વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૪

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચોકામાં (સંતો-હરિભક્તોની ભોજનશાળામાં) જમવાનો સમય પૂરો થઈ જાય એટલે ચોકો-પાટલો (સાફ-સૂફી) થઈ ચોખ્ખું થઈ જાય. તેવી રીતે જેને સાંખ્ય અને યોગ નિષ્ઠા દૃઢ હોય તેની સમજણ શુદ્ધ હોય. તે એવું સમજે કે અક્ષરધામ, ભગવાનની મૂર્તિ અને અક્ષરધામના મુક્તો વિના સર્વે લોક અને તેના દેવો તથા વૈભવ સર્વે નાશવંત છે, તેથી ભગવાન વિના ક્યાંય પ્રીતિ કરે નહીં.

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “યોગવાળો ભગવાનને અખંડ ધારે પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય.” તે ઉપર યોગ ને સાંખ્યનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે સારુ એ શીખી રાખવું.”

[સ્વામીની વાતો: ૬/૮૫]

 

યોગીજી મહારાજ કહે, “મહારાજ વિના પ્રકૃતિપુરુષ સુધી બધું માયિક, ગઢડા મધ્ય ૨૪ પ્રમાણે. અવતાર માયામાં છે, એમ કહે તો લોક ધખે; પણ વૈરાટમાંથી અવતાર થયા તે ‘વૈરાટ માયામાંથી છે’ એમ કહેતાં ન ધખે! અવતારો અક્ષરના રોમમાં ઊડતા ફરે છે. મૂળ પુરુષને જ પુરુષોત્તમ કહે છે. તેથી પર જ્ઞાન કોઈને નથી. જન્મ્યા મો’ર શાદી ક્યાંથી લખાય?”

[યોગીવાણી: ૨/૨૮]

 

તા. ૨૩/૨/૧૯૬૩, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૪ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “‘પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે... લે વાત આવી તું લખી રે.’ જગતમાં સુખ ક્યાંય નથી. આવી સમજણ કરી હોય તો વિક્ષેપ, આવરણ કે વિઘન આવતું જ નથી. જંગલમાં હોય કે એકલો હોય, દૂધપાક-પૂરી ખાતો હોય કે છાશ-રોટલો ખાતો હોય, પણ સુખ જ માને. સાંખ્ય ને યોગ – બે નદી ભેગી હોય તો વધુ જોશ કરે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ