સારસિદ્ધિ

પદ - ૧૧

રાગ – ધોળ (‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ)

સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર;

નિવાસી કર્યાં બ્રહ્મમો’લના, અગણિત નર નાર... સુખી ॥૧॥

જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય;

તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય... સુખી ॥૨॥

ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર;

માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર... સુખી ॥૩॥

એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર;

નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર... સુખી ॥૪॥

 

કડવું - ૪૫

હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહિ તન મને ત્રાસજી

પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી

નાશ ન થાયે કોઈ દિને, એવું અવિનાશી એહ સુખ છે ॥

તેહ વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે ॥૨॥

અટળ સુખના આપનારા, નથી કોઈ સહજાનંદજી સમાન ॥

બીજે છે વાતોના વાયદા,1 એમ સમજવું બુદ્ધિમાન ॥૩॥

સત્ય શાસ્ત્ર સંત સુધર્મને, શોધીને ગ્રે’વું2 સાર ॥

જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ અપાર ॥૪॥

માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ આપનાર ॥

માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ॥૫॥

જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય ॥

તેહ વિના તોળી3 તપાસિયું, લેશ પણ આપણે ન લેવાય ॥૬॥

એહ સુખને આપવા, આવ્યા અવનિએ અલબેલ ॥

મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સે’લ ॥૭॥

પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ ॥

આવી મળ્યા જન જેહને, તેહ થયા તે પૂરણકામ ॥૮॥

ભાંગી ભૂખ ભૂખ્યાતણી, ઘણી ઘનશ્યામે કરી મે’ર ॥

એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ॥૯॥

આજ મો’રે આવી વારતા, કો’યે પર4 અવર5 પામ્યા નથી ॥

નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે કેવી રીતે કે’શે કથી ॥૧૦॥

કડવું 🏠 home