ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
922 264 5

૫. પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી નરનારાયણ વગેરે ઈશ્વરો ઐશ્વર્ય પામીને અવતરે છે. તેથી પુરુષોત્તમ નારાયણ અને નરનારાયણ બંને તદ્દન ભિન્ન છે. તેમ છતાં સભામાં બેઠેલ ભક્તનાં જીવમાં નરનારાયણની પ્રધાનતા હોવાથી બંનેની એકતા જણાવે છે.

923 264 6

૬. નૃસિંહની શરભ સાથેના યુદ્ધની કથા લિંગપુરાણ, પૂર્વાર્ધ: ૯૫/૬૦-૬૨માં છે. પૂર્વ અધ્યાયમાં નૃસિંહે હિરણ્યકશિપુનો વધ કર્યો તે કથા આવે છે. પછી નૃસિંહના તેજથી સમગ્ર બ્રહ્માંડ બળવા લાગ્યું. ત્યારે દેવો શિવ પાસે ગયા અને આનો ઉપાય કરવા કહ્યું. ત્યારે શિવજીએ શરભનું રૂપ ધારણ કરીને નૃસિંહના શરીરને નાશ કર્યો. તે શરીરની શિલા થઈ. જે નારસિંહી શિલા કહેવાય છે. (જુઓ વચનામૃત લોયા ૧૮, ટીપણી-૧૦૨)

924 264 7

૭. ભાગવત: ૫/૬/૭.

925 264 8

૮. ભાગવત: ૧૧/૩૦/૩૩.

જ્યારે યાદવો પરસ્પર યુદ્ધમાં લડ્યા અને બધાનો નાશ થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રભાસતીર્થમાં એક પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. જરા નામના પારધીએ દૂરથી ભગવાનનાં ચરણના લાલ તળિયાં જોઈને હરણનું મુખ સમજી બાણથી તેમને વીંધી નાંખ્યા. તેણે નજીક જઈને જોયું. “અરે! આ તો ભગવાન સ્વયં છે.” ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણો પર માથું મૂકી ક્ષમા માગી. ભગવાન શ્રીકૃષ્ણ તેને માફી આપી અને સદેહે સ્વર્ગમાં નિવાસ આપ્યો. પોતે દારુકને પરિવારની સુરક્ષા કરવાનું જણાવી પોતાના ધામમાં ચાલ્યા ગયા.

[ભાગવત: ૧૦/૩૧/૬]

926 266 9

૯. સર્વાવતારીપણે પોતાનો મહિમા નિરૂપીને શ્રોતાઓને પચે તેવી હળવી વાત કરતાં જણાવે છે.

927 266 10

૧૦. ‘સર્વ અક્ષરબ્રહ્મ થકી’ એટલે બ્રહ્મ સંજ્ઞાને પામેલા અનંત મુક્તો, તે કરતાં ભગવાનના ધામરૂપ જે અક્ષરબ્રહ્મ અર્થાત્ મૂર્તિમાન અક્ષર તે અનાદિ છે અને શ્રેષ્ઠ છે.

928 266 11

૧૧. અક્ષરધામમાં બાગબગીચા વગેરેનું વર્ણન ભગવાનની વિશેષ સામર્થીરૂપે સમજવું. વસ્તુતઃ મુક્તને ભગવાનની મૂર્તિ સિવાય આવા કોઈ પદાર્થ અથવા ભોગની અપેક્ષા અને ઇચ્છા નથી.

929 266 12

૧૨. ગો = કિરણો + લોક = સ્થાન = તેજોમય અક્ષરધામ; તેવો અર્થ ‘ગોલોક’ શબ્દનો સમજવો.

930 267 13

૧૩. અહીં નરનારાયણના મિષે પોતાનો જ સર્વોપરીપણે મહિમા જણાવે છે, તે આ વાક્યમાં આવેલ ‘પ્રત્યક્ષ શ્રીનરનારાયણ’ શબ્દથી સ્પષ્ટ જણાય છે.

931 268 14

૧૪. શ્રીહરિ અમદાવાદમાં બિરાજતા હોવાથી નરનારાયણને સ્વામી અને ઇષ્ટદેવ તરીકે અહીં નિરૂપે છે. વસ્તુતાએ તો તેઓ જ સર્વના ઇષ્ટદેવ અને સ્વામી છે.

932 270 15

૧૫. મહાભારત, ઉદ્યોગપર્વ, અધ્યાસ: ૧૦૪-૧૧૨.

933 270 16

૧૬. ‘આપોપું કરવું’ એવો પણ પાઠાંતર છે.

934 271 17

૧૭. રામાયણ, સુંદરકાંડ: ૧૧/૪૧ (ગીતાપ્રેસ, ગોરખપુર).

935 271 18

૧૮. રામાયણ, કિષ્કિન્ધાકાંડ: ૮/૨૨-૨૩. (ગીતાપ્રેસ, ગોરખપુર).

936 273 19

૧૯. અહીં વિજયાર્થીઓની પરીક્ષારૂપ લક્ષ્યવેધ (આદિપર્વ: ૧૨૩/૫૮-૬૬) તથા દ્રોપદી સ્વયંવરરૂપ મત્સ્યવેધ (આદિપર્વ: ૧૭૯/૧૪-૧૬) બંનેની મિશ્ર કથા છે.

937 274 20

૨૦. નરનારાયણનો જ મહિમા જાણનાર ગુણભાવી ભક્તોને પણ સમાસ થાય તે હેતુથી શ્રીહરિ અહીં પોતાને નરનારાયણ સ્વરૂપે નિરૂપે છે.

938 274 21

૨૧. નરનારાયણદેવ તો બદરિકાશ્રમમાં તપ કરે છે. તેમની સાથે ‘અક્ષરધામના ધામી’ શબ્દ જોડીને શ્રીહરિ નરનારાયણના મિષે પોતાના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો નિર્દેશ કરે છે.

976 269 22

૨૨. ભગવાન નિરંશ અને અચ્યુત હોવાથી રામકૃષ્ણાદિક અવતારો ભગવાનના અંશ (ટુકડો, એક ભાગ) નથી, પરંતુ ભગવાનના અનુપ્રવેશથી અવતારો થાય છે. આવી સાચી સમજણને બદલે અવતારોને ભગવાનના અંશ (ટુકડા) માનવા તે ભૂલ છે.

977 270 23

૨૩. સંપ્રદાયોનો વિભાગ બે વર્ગમાં કરવામાં આવેલો છે:

  • ૧. અદ્વૈત એટલે કેવળ એક તત્ત્વમાં માનનાર સંપ્રદાય અને

  • ૨. દ્વૈત એટલે અનેક તત્ત્વમાં માનનાર સંપ્રદાય.

સમજૂતી: ભારતીય દર્શન પરંપરામાં જુદા જુદા આચાર્યોએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું છે. આ પૈકી વેદાંત દર્શનમાં શ્રીશંકરાચાર્યે અદ્વૈત મત,

  • શ્રીરામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત મત,

  • શ્રીમધ્વાચાર્યો દ્વૈત મત,

  • શ્રીનિમ્બાર્કાચાર્યે દ્વૈતાદ્વૈત મત,

  • શ્રીવલ્લભાચાર્યે શુદ્ધાદ્વૈત મત,

  • શ્રીચૈતન્ય મહાપ્રભુએ અચિન્ત્ય ભેદાભેદ મત

વગેરે જુદા-જુદા મતનું પ્રવર્તન કર્યું.

શ્રીજીમહારાજ ઉપરોક્ત સર્વે મતને ધ્યાનમાં રાખીને આ વચનામૃતમાં બે પ્રકારના મતની વાત સમજાવે છે. એ પૈકી પ્રથમ પ્રકારનો મત શ્રીશંકરાચાર્યનો અદ્વૈત મત છે, જેમાં એકમાત્ર બ્રહ્મ જ સત્ય તત્ત્વ છે અને એ સિવાય જીવ-જગત બધું જ મિથ્યા છે. બીજા પ્રકારનો મત ‘દ્વૈત મત’ તરીકે જણાવે છે. વસ્તુતઃ તો દ્વૈત મત શ્રીમધ્વાચાર્યનો છે, પરંતુ અહીં પ્રયોજાયેલો ‘દ્વૈત’ શબ્દ કેવળ શ્રીમધ્વાચાર્યના દ્વૈત મત પરક નથી, પરંતુ શ્રીરામાનુજાચાર્ય, શ્રીમધ્વાચાર્ય, શ્રીનિમ્બાર્કાચાર્ય, શ્રીવલ્લભાચાર્ય, શ્રીચૈતન્ય મહાપ્રભુ વગેરે વૈષ્ણવ સંપ્રદાય પરક છે.

જે જે સંપ્રદાયમાં જીવ, માયા વગેરે પરબ્રહ્મથી જુદા અને સત્ય સમજવામાં આવ્યા છે, તેના માટે મહારાજે ‘દ્વૈત’ શબ્દ પ્રયોજ્યો છે. શ્રીજીમહારાજ પણ આ અર્થ પ્રમાણે દ્વૈતમતનો સ્વીકાર કરે છે, કારણ કે તેઓ પણ વૈષ્ણવ આચાર્યોની જેમ જીવ, માયા વગેરેને પરબ્રહ્મથી ભિન્ન અને સત્ય સમજાવે છે. જોકે અન્ય આચાર્ય મુખ્યત્વે જીવ, માયા અને ઈશ્વર આ ત્રણ તત્ત્વોનો સ્વીકાર કરે છે, જ્યારે શ્રીજીમહારાજ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ નિત્ય તત્ત્વોનો સ્વીકાર કરે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૭; ગઢડા અંત્ય ૧૦)

978 273 24

૨૪. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે સમજી શકાય:

૧. જો પ્રત્યક્ષ ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તો નિયમ-ધર્મની દૃઢતા હોય જ. (વચનામૃત ગઢડા મધ્ય ૧૩, ૧૬, ૨૭) તેથી એવું કહી શકાય કે જે નિયમ-ધર્મથી રહિત છે તેને ભગવાનના નિશ્ચયમાં કંઈક કચાશ છે અને જો નિશ્ચયમાં કચાશ હોય તો તેનું આત્યંતિક કલ્યાણ ન થાય. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૩, ૭૨; પંચાળા ૭; મધ્ય ૧૩, ૧૪) એટલે કે તે ભગવાનના નિર્ગુણધામને અર્થાત્ અક્ષરધામને પામી શકતો નથી.

૨. જે નિયમ-ધર્મે રહિત છે પણ તેને ભગવાનનો થોડોક પણ નિશ્ચય હોવાથી, તે પોતાનું કલ્યાણ કરે છે એટલે કે તે જન્મમરણથી રહિત થાય છે અર્થાત્ તેને જમપુરી અને લખચોરાશીનું દુઃખ રહેતું નથી. (વચનામૃત સારંગપુર ૪, ૧૧) તેને નિશ્ચય અને સંસ્કારને બળે ફરી વાર મનુષ્ય જન્મ મળે અને અંતે કસર ટાળીને અક્ષરધામને પામે. (વચનામૃત ગઢડા મધ્ય ૧૬, ૨૫)

૩. નિશ્ચય હોવા છતાં જે નિયમ-ધર્મથી રહિત છે, એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં. જોકે બીજા જીવોને માયા પર કરીને એનું આત્યંતિક કલ્યાણ તો પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ જ કરી શકે. (વચનામૃત જેતલપુર ૧) એમના આશ્રિત નિયમધર્મવાળા સંતો-ભક્તો મુમુક્ષુને કંઈક માર્ગદર્શન અને પ્રેરણા આપીને સાધના માર્ગમાં સહાયરૂપ થઈ શકે, પરંતુ જે નિયમધર્મથી રહિત છે તેના ઉપદેશની કોઈ અસર ના થાય. તેથી એના થકી બીજાને અધ્યાત્મમાર્ગમાં વિશેષ વર્તવાની પ્રેરણા ન મળે. તેથી અહીં કહ્યું છે કે એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહીં.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ