Shlok Selection close

Shlok:
Meaning:
Shlok 11

કાર્યં ન સહસા કિંચિત્ કાર્યો ધર્મસ્તુ સત્વરમ્।

પાઠનીયાધીતવિદ્યા કાર્યઃ સંગોન્વહં સતામ્॥

વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.

(શિક્ષાપત્રી: 36)
Shlok 12

ધર્મેણ રહિતા કૃષ્ણ-ભક્તિઃ કાર્યા ન સર્વથા।

અજ્ઞનિન્દા-ભયાન્નૈવ ત્યાજ્યં શ્રીકૃષ્ણસેવનમ્॥

શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવા કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે પુરુષ તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો.

(શિક્ષાપત્રી: 39)
Shlok 13

નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણમ્।

વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા॥

સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે સર્વકાળને વિષે કરવી.

(શિક્ષાપત્રી: 116)
Shlok 14

ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિતઃ।

માહાત્મ્યજ્ઞાન-યુગ્ભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે॥

શ્રુતિસ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.

(શિક્ષાપત્રી: 103)
Shlok 15

ગુણિનાં ગુણવત્તાયાં જ્ઞેયં હ્યેતત્ પરં ફલમ્।

કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યથા યાન્તિ વિદોપ્યધ:॥

વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, ક્યું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. તે ભક્તિ ને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે.

(શિક્ષાપત્રી: 114)
Shlok 16

ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ।

ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈઃ॥

સાધુ ને બ્રહ્મચારી તેમને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન કરવું પણ તેને સામે ગાળ ન દેવી કે મારવો નહિ. પરંતુ તેનું હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું.

(શિક્ષાપત્રી: 201)
Shlok 17

અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ।

તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ॥

અન્ય સ્થળોએ જે પાપ કર્યું હોય તે તીર્થમાં જઈને સ્નાનાદિ કરવાથી નાશ પામે, પણ તીર્થમાં પાપ કરવાથી વજ્રલેપ થાય છે.

(સ્કંદપુરાણ: વચ. ગ. પ્ર. ૧; વચ. ગ. મ. ૩)
Shlok 18

ભવસંભવભીતિભેદનં સુખસંપત્કરુણાનિકેતનમ્।

વ્રતદાન તપઃ ક્રિયા ફલં સહજાનંદ ગુરું ભજે સદા॥

સંસારમાં જન્મ-મૃત્યુની બીકને ટાળનાર, સુખ-સંપત્તિ અને કરૂણાના મૂળ સ્થાન, વ્રત દાન, તપાદિ ક્રિયાના ફળસ્વરૂપ સહજાનંદ ગુરુને હું ભજું છું.

Shlok 19

શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીય સદ્‍ગુણં।

અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા॥

શરણે આવેલા જનોના પર્વત જેવડા પાપને જે ગણતા નથી પણ તેનામાં રહેલા અણુ જેવડા સદ્‍ગુણને જે મહાન ગણે છે તે સહજાનંદ ગુરુને હું ભજું છું.

Shlok 20

મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ

પવિત્રે સમ્પ્રાપ્તં સ્થિતિમતિવરૈકાંતિકવૃષે।

સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિનમ્

ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતં॥

જેમને નિરંતર ભગવાનના ધ્યાનનો અભ્યાસ છે, પવિત્ર અને અતિશય શ્રેષ્ઠ એકાંતિક ધર્મમાં જેમની દ્રઢ સ્થિતિ છે, સર્વ કાળ ભગવાનના આનંદનો અનુભવ છે. છતાં સર્વકાળ શ્રીહરિની સર્વોત્તમ વાર્તા કરવાનું જેમને વ્યસન છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું.