Meaning: Gujarati English
ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ ।
જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવ-બંધનાત્ ॥
गुणातीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः ।
जनो जानन्निदं सत्यं मुच्यते भव-बंधनात् ॥
Guṇātītokṣharam Brahma Bhagwān Puruṣhottamah |
Jano jānan-nidam satyam muchyate bhava-bandhanāt ||
1
ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે. ભગવાન પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે. જે જન આ સત્ય સિદ્ધાંત જાણે-સમજે છે તે ભવબંધનથી મુક્ત થાય છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ ॥
त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बंधुश्च सखा त्वमेव ।
त्वमेव विद्या द्रविणं त्वमेव
त्वमेव सर्वं मम देव देव ॥
Tvameva mātā cha pitā tvameva
Tvameva bandhushcha sakhā tvameva |
Tvameva vidyā draviṇam tvameva
Tvameva sarvam mama deva deva ||
2
તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ વિદ્યા છો, તમે જ ધન છો, દેવોના દેવ તમે જ મારું સર્વશ્વ છો. (પાંડવગીતા)
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ ।
ગુરુ સાક્ષાત્ પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वरः ।
गुरु साक्षात् परंब्रह्म, तस्मै श्रीगुरवे नमः ॥
Gurur-Brahmā gurur-Viṣhṇu, gurur-devo Maheshvarah |
Guru sākṣhāt param-brahma, tasmai shrīgurave namah ||
3
દુનિયાનાં દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા, એ જ ગુરુ વિષ્ણુ, એ જ ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ એ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે.
ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ।
ॐ सहनाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै ।
तेजस्वीनावधीतमस्तु मा विद्विषावहै ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ।
Ohm sahanāvavatu saha nau bhunaktu saha vīryam karavāvahai |
Tejasvīnā-vadhī-tamastu mā vid-viṣhāvahai |
Om shāntihi shāntihi shāntihi |
4
હે પરમાત્મા ! અમારી (ગુરુ-શિષ્ય) બંનેની રક્ષા કરો. અમારા બંનેનું પાલન કરો. અમે સાથે રહી તેજસ્વી-દૈવી કાર્યો કરીએ. અમે કરેલું અધ્યયન તેજસ્વી-દૈવી થાય. એકબીજાનો દ્વેષ ન કરીએ. (ઉપનિષદ્‍)
સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ ।
સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્‍ દુઃખમાપ્નુયાત્ ॥
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
सर्व भद्राणि पश्यन्तु मा कश्चिद्‍ दुःखमाप्नुयात् ॥
Sarvetra sukhinah santu sarve santu nirāmayāhā |
Sarva bhadrāṇi pashyantu mā kashchid‍ dukh-māpnuyāt ||
5
અહીં સર્વે સુખી થાઓ, સર્વે દુઃખ વ્યાધિથી મુક્ત રહો. સર્વે કલ્યાણકારી જોતા થાઓ, કોઈને પણ દુઃખ ન થાઓ.
અતિમનોહરં સર્વસુન્દરં તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ ।
વિબુધવન્દિતં સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્યદર્શને ॥
अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चंचलेक्षणम् ।
विबुधवन्दितं स्वामिनाथ ते वपुरिहास्तुनो नित्यदर्शने ॥
Atimanoharam sarva-sundaram tilak-lakṣhaṇam chanchalekṣhaṇam |
Vibudh-vanditam svāminātha te vapurihāstuno nitya-darshane ||
6
અતિશય મનોહર, બધા કરતાં સુંદર, અંગો ઉપર તિલના ચિન્હોવાળું, ચંચલ દ્રષ્ટિએ યુક્ત, દેવોએ વંદન કરેલું એવું આપનું શરીર હે સ્વામિનાથ ! હે મહારાજ ! અમારા નિત્યદર્શનમાં રહો.
ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિઃ પૂજામૂલં ગુરોઃ પદમ્ ।
મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોઃ કૃપા ॥
ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् ।
मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ॥
Dhyānamūlam gurormūrtihi pūjāmūlam guroho padam |
mantramūlam gurorvākyam mokṣhamūlam guroho kṛupā ||
7
ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે, ગુરુના ચરણ પૂજાનું મૂળ છે, ગુરુવાક્ય મંત્રનું મૂળ છે, ગુરુકૃપા મોક્ષનું મૂળ છે.
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહ્યતમ્ અશ્નામિ પ્રયતાત્મનઃ ॥
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपह्यतम् अश्नामि प्रयतात्मनः ॥
Patram puṣhpam falam toyam yo me bhaktyā prayachchhati |
Tadaham bhaktyupahyatam ashnāmi prayatātmanah ||
8
શુદ્ધ ચિત્તવાળો જે ભક્ત પાંદડુ, ફૂલ, ફળ કે પાણી જે કાંઈ પણ મને ભક્તિથી અર્પે છે તે હું પ્રેમથી સ્વીકારું છું. (ગીતા: 18-66)
સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ 
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥ 
Sarvadharmān parityajya māmekam sharaṇam vraja |
Aham tvām sarvapāpebhyo mokṣhayiṣhyāmi mā shuchah ||
9
તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને તું મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. તું શોક ન કર. (ગીતા: 9-26; વચ. ગ. મ. ૯; વચ. ગ. મ. ૧૭)
પ્રસંગમજરં પાશમ્ આત્મનઃ કવયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ 
प्रसंगमजरं पाशम् आत्मनः कवयो विदुः ।
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ॥ 
Prasanga-majaram pāsham ātmanah kavayo viduhu |
Sa ev sādhuṣhu kṛuto mokṣha-dvārama-pāvṛutam || 
10
જેવો આ જીવને પોતાના આત્મીય સગા-સંબંધીઓ સાથે દ્રઢ પ્રસંગ છે, તેવો જ દ્રઢ પ્રસંગ જો સાધુ સાથે થાય તો તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. (ભાગવત: 3-25-203; વચ. ગ. પ્ર. ૫૪)

Shlok Selection

Shloks Index