સારસિદ્ધિ

કડવું - ર૬

ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી

સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મ વિના બીજુ નજરે નાવેજી

ના’વે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન ॥

ધર્મ ગયે જે ધન મળે, તે જાણો થયું વિઘન ॥૨॥

ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ1

ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ॥૩॥

ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ ॥

ધર્મ ગયે મોટપ્ય મળી, બળી વળી સઈ થઈ ખાટ2 ॥૪॥

ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી ॥

ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ॥૫॥

ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું ॥

જીવવાનું જાતું કરીને, હરિ પાસે મરવાનું માગવું ॥૬॥

ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીર વળી નાકતણું3

માટે મૂકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ॥૭॥

ધર્મ વિના સુર અસુર નરનાં, સર્વેનાં શાહીસમ4 મુખ થયાં ॥

ધર્મ વિના ધરા અંબર માંહી, મોટપ માન કેનાં રહ્યાં? ॥૮॥

ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગમાંઈ ॥

દેવ ઇચ્છિત દેહ આવિયો, પણ કામ ન આવિયો કાંઈ ॥૯॥

ધર્મવાળા પર ધર્મના સુત,

રે’છે રાજી રળિયાત ॥

નિષ્કુળાનંદ ધર્મવાનની, શું કહિયે વર્ણવી વાત ॥૧૦॥

કડવું 🏠 home