ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
1 1 1

૧. નોંધ: શ્રીજીમહારાજના સમયના મોટા સાધુઓએ વચનામૃતનાં જે નામ પાડેલાં છે, તે હવે દરેક વચનામૃત ઉપર આપવામાં આવશે.

2 1 2

૨. વાસુદેવનારાયણની સંધ્યા-આરતી પછી.

3 1 3

૩. ભગવાનની પ્રસન્નતાના કારણભૂત સ્વધર્મ, તપ આદિક ઉપાય.

4 1 4

૪. યથાર્થ.

5 1 5

૫. સ્ત્રી, પુત્ર ધનાદિક.

6 1 6

૬. માયાથી દેહાદિકમાં અહંમમતા થાય છે, તેથી સ્ત્રીઆદિક પદાર્થનો સંકલ્પ થાય છે. તે અંતરાયરૂપ થવાથી અખંડ ધ્યાન થતું નથી.

7 1 7

૭. ધર્મ એટલે શ્રીહરિના પિતાશ્રી, તેમનું કુળ એટલે ધર્મકુળ અર્થાત્ શ્રીજીમહારાજ; માટે શ્રીજીમહારાજને આશ્રીત એટલે ધર્મકુળને આશ્રીત. ‘ધર્મકુળ’ શબ્દથી રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજોને કહેવામાં આવે છે, પરંતુ આ વચનામૃત લખાયું ત્યારે અર્થાત્ ૧૮૭૬માં તેઓ આવ્યા જ ન હતા. સંવત ૧૮૭૭માં બંને ભાઈઓ લોયામાં શ્રીજીમહારાજને મળે છે, તેમ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં પૂર: ૨૪, તરંગ: ૩૯-૫૫માં વર્ણન છે. તેથી અહીં ‘ધર્મકુળ એટલે શ્રીજીમહારાજ,’ તેવો અર્થ યોગ્ય છે. વળી, ‘ધર્મકુળને આશ્રીત’ એવો શબ્દ અહીં છે. આશ્રય તો રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજો તથા સંતો-હરિભક્તો તમામ સ્વામિનારાયણ ભગવાનનો જ કરે છે. તેથી પણ અહીં ‘ધર્મકુળ’ શબ્દથી શ્રીજીમહારાજ જ અભિપ્રેમ છે.

8 1 8

૮. સાકાર, અક્ષરબ્રહ્મ.

9 1 9

૯. સત્ શબ્દથી કહેલા ભગવાન, સત્પુરુષ, સદ્ધર્મ અને સચ્છાસ્ત્ર - આ ચારનો યથાયોગ્ય સંગ.

10 1 10

૧૦. માહાત્મ્યજ્ઞાનમાં વિરોધી કામ-ક્રોધ-લોભાદિક.

11 1 11

૧૧. આ તો અવિવેકી છે, એકદેશી જ્ઞાનવાળા છે, દીર્ઘદર્શી નથી, વ્યવહારને જાણતા નથી, કેવળ વાર્તા કરવામાં ચતુર છે ઇત્યાદિક.

12 1 12

૧૨. પ્રાયશ્ચિત્ત વગેરે.

13 1 13

૧૩. સાધુરૂપ તીર્થક્ષેત્રે.

14 1 14

૧૪. સ્કંદપુરાણ ૨/૫/૧૭; વરાહપુરાણ ૧૬૩/૪૯, ૧૭૪/૫૩માં પણ થોડા પાઠ-ભેદથી આ શ્લોક છે.

15 2 15

૧૫. ત્રણ પ્રકારના વૈરાગ્યવાળા પુરુષોનાં લક્ષણો કહેવા દ્વારાએ ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ કહેલાં જાણવાં.

16 3 16

૧૬. નિરંતર - ત્રણ અવસ્થામાં.

17 4 17

૧૭. પોતાને સમાન બીજા કોઈનો ઉદય સહન ન થાય તે.

18 4 18

૧૮. એક મન્વંતર = ૩૦,૮૫,૭૧,૪૨૮ વર્ષ. તેથી સાત મન્વંતર = ૨,૧૫,૯૯,૯૯,૯૯૬ (બે અબજ, પંદર કરોડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો છન્નુ) વર્ષ.

19 4 19

૧૯. લિંગમહાપુરાણ, ઉત્તર ભાગ: ૨-૩ અધ્યાયમાં થોડા ફેરફાર સાથે આ પ્રસંગ નોંધાયો છે.

20 5 20

૨૦. અહીં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના દૃષ્ટાંતથી, પોતાના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ ‘ખોરડા પર બીજ’ એ ન્યાયથી મુખ્યપણે સંપ્રદાયમાં સમજાવાય છે.

21 5 21

૨૧. પોતાની મૂર્તિનાં દર્શન આપવારૂપ.

22 6 22

૨૨. સત્-અસત્‌ના જ્ઞાનવાળો.

23 7 23

૨૩. વિદ્વાનોને પણ.

24 7 24

૨૪. ‘સ્થૂલાદિ દેહ તે જ હું છું,’ એવા અનાદિ અજ્ઞાનથી ઉપજેલ અહંભાવપણે.

25 7 25

૨૫. ચિદ્રૂપપણું, સ્વયંપ્રકાશપણું અને અછેદ્ય-અભેદ્યપણું વગેરે.

26 7 26

૨૬. જ્ઞાનસત્તામાત્ર એટલે છ વિકારે રહિત.

27 7 27

૨૭. અક્ષરધામમાં મૂર્તિમાન સેવકરૂપે તથા ધામરૂપે.

28 7 28

૨૮. બ્રહ્મજ્યોતિ અર્થાત્ અક્ષરધામ. આ વાક્યનો અર્થ પરથારાની ટીપણી ક્રમાંક-૧ પરથી જાણવો.

29 7 29

૨૯. પાંચેયનું પરસ્પર જુદાપણું.

30 7 30

૩૦. નિત્ય છે, પરંતુ ઔપાદિક નથી.

31 7 31

૩૧. આવી રીતે, અન્વય-વ્યતિરેકથી જીવ, ઈશ્વર વગેરે પાંચેય તત્ત્વોનાં નિરૂપણરૂપ અધ્યાત્મવાર્તાને બરાબર સમજવાથી બુદ્ધિમાં ભ્રમ થતો નથી, તે તાત્પર્ય છે.

32 8 32

૩૨. રાગ-દ્વેષાદિ દોષે રહિત.

33 10 33

૩૩. લોહીખંડ પેટબેસણું અર્થાત્ લોહી સાથે થતા અતિશય ઝાડા, અતિસાર.

34 12 34

૩૪. સ્વરૂપ-સ્વભાવથી અત્યંત વિલક્ષણ.

35 12 35

૩૫. જેનો ખંડ-ભાગ નથી, કે ખંડિત થતા નથી.

36 12 36

૩૬. જેનો આદિ નથી અર્થાત્ ઉત્પત્તિ નથી.

37 12 37

૩૭. જેનો અંત નથી અર્થાત્ નાશ નથી.

38 12 38

૩૮. ત્રણ કાળમાં પણ જેના સ્વરૂપનો બાધ નથી.

39 12 39

૩૯. પોતાને આધીન પ્રકાશવાળા.

40 12 40

૪૦. અમાયિક શરીરવાળા.

41 12 41

૪૧. માયા અને તેના કાર્યને જાણનારા.

42 12 42

૪૨. સત્ત્વ, રજ, તમ એ ત્રણ ગુણો જેના સ્વરૂપમાં રહેલા છે.

43 12 43

૪૩. સ્વયં જડ છે તથા પ્રલયકાળમાં જીવો અને ઈશ્વરરૂપ ચૈતન્યોને પોતાના ગર્ભમાં સમાવનાર હોવાથી ચિત છે, તેવી રીતે જડ-ચિત સ્વરૂપવાળી.

44 12 44

૪૪. કારણ અવસ્થામાં પૃથિવી, જળ વગેરે વિશેષે રહિત.

45 12 45

૪૫. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનું સરખાપણું ધરાવતી.

46 12 46

૪૬. ત્રણે ગુણોનું અસમાનપણું.

47 12 47

૪૭. રજ-તમથી અભિભૂત નહિ થયેલો, માટે શુદ્ધ એવો સત્ત્વગુણ તે જેમાં મુખ્ય છે.

48 12 48

૪૮. સાત્ત્વિક, રાજસ અને તામસ.

49 12 49

૪૯. સહાયકપણે.

50 12 50

૫૦. પાંચ મહાભૂતના કારણરૂપ શબ્દાદિક પાંચ તન્માત્રાનાં.

51 12 51

૫૧. વાચક.

52 12 52

૫૨. અસાધારણ ગુણ.

53 12 53

૫૩. લક્ષણ.

54 12 54

૫૪. આશ્રયદાતા.

55 12 55

૫૫. હોમવાનાં જવ, તલ, ડાંગર વગેરે દ્રવ્યોનું.

56 12 56

૫૬. ઇન્દ્રિયોને કાર્યશક્તિ આપવાપણું.

57 12 57

૫૭. અન્નના રસને જઠરાદિકમાં લઈ જવો, મળને બહાર કાઢવો, લોહીનું પરિભ્રમણ વગેરે.

58 12 58

૫૮. હરવું, ફરવું, બોલવું, હસવું, રડવું, ખાવું, પીવું વગેરે.

59 12 59

૫૯. ‘પ્રધાનપુરુષ’ શબ્દમાં ‘પ્રધાનપુરુષો’ એમ બહુવચન સમજવું.

60 12 60

૬૦. જેને સૂક્ષ્મ ભૂત કહે છે, તે દ્વારા એ પાંચ સ્થૂળ ભૂત ઉત્પન્ન થાય છે.

61 13 61

૬૧. વૈરાજપુરુષની આયુષ્યના પ્રથમ અર્ધા ભાગને પરાર્ધ કહે છે. તે પરાર્ધનો પ્રથમ દિવસ અથવા પ્રથમ કલ્પ એટલે બ્રાહ્મકલ્પ. (ભાગવત: ૩/૧૧/૩૩-૩૪)

62 13 62

૬૨. ઉપર કહેલ વૈરાજપુરુષના પ્રથમ પરાર્ધનો છેલ્લો દિવસ અથવા છેલ્લો કલ્પ એટલે પાદ્મકલ્પ. (ભાગવત: ૩/૧૧/૩૫)

63 13 63

૬૩. પૃથ્વીને ભેદીને બહાર નીકળનારા દેહ: વૃક્ષ, લતા આદિક.

64 13 64

૬૪. ઓરથી ઢંકાયેલ જન્મ પામે તેવા દેહ: મનુષ્ય, પશુ આદિક.

65 13 65

૬૫. મળ, કીચડ તેમજ પરસેવામાંથી પેદા થનાર દેહ: માંકડ, ચાંચડ આદિક.

66 13 66

૬૬. ઈંડાંમાંથી ઉત્પન્ન થનાર દેહ: પક્ષી, સર્પ આદિક.

67 14 67

૬૭. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૩.

68 14 68

૬૮. હિરણ્યકેશીયશાખાશ્રુતિ; આ શાખા હાલ ઉપલબ્ધ નથી.

69 14 69

૬૯. તેમને ધરાવ્યા વિના પ્રથમથી.

70 15 70

૭૦. ભાવાર્થ: અનેક જન્મનાં પુણ્યકર્મો વડે સિદ્ધ થાય ત્યારે તેને છેલ્લા જન્મરૂપ પરાગતિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય છે. (ગીતા: ૬/૪૫)

71 16 71

૭૧. કાળાદિકથી પરિણામ નહિ પામનારા આત્મા-પરમાત્મા તથા કાળાદિકથી પરિણામ પામનારાં માયા અને તેનાં કાર્યને યથાર્થ જાણવારૂપ વિવેક.

72 16 72

૭૨. મનુષ્યરૂપ એવા પણ.

73 16 73

૭૩. બ્રહ્મરૂપે.

74 16 74

૭૪. અશુભ દેશાદિક આઠ.

75 16 75

૭૫. એકાંતિક ધર્મમાં પુષ્ટિ થાય તેવો.

76 17 76

૭૬. શ્રીમદ્‌‎ભાગવતની.

77 17 77

૭૭. ગૃહસ્થાશ્રમી હોવા છતાં કાયમ બ્રહ્મચર્ય પાળી સત્સંગમાં સેવા આપતા ભક્તો.

78 17 78

૭૮. ગૃહસ્થાશ્રમી સ્ત્રી-પુરુષ ભક્તો.

79 17 79

૭૯. ગૃહસ્થના તથા ત્યાગીના શિક્ષાપત્રી વગેરેમાં કહેલ ભક્તિના પોષક નિયમ-ધર્મો.

80 18 80

૮૦. છ દર્શનો: (૧) સાંખ્ય, (૨) યોગ, (૩) ન્યાય, (૪) વૈશેષિક, (૫) પૂર્વમીમાંસા, (૬) વેદાંત.

81 18 81

૮૧. (૧) બ્રહ્મ, (૨) પદ્મ, (૩) વિષ્ણુ, (૪) શિવ, (૫) ભાગવત, (૬) અગ્નિ, (૭) નારદીય, (૮) માર્કંડેય, (૯) ભવિષ્ય, (૧૦) બ્રહ્મવૈવર્ત, (૧૧) લિંગ, (૧૨) વરાહ, (૧૩) સ્કંદ, (૧૪) વામન, (૧૫) કૂર્મ, (૧૬) મત્સ્ય, (૧૭) ગરુડ, (૧૮) બ્રહ્માંડ.

82 18 82

૮૨. મહાભારત, રામાયણ વગેરે.

83 18 83

૮૩. સુવર્ણના અલંકારાદિક અનેક રમણીય વસ્તુઓનો યોગ; મુશ્કેલી.

84 18 84

૮૪. મોક્ષ-ઉપયોગી સાધનાના અનુસંધાનથી મુમુક્ષુને વિચલિત કરનાર, અંતરાય, ક્લેશ.

85 18 85

૮૫. શુભ અથવા અશુભ.

86 18 86

૮૬. એક જાતનું કેફી પીણું.

87 18 87

૮૭. ધર્મનિષ્ઠ ભક્તજન.

88 18 88

૮૮. નિર્વિકાર એવું પણ.

89 18 89

૮૯. અશુદ્ધ, વિકારી.

90 18 90

૯૦. દુરાચારી પણ.

91 18 91

૯૧. કામ, ક્રોધ વગેરેની વાસનાથી દૂષિત એવું પણ.

92 18 92

૯૨. શુદ્ધ.

93 18 93

૯૩. સંસ્કૃત: वाल्मीक; વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોથી ઉત્પન્ન થતો રોગ. આ રોગ થતાં હાથ-પગની આંગળીઓ, તળિયાં તથા હાથ અને છાતીના સાંધામાં નાના રાફડા (કીડી અથવા ઊધઈના ઉપસાવેલ દર) જેવો ભાગ ઊપસે છે. જે અત્યંત ઝીણી ઝીણી ફોડકીઓથી ઊપસે છે અને અત્યંત બળતરા થાય છે. તે પાકી જતાં તેટલો ભાગ શસ્ત્રથી કાપવો પડે છે. પછી રૂઝ લાવવા ખારું પાણી અથવા અગ્નિનો (ડામનો) ઉપયોગ કરાય છે. – અષ્ટાંગહૃદય, ઉત્તરસ્થાન, અધ્યાય: ૩૧/૧૯-૨૦; ૩૨/૧૦.

94 18 94

૯૪. તપસ્વી નરનારાયણ દેવની જેમ શ્રીજીમહારાજને પણ તપ વિશેષ પ્રિય હોવાથી, નરનારાયણ દેવ પોતાને પ્રિય છે તેમ જણાવવા માટે પોતાના હૃદયમાં નરનારાયણ પ્રગટ બિરાજે છે તેવા શબ્દો કહે છે. વસ્તુતઃ નરનારાયણ ઈશ્વર છે જ્યારે શ્રીહરિ પરમેશ્વર છે.

95 18 95

૯૫. ત્રણ કાળમાં પણ માયાના સંબંધે રહિત.

96 18 96

૯૬. તે તે વિષયોના પ્રસંગમાં.

97 20 97

૯૭. અહીં ‘ધોળાં અને પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા’ તેમ લખ્યું છે, પરંતુ તે વખતના સંતો પાસેથી સાંભળ્યા મુજબ આ ગુચ્છની વચ્ચે એક મોટું પીળું પુષ્પ અને ફરતે સફેદ પુષ્પની હાર્ય હતી. (સેતુમાલા ટીકા).

98 21 98

૯૮. ભગવાનના ધામના માર્ગને અર્ચિમાર્ગ કહે છે; તેને દેવયાન અને બ્રહ્મપથ શબ્દથી પણ કહે છે. તે માર્ગમાં પ્રથમ અર્ચિ અર્થાત્ તેજ આવે છે. તેથી તેનું અર્ચિમાર્ગ એવું નામ પડ્યું છે. અર્ચિમાર્ગે ગયેલાઓ આ સંસારમાં પાછા આવતા નથી. આ માર્ગનું વર્ણન છાંદોગ્યોપનિષદ: ૫/૧૦/૧-૨, બ્રહ્મસૂત્ર: ૪/૩/૧ તથા ગીતા: ૮/૨૪માં કર્યું છે.

99 21 99

૯૯. દિવ્ય કરચરણાદિક અવયવયુક્ત મૂર્તિમાન તથા ભગવાનને રહેવાનું સ્થાન.

100 21 100

૧૦૦. અનંત કોટિ બ્રહ્માંડમાં વ્યાપક ચિદાકાશરૂપ, તથા સાકાર હોવા છતાં અતિશય વિશાળતાને લીધે નિરાકાર જેવું જણાનાર ધામ-સ્થાનરૂપ.

101 21 101

૧૦૧. દિવ્ય કરચરણાદિક-અવયવયુક્ત સેવકરૂપ.

102 21 102

૧૦૨. સ્થાનરૂપ.

103 21 103

૧૦૩. દિવ્ય કરચરણાદિક-અવયવયુક્ત સેવકરૂપ.

104 21 104

૧૦૪. સમાન અનેક ગુણોને અર્થાત્ અક્ષરબ્રહ્મની જેમ પરબ્રહ્મની અતિશય પ્રેમે કરીને નિરંતર સેવા કરવાની યોગ્યતાને.

105 23 105

૧૦૫. ભાગવત: ૮/૧૨.

106 23 106

૧૦૬. ભાગવત: ૩/૧૨.

107 23 107

૧૦૭. દેવીભાગવત: ૬/૨૭; તુલસીકૃત રામચરિતમાનસ, બાલકાંડ: ૧૨૩-૧૩૩; શિવમહાપુરાણ: ૨/૩; લિંગપુરાણ, ઉત્તરાર્ધ: ૫.

108 23 108

૧૦૮. વાલ્મીકિ રામાયણ; બાલકાંડ: ૪૭-૪૮, ઉત્તરકાંડ: ૩૦.

109 23 109

૧૦૯. ભાગવત: ૯/૧૪.

110 23 110

૧૧૦. ભાગવત: ૧૦/૩૩/૨૭-૪૦.

111 24 111

૧૧૧. અહીં ‘જ્ઞાન’ શબ્દથી બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ જાણવા. કારણ કે પ્રકૃતિપુરુષથી પર પરમાત્મા પછી મોક્ષના સાધનરૂપ તે અક્ષરબ્રહ્મ જ છે. તેમના સમાગમે કરીને બ્રાહ્મીસ્થિતિ થાય છે. જેને કારણે પોતાના આત્મામાં કેવળ પરમાત્મા જ રહે છે.

112 24 112

૧૧૨. આ સ્થિતિને ‘જ્ઞાનપ્રલય’ શબ્દથી પણ કહે છે. ભાગવત: ૧૨/૪/૩૪; અગ્નિપુરાણ: ૩૬૯/૧.

113 24 113

૧૧૩. અહીં ‘પ્રણવનો નાદ’ આવો શબ્દ હોવાનો સંભવ છે. કારણ કે હરિવાક્ય સુધાસિન્ધુમાં ‘પ્રણવધ્વનિ’ શબ્દ વાપર્યો છે. વળી ‘પ્રણવ ને નાદ,’ આ વાક્યમાં કોનો નાદ? તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી. ‘પ્રણવનો નાદ’ આ શબ્દનો અર્થ ‘ભગવાનના સર્વોપરી મહિમાનું અનુભવયુક્ત જ્ઞાન’ તેવો પરંપરાથી થાય છે.

114 25 114

૧૧૪. શરીરમાં રહેલાં આવાં સ્થાનોના નિરૂપણ માટે જુઓ પરથારો, ટીપણી-૧૪.

115 26 115

૧૧૫. પોતાના કલ્યાણમાંથી પડવારૂપ.

116 27 116

૧૧૬. ધીરજ રાખવી, સહન કરવું.

117 29 117

૧૧૭. પૂર્વજન્મમાં ભેળું કરેલું અને આ દેહની ઉત્પત્તિનું કારણભૂત એવું પ્રારબ્ધકર્મ આ પ્રકરણમાં ‘સંસ્કાર’ શબ્દથી કહેલું જાણવું.

118 29 118

૧૧૮. ભગવાનને પ્રારબ્ધકર્મનો સંબંધ નથી છતાં પણ મનુષ્યરૂપને અનુસરવાથી એવી રીતે કહે છે.

119 29 119

૧૧૯. જમીનનો લાંબો પટ; નદીના તળના વિસ્તાર માટે ‘પાટ’ શબ્દનો ઉપયોગ પણ થાય છે.

120 29 120

૧૨૦. ભાગવત: ૧૦/૪૫.

121 29 121

૧૨૧. ભાગવત: ૪/૯.

122 30 122

૧૨૨. માયિક વિષય સંબંધી સંકલ્પો.

123 30 123

૧૨૩. વાસનાનો પાશ.

124 30 124

૧૨૪. ફરી ક્યારેય ઘાટ ઊભો ન થાય તેવી રીતે.

125 31 125

૧૨૫. પોતાનાં મન, વાણી, ક્રિયાથી કોઈને દુઃખ ન થાય તે રીતે એકાંતમાં અંતર્વૃત્તિ કરીને.

126 31 126

૧૨૬. ભગવાન અથવા ભક્તની સેવા માટે જ બીજા કોઈ ભગવદ્‌ભક્તને.

127 31 127

૧૨૭. કોઈને ભગવાન અથવા તેમના ભક્તની સેવામાં પ્રેરવા નિમિત્તે કઠણ વચન કહેવારૂપ દૂષણ.

128 31 128

૧૨૮. સ્વતંત્રપણે પ્રગટ થયેલ દિવ્યરૂપ એવા ભગવાનમાં પણ માયિકભાવ કલ્પવારૂપ.

129 31 129

૧૨૯. વ્યવહારિક દૃષ્ટિએ નાનપ-મોટપ.

130 32 130

૧૩૦. વચનામૃત વગેરે સાંપ્રદાયિક ગ્રંથોના અધ્યયન પરથી એમ જણાય છે કે – અનાદિ અર્થાત્ માયાથી હંમેશાં પર અક્ષર અને પુરુષોત્તમ બે જ તત્ત્વો છે. બીજા તમામ જીવો-ઈશ્વરો ભગવાનનાં ભજનથી જ મુક્તિ પામે છે. તેથી અહીં નારદ-સનકાદિક માટે વાપરેલ ‘અનાદિ મુક્ત’ શબ્દ મહિમાની દૃષ્ટિએ પ્રયોજ્યો છે તેમ સમજવું.

131 32 131

૧૩૧. તુચ્છ, નાશવંત, ક્ષણિક, લૌકિક, માયિક.

132 32 132

૧૩૨. એમ જાણીને ઉચ્ચ સ્વરથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું.

133 32 133

૧૩૩. ચંચળ સ્વભાવવાળું છે.

134 33 134

૧૩૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક.

135 33 135

૧૩૫. અનન્ય શરણાગતિ. ‘હે પ્રભુ! હું આપના અપરાધમાત્રના સ્થાનરૂપ છું અર્થાત્ મેં આપના અનંત અપરાધ કર્યા છે. હું અનન્યગતિ છું અર્થાત્ આ અપરાધોમાંથી છૂટવા માટે મારી પાસે આપની કૃપા સિવાય કોઈ ઉપાય નથી. વળી, અકિંચન છું અર્થાત્ આપને પ્રસન્ન કરવા માટે પણ મારી પાસે કોઈ સાધન નથી. માટે હે પ્રભુ! મારા અભીષ્ટમાં ઉપાયભૂત થાઓ અર્થાત્ આપ જ મારું પરમ શ્રેય કરો.’

136 33 136

૧૩૬. આશરો તો એક જ છે પરંતુ ત્રણ પ્રકારથી થાય છે, માટે ‘આશરામાં ત્રણ ભેદ છે’ એમ કહ્યું છે.

137 33 137

૧૩૭. સચ્છાસ્ત્ર અને સત્પુરુષનાં વચનમાં પ્રહ્‌લાદ, વજીબા વગેરેની જેમ કેવળ દૃઢ વિશ્વાસથી.

138 33 138

૧૩૮. વ્રજવાસીઓની જેમ.

139 33 139

૧૩૯. નારદ-સનકાદિકની જેમ.

140 33 140

૧૪૦. સગુણપણું: જ્ઞાન, આનંદ વગેરે ગુણોથી યુક્તપણું.

141 33 141

૧૪૧. સર્વદા માયિકગુણે રહિતપણું.

142 33 142

૧૪૨. વચનામૃત ગઢડા પ્રથમ ૭માં કહ્યું છે.

143 33 143

૧૪૩. વચનામૃત કારિયાણી ૫માં તથા ગીતામાં “બહૂનિ મે વ્યતીતાનિ” આ શ્લોકને આરંભીને “જન્મ કર્મ ચ મે દિવ્યમ્” આ શ્લોક પર્યંત પાંચ શ્લોક (ગીતા: ૪/૫-૯)માં કહેલી.

144 33 144

૧૪૪. “યસ્યાક્ષરં શરીરમ્” (સુબાલોપનિષદ: ૭); “યસ્યાત્મા શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિનપાઠ: ૩/૭/૩૦); “યસ્ય પૃથિવી શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ: ૩/૭/૩); “સર્વં ખલ્વિદં બ્રહ્મ” (છાન્દોગ્યોપનિષદ: ૩/૧૪/૧); “ઇદં હિ વિશ્વં ભગવાન્” (ભાગવત: ૧/૫/૨૦) ઇત્યાદિક શ્રુતિ-સ્મૃતિમાં કહ્યા અનુસાર જડ-ચૈતન્ય સર્વ જગત ભગવાનનું શરીર છે, તેમાં પોતે ભગવાન તેના આત્મા(ધારક, નિયંતા અને સ્વામી)પણે રહ્યા છે, તેથી અક્ષરાદિરૂપે પોતે જ વર્તે છે એમ કહે છે.

145 33 145

૧૪૫. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને અવતારો વગેરેથી શ્રેષ્ઠ.

146 34 146

૧૪૬. રમકડાંને ચાવી આપે તેમ.

147 35 147

૧૪૭. શાસ્ત્ર તથા વ્યવહારની.

956 35 147

૧૪૭. શાસ્ત્ર તથા વ્યવહારની.

148 35 148

૧૪૮. ભગવાન અથવા ભક્તના અવગુણથી.

149 35 149

૧૪૯. તે વખતના સમાજમાં શૈવ-વૈષ્ણવ સંઘર્ષ ચાલતો હતો. તેથી શિવજીના ભક્તો વિષ્ણુ સાથે વેરભાવ રાખતા. તેવી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શ્રીજીમહારાજે આ વાક્ય કહ્યું છે.

150 37 150

૧૫૦. તીવ્ર-વૈરાગ્યપૂર્વક આત્મજ્ઞાને રહિત.

151 37 151

૧૫૧. સાકાર.

152 37 152

૧૫૨. સાકાર.

153 37 153

૧૫૩. સાકાર જ.

154 37 154

૧૫૪. શુષ્ક જ્ઞાનીએ કરેલા.

155 37 155

૧૫૫. લૌકિક દૃષ્ટિએ વ્યવહારકુશળ ન હોય તેવો.

156 37 156

૧૫૬. યમરાજા વગેરેનો.

157 37 157

૧૫૭. અક્ષરબ્રહ્મમય દિવ્ય-શરીરયુક્ત.

158 38 158

૧૫૮. યંત્રયુગ પહેલાં ફૂલમાંથી અત્તર બનાવવા માટે એક થર ફૂલનો અને તેના પર એક થર તલનો, આમ ઘણા થર બનાવીને થોડા દિવસ દબાવીને રાખતા, જેથી ફૂલની સુગંધ તલમાં આવી જાય. તેવી રીતે મનમાં ભગવાનનાં ચરિત્રોના સુગંધનો પાશ બેસારવો.

159 38 159

૧૫૯. ભાગવત: ૫/૫-૯.

160 38 160

૧૬૦. મહાભારત, શાંતિપર્વ: ૧૨/૨૧૨-૨૧૯.

161 38 161

૧૬૧. પતિવ્રતા.

162 38 162

૧૬૨. ગમતી વસ્તુનો લાભ નહિ, અને ઊલટો ન ગમતી વસ્તુની પ્રાપ્તિ.

163 38 163

૧૬૩. મહાભારત, શાંતિપર્વ: ૩૧૬/૪૦, ૩૧૮/૪૪. આ સ્થળે ધર્માદિનો સ્વરૂપથી ત્યાગ કહ્યો નથી, પરંતુ ભગવાનના ધ્યાનમાં અંતરાય કરનારા ધર્મ વગેરેના સંકલ્પોનો ત્યાગ કહ્યો છે અથવા ફળનો ત્યાગ કહ્યો છે.

164 38 164

૧૬૪. મહાભારત, શાંતિપર્વ: ૧૨/૧૭/૧૮, ૧૭૧/૫૬, ૨૬૮/૪.

165 38 165

૧૬૫. જીવાત્મા ચૈતન્ય છે અને દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ જડ છે. તેથી દેહમાં રહેલો જીવાત્મા ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે સાધનોનો ઉપયોગ કરીને પોતે જ સમજાવનારો છે અને પોતે જ સાંભળીને સમજનારો છે. એટલે કે જીભ દ્વારા બોલનાર જીવ જ છે અને કાન દ્વારા સાંભળનાર પણ જીવ જ છે. એવી રીતે દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણ અને બુદ્ધિ આદિકનો જાણનારો, નિશ્ચય કરનારો, જોનારો, સાંભળનારો, બોલનારો, સ્વાદ લેનારો, સૂંઘનારો, મનન કરનારો જે જણાય છે તે જીવાત્મા છે. તે જ પોતાનું સ્વરૂપ છે એમ સમજવું.

166 39 166

૧૬૬. પરબ્રહ્મને નિરાકાર અને નિર્ગુણપણે પ્રતિપાદન કરનારો શુષ્ક જ્ઞાની.

167 39 167

૧૬૭. છીપમાં ચાંદીની જેમ કલ્પિત.

168 40 168

૧૬૮. યોગદર્શન સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત સમાધિનું નિરૂપણ (યોગસૂત્ર: ૧/૧૭-૧૮માં) કર્યું છે. સંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યા-સંકલ્પ વગેરે હોવાથી સબીજ કહેવાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યાનો લેશમાત્ર ન હોવાથી તેને નિર્બીજ સમાધિ કહી છે. અદ્વૈત વેદાંતમાં આ બંનેને અનુક્રમે સવિકલ્પ-નિર્વિકલ્પ સંજ્ઞાથી કહી છે. (જુઓ વિદ્યારણ્ય સ્વામીકૃત પંચદશી, ધ્યાનદીપ: ૧૨૬-૧૨૯ તથા તેની રામકૃષ્ણ વ્યાખ્યા).
શ્રીજીમહારાજે આ બંને સમાધિઓને સાંપ્રદાયિક પરિભાષામાં ખૂબ જ સરળતાથી નિરૂપી છે. જેમાં સવિકલ્પમાં ઉપાસ્ય-ઉપાસક બંનેની શુદ્ધિ નથી, જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં ઉપાસક પણ ગુણાતીત એવા અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામ્યો છે અને ઉપાસ્ય માયિક ગુણરહિત પુરુષોત્તમ છે.

169 40 169

૧૬૯. કોઈ સ્થળે ‘ભક્તિ’ અને ‘ઉપાસના’ એ બંને શબ્દો પર્યાયવાચી છે એટલે બંનેનો એક જ અર્થ છે. કોઈ સ્થળે તો તે બંને શબ્દનો સામાન્યપણે અર્થભેદ બતાવ્યો છે, તો વસ્તુતઃ શું ભેદ છે એટલો પૂછવાનો આશય છે.

170 40 170

૧૭૦. અર્થ: ગુણગાન સાંભળવાં, શ્લોક-કીર્તનો ગાવાં, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત્ નીચી ટેલ કરવી, અર્ચના-પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્રભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું; આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત: ૭/૫/૨૩)

171 41 171

૧૭૧. “તદૈક્ષત બહુ સ્યાં પ્રજાયેય” આ પ્રમાણે છાન્દોગ્યોપનિષદ: ૬/૨/૩ તથા તૈત્તિરીયોપનિષદ: ૨/૬માં હાલ પાઠ મળે છે. શ્રીજીમહારાજના સમયની કોઈ પ્રતમાં “એકોઽહં બહુ સ્યાં પ્રજાયેય” આ પાઠ હશે, તેમ નૃસિંહાનંદ સ્વામીએ કહેલ મંત્રના સંદર્ભથી જણાય છે.

172 41 172

૧૭૨. પરિણામ પામીને.

173 41 173

૧૭૩. ભાગવત: ૧૦/૮૭/૧૯.

174 41 174

૧૭૪. સર્વવ્યાપક પુરુષોત્તમ ભગવાનનો સદાય તમામ વસ્તુમાં પ્રથમથી જ પ્રવેશ છે, નવો નથી, તો આ સ્થળે કહેલો પ્રવેશ, સૃષ્ટિ સમયમાં વિશિષ્ટ શક્તિએ યુક્ત અનુપ્રવેશ જાણવો, જેથી પ્રત્યેક વસ્તુમાં પરમાત્માની પુષ્કળ પ્રતીતિ જણાય. “તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત્” (તૈત્તિરીયોપનિષદ: ૨/૬; જગત રચીને તેમાં અનુપ્રવેશ કર્યો) એમ શ્રુતિમાં કહ્યું છે.

175 41 175

૧૭૫. હવે શરૂ થતાં વાક્યોનો અર્થ એમ છે જે, ભગવાન જેવા અક્ષરબ્રહ્મ દ્વારા સામર્થ્ય બતાવે છે તેવું પ્રકૃતિપુરુષાદિક દ્વારા સામર્થ્ય નથી બતાવતા. તેમ ક્રમશઃ પશુ-પક્ષી સુધી સમજવું. ભગવાન બધે સમાનપણે રહ્યા હોવા છતાં પાત્રના તારતમ્ય પ્રમાણે ભગવાન દર્શાય છે. જેમ સૂર્યનાં કિરણોનો પ્રકાશ ધૂળનાં ઢેફાં પર, પાણીમાં, કાચ પર સમાન દેખાતો નથી. તેમાં સૂર્યનાં કિરણો કારણભૂત નથી પણ પાત્રોનું તારતમ્ય કારણભૂત છે.

176 41 176

૧૭૬. “અગ્નિર્યથૈકો ભુવનં પ્રવિષ્ટો” (કઠોપનિષદ: ૨/૨/૯) ઇત્યાદિક શ્રુતિઓમાં આ અર્થ નિરૂપણ કર્યો છે.

અહીં શ્રીજીમહારાજ કહે છે કે કાષ્ઠ અને પાષાણમાં (પથ્થરમાં) અગ્નિ રહેલો હોય છે. આ આશ્ચર્યકારી છે, કારણ કે સામાન્યપણે આપણા માટે અગ્નિની કલ્પના જુદી હોય છે. જ્યારે કોઈ વસ્તુ બળે અને ભડકો દેખાય એને આપણે અગ્નિ કહીએ છીએ. શ્રીજીમહારાજ અહીં જે અવ્યક્ત પ્રકારના અગ્નિની વાત કરે છે તેવી વાત વિજ્ઞાનમાં પણ મળતી આવે છે. વિજ્ઞાન એવું કહે છે કે દરેક પદાર્થમાં એક પ્રકારનો અગ્નિ રહેલો છે, જેને ‘લેટંટ એનર્જી’ (latent energy) અથવા ‘ધ હીટ ઓફ કમ્બશન’ (the heat of combustion) કહેવામાં આવે છે.

The Heat of Combustion: The heat of combustion (ΔHCo) is the energy released as heat when a compound undergoes complete combustion with oxygen under standard conditions. For example, the heat of combustion of wood is 24.2 MJ/kg.

177 41 177

૧૭૭. વસ્તુતાએ તારતમ્યપણું નથી.

178 41 178

૧૭૮. માટે ભગવાન “સર્વરૂપે થાય છે” એમ વેદાદિક કહે છે. “સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ” (સર્વમાં વ્યાપીને રહ્યા છો માટે તમો સર્વરૂપ છો) એમ ગીતા (૧૧/૪૦)માં પણ કહ્યું છે.

179 42 179

૧૭૯. અસત્યરૂપ હોવાથી પાળવા યોગ્ય નથી.

180 42 180

૧૮૦. ગેયં ગીતાનામ-સહસ્રમ્ । ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ્ । નેયં સજ્જનસંગે ચિત્તમ્ । ‘ચર્પટપંજરિકાસ્તોત્ર-૧૩,’ ‘યતિધર્મનિર્ણય: પૃ. ૨૪૧,’ ‘સંન્યાસધર્મપદ્ધતિ: પૃ. ૩૩-૩૪’ તથા ‘સાધનપંચકમ્’ના શ્લોકોમાં અમુક વચનો મળે છે.

181 42 181

૧૮૧. ચર્પટપંજરિકાસ્તોત્ર-૧૩

182 42 182

૧૮૨. ભાગવત: ૫/૭-૧૨.

183 42 183

૧૮૩. “મત્કામા રમણં જારમસ્વરૂપવિદોઽબલાઃ । બ્રહ્મ માં પરમં પ્રાપુઃ સંગાચ્છતસહસ્રશઃ ॥” અર્થ: મારી જ કામના કરનારી, મારી સાથે જારભાવથી રમણ કરનારી, મારા સ્વરૂપને જેમ છે તેમ ન જાણનારી પણ ગોપીઓ, મારી સાથેના હેતથી પરમ બ્રહ્મ એવો જે હું, તે મને પામિયો. (ભાગવત: ૧૧/૧૨/૧૩). આ ભાગવતના શ્લોકને અનુસારે ગોપીઓ, ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણને પામી હતી તેમ અર્થ સમજવો.

184 43 184

૧૮૪. અર્થ: મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને મારી સેવાથી જ પૂર્ણ એવા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો કાળે કરીને જેનો નાશ છે એવા ઇન્દ્રાદિ દેવતાઓનાં ઐશ્વર્યને ન ઇચ્છે એમાં શું કહેવું? (ભાગવત: ૯/૪/૬૭).

185 43 185

૧૮૫. અર્થ: મારી સેવા વિના ભક્તે ઇચ્છા ન કરી હોય છતાં મેં આપેલી સાલોક્યાદિ મુક્તિને પણ નિર્ગુણ ભક્તિવાળા ભક્તો ગ્રહણ કરતા નથી, તો સાંસારિક ફળને ન ગ્રહણ કરે તેમાં શું કહેવું? (ભાગવત: ૩/૨૯/૧૩). વસ્તુતાએ આત્યંતિક મુક્તિમાં આવા ચાર ભેદો છે જ નહીં. શ્રીજીમહારાજે આત્યંતિક મુક્તિનું લક્ષણ વારંવાર સમજાવ્યું છે કે –

  • “તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્” (શિક્ષાપત્રી: ૧૨૧)

  • “એ અક્ષરધામને પામ્યો જે ભક્ત, તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભાગવાનની અખંડ સેવામાં રહે છે.” (વચ. ગ. પ્ર. ૨૧)

  • “અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.” (વચ. ગ. પ્ર. ૪૦)

આ બધાં વચનો દ્વારા અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તેને જ શ્રીજીમહારાજે મુક્તિ તરીકે સ્વીકારી છે. આ પ્રકારની ભક્તિ જેમાં ન હોય તેને મુક્તિ શબ્દથી કહેતા હોય તો પણ તે આત્યંતિક મુક્તિ ન જ કહેવાય. તેથી ભક્ત ન ઇચ્છે તે સ્વાભાવિક છે. વળી, આ પ્રકારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કોઈ પણ પ્રકારના નામથી શાસ્ત્રમાં મુક્તિ તરીકે જણાવી હોય તે શ્રીજીમહારાજને માન્ય છે. તેનાં નામ જુદાં જુદાં હોવા છતાં તે વસ્તુતઃ એક જ છે. તમામ નામો બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવારૂપ મુક્તિનાં પર્યાય જ બની જાય છે.
શ્રીજીમહારાજે આ પ્રકારની મુક્તિને પામેલ મુક્તને વિવિધ સંજ્ઞા પણ આપી છે. જેમ કે, નિર્વિકલ્પ સમાધિવાળો (વચ. ગ. પ્ર. ૩૯, ૪૦), ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો (વચ. લો. ૧૨), જ્ઞાનની સ્થિતિવાળો (વચ. ગ. પ્ર. ૨૪), સિદ્ધદશાવાળો (વચ. કા. ૭), બ્રહ્મરૂપ (વચ. લો. ૭), આત્મસત્તાવાળો (વચ. ગ. મ. ૫૧), બ્રહ્મસ્થિતિ પામેલ આત્મદર્શી સાધુ (વચ. ગ. મ. ૬૫), આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા (વચ. ગ. મ. ૬૨) વગેરે.

186 43 186

૧૮૬. અર્થ: અર્ચિરાદિ માર્ગે જવાનો આરંભ થયા પછી યોગમાયાનો સ્વામી એવો હું તે મારી પ્રસિદ્ધ એવી વિભૂતિ (બ્રહ્માના લોક પર્યંતની સંપત્તિ) તથા ભક્તિ-યોગથી પ્રાપ્ત થતું અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય તથા મંગળરૂપ એવી ભાગવતીશ્રી (વૈકુંઠાદિ દિવ્યલોકમાં રહેલી સંપત્તિ)ને મારા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો પણ સર્વથી પર એવો જે હું તે મારા ધામમાં તેને તેઓ પામે છે. ‘ભાગવતીશ્રી’ આ પદ દૃષ્ટાંત માટે છે. એટલે ભાગવતીશ્રીને ઇચ્છતા નથી, તો માયા-વિભૂત્યાદિકને ન ઇચ્છે એમાં કહેવું જ શું? (ભાગવત: ૩/૨૫/૩૭).

187 44 187

૧૮૭. લક્ષણ.

188 44 188

૧૮૮. પ્રીતિપૂર્વક.

189 44 189

૧૮૯. વિષમ દેશકાળ વગેરેના યોગે.

190 44 190

૧૯૦. અચેતન દેહ અને ચેતન આત્માનો યથાર્થ વિવેક થવાથી અહં-મમતા ટળે છે. એટલે સત્પુરુષના પ્રસંગથી દેહ અને આત્માનું સ્વરૂપ પૃથક્ પૃથક્ સમજાયા પછી ચિદ્રૂપ આત્મામાં અહંતા દૃઢ થાય છે, તેથી દેહમાં આત્માપણાનું અભિમાન નાશ થાય છે. અભિમાન નાશ થવાથી સ્ત્રી, પુત્ર અને ધનાદિક દૈહિક પદાર્થોમાં જે મમતા તેનો નાશ થાય છે. પછી સર્વે અહં-મમતાના ઘાટનો તત્કાળ લય થાય છે. આટલો સાક્ષાત્ ઉત્તર છે. તે વાત સરળતાથી સમજાય તે માટે દૃષ્ટાંત આપીને સમજાવે છે.

191 44 191

૧૯૧. દેહ અને આત્મા બંને તદ્દન જુદા છે તે સમજાવવા માટે લૌકિક દૃષ્ટાંત આપે છે.

192 44 192

૧૯૨. ડગલો તે હું છું અને.

193 45 193

૧૯૩. ‘અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શૃણોત્યકર્ણઃ’ (શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૧૯); ‘નિષ્કલં નિષ્ક્રિયં શાન્તમ્’ (શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૧૯); ‘અચ્છાયમશરીરમલોહિતં...’ (પ્રશ્નોપનિષદ: ૪/૧૦) ઇત્યાદિ.

194 45 194

૧૯૪. ‘ય એષોઽન્તરાદિત્યે હિરણ્મયઃ પુરુષો દૃશ્યતે હિરણ્યશ્મશ્રુર્હિરણ્યકેશ... તસ્ય યથા કપ્યાસં પુંડરીકમેવમક્ષિણી ॥’ (છાન્દોગ્યોપનિષદ: ૧/૬/૬-૭); ‘તસ્ય હૈતસ્ય પુરુષસ્ય રૂપં યથા મહારજનં વાસો’ (બૃહદારણ્યકોપનિષદ: ૨/૩/૬); ‘યદા પશ્યઃ પશ્યતે રુક્મવર્ણં કર્તારમીશમ્’ (મુંડકોપનિષદ: ૩/૧/૩) ઇત્યાદિ શ્રુતિઓથી.

195 45 195

૧૯૫. અહીં પોતાના તેજને પણ બ્રહ્મ કહ્યું છે તે યૌગિક અર્થ સમજવો, પરંતુ અહીં ધામરૂપ અથવા સેવકરૂપ અક્ષરબ્રહ્મને કહેનારો રૂઢ અર્થ નથી.

196 45 196

૧૯૬. “સ ઈક્ષત” (ઐતરેયોપનિષદ: ૧/૩); “તદૈક્ષત” (છાંદોગ્યોપનિષદ: ૬/૨/૩); “સ ઐક્ષત” (બૃહદારણ્યકોપનિષદ: ૧/૨/૫) આ પ્રકારની શ્રુતિઓ પ્રાપ્ત થાય છે.

197 45 197

૧૯૭. જળના આધાર દેવરૂપે.

198 45 198

૧૯૮. “અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શ્રુણોત્યકર્ણઃ । સર્વાત્માનં સર્વગતં વિભુત્વાત્ ॥” (શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૧૯,૨૧) વગેરે.

199 46 199

૧૯૯. રાજકોટપુર નિવાસી.

200 46 200

૨૦૦. આકાશ બે પ્રકારનો છે - એક ભૌતિકાકાશ અને બીજો મહાકાશ. મહાકાશને યોગીઓ ચિદાકાશ કહે છે. અહીં ચિદાકાશનું સ્વરૂપ નિરૂપીને ચિદાકાશ સમાધિમાં લીન થતો નથી, પરંતુ ભૈતિક આકાશનો સંકોચરૂપી લય થાય છે તેમ ઉત્તર આપે છે.

201 46 201

૨૦૧. ‘પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતાં નથી, એકલો આકાશ જ દેખાય છે’ - આ વાક્ય દ્વારા અહીં ભૌતિક આકાશનું નિરૂપણ કરે છે તેવું લાગે, પરંતુ આગળનાં વાક્યો તપાસતાં અહીં ચિદાકાશનું જ નિરૂપણ થઈ રહ્યું છે. તેથી ‘પૃથ્વી આદિક ચાર ભૂત’ શબ્દમાં ભૌતિક આકાશનો પણ સમાવેશ સમજવો.

202 46 202

૨૦૨. વચ. ગ. પ્ર. ૨૧માં કહ્યા મુજબ અક્ષરબ્રહ્મના અમૂર્તરૂપનું નિરૂપણ સમજવું.

203 46 203

૨૦૩. તમોગુણમાંથી ઉત્પન્ન થયો છે માટે અથવા શ્યામલ વર્ણ છે માટે.

204 48 204

૨૦૪. કુંડપંથ - વામમાર્ગનો એક પેટા ભેદ; તેના અનુયાયીઓ કુંડામાં ખાય છે.

205 48 205

૨૦૫. બ્રહ્મચર્યવ્રતરૂપ.

206 49 206

૨૦૬. બીજાં તપ, વ્રત, જપાદિક સાધન નથી.

207 49 207

૨૦૭. વિશેષ જાણકારી માટે જુઓ: પરથારો, ટીપણી-૧૪.

208 50 208

૨૦૮. કુશ એટલે દર્ભ, દર્ભનો અગ્રભાગ અણીદાર અને સૂક્ષ્મ હોય છે. જેની બુદ્ધિ આવી હોય તેને બ્રહ્મ અર્થાત્ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ “દૃશ્યતે ત્વગ્ર્યયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ ।” (કઠોપનિષદ: ૧/૩/૧૨) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિઓ કહે છે.

209 50 209

૨૦૯. ગીતા: ૨/૬૯.

210 51 210

૨૧૦. જેમ લોભી ધનમાં જોડાય, કામી મનગમતી સ્ત્રીમાં જોડાય ત્યારે બીજું બધું જ ભૂલીને તે રૂપ થઈ જાય છે; તેવી રીતે પુરુષોત્તમમાં જ એકાકારપણે જોડાયેલ.

211 52 211

૨૧૧. મોક્ષધર્મની.

212 52 212

૨૧૨. ઉપનિષદો, મહાભારત, ગીતા, કપિલગીતા વગેરેમાં નિરૂપાયેલ પ્રાચીન સાંખ્ય.

213 52 213

૨૧૩. મહાભારત, શાંતિપર્વ: ૨૯૩/૪૨-૪૫.

214 52 214

૨૧૪. યોગસૂત્ર: ૧/૨૪-૨૭; ભાગવત: ૩/૨૮.

215 52 215

૨૧૫. બ્રહ્મસૂત્ર: ૧/૧/૨,૨૨; ૧/૩/૮; ૧/૨/૨૧; ૨/૧/૨૨ ઇત્યાદિકમાં સમન્વય પામેલ ઉપનિષદની શ્રુતિઓ.

216 52 216

૨૧૬. સાત્વતસંહિતા: ૧/૨૫-૨૭ વગેરે.

217 54 217

૨૧૭. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો જેમાં સમાવેશ થાય છે તેવો એકાંતિક ધર્મ.

218 54 218

૨૧૮. ભાગવત: ૩/૨૫/૨૦.

219 56 219

૨૧૯. આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ । તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥ અર્થ: અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે. (ગીતા: ૭/૧૬-૧૭).

220 56 220

૨૨૦. ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ઉપાસનાનું બળ વૃદ્ધિ પામે છે. ઉપાસનાનું બળ વધવાથી પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવારૂપ આત્મનિષ્ઠા પરિપક્વ થાય છે. તેમ થવાથી દેહનું સમગ્ર દુઃખ દૂર થાય છે. આત્મા અને દેહનો સ્પષ્ટ વિવેક (બ્રહ્મ સાથેની એકતા) તથા તેના કારણરૂપ ઉપાસના, આ બંને ન હોવાથી જ ભક્ત દુઃખી થાય છે તે તાત્પર્યનું નિરૂપણ કરે છે.

221 56 221

૨૨૧. ઉત્પત્ત્યાદિકને જાણનારા.

222 56 222

૨૨૨. અનાત્મા અર્થાત્ આત્માથી જુદા દેહ વગેરે નાશવંત પદાર્થો.

223 57 223

૨૨૩. સ્નેહ બે પ્રકારનો છે - એક તો ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી થનારો અને એક સાહજિક (સ્ત્રી-પુત્રાદિકમાં જેમ સ્વાભાવિક દૃઢ સ્નેહ થાય છે તેમ ભગવાનમાં સ્નેહ થાય તે). તેમાં પ્રથમ સાહજિક સ્નેહ કહે છે.

224 57 224

૨૨૪. પ્રતિદિન વૃદ્ધિ પામીને, સુદૃઢ થઈને, ભગવાનનાં મનુષ્યચરિત્રને જોઈને પણ ક્યારેય ઓછું નહિ થનારું હેત આવું વિશિષ્ટ હોવાથી જ સાહજિક હેતની અપેક્ષાએ ઉત્તમ છે.

225 59 225

૨૨૫. સ્વતંત્રપણે.

226 59 226

૨૨૬. સ્વતંત્રકર્તા.

227 59 227

૨૨૭. સમુદ્ર ઉલ્લંઘન કરવાનું.

228 59 228

૨૨૮. જાંબવાનના. જાંબવાને હનુમાનજીને તેમનું બળ જણાવ્યું; તે વાત વાલ્મીકિ રામાયણ, કિષ્કિન્ધાકાંડ, સર્ગ: ૬૫માં છે.

229 59 229

૨૨૯. ભગવાને પ્રલંબાસુરને હણવાની સામર્થીરૂપ બળદેવજીનું બળ જણાવ્યું તેનું વર્ણન વિષ્ણુપુરાણ: ૫/૯/૩૪ તથા હરિવંશ, વિષ્ણુપર્વ: ૫૮/૫૦-૫૧માં મળે છે.

230 59 230

૨૩૦. કોઈક ભક્તના જણાવ્યા વિના.

231 60 231

૨૩૧. બ્રહ્માજીના લોકમાં.

232 61 232

૨૩૨. તેણે યુક્ત એવી જે ઉપાસના.

233 61 233

૨૩૩. ઉપાસના તથા બ્રાહ્મીસ્થિતિ રહિત કેવળ.

234 61 234

૨૩૪. ભાગવત: ૮/૧૮-૨૩.

235 62 235

૨૩૫. ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.

236 62 236

૨૩૬. કેવા સંતમાં ભગવાનના ગુણો આવે છે અને કેવી રીતે આવે છે? એ બે પ્રશ્નો છે, તેમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે.

237 62 237

૨૩૭. કુટિલ યુક્તિજાળથી ગૂંથાયેલાં, માટે મોહ થાય તેવાં અસચ્છાસ્ત્ર.

238 62 238

૨૩૮. શુષ્કવેદાંતી વગેરેની.

239 62 239

૨૩૯. ‘આ પરમેશ્વર કહેવાય છે પણ બીજાથી ભય કેમ પામે છે?’ વગેરે શંકાઓ.

240 62 240

૨૪૦. બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે.

241 62 241

૨૪૧. દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવો છે, તેમના ગુણો તથા દોષો ગીતા (અધ્યાય-૧૬)માં પૃથક્ પૃથક્ કહ્યા છે. તે બંને જીવો ભગવાનના સંબંધને પામીને પણ સ્વાભાવિક પોતાના ગુણો તથા દોષોનો ત્યાગ કરી શકતા નથી. તેમાં દૈવી જીવો ભગવાનના સંબંધથી તેમના સત્યાદિ ગુણોને પામે છે જ અને આસુરી જીવો તો ભગવાનના સંબંધથી તેમના ગુણોને નથી જ પામતા. દૈવી જીવોમાં પણ જો કોઈક કદાચિત્ પ્રમાદથી અથવા જાણી જોઈને ગુણીયલ ગરીબ પ્રકૃતિનાં ભક્તજનનું અપમાન કરે તો તે દૈવી જીવ પણ અસુરની પેઠે ગુણહીન થઈને દોષયુક્ત થાય અને તેનામાં ભગવાનના ગુણો આવે નહિ તે ભાવાર્થ છે, તેને દૃષ્ટાંત કહેવાપૂર્વક વિવેચન કરીને કહે છે.

242 62 242

૨૪૨. અસલ શબ્દ વત્સનાભ - એક જાતનો ઓષધોપયોગી ઝેરી છોડ; તેનો આકાર વાછરડાની નાભી જેવો હોવાથી તેનું નામ ‘વત્સનાભ’ પડ્યું છે. તે દવા માટે વૈદ્યકમાં વપરાય છે.

243 63 243

૨૪૩. ફરીથી પણ પ્રકારાન્તરથી મોટ્યપ કહે છે.

244 63 244

૨૪૪. જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષ્મ હોય અને કારણ પણ હોય. આ નિયમ પ્રમાણે અપેક્ષાકૃત કારણરૂપ, અહીં દર્શાવેલ તમામ તત્ત્વોમાં સૂક્ષ્મતા તથા મહત્તા બંને ગુણ રહેલા છે. સૂક્ષ્મતા તથા મહત્તા બંને ગુણ જેમાં હોય તેને કંઈક અંશે મૂર્ત પદાર્થ કહી શકાય. આ હેતુથી આકાશ વગેરે કાર્ય-કારણભૂત તત્ત્વોને પણ મૂર્તિમાન કહ્યાં છે.

245 63 245

૨૪૫. ‘ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય’ – અહીં દર્શાવેલાં આવાં દૃષ્ટાંત દ્વારા ગોલોકાદિક ધામોથી અક્ષરધામ અતિશય વિશાળ, સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ ધામ છે – તેમ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાત (સ્વામીની વાતો: ૩/૨૩)માં સમજાવ્યું છે.

246 63 246

૨૪૬. આ સ્થળે મૂળપુરુષને ‘બ્રહ્મ’ શબ્દથી કહ્યા છે.

247 64 247

૨૪૭. “યસ્યાત્મા શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિન પાઠ: ૩/૭/૩૦); “યસ્યાક્ષરં શરીરમ્” (સુબાલોપનિષદ: ૭).

248 64 248

૨૪૮. “શીર્યતે તચ્છરીરમ્” આ પ્રકારની વ્યાખ્યા પ્રમાણે શરીરને પરિણામી અને નાશવંત કહ્યું છે. માટે આત્મા તથા અક્ષરને પરમાત્માનું શરીર કહ્યું છે તે શી રીતે સંભવે? કારણ કે આત્મા અને અક્ષર તો નિર્વિકારી, અપરિણામી અને નિત્ય છે. આવો પ્રશ્નનો આશય છે.

249 64 249

૨૪૯. “શીર્યતે તચ્છરીરમ્” આ પ્રકારનો અર્થ અહીં ‘શરીર’ શબ્દનો કર્યો નથી. દર્શન-શાસ્ત્રોમાં ઘણા શબ્દોના પારિભાષિક અર્થાત્ વિશિષ્ટ અર્થો પણ કરવામાં આવે છે. તે જ રીતે અહીં ઉપનિષદોમાં નોંધાયેલ ‘શરીર’ શબ્દનો પારિભાષિક અર્થ વ્યાપ્યપણું, આધીનપણું તથા અસમર્થપણું કર્યો છે, તે આશયથી જણાવે છે કે -

250 64 250

૨૫૦. પૃથિવ્યાદિક.

251 64 251

૨૫૧. પૃથિવ્યાદિકરૂપે.

252 64 252

૨૫૨. જીવાત્માના.

253 64 253

૨૫૩. કરચરણાદિક-અવયવરહિત જીવાત્માના.

254 64 254

૨૫૪. કરચરણાદિક-અવયવરહિત હોવાથી અરૂપ.

255 64 255

૨૫૫. માયાના ગુણથી પરાભવ ન થવો વગેરે સામર્થ્ય.

256 64 256

૨૫૬. બ્રહ્મમય તનું. “બ્રાહ્મીં સંવિશતે તનુમ્ ।” (મહાભારત, શાંતિપર્વ: ૧૮૯/૧૯) “ગુણાપાયે બ્રહ્મશરીરમેતિ ।” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૯/૨૭) બ્રહ્મમય (દિવ્ય) તનુમાં પ્રવેશ કરે છે અર્થાત્ પામે છે, એમ કહ્યું છે.

257 64 257

૨૫૭. દેહને અંતે.

258 64 258

૨૫૮. સુષુપ્તિને તુલ્ય અક્ષરબ્રહ્મતેજમાં.

259 64 259

૨૫૯. તો ભગવાનની સેવાનું સુખ ન પામે તેમાં શું કહેવું?

260 65 260

૨૬૦. સૃષ્ટિ સમયે આકાશની ઉત્પત્તિ થાય છે અને પ્રલય સમયે લય થાય છે તેનો આ સ્થળે પ્રસંગ નથી, પરંતુ શરીરમાં જે આકાશની ઉત્પત્તિ અને લયનો વ્યવહાર થાય છે તેનો પ્રસંગ છે. તે વ્યવહાર પણ વાસ્તવિક નથી, ઔપાધિક છે, આટલો અભિપ્રાય છે.

261 65 261

૨૬૧. નિત્ય તત્ત્વોમાં ત્રણ ભેદ છે: (૧) કૂટસ્થ નિત્ય, (૨) પ્રવાહ નિત્ય, (૩) પરિણામી નિત્ય. (૧) જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં પરિણામને જ ન પામે તેને કૂટસ્થ કહેવાય છે. જેવા કે આત્મા (જીવ તથા ઈશ્વર), અક્ષરબ્રહ્મ, પરમાત્મા. (૨) ગામમાં રહેતી પ્રજા બદલાતી રહે તેમ છતાં તે ગામને બસો વરસ, પાંચસો વરસ જૂનું કહેવાય, કારણ કે પ્રજાનો પ્રવાહ ચાલુ જ હોય છે. જેમ દેશની સ્વતંત્રતાના સમયથી રાષ્ટ્રપતિનું સ્થાન છે, તેમાં રાષ્ટ્રપતિ બદલાતા રહે, છતાં તેના સ્થાનની ઉંમર દેશની સ્વતંત્રતા જેટલી જ કહેવાય. તેવી રીતે પુરુષની નિત્યતા સમજવી. બ્રહ્માંડોની મહાઉત્પત્તિ વેળાએ પુરુષ બદલાય, તેમ છતાં પુરુષ નામથી ચાલ્યું આવતું એક ઉત્પત્તિનું કારણભૂત સ્થાન તેને નિત્ય કહેવાય છે. (૩) પરિણામ બદલાતું રહે છતાં તત્ત્વ તેનું તે રહે. જેમ સુવર્ણ તેનું તે રહે પણ તેનાં કુંડલ, વીંટી, હાર વગેરે બને; તેવી રીતે માયાની પરિણામી નિત્યતા જાણવી. પ્રસ્તુત સંદર્ભમાં પ્રકૃતિ, પુરુષ નિત્ય છે તેમ આકાશની નિત્યતા કહી છે. તે ફક્ત નિત્યત્વ ધર્મને લીધે જ જાણવી. પરંતુ પ્રકૃતિ, પુરુષ તેમ જ ચિદાકાશ ત્રણેય તત્ત્વોની નિત્યતામાં ભેદ છે. ચિદાકાશ કૂટસ્થ નિત્ય છે. જ્યારે પ્રકૃતિ તથા પુરુષ ક્રમશઃ પરિણામી નિત્ય અને પ્રવાહ નિત્ય છે.

262 65 262

૨૬૨. તે ગઢડા પ્રથમ પ્રકરણના ૪૬મા વચનામૃતમાં કહ્યું છે.

263 65 263

૨૬૩. અને જે બ્રહ્માંડ છે તે વૈરાજપુરુષનો દેહ છે, તેનું વર્ણન ભાગવત (૨/૧/૨૬-૩૯)માં “પાતાલમેતસ્ય હિ પાદમૂલમ્” ઇત્યાદિ શ્લોકથી કર્યું છે.

264 65 264

૨૬૪. વૈરાજપુરુષનાં ઇન્દ્રિયો સાથે.

265 65 265

૨૬૫. તે નાડી ભગવાનના ધામના માર્ગરૂપ છે. “તયોર્ધ્વમાયન્નમૃતત્વમેતિ” (કઠોપનિષદ: ૨/૩/૧૬) એમ શ્રુતિમાં કહ્યું છે.

266 65 266

૨૬૬. સમાધિમાં ત્રણ અવસ્થાનો લય થાય છે, તેમાં.

267 65 267

૨૬૭. એકાગ્રતા, તન્મયપણું.

268 65 268

૨૬૮. કર્મફળનું ભોગસ્થાન.

269 65 269

૨૬૯. તે શક્તિઓ સર્વ જીવોના ગુણકર્માનુસારે જીવમાં રહેલી જ્ઞાનાદિ શક્તિઓને પ્રેરે છે, માટે ભગવાનમાં વિષમતા નથી.

270 66 270

૨૭૦. ભાગવત: ૪/૩૦/૨૪; ૭/૯/૪૮.

271 66 271

૨૭૧. નિર્ગુણાદિક શબ્દના અર્થમાં.

272 66 272

૨૭૨. ‘અરૂપ’ શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૧૦, ‘જ્યોતિષાં જ્યોતિઃ’ બૃહદારણ્યકોપનિષદ: ૪/૪/૧૬, ‘નિર્ગુણઃ’ શ્વેતાશ્વતરોપનિષદ: ૬૧/૧, ‘વ્યાપકઃ’ કઠોપનિષદ: ૬/૮.

273 66 273

૨૭૩. અહીં ‘બ્રહ્મ’ શબ્દથી, ભૂમાપુરુષના લોક તરીકે ભાગવત (૧૦/૮૯/૫૩-૫૮)માં કહ્યો છે તે સમજવો. આ લોકને માયાથી પર જણાવ્યો છે, તે પણ અન્ય દેવલોકની અપેક્ષાએ માયાથી પર સમજવો.

274 67 274

૨૭૪. ‘યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરૌ । તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ ॥’ ‘જેવી દેવમાં પરાભક્તિ છે તેવી ગુરુમાં થાય તો તેને સર્વ અર્થો સિદ્ધ થાય છે.’ (શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૨૩).

275 67 275

૨૭૫. કરેલા ઉત્તરમાં જે ન્યૂનતા છે તેને પૂર્ણ કરે છે.

276 67 276

૨૭૬. પશ્ચાત્તાપ, હૃદયની બળતરા, પસ્તાવો, સંતાપ.

957 67 276

૨૭૬. પશ્ચાત્તાપ, હૃદયની બળતરા, પસ્તાવો, સંતાપ.

277 68 277

૨૭૭. યોગનિદ્રા.

278 68 278

૨૭૮. ‘પુત્રેતિ તન્મયતયા તરવોઽભિનેદુઃ ।’ આ શ્લોકથી ભાગવત (૧/૨/૨)માં કહ્યું છે. આ જ આશયના શ્લોકો દેવીભાગવત (૧/૧૯)માં પણ છે.

279 68 279

૨૭૯. ‘શૈલી દારુમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈકતી । મણિમયી મનોમયી પ્રતિમાઽષ્ટવિધાઃ સ્મૃતાઃ ॥’ (ભાગવત: ૧૧/૨૭/૧૨). પાષાણની, કાષ્ઠની, ધાતુની, ચિત્રપ્રતિમા, છાપ અથવા ઉલ્લેખિત કરેલી-ઉપાડની, રેતીની અથવા કાચની, મણિની બનાવેલ, મનની કલ્પનારૂપ - આ આઠ પ્રકારની પ્રતિમા કહી છે.

280 69 280

૨૮૦. મત્સ્યપુરાણ, અ. ૧૪૨; મહાભારત, શાંતિપર્વ: ૩૨૨; સ્કન્દપુરાણ, વાસુદેવમાહાત્મ્ય: ૬/૩૭-૪૦.

281 70 281

૨૮૧. મન જ્ઞાન મેળવવા માટેનું સાધન છે. તેથી જ્યાં સુધી જીવને આ લોકનું, પંચવિષયનું અથવા કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મનનો સંબંધ છૂટવાનો જ નથી. જેમ આંબલીનો કચૂકો અને તેની છાલ જોડાયેલાં છે, તેમ મન અને જીવ જોડાયેલાં છે. તો વિષયના ભોગરૂપ જ્ઞાનપ્રાપ્તિના સમયે જ એક હા પાડે અને એક ના પાડે છે, આ પ્રકારનું મન તથા જીવાત્માનું જુદાપણું સંભવતું નથી. તેથી નિત્યાનંદ સ્વામીના ઉત્તરને અયોગ્ય જાણી પોતે શ્રીહરી ઉત્તર કરે છે.

282 70 282

૨૮૨. “આ તારો પિતા નથી, આ તારી માતા નથી, આ તારું ઘર નથી, આ તારું ધન નથી, તું તો બ્રહ્મરૂપ આત્મા છું અને ભગવાનનો દાસ છું,” વગેરે વાર્તા.

283 70 283

૨૮૩. ગીતા: ૧૮/૭૮.

284 70 284

૨૮૪. બહારના સંત જે જે પ્રકારે પ્રસન્ન થાય તેમ કરવું, તે જ અંતરના સંતનું પોષણ કહ્યું છે.

285 70 285

૨૮૫. કુસંગથી છેટે રહેતાં અને સંતસમાગમ કરતાં પણ કોઈ કામનાથી કરેલો ભગવાનનો નિશ્ચય, તે કામના સિદ્ધ ન થાય તો સમૂળો નાશ થઈ જાય છે. માટે, “પોતાના મોક્ષ માટે જ નિશ્ચય કરવો,” એમ હેતુ બતાવ્યો નથી, તેથી પ્રશ્નનો ઉત્તર યથાર્થ ન થયો એમ જાણીને શ્રીહરિ પોતે જ તે પ્રશ્નનો ઉત્તર કહે છે. પોતાના મોક્ષ માટે જ કરેલો નિશ્ચય નિત્યાનંદ મુનિએ કહેલા સાધનથી સ્થિર થાય છે, કોઈ કામનાને ઉદ્દેશીને કરેલો નિશ્ચય તો સ્થિર થતો નથી; આટલો ઉત્તરનો આશય છે.

286 71 286

૨૮૬. પૃથ્વી, જળ વગેરે ભૂતો તેમજ આંખ, કાન વગેરે ઇન્દ્રિયો.

287 71 287

૨૮૭. દિવ્યરૂપ.

288 71 288

૨૮૮. દિવ્ય. “ન ભૂતસૃષ્ટિસંસ્થાનં દેહોઽસ્ય પરમાત્મનઃ ।” [મહાભારત (કુંભકોણમ્ આવૃત્તિ): ૧૨/૨૦૬/૬૦]; “પ્રકૃતિં સ્વામધિષ્ઠાય ।” (ગીતા: ૪/૬); “યત્ર ત્રિસર્ગો મૃષા ।” (ભાગવત: ૧/૧/૧) ઇત્યાદિ વચનોથી પરમાત્માના શરીરને અપ્રાકૃત, દિવ્ય, અલૌકિક પ્રતિપાદન કર્યું છે.

289 71 289

૨૮૯. અહીં ધામરૂપ અક્ષરનો ઉલ્લેખ સમજવો. વચનામૃત ગ. પ્ર. ૬૩ પ્રમાણે તેનું સ્વરૂપ નજરમાં ન આવે તેવું મોટું હોવાથી તેને અહીં નિરાકાર કહ્યું છે.

290 71 290

૨૯૦. અહીં દર્શાવેલ અક્ષરધામ એ શ્રીજીમહારાજની સાથે પૃથ્વી પર પધારેલ સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જ છે, જેમની પોતાને રહેવાના અક્ષરધામ તરીકેની ઓળખાણ પ્રસંગોપાત્ત શ્રીજીમહારાજે સ્વમુખે ઘણી વાર સત્સંગમાં કરી છે. સમગ્ર સંપ્રદાયમાં વચનામૃતનાં રહસ્યના જાણનાર તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે.

291 71 291

૨૯૧. અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર વિરાજમાન છે અર્થાત્, અક્ષર કહેતાં ગુણાતીતાનંદ સ્વામી સહિત પુરુષોત્તમ કહેતાં શ્રીજીમહારાજ પૃથ્વી પર સદા પ્રગટ છે. આ રીતનું જ્ઞાન ગુરુપરંપરા દ્વારા પ્રાપ્ત કરી, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષરે સહિત પુરુષોત્તમની અર્થાત્ ગુણાતીતાનંદ સ્વામી તથા સહજાનંદ સ્વામીની યુગલ મૂર્તિ પધરાવીને આ જ્ઞાનને મૂર્તિમાન કર્યું છે.

292 72 292

૨૯૨. “દુર્બલાઁસ્તાત બુધ્યેથા નિત્યમેવાવિમાનિતાન્ ।” (મહાભારત, શાંતિપર્વ: ૯૨/૧૪-૧૫) ઇત્યાદિ વચનો દ્વારા.

293 72 293

૨૯૩. ધર્મિષ્ઠ માતાપિતા અને સાસરિયાં ન હોવાથી ધર્મપાલન માટે શરણે આવેલી.

294 72 294

૨૯૪. ‘આ પુરુષ ધર્મમાંથી મને નહિ પાડે,’ એમ જાણીને તેની સહાયતાથી નિશ્ચિંત થઈને તેમાં વિશ્વાસ મૂકનારી, જેનો પતિ પરદેશમાં ગયેલો છે એવી સ્ત્રી.

295 72 295

૨૯૫. ભાગવત: ૧૦/૩૩/૨૭-૨૯.

296 72 296

૨૯૬. નિશ્ચયમાં કાચ્યપ હોવાથી.

297 73 297

૨૯૭. તે અન્નરસથી ઉત્પન્ન થાય છે.

298 73 298

૨૯૮. “આત્મન્યવરુદ્ધસૌરતઃ ।” (ભાગવત: ૧૦/૩૩/૨૬).

299 73 299

૨૯૯. ભાગવત: ૮/૧૨/૩૨.

300 73 300

૩૦૦. ભાગવત: ૧૦/૬૧/૧-૨.

301 73 301

૩૦૧. ભાગવત: ૩/૩૧/૩૭.

302 73 302

૩૦૨. ગોપાલોત્તરતાપિની ઉપનિષદ.

303 73 303

૩૦૩. નાભિ સુધી જળમાં ઊભા રહીને ગુદા દ્વારા જળનું આકર્ષણ કરીને બસ્તિને (નાભિથી નીચલા પ્રદેશને) ધોઈ નાંખીને જળનો ત્યાગ કરે, એટલે ગુદાથી આકર્ષણ કરેલા જળને ગુદાથી જ બહાર કાઢે. તે એક બસ્તિનો પ્રકાર કહ્યો છે. લિંગથી જળને આકર્ષણ કરીને ફરીથી લિંગથી જ બહાર કાઢે અથવા ગુદાથી બહાર કાઢે, તે બીજો બસ્તિનો પ્રકાર કહ્યો છે.

304 73 304

૩૦૪. પ્રથમ મુખથી જળપાન કરીને ફરીથી તે જળને મુખથી જ વમન કરવું તે ગજકરણી ક્રિયા કહી છે, તેને જ કુંજરક્રિયા કહેવાય છે.

305 73 305

૩૦૫. અર્થાત્ મૂલબંધાસન. આ આસનમાં બંને પગનાં તળિયાંને ભેગાં કરી જનનેંદ્રિય અને ગુદાની વચ્ચે આવે તે રીતે નીચે આંગળીઓ અને ઉપર પાની રહે તેમ બેસવું. ધીમે રહીને શરીરને આગળ નમાવતાં બંને પગની એડી ઉપર બેસવું, જેથી પાનીઓ આગળ રહેશે. ત્યાર પછી પાછળ રહેલા બંને પગના અંગૂઠાઓ વિપરીત હાથે પકડવા અર્થાત્ ડાબા પગનો અંગૂઠો જમણા હાથે અને જમણા પગનો અંગૂઠો ડાબા હાથે પકડવો. (હઠયોગપ્રદીપિકા: ૪/૨૯-૩૦).

306 75 306

૩૦૬. એકોત્તર શબ્દથી એકોત્તર શત ૧૦૧ અથવા એકોત્તર વિંશતિ ૨૧ કહેવાનો અભિપ્રાય છે. દસ પૂર્વનાં અને દસ પછીનાં અને એક પોતે એમ મળીને એકવીસ કુળનો ઉદ્ધાર થાય છે, એમ પ્રહ્‌લાદના મિષે ભગવાન નૃસિંહે શ્રીમદ્‌ભાગવત (૭/૧૦/૧૮)માં કહ્યું છે. પિતાનાં ૨૪, માતાનાં ૨૦, પત્નીનાં ૧૬, બહેનનાં ૧૨, દિકરીનાં ૧૧, ફોઈનાં ૧૦, માસીનાં ૮ એમ સાત ગોત્રનાં મળીને એકસો અને એક કુળનો ઉદ્ધાર થાય છે એમ પણ નિર્ણયસિંધુ (૩/૨, પૃ. ૨૬૭)માં વાયુપુરાણના શ્લોકનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે. ઉપર લખેલાં માતા-પિતા વગેરેનાં કુળમાં અર્ધાં પૂર્વનાં અને અર્ધાં પછીનાં જાણવાં.

307 75 307

૩૦૭. કુળ.

308 75 308

૩૦૮. ભાગવત: ૩/૩૩.

309 75 309

૩૦૯. ભાગવત: ૯/૬.

310 77 310

૩૧૦. ઓથ્ય - આશ્રય, બળ.

311 77 311

૩૧૧. જુઓ વચનામૃત ગ. પ્ર. ૬૨, ટીપણી-૨૩૫. [ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.]

312 77 312

૩૧૨. ૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).

313 77 313

૩૧૩. તેનાં બે કારણ છે: એક કાળ અને બીજી અવસ્થા. તે બંને શુભ અને અશુભ છે. તેમાં શુભ કાળ અને શુભ અવસ્થા અંત સમયે વર્તે તો મૃત્યુ શોભે છે અને અશુભ વર્તે તો શોભે નહિ. મૃત્યુ પછીની ગતિમાં તો શુભ-અશુભ કાળ અને અવસ્થા કારણ નથી, તેમાં તો પોતાનું ધર્માચરણ કારણ છે, આટલો વિશેષ અર્થ છે તેને વિસ્તારથી સ્પષ્ટપણે કહે છે.

314 78 314

૩૧૪. તત્ત્વાર્થસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, ગણધરગાથા વગેરે શાસ્ત્રોમાં.

315 78 315

૩૧૫. માહાત્મ્યજ્ઞાનપૂર્વક.

316 78 316

૩૧૬. પૂર્વજન્મમાં સંપાદન કરેલી પ્રેમપૂર્વક નવધા ભક્તિરૂપી ભાવના.

317 78 317

૩૧૭. ૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).

318 78 318

૩૧૮. નિર્વિકલ્પ સમાધિનું નિરૂપણ વચનામૃત ગ. પ્ર. ૪૦ તથા તેની ટીપણીમાંથી જાણવું.

952 62 319

૩૧૯. ભગવાનને કાળ જેવા ન જાણે: ભગવાનને કાળ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે કાળ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ કાળ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે કાળે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે કાળને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય.

કર્મ જેવા ન જાણે: ભગવાનને કર્મ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે કર્મ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ કર્મ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે કર્મે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે કર્મને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય.

સ્વભાવ જેવા ન જાણે: ભગવાનને સ્વભાવ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે સ્વભાવ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ સ્વભાવ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે સ્વભાવે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે સ્વભાવને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. વળી, ભગવાનને કર્તાહર્તા માને પણ સામાન્ય જીવોના સ્વભાવની જેમ ભગવાનમાં પણ કર્તાપણાનો અહંકાર રહી જાય છે એમ સમજે, પરંતુ કર્તા થકા અકર્તા ન સમજે તો ભગવાનને સ્વભાવ જેવા જાણ્યા કહેવાય.

માયા જેવા ન જાણે: ભગવાનને માયા જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે માયા નથી એમ માનવું. સમજૂતી: અદ્વૈત દર્શનમાં નિર્ગુણ બ્રહ્મ માયાને લીધે જ જીવ-જગતરૂપે ભાસે છે, એટલે કે જગત અને જગતમાં જે કાંઈ ભાસે છે તેના કર્તા નિર્ગુણ બ્રહ્મ નથી પણ માયા છે એમ માનવામાં આવે છે. વળી, સાંખ્ય દર્શનની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ માયા એટલે કે પ્રકૃતિ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે માયાએ કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે માયાને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને માયા જેવા જાણ્યા કહેવાય. તદ્ઉપરાંત અન્ય જીવોની જેમ ભગવાનમાં પણ માયિકભાવ દેખે, એટલે કે એમનામાં પણ દેહ અને દેહના ભાવ છે એમ સમજે તો ભગવાનને માયા જેવા જાણ્યા કહેવાય.

પુરુષ જેવા ન જાણે: ભગવાનને પુરુષ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે પુરુષ નથી એમ માનવું. સમજૂતી: સાંખ્ય દર્શનમાં કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં પણ પ્રકૃતિ અને પુરુષ છે. પ્રકૃતિ જડ હોવાને લીધે પુરુષની સંનિધિથી પ્રકૃતિની સામ્યાવસ્થા તૂટે છે અને જગતની ઉત્પત્તિ શરૂ થાય છે. આમ, જગતની ઉત્પત્તિમાં પુરુષ પણ કારણ બને છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે પુરુષને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને પુરુષ જેવા જાણ્યા કહેવાય.

975 51 320

૩૨૦. અહીં પુરુષ એટલે પ્રત્યેક બ્રહ્માંડના ઉત્પત્તિ-કાર્યમાં પ્રધાનરૂપ માયા સાથે જોડાનારો ઈશ્વર ચૈતન્ય, અર્થાત્ પ્રધાનપુરુષ સમજવો.

979 70 321

૩૨૧. શ્રીજીમહારાજના આ વચનને પુષ્ટ કરતાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે: “...દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ (ચલણી નાણું) ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, ‘અહો, થયું ને માથે.’ પણ પછી કહે, ‘જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?’ તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે છે, ‘કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા.’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં (ગઢડા પ્રથમ ૭૦) પણ કહ્યું છે જે, ‘ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?’ માટે એમ સમજવું.”

[સ્વામીની વાત: ૬/૨૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ