જ નાશવંત છે.

947 168 159

૧૫૯. કબીરની ગાદી પર જે આવે તે બધા કબીર તરીકે ઓળખાય છે. આ પંથમાં પહેલાના કેટલાક કબીર નિરાકારના ઉપાસક હતા તથા મૂર્તિપૂજાના વિરોધી હતા. આથી તેઓનાં કીર્તનોમાં સાકાર ઉપાસનાનું ખંડન થતું હોવાથી અહીં શ્રીજીમહારાજ તેમનાં કીર્તનોનો નિષેધ કરે છે.

આ જ પરંપરામાં એક કબીરને લાગ્યું કે એકલા આત્મજ્ઞાન કરતાં જીવનમાં ભક્તિનું પણ સ્થાન હોવું જોઈએ. તેથી એમણે ભક્તિમાર્ગનું પણ પ્રવર્તન કર્યું અને તે પ્રકારનાં કીર્તનોની રચના કરી. આ કબીરનાં કીર્તનો જેવાં કે - ‘જહાં સદ્‌ગુરુ ખેલે વસંત...,’ ‘ભાગ્ય બડે જહાં સંત પધારે…’ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પ્રચલિત છે.

મધ્યકાલીન યુગના કવિ અખાએ પોતાનાં કીર્તનોમાં કથાવાર્તા, મૂર્તિપૂજા વગેરે ભગવાનની ભક્તિ સંબંધી ક્રિયાઓ તેમ જ તિલક, માળા, કંઠી વગેરે ભક્તિમાં ઉપયોગી સાધનોનું ખંડન કર્યું હોવાથી શ્રીજીમહારાજ અહીં તેનાં કીર્તનો ગાવા કે સાંભળવાનો નિષેધ કરે છે.

948 174 160

૧૬૦. ભાવાર્થ: ધનનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, અન્ય તમામ પદાર્થોનો ત્યાગ થાય અને ભોજન પણ અતિશય ઘટાડી શકાય, પરંતુ માનનો ત્યાગ અતિશય કઠણ છે. માનને આધારે જીવન જિવાય છે.

949 189 161

૧૬૧. શ્રીજીમહારાજ અહીં જણાવે છે, “અમે અમારા આત્માને પણ તપાસી જોયો.” અહીં “આત્મા” એટલે “સ્વરૂપ.” વળી, જ્ઞાની એ ભગવાનનો આત્મા છે. [ગીતા: ૭/૧૮] અને અક્ષરબ્રહ્મ એ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે અર્થાત્ પૂર્ણ જ્ઞાની છે. તેથી અક્ષરબ્રહ્મ એ પરબ્રહ્મ એવા મહારાજનો આત્મા (સ્વરૂપ) છે. આ રીતે અક્ષરબ્રહ્મ અને મહારાજને એકાત્મતા છે. શ્રીજીમહારાજ પોતે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તેથી તેમને બીજા કોઈ ભગવાન વિષે પ્રીતિની વાત કરવાની રહેતી નથી. માટે અહીં “અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં.” એટલે કે પોતાનું સ્વરૂપ એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં” એમ સમજવું.

આવી જ રીતે “અમને અમારી કોરનું ઠીક ભાસે છે.” એટલે “અક્ષરબ્રહ્મ ગુણાતીતની કોરનું ઠીક ભાસે છે” અને “અમારું અંતઃકરણ ફરે નહીં” એટલે “ગુણાતીત ફરે નહીં” એમ સમજવું.

અહીં શ્રીજીમહારાજના કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ એવા પોતે અને અક્ષરબ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી બન્ને અનાદિથી માયા પર હોવાથી એમને ભૂંડા દેશકાળાદિકની અસર ન થાય. એ સિવાય ગમે તેવા મોટા હોય તો પણ ભૂંડા દેશકાળાદિકની અસર થયા વગર રહે નહીં.

980 150 162

૧૬૨. ભગવાનના સ્વરૂપને જો તત્ત્વે સહિત સમજે તો ભગવાનને અન્ય માયિક આકારની જેમ માયિક સમજી બેસે અને જો ભગવાનને તત્ત્વે રહિત સમજે તો નિરાકાર સમજી બેસે. આમ, આ બન્ને સમજણમાં દોષ આવવાની સંભાવના છે. તેથી મહારાજ એ બન્ને પ્રકારની સમજણવાળાને અહીં પાપી કહે છે.

981 161 163

૧૬૩. શ્રીજીમહારાજના સિદ્ધાંત અનુસાર ભગવાનનો રાજીપો ન હોય અને ભગવાનના ભક્ત ઉપર ઇર્ષ્યા હોય તો તે ભગવાનના ધામમાં જઈ શકતો જ નથી. તો પછી ધામમાંથી પડવાનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી અહીં ભગવાનનું ધામ એટલે પૃથ્વી ઉપર જ્યાં પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય ત્યાં ધામ સમજવું એમ મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ ૬૩, ગઢડા પ્રથમ ૭૮, અને લોયા ૧૧માં કહે છે.

વળી, આ જ વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે, “મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે.” તેથી અહીં ભગવાનના ધામમાંથી પડવું એટલે આ મૃત્યુલોકમાં પ્રત્યક્ષ ભગવાન કે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુનો સંબંધ છૂટી જવો.

વિશેષ તો મુમુક્ષુઓને સંતો-ભક્તોના અભાવ-અવગુણમાંથી પાછા વાળવા માટે મહારાજ આવાં વચનો કહે છે.

982 175 164

૧૬૪. શ્રીજીમહારાજના આ કથનને ત્રણ રીતે સમજી શકાય:

 ૧. મહારાજ વચનામૃત લોયા ૧૪માં કહે છે કે તેજના સમૂહ (એટલે કે અક્ષરધામ) મધ્યે સિંહાસન છે, અને તેના ઉપર પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે. અહીં અક્ષરધામનું મધ્ય કયું સમજવું? અક્ષરધામ અનંત, અપાર, અપરિમેય છે, તેથી તેનું મધ્ય કળવું અત્યંત કઠિન છે. તેથી જ્યાં વ્યતિરેક સ્વરૂપે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું એમ મહારાજ અહીં કહે છે.

 ૨. પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, ત્યારે તેઓ જ્યાં વિરાજમાન હોય ત્યાં જ અક્ષરધામ છે એમ સમજવું. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૩, ગઢડા પ્રથમ ૭૮, લોયા ૧૧)

 ૩. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા પછી તેઓ જે સંત દ્વારા સમ્યક્‌પણે પ્રગટ છે, અર્થાત્ જે સંતમાં આ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, તે સંત અક્ષરધામ અર્થાત્ અક્ષરબ્રહ્મ છે, એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ રહે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ