શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો

Click here to read this page in English.

આ વેબ પેજ પર વાવલ (vowels) અને વાવલના ચિહ્નો (vowel signs) કેવી રીતે ગુજરાતી યુનિકોડ ફોન્ટ્સથી લખવા તે સમજાવવામાં આવશે.

વિશેષ મહિતી માટે નીચેના નિશ્ચિત વિષય પર માર્ગદર્શન માટે લીન્ક પર ક્લિક કરો.

વાવલો અને વાવલોના ચિહ્નો

વાવલ એ સ્વતંત્ર અક્ષરો છે (જેમ ક, ખ, ગ, ઘ, વગેરે સ્વતંત્ર છે તેમ) એટલે કે કૉમ્પ્યુટરમાં યુનિકોડ ફોન્ટ્સ વતી એકલા લખી શકાય. વાવલના ચિહ્નો સ્વતંત્ર નથી એટલે કે કૉમ્પ્યુટરમાં યુનિકોડ ફોન્ટ્સ વતી એકલા લખી ના શકાય. વાવલના ચિહ્નોને સ્વતંત્ર અક્ષરોનો આશ્રય જોઈએ અને વાવલના ચિહ્નો લખ્યા પહેલા સ્વતંત્ર અક્ષર લખવા પડે. નીચેના ટેબલમાં વાવલ અને વાવલના ચિહ્નો આપ્યા છે.

 સ્વતંત્ર વાવલ 
વાવલઅંઅઃ
વાવલના ચિહ્નોn/aિ
નોંધ: જો વાવલના ચિહ્નો એકલા ટાઈપ કરવામાં આવે તો dotted circle બતાવવામાં આવે છે અને તે દર્શાવે છે કે કશુક ત્યાં જાય છે.

નોંધ: માઈક્રોસોફ્ટ વર્ડ વાવલના ચિહ્નો એકલા (બીજા સ્વતંત્ર અક્ષરો વગર) નહિ ટાઈપ કરવા દે. પરંતુ ટેક્ષ્ટ એડિટરસ એકલા કરવા દેશે અને dotted circle સાથે દેખાશે. વેબ બ્રાઉસરસ પણ આવી રીતે બતાવશે, જેમ ઉપરના ટેબલમાં વાવલના ચિહ્નો બતાવ્યાં છે તેમ.

તમામ વાવલો સ્વતંત્ર અક્ષરો છે એટલે વાવલો પછી વાવલના ચિહ્નો ટાઈપ ના કરી શકાય. દાખલા તરીકે 'આ' એક જ અક્ષર છે અટલે અ + ા ≠ આ. આપ અ + ા ટાઈપ કરશો તો 'અ ા' દેખાશે. તેમ જ આ + ે ≠ ઓ અને અ + ો ≠ ઓ કારણ કે 'ઓ' સ્વતંત્ર છે. 'ઓ' માટે તો O ટાઈપ કરાવાથી (ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં) લખાય છે.

વાસ્તવમાં ઉપરના ટેબલમાં છેલ્લા બે વાવલ છે તે સ્વતંત્ર નથી. અર્થાત્ 'અં' અને 'અઃ' વાવલ સાથે વાવલના ચિહ્ન જોડાયેલ છે. એટલે કે અ + ં = અં અને અ + ઃ = અઃ. બાકી બીજા બધા વાવલ સ્વતંત્ર છે.

તો વાવલના ચિહ્નો સ્વતંત્ર અક્ષરો સાથે ટાઈપ કરવાના હોય છે. નીચે આપેલ દાખલાઓમાં વાવલના ચિહ્નો કેવી રીતે વપરાય છે તે બતાવ્યું છે.

પ + ા = પા
પ + ી = પી
ક + ્ + ત + િ = ક્તિ
મ + ્ + પ + ્ + ય + ુ = મ્પ્યુ
ર + ્ + દ + ૂ = ર્દૂ
જ + ે = જે
સ + ૈ = સૈ
ગ + ્ + લ + ો = ગ્લો
સ + ૌ = સૌ

ક્રમની અગત્યતા

અગાઉના વેબ પેજ પર સમજાવવામાં આવ્યું હતુ કે ક્રમ ખુબ અગત્યનો છે. વાવલના ચિહ્નો માટે પણ ક્રમ અગત્યનો છે. વાવલના ચિહ્નો હંમેશા છેલ્લા લખવામાં આવે છે. દાખલા તરીકે 'ભક્તિ' લખવું હોય તો ભ + ક + ્ + ત + િ ટાઈપ કરવાથી લખાય છે. કદાચ પેનથી લખો ત્યારે િ પહેલા લખો પણ ટાઈપ કરો ત્યાર હંમેશા છેલ્લે જ લખાશે અને ભલે છેલ્લે ટાઈપ કરો પણ યુનિકોડ સ્ક્રિપ્ટીંગ યોગ્ય જગ્યાએ જ મૂકશે.

અનુશ્વર (ં Anusvara)

અનુશ્વર (ં) એટલે ગુજરાતીમાં જે મીંડું વારંવાર જોવા મળે છે તે. અમુક વાર અનુશ્વર એકલું હોય છે અને અમુક વાર વાવલના ચિહ્નો સાથે હોય છે. જ્યારે વાવલના ચિહ્નો સાથે હોય છે ત્યારે છેલ્લુ ટાઈપ કરવાનું હોય છે. 'અનંત'માં અનુશ્વર એકલું છે તો અ + ન + ‌‌ં + ત ટાઈપ કરવું. 'બ્રહ્માંડ'માં વાવલના ચિહ્ન સાથે છે તો બ + ્ + ર + હ + ્ + મ + ા + ં + ડ ટાઈપ કરવું. આવી જ રીતે ચરણાર્વિંદ લખવું હોય તો ર + ્ + વ + િ + ં ટાઈપ કરવું. આ ક્રમ ના સચવાય તો પરિણામ જુદું આવશે. નીચે સાચો ક્રમ અને ખોટો ક્રમ દર્શાવ્યો છે.

ખોટો ક્રમ:અ + ર + ્ + ધ + ં + ુ = અર્ધંુ
સાચો ક્રમ:અ + ર + ્ + ધ + ુ + ં = અર્ધું

અનુશ્વરની કી '>' છે તે નીચેની છબીમાં બતાવ્યું છે.

Anusvara key mapping
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ - Shift State

વિસર્ગ (ઃ Visarga)

વિસર્ગ ગુજરાતીમાં વાવલનું ચિહ્ન છે તે અંગ્રેજીનું કોલન જેવું છે. વિસર્ગ સ્વતંત્ર નથી એટલે વિસર્ગના પહેલા સ્વતંત્ર અક્ષરો જોઈએ. 'અંતઃકરણ' જેવા શબ્દો માટે વિસર્ગ અનિવાર્ય છે. અંગ્રેજીનું કોલન વતે પણ આવા શબ્દો ખોટી રીતે લખી શકાય છે પણ આ બરાબર ગુજરાતી નથી. ખોટી રીતે લખવું હોય તો 'અંત' લખ્યા પછી ભાશા બદલીને અંગ્રજીનું કોલન ટાઈપ કરીને ફરી ભાશા બદલીને ગુજરાતીમાં 'કરણ' ટાઈપ કરાય. પણ વિસર્ગનો ખ્યાલ હોય તો આ ખોટી રીત રદ કરી શકાય. નીચે ખોટી અને સાચી રીત દર્શાવી છે.

ખોટી રીત:અંત:કરણદુ:ખ
સાચી રીત:અંતઃકરણદુઃખ

ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિથી તપાસ કરશો તો ખબર પડશે કે અંગ્રેજીનું કોલન અને ગુજરાતીનું વિસર્ગ જુદું છે. વિસર્ગની કી '_' કી (underscore key) અને કોલનની કી Ctrl+Alt+/ છે. જો ખરેખર કોલન ટાઈપ કરવું હોય તો Ctrl+Alt+/ વાપરો. નીચેની છબીમાં વિસર્ગની કી બતાવી છે.

Visarga key mapping
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ - Shift State

નોંધ: જ્યારે વાવલના ચિહ્નો અક્ષરો સાથે જોડાય છે ત્યારે પરિણામે તે એક થઈ જાય છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં 'ક્તિ' ટાઈપ કર્યા પછી 'ક્તિ'ની આગળ જઈને ડિલીટ (delete) પ્રેસ કરશો તો આખો 'ક્તિ' ભૂંસાઈ જશે કારણ કે 'ક્તિ' જોડાઈ ગયાં. પરંતુ બેકસ્પેસ (backspace) કરશો તો આખો 'ક્તિ' નહિ ભૂંસાઈ જાય. આ ઉપરાંત એરો કીસથી (arrow keys) આગળ-પાછળ કર્સર (cursor) કરશો તો 'ક', 'ત', અને 'િ'ની વચ્ચે કર્સર નહિ જાય. અમુક ટેક્ષ્ટ એડિટરસમાં માઈક્રોસોફ્ટ વર્ડ કરતાં જુદું વર્તણક હશે. આવી રીતે દુઃ, ત્મ્ય, શ્ચિ, વગેરે એક જોડાયેલા થઈ જાય છે.